સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ન્યુયોર્કમાં ટેકસી – અમેરીકા

ન્યુયોર્ક – સાંજના પાંચ વાગે, નવેમ્બર – 1988

    મારાં પત્ની અને હું ન્યુયોર્ક શહેર જોવાની એક ટુર પતાવીને, સબવે( લોકલ ટ્રેન)માં બ્રેન્ટવુડ સ્ટેશને ઉતરીએ છીએ. આખા દીવસના રઝળપાટથી અમે થાકી ગયેલાં છીએ. સ્ટેશનથી સાવ જ નજીક, મારા મામાની દીકરી ચેતના અને એના વર અશોકભાઈની ફાર્મસી/ સ્ટોર છે. એમણે અમને કહેલું છે કે, ‘પાછા વળીને સ્ટોર પર આવજો.’ પણ અમને ખબર છે કે, આ ખાસ ઘરાકીનો સમય છે. અમને મુકવા કોઈ ઘેર આવી શકે તેમ નથી. રાતના નવ વાગે સ્ટોર બંધ થાય; ત્યારે જ ઘેર જઈ જમવાનું મળે અને આરામ કરાય.

     અને મારા મગજમાં ફળદ્રુપ વીચાર આવે છે.‘ ટેક્સી કરીને એમને ઘેર પહોંચી જઈએ તો? ઘેર મામા-મામી અને બહેનનાં બાળકો તો છે જ.’

    મારી પત્ની મારા આ અસ્સલ, અને કોક જ વાર આવતા(!) શુધ્ધ સુવીચારને થાકેલા સ્વરે અનુમોદન આપે છે. અમે સ્ટેશનની બહાર નીકળીએ છીએ. મારી પત્ની એક બાંકડા પર બેસી પડે છે. હું આવતી જતી બધી ટેક્સીઓને હાથ લાંબા કરી, રોકવા પ્રયત્ન કરું છું. પણ મારી વાળી એકેય રોકાતી નથી. હું બાઘાની જેમ આમથી તેમ આંટા મારું છું. પણ અંતે નીરાશ બની મારી પત્નીની પાસે આવીને થાકીને બેસી પડું છું.

    બીજો વીકલ્પ બહેનના સ્ટોર પર જવાનો છે; પણ એ બહુ ગમતો નથી. અમે શું કરવું તેના અસમંજસમાં ગરકાવ છીએ. ત્યાં બાજુના બાંકડા પર બેઠેલો એક ગોરો માણસ મને કાંઈક કહેવા જાય છે. થોડાક ભયની લાગણીથી હું તેની પાસે જાઉં છું. અમેરીકન ઉચ્ચારોથી નહીં ટેવાયેલા, મારા કાનને અને મગજને થોડી ઘણી સમજણ પડે છે. તે મને કહી રહ્યો છે,’બાજુની દીવાલ પર રાખેલા ટેક્સી કમ્પનીના ફોન બુથ પરથી ટેક્સી બોલાવ.’

    ફોન ઉપર લખેલી સુચના ‘મફત’ મારા અમદાવાદી ચીત્તને ગળી ચટ્ટાક જેવી લાગે છે. હું ફોન ઉઠાવું છું.ટોલ ફ્રી 1-800- **** નંબર જોડું છું. સામે રણકતી ઘંટડી જેવો, કોઈક મડમનો અવાજ સંભળાય છે. તે મારું નામ અને અમે ક્યાં છીએ; તેની માહીતી માંગે છે. હું જેવો ફોન કરીને પાછો વળું છું , ત્યાં જ એક ટેક્સી રમરમાટ આવી પહોંચે છે, અને ડ્રાઈવર-બાનુ મીસ્ટર જાનીના નામની અહાલેક બજાવે છે.

    હું તો અજાયબ બનીને ‘આ મારી ઓળખીતી વળી ક્યાંથી નીકળી?’ એમ વીચારતો થાઉં છુ;

   ત્યાં જ ટેક્સી ઉપરના અને ફોન બુથ પરના એક જ કમ્પનીના નામથી મને કેવળજ્ઞાન લાધે છે કે, ફોન ઉપર સંભળાયેલા, ટેક્સી કમ્પનીની કોઈ અજાણી બાનુના, ઘંટડી જેવા  અવાજ દ્વારા, આ બાનુને અમારો અતીથીસત્કાર કરવા ડીસ્પેચ કરાઈ છે! (એને સુચના મળેલી છે.)

    અમે આ અમેરીકન સીસ્ટમથી અંજાઈ જઈ, ટેક્સીમાં બીરાજમાન બનીએ છીએ. ઓલી અમારે ક્યાં જવું છે તે સરનામું મારી પાસેથી મેળવી લે છે. ટેક્સી ચાલુ કરે છે. અને વાયરલેસ ફોન ઉપર ગોટપીટ ગોટપીટ કરે છે. અમને એકેય રસ્તાની કોઈ માહીતી નથી. અમને તો અંદરથી ફડફડ થતું રહે છે કે, ‘આવી આ કોઈ મોટા રેકેટની માયા તો નથી ને? ઘેર સલામત પહોંચ્યા ત્યારે સાચા.’

     ઓલી તો ડાબા અને જમણા વળાંકો લેતી બીન્ધાસ્ત આગળ ધપે છે. અમારું રસ્તાઓ વીશેનું અજ્ઞાન એ જાણી જાય નહીં; એની સતત ફીકર અમને થતી રહે છે. એ રસ્તા વીશે મને કાંઈક પુછશે; તો હું શું જવાબ આપીશ, તેની ઘડભાંગ મારા મનમાં થતી રહે છે.

     પણ મારી વાળી એ તો અમને કાંઈ પુછતી જ નથી; અને ધમ્મ દઈને એક ઘર આગળ ગાડી ઉભી રાખે છે. અમારા આનંદ અને આશ્ચર્ય વચ્ચે બહેનનું ઘર આવી ગયું છે.

     માત્ર નવ ડોલરના ચાર્જની સામે હું દસની નોટ હોંશથી એને પકડાવી દઉં છું – આ મહાન, ધર્મસંકટમાંથી છુટવા માટે.

——————-

     આજથી વીસ વરસ પહેલાં,  છેક 1988માં, ટેક્સીઓ આવી આધુનીક સુવીધાથી સજ્જ હતી. એ તો જાણે ઠીક પણ, સાવ અજાણ્યા અને પરદેશી જેવા લાગતા અમારી સાથે તેણે કોઈ છેતરપીંડી કરી ન હતી, તે પણ એક સુખદ સંભારણું રહી ગયું છે.

16 responses to “ન્યુયોર્કમાં ટેકસી – અમેરીકા

 1. વિજેશ શુકલ ઓગસ્ટ 25, 2008 પર 8:38 એ એમ (am)

  ખુબ સરસ પ્રસંગ વર્ણવ્યો છે. ખરેખર મજા આવી. અહીંના(ભારતના) રીક્ષાવાળાઅને ટેક્ષીવાળા વીશે વીચારીએ તો એમ થાય આપણે લોકો હજી કયાંય પાછળ છીએ.

 2. સુનીલ શાહ ઓગસ્ટ 25, 2008 પર 10:06 એ એમ (am)

  નાગરીકોની સુવીધા મટેની ત્યાંની આવી વ્યવસ્થાઓ દાદને પાત્ર છે. સ્વામી સચ્ચીદાનંદે વીદેશયાત્રાના આવા પ્રેરક પ્રસંગો પુસ્તકકારે વર્ણવ્યા છે.

 3. pragnaju ઓગસ્ટ 25, 2008 પર 12:49 પી એમ(pm)

  ૨૦ વર્ષ બાદ ન્યુયોર્કમાં અદભૂત ફેર લાગશે!

 4. Pingback: Group2Blog :: An experience in NY

 5. Chirag Patel ઓગસ્ટ 25, 2008 પર 8:29 પી એમ(pm)

  મઝાનો પ્રસંગ. વર્ણન પણ એવું જ સરસ.

 6. અખિલ સુતરીઆ ઓગસ્ટ 25, 2008 પર 9:52 પી એમ(pm)

  આજ પ્રસંગ વર્તમાનમાં – ૨૦૦૮માં બન્યો હોત તો ?
  જન્મભૂમિમાં ત્યારે અને આજેની કોલમ રવિવારે આવા જ પ્રસંગો વર્ણવતી એની યાદ તાજી થઇ ગઇ.

 7. Hasmukh Mehta ઓગસ્ટ 25, 2008 પર 10:11 પી એમ(pm)

  This is why ” Dream Land” oh America, God Bless and Save this Nation

 8. bhumit shah ઓગસ્ટ 26, 2008 પર 12:36 એ એમ (am)

  I totally agree with you that this service was extra ordinary BUT we should not get too negative about India and Indian Rikshow as here in india you can easily get a rikshow on most of the roads of the town without any phone calls and it is far cheaper (Here cheap means affordable for the poor people like me) then american taxi.

  Secondly in my life I have been travelling many times in many towns in indian auto rikshow ..never ever i got cheated……

  Every time when we were calling rikshow to take my grandmother (who had paralysis) from our house to tample always rikshow driver will come and help us to lift her from the wheel chair to the rikshow…

 9. Mehul Parmar ઓગસ્ટ 26, 2008 પર 2:14 એ એમ (am)

  bhumit shah, hu pan tamari sathe sammat thayu chu. pan tame jem kaho cho, tem badhe hotu nathi. fakt 20% loko j sara hoy che baki atyare badha paisa kevi rite vadharva te j juye che.
  And this is a true.

 10. ગાંડાભાઈ વલ્લભ ઓગસ્ટ 26, 2008 પર 5:01 એ એમ (am)

  સરસ મઝાનું વર્ણન સુરેશભાઈ.
  મેહુલભાઈની વાતના અનુસંધાનમાં મારો ૨૦૦૬નો અનુભવ. નવસારીથી ૮ કી.મી. બાજુના ગામમાં બપોરે જવાનું હતું. એક ભાઈને મળી કેટલીક વીગતો મેળવવાની હતી, આથી કેટલો સમય લાગે તે નક્કી ન હતું. રીક્ષાવાળા ભાઈને કહ્યું કે કદાચ સાંજ સુધી ચારપાંચ કલાક સાથે રહેવું પડશે. એમણે ૩૦૦ રુપીયા કહ્યા. અમે માત્ર એક જ કલાકમાં પાછા ફર્યાં. એમને પુછ્યું, શું ભાડું આપીએ? એક કલાકના પણ એણે એટલાજ ૩૦૦ રુપીયા લીધા.

 11. સંદીપ ઓગસ્ટ 26, 2008 પર 6:28 એ એમ (am)

  અમેરિકા એટલે અમેરિકા અને ભારત એટલે જુઠ્ઠાણું દંભ ગંદકી અસભ્યતા કોમવાદ અનામતો વગેરથી ખદબદતો ઉકરડો – બરાબર છે ને સુરેશભાઈ.

  સુરેશભાઈ ને અમેરિકા જેવું ફળ્યું એવું સૌને ફળો…..

 12. સુરેશ ઓગસ્ટ 26, 2008 પર 7:53 એ એમ (am)

  આ મીત્ર સંદીપની કોમેન્ટનો જવાબ આપવો છે –
  મારા લેખમાં ક્યાંય ભારત વીરોધી લખાણ છે? આ વક્તવ્ય જ તેમની લઘુતાગ્રંથી બતાવે છે .
  અમેરીકાની નકારાત્મક ચીજો જ આપણે ત્યાં કેમ વધુ સ્વીકારાય છે, અને આવી હકારાત્મક નહીં? વીચારી જો જો.
  અને બીજી વાત….
  એમનું ઈમેલ સરનામું ખોટું છે. નનામા પત્રો લખીને એમણે પોતાની નીયત અને દંભ બતાવી દીધા છે. હું તેમનો સમ્પર્ક કરી શકતો નથી, માટે અહીં જાહેરમાં લખું છું. સાચી ચર્ચા કરવી હોય તો મને ઈમેલ કરે.
  sbjani2006@gmail.com

 13. hemant r doshi [mahuvawala] ઓગસ્ટ 26, 2008 પર 6:45 પી એમ(pm)

  i am in houston from mumbai.you are very true.
  i am here going by yellow cab. goodexperience

 14. bhumit shah ઓગસ્ટ 26, 2008 પર 11:48 પી એમ(pm)

  I did not mean that Sureshbhai is going negative but when I read Vijeshbhai’s comment I could not stop my self ………………………………………… I would like to add Technology wise America is on Top and Culture wise India is on the top so there can not be comparison…. I agree with Sureshbhai that we should accept good things from america and so as from India

 15. કલ્પેશ ઓગસ્ટ 27, 2008 પર 11:43 પી એમ(pm)

  અરે ભાઇ આટલી નાની વાત પર હોબાળો૵

  માણસો બધે સારા મળે છેૢ આપણને કોણૢ ક્યા અને કયા દેશમા મળે એ પ્રમાણે આપણો અનુભવ.

  અમેરિકામા પણ કોઇ આપણો ગેરફાયદો ઉઠાવી શકે અને ભારતમા ના પણ કરે.

  સુરેશભાઇ૰ આપના લખાણમા એક સકારાત્મક અનુભવ છે અને એનો અર્થ લોકોએ ૘ભારત વિરોધી૘ તરીકે લેવાની જરુર નથી.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: