સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પ્રકરણ – 17 હાથીનો શીકાર

વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
બીજી લાઈનના ‘નવલકથા’  ટેબ ઉપર ‘ક્લીક’ કરો.

——————————————-     

 અને એ પુનમ આવી પહોંચી, બધા સરવરીયા નેસમાં ભેગા થયા. વીસેક જણનો કાફલો ભેગો થયો હતો. ત્યાંથી બધા વહેલી સવારે દખણાદા હાલવા માંડ્યા. આખો દી આમ ચાલતા રહ્યા; ત્યારે એક મોટી નદી નજરે પડી. મુળ વતનના કોતરો જેને કાંઠે આવેલા હતા; તે નદી કરતાં તો આ ક્યાંય મોટી હતી. સામો કાંઠો માંડ દેખાતો હતો.

     બધા એ પહાડ જેવા નવતર પ્રાણીને જોવા આતુર હતા. પણ થાક બરાબરનો લાગ્યો હતો. બીજા દીવસે વહેલી સવારે કામકાજ આરંભવાનું નક્કી કરી બધા આરામ કરવા પોદળાની જેમ પડ્યા. બીજે દીવસે વહેલી સવારે તરાપા બનાવવાનું કામ આરંભાયું. ઝપાઝપ ચાર તરાપા તૈયાર થઈ ગયા. દરેકમાં પાંચ પાંચ જણ આરુઢ થયા. અહીં નદીનો પ્રવાહ સાવ મંદ હતો. જમીન પણ સાવ સપાટ હતી. ક્યાંય કોઈ પર્વત નજરે પડતો ન હતો.

     નદીમાં અડધે પહોંચ્યા હશે, ત્યાં જ ગોવો બરાડી ઉઠ્યો,: એ દેખાય! “

     બધાની આંખો વીસ્ફારીત બનીને નજીક આવેલા સામા કાંઠા પર મહાલતા હાથીઓના ટોળા ઉપર કેન્દ્રીત થઈ. આટલાં મોટાં પ્રાણી તેમણે કદી ભાળ્યાં ન હતાં. એમની તોતીંગ કાયા, સતત હાલતા રહેતા સુપડા જેવા કાન અને લાંબા દંતશુળ જોઈ બધા આશ્ચર્યચકીત બની ગયા.

      દરેક તરાપા ઉપર એ લોકો ઉંચકી શકાય એટલા પથ્થર લાવ્યા હતા. કીનારે ઉતરીને બધા એક હાથી ઉપર અણીદાર પથ્થર ફેંકવા લાગ્યા. ચીડાઈને હાથીએ એમની તરફ દોટ મુકી. એના જાડા ચામડા પર આની કોઈ અસર થઈ લાગતી ન હતી.

     બધા મુઠીઓ વાળીને તરાપાઓ તરફ ભાગ્યા. માંડ માંડ જીવ બચાવી મુળ કીનારે સૌ પહોંચ્યા. લાખો કહે,” આ પ્રાણીને આપણે કદી મહાત ન કરી શકીએ. ચાલો પાછા.”

      પણ એમની જવાંમર્દીને આ પડકાર હતો. વીચારમાં મગ્ન પાંચા પંડીતની સામે બધા જોઈ રહ્યા. એના મગજમાં કાંઈક ગડમથલ ચાલી રહી હતી.

     અને છેવટે એ બોલ્યો,” ખાડો ખોદો.”

      કાળુ : “ અલ્યા! પાંચીયા, તારું મગજ તો ઠેકાણે છે ને? કેમ તને ખાડામાં પડવાની ઈચ્છા થઈ છે?”

      પાંચો : “ જુઓ. હાથીઓનું ટોળું દુર જતું રહે ત્યારે આપણે એક મોટો ખાડો ખોદી નાંખીએ. એની અંદર ઝાડપાનના વેલા અને કચરો ભરી દઈએ. પછી ટોળાની બીજી બાજુ જઈ; હોકારા પડકારા કરતા એ ટોળાને ખાડા તરફ આવવા મજબુર કરીએ. એકાદ બે હાથી તો જરુર એ ખાડામાં ફસાશે જ. ”

      ગોવાએ પાંચાની પીઠ થાબડી. એ પછીના દીવસની સવાર પડતાં સામો કીનારો હાથીવીહોણો નજરે પડ્યો. પાંચાની યોજના પ્રમાણે એક મોટો ખાડો ખોદી , એને પાંદડાં, નાની ડાળીઓ, વેલા વીગેરેથી ભરી દીધો. બે જણા અગાઉ હાથીઓની ભાળ કરવા ગયા હતા, તે વાવડ લાવ્યા કે, નદીથી થોડે દુર મેદાનમાં ટોળું ચરે છે.

      ત્રાજા દીવસની સવારે કાફલો લપાતો છુપાતો, હાથીઓના ટોળાંની બીજી પાર પહોંચી ગયો. હવે પવન એમના તરફથી ટોળા તરફનો હતો. બધા મેદાનમાં આવ્યા અને મોટેથી અવાજો કરવા લાગ્યા. એક જણ સાથે લાવેલ ઢોલ પણ વગાડવા માંડ્યો. ટોળું માણસોની વાસથી અને ઘોંઘાટની આ હરકતથી વાજ આવી જઈ; નદી તરફ વળ્યું.

    પાંચાની વીચારપુર્વકની યોજના મુજબ બે હાથી ખાડામાં ફસાઈ ગયા. હવે બધા ચુપ બની તાશીરો જોતા રહ્યા. ટોળાના હાથીઓએ આ બે ફસાયેલા સાથીઓને કાઢવા વ્યર્થ પ્રયત્નો કર્યા, પણ આ કામ એમને માટે અશક્ય જ હતું. એ બે હાથીઓઅને એમના નસીબ પર છોડી ટોળું નદીકીનારે આગળ વીદાય થઈ ગયું.

     બાકીની કામગીરી હવે સરળ હતી. પથ્થરો અને અણીદાર ભાલા મારી મારીને, બેય હાથીઓને મરણ શરણ કરતાંય ખાસ્સી વાર લાગી. પણ હવે આ મારણને ઘરભેગું કરવાનો પ્રશ્ન ઉભો થયો. સાથે લેવાય એટલું માંસ અને ખાસ તો લાંબા ચાર દંતશુળ કાઢી, બધા સરવરીયા તરફ રવાના થયા.

      અને સરવરીયાની વસ્તી કદી ન જોયા હોય તેવા દંતશુળ જોવા ભેગી થઈ ગઈ.

     વીહો તરત બોલી ઉઠ્યો, “ જોગમાયાની ગુફામાં, માતાજીને આ દંતશુળ  અર્પણ કરીએ તો?”

     બધાંએ સર્વાનુમતીએ આ સુચન સ્વીકારી લીધું. માતાજી આ નવા શ્ણગારથી જરુર પ્રસન્ન થશે અને સમગ્ર વસ્તીને આશીષ આપશે એવી બધાંને તરત ખાતરી થઈ ગઈ. 

    હાથીના આ શીકારની વાત બધા કબીલાઓમાં વાયરાની જેમ ફેલાતાં  વાર ન લાગી. જાતીના  જુવાનોના આ નવા સાહસની બધે વાહ વાહ થઈ  ગઈ – સીવાય કે, કોતરોમાં રહેતી વસ્તી. એમના  પેટમાં તો ઈર્ષ્યાની આગ સળવળી  ઉઠી.  

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: