સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સંકલ્પનું બળ – રવિશંકર મહારાજ

अहम् करिष्ये!

दिलसे जो बात निकलती है , असर रखती है
पर नहीं, ताकते परवाझ मगर रखती है !

पर – पांखें   ;   परवाझ – पक्षी
—————————————————–    

       એક ઠાકોર હતા. એક વખત મારે તેમની સાથે અફીણ સંબંધી વાતો થઇ. તેમણે તે દહાડાથી અફીણ લેવાનું છોડી દીધું. પણ પંદર-વીસ દહાડા થયા પછી તેમણે કહ્યું .” જો, હવેથી કોઇને આવો ઉપદેશ ના દેતા. કોઇને મારી નાખશો !” 

      અને પછી તેમણે આપવીતી સંભળાવવા માંડી : “તમારા ગયા પછી મને તો ઝાડા થઇ ગયા. બોલવા ચાલવાના હોશ રહ્યા નહીં. લગભગ બેભાન થઇ ગયો. પછી તો મેં ઇશારતો કરીને બૈરાંને બોલાવ્યાં અને ઇશારાથી સમજાવ્યું કે, મને  અફીણ ખવડાવો. ત્યારે માંડ જરા હોશ આવ્યા.”

      પણ મેં તો ઠાકોરને ઝાટક્યા :” ભૂપતસિંહ ઠાકોર! અફીણ ખાધા વીના મરી ગયા હોત તો દુનીયામાં તમારા વીના શું ખાટુંમોળું થઇ જવાનું હતું? ટેક ન પાળી શક્યા, તો ક્ષત્રીય શાના? અફીણ જેવી ચીજ પણ તમને હરાવી ગઇ? તેના વીના તમે મરવા પડ્યા? તમે તો તમારું ક્ષત્રીયપણું પણ ગુમાવ્યું. ત્યારે હવે તમે જીવતા હો કે મરેલા, બન્ને સરખું જ છે. જો તમે વીર હોત તો જીતત.  પણ તમે હાર્યા. અફીણ જીત્યું. “

      આટલું સાંભળતાં જ તેમને તો એટલું પાણી ચડ્યું કે અફીણનો દાબડો ફેંકી દીધો. અને પછી ન તો તેમને ઝાડા થયા કે ન બેભાન થઇ ગયા.

      કારણકે, આ વખતે સંકલ્પનું બળ હતું.

 – રવિશંકર મહારાજ 

( ‘મહારાજની વાતો’ માંથી )  

આ પણ અંતરની વાણી અને તેનું બળ.

હીન્દુ ધાર્મીક વીધીમાં જ્યારે  “અહમ્   કરિષ્યે ”  બોલવામાં આવે છે ત્યારે આ સંકલ્પની વાત કરવામાં આવે છે.

6 responses to “સંકલ્પનું બળ – રવિશંકર મહારાજ

 1. Pingback: રવિશંકર મહારાજ « ગુજરાતી પ્રતિભા પરિચય

 2. ગોવીંદ મારૂ ઓગસ્ટ 26, 2008 પર 4:41 એ એમ (am)

  સંકલ્પ્નું બળથી મારા સંકલ્પને બળ મળ્યું.

 3. Chirag Patel ઓગસ્ટ 26, 2008 પર 8:34 પી એમ(pm)

  સંકલ્પ હોય તો પહાડના પણ ચુરેચુરા થઈ જાય. સરસ પ્રસંગ.

 4. chetu ઓગસ્ટ 27, 2008 પર 6:42 એ એમ (am)

  દાદા.. આપ નાની નાની વાતો રજુ કરીને બધાને પ્રેરણા આપો છો… સરસ ..!

 5. કાસીમ અબ્બાસ નવેમ્બર 25, 2008 પર 9:06 એ એમ (am)

  મન હોય તો માળવે જવાય – સંક્લ્પ હોય તો અફીણ છોડાય.

 6. Pingback: રવિશંકર મહારાજ, ravishankar maharaj | ગુજરાતી પ્રતિભા પરિચય

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: