સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

રેલના પાટા – એક અવલોકન

     રેલના બે પાટા, માઈલોના માઈલો, એક જ સાથે, એક જ દીશામાં લંબાઈને પથરાયેલા. પણ કદી ભેગા ન થાય. કદાચ એનો એક છેડો એટલેન્ટીક મહાસાગરને અને બીજો છેડો પેસીફીક મહાસાગરને આંબતો હોય. પણ તસુના સોમા ભાગ જેટલા પણ એ નજીક ન આવે. અને ન જ આવવા જોઈએ. ગાડી પાટા ઉપરથી ઉતરી જાય.

    બે માનવજીવ – એકમેક સાથે અનોખા સંબંધે સંકળાયેલા – જીવનભરના સાથી. એક જ દીશાના મુસાફર. પણ મનથી સદા અળગા. એક તસુ પણ નજીક ન આવે. પછી એમની ગાડી શી રીતે પાટા ઉપર રહે?! જીવનગાડીના પાટા તો એક જ રેખામાં હોવા ઘટે. એકમેકમાં સમાઈ ગયેલા- સહેજ પણ અંતર નહીં. અંતર હોય તો, બન્નેએ થોડા ઝુકવું પડે. જેટલા વધારે ઝુકે એટલી જલદી સંવાદીતા સધાય. જીવનની ગાડીના પાટા સમાંતર, અક્કડ, અતડા, અસ્પર્શ્ય રહે તે શેં ચાલે?

     પણ ઉંધી દીશામાં ઝુકે તો? અંતર વધતું જ રહે. કદી એકવાક્યતા ન આવે.

2 responses to “રેલના પાટા – એક અવલોકન

 1. pragnaju ઓગસ્ટ 23, 2008 પર 9:46 એ એમ (am)

  સરસ
  આ વાંચતા
  અવિનાશ વ્યાસની રચના મનમાં ગુંજવા લાગી
  – છુક છુક ગાડી. ગાડી
  અને જ્યો.દનો લેખ યાદ આવ્યો

 2. Pingback: લિપિ – એક અવલોકન | "બેઠક" Bethak

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: