સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ટોમ થમ્બ – અમેરીકા

28 ઓગસ્ટ – 1830

   આજથી  બરોબર 178 વર્ષ પહેલાં, આ દીવસે બાલ્ટીમોર, મેરીલેન્ડ, યુ.એસ.એ. ખાતે, ગામના ગોંદરે, હકડેઠઠ્ઠ ભીડ ભરાયેલી છે. આજુબાજુના ગામડાંઓમાંથી ખેડુતો પણ ભેગા થયા છે. નવી નવાઈનો ન્યુયોર્કનો આ વેપારી, પીટર કુપર ઈન્ગ્લેન્ડ જઈ આવ્યો છે; અને કોલસા ખાતો, આગ ઓકતો અને ભખ-ભખ વરાળ કાઢતો લોખંડનો ઘોડો બનાવી લાવ્યો છે. એને ચાલવા માટે કદી ન દીઠા હોય એવા, લોખંડના પાટા પણ બે માઈલ સુધી પાથર્યા છે. અને કહે છે કે, એનો આ નવી નવાઈનો ઘોડો અરબી ઘોડા જેવા આપણા મસ્તાંગની ( અમેરીકી ઘોડાની એક જાત) સાથે હોડ બકવાનો છે !

     આ લોખંડના ઘોડાની બાજુમાં મદમસ્ત અને ધીંગા મસ્તાંગથી ચાલતી બગી હાંકવા ગામનો શ્રેષ્ઠ કોચવાન તૈયાર ખડો છે. ગામનો શેરીફ થોડી જ વારમાં સીસોટી વગાડીને, કોલસા/ વરાળથી ચાલતા લોકોમોટીવ  એન્જીન અને મસ્તાંગ વચ્ચેની  આ અભુતપુર્વ રેસ  ચાલુ કરવાનો છે. 

    અને છેવટે શેરીફ સીસોટી વગાડે છે. પેલો કાળો ઘોડો પણ તીણી, ભયંકર અવાજવાળી અને કદી ન સાંભળી હોય તેવી સીસોટી વગાડે છે. આ ઘોંઘાટથી બેબાકળી થયેલી,  બે નાજુક મહીલાઓ બેભાન બની જાય છે. છોકરાંવ ચીસાચીસ કરી મુકે છે. અને બધાની આતુર આંખોની સામે આ રેસ શરુ થાય છે. ઓલ્યું ભખ-ભખ તો હડી કાઢીને દોટ મેલે છે. આપડો બચારો મસ્તાંગ તો એની આગળ સાવ ટાયડા જેવો લાગે છે. ઓલ્યું  તો જે જાય ભાગ્યું. મસ્તાંગના પ્રેમીઓ વધુમતીમાં છે. બધા નીરાશ વદને આ નવી નવાઈનો તાયફો જોઈ અકળાય છે.

   અને ત્યાં જ એ ભખ ભખ ઠપ્પાક દઈને બંધ પડી જાય છે. એનો એક બેલ્ટ ગરગડી પરથી ઉતરી ગયો છે અને ધીંગો મસ્તાંગ મેદાન મારી જાય છે. બધાં તાળીઓના ગડગડાટથી એને અને  એના કોચવાનને વધાવી લે છે. પીટર માથે હાથ દઈને બેસી જાય છે.

   આમ અમેરીકાની ધરતી પર ચાલેલું પહેલું એન્જીન ‘ ટોમ થમ્બ ‘  હાર્યું હતું અને જાતવાન મસ્તાંગ ઘોડો રેસ જીતી ગયો હતો !

    બાલ્ટીમોરની સીમમાં, લોખંડના પાટા પર ચાલેલું આ સૌથી પહેલું  એન્જીન હતું. ‘બાલ્ટીમોર અંને ઓહાયો રેલ્વે કમ્પની’નો આ પહેલો પ્રયોગ હતો. આ હારથી પ્રયત્ન બાજુએ મુકી દેવો, એ તો અમેરીકન કમ્પનીના માલીકોના સ્વભાવમાં જ ન હતું. એમણે હીમ્મત હાર્યા વીના, પીટરને છુટ્ટો દોર આપ્યો.  બીજા વરસે સુધારા વધારા સાથેના  એન્જીન વડે ચાલતી પહેલી  ટ્રેન શરુ થઈ ગઈ.  ધીમે ધીમે લોકો એનાથી ટેવાવા માંડ્યા. એના ફાયદા તરત સહુને સમજાયા. અને થોડાંક જ વર્ષોમાં અમેરીકામાં ઠેર ઠેર રેલરોડ બનવા માંડ્યા.

     એની સાથે અમેરીકાની અઢળક વન્ય-સમ્પત્તી,  ખેતીવીષયક પેદાશો અને કાચા માલના સસ્તા અને ઝડપી પરીવહનનો એક નવો  યુગ શરુ થયો હતો. ઔદ્યોગીક ક્રાન્તીના આ શરુઆતના વર્ષો હતા. આના કારણે અમેરીકાએ એક પછાત, જંગાલીયત અને ક્રુરતાથી ભરેલા અને કાયદાવીહીન દેશમાંથી સુસંસ્કૃત દેશ બનવાની ધીમી શરુઆત થઈ હતી. 

વધુ વીગત જાણવા અહીં ‘ ક્લીક ‘  કરો.

8 responses to “ટોમ થમ્બ – અમેરીકા

 1. સુરેશ ઓગસ્ટ 26, 2008 પર 10:20 પી એમ(pm)

  અમેરીકાની બહાર રહેતા વાચકોની જાણ સારુ. ‘ ટોમ થમ્બ’ એક જાણીતા ગ્રોસરી સ્ટોરનું નામ પણ છે.

 2. Mukund Desai "MADAD": ઓગસ્ટ 28, 2008 પર 11:37 એ એમ (am)

  Thanks for the story of Tom Thumb on birth date

 3. Mukund Desai "MADAD": ઓગસ્ટ 28, 2008 પર 11:43 એ એમ (am)

  Thanks for conveying informative & good story of ‘Tom Thumb’ on my birth date.

 4. Ketan Shah ઓગસ્ટ 29, 2008 પર 4:51 એ એમ (am)

  As working with loco manufacuring company, this article is very intresting for me

  thanks

 5. pragnaju ઓગસ્ટ 29, 2008 પર 8:53 એ એમ (am)

  આ તો અમારા આંગણાના એલીકટ સીટીની વાત…ત્યાંથી શરુ થાય બાલ્ટીમોર – ઓહાયો રેલ્વે
  હજુ પણ સ્ટેશન-મ્યુઝીયમ જોવા જેવા છે અને સાથે ચાલવાની ટ્રેઈલ…ચાલવાથી જ ખબર પડે!

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: