એ કલા ને એ કલા કંઈ ના વળે
ભળે સુરમાં સંગીત તો રંગતો આવી મળે.
સ્નીગ્ધ ધારા સમર્પણે વાટને સીંચ્યા કરે
પ્રગટે જ્યોત ને પુનીત અજવાળાં આવી મળે.
મીઠડાં જળ, ધરાએ અંકુરને હૂંફથી પોષ્યા કરે
વનરાજીને ખોળે વીહંગોના કલરવ આવી મળે
સજી શણગાર સુમન જો મનભરી મ્હેંકી ઊઠે
વસંતના વહાલ આંગણે અનંગ સંગ આવી મળે
કીરણના સપ્ત સંદેશ આભલે જો જળ ઝીલે
ગગન શોભાવતું મેઘધનુષ ખીલતું આવી મળે
અમૃત હેલીએ સુધાકર સાગરને સ્નેહથી ભરે
દીશા ગજવતો પ્રેમનો ઘુઘવાટ મોજાંમાં આવી રમે
અધરથી વાંસળીમાં જો વહાલના સુરો સરે
માધવને વૃન્દાવને ઘેલી રાધા દોડી આવી મળે
ચાર દીવાલોમાં જીંદગી પુરે કાંઈ ના વળે
મેળામાં મહાલો ‘આકાશદી’ પ તો માણીગર આવી મળે
– રમેશ પટેલ (આકાશદીપ)
Like this:
Like Loading...
Related
એ કલા ને એ કલા કંઈ ના વળે
ભળે સુરમાં સંગીત તો રંગતો આવી મળે.
અધરથી વાંસળીમાં જો વહાલના સુરો સરે
માધવને વૃન્દાવને ઘેલી રાધા દોડી આવી મળે
Thanks for sharing a nice gazal.
Neha Patel
Enjoyed a thim and its beauty.
Vital Patel
એ કલા ને એ કલા કંઈ ના વળે
ભળે સુરમાં સંગીત તો રંગતો આવી મળે.
good message by gazal.congratulation
Sweta Patel
Nice, I enjoyed its beauty
સ્નીગ્ધ ધારા સમર્પણે વાટને સીંચ્યા કરે
પ્રગટે જ્યોત ને પુનીત અજવાળાં આવી મળે.
Chandra Patel
Shri Shureshbhai,
let us pray Hanumantdeva…Happy New Year
રામ કથા સંસારે ગવાશે ,અમરપટ ભોગવશે હનુમંત વીર
શ્રીફળ સિંદૂર આકડાના ફૂલે, રીઝશે મહા મારુતી ધીર
સીતામાતાએ દીધું સૌભાગ્ય સીંદૂર, આપત્તી ના આવે તમ પાસ
અયોધ્યા મધ્યે હનુમાન ગઢીમાં, આજ પણ પ્રગટે તમારો વાસ
Thanks Aakashdeep…Nutan varshabhinandan.
Neil Patel
very nice, i enjoyed very much,
Diwali tatha nutan wersh na salmubark
commentby:Chandraand family*******
અધરથી વાંસળીમાં જો વહાલના સુરો સરે,
માધવને વૃન્દાવને ઘેલી રાધા દોડી આવી મળે.
એકલા ને એ કલા કંઈ ના વળે,
ભળે સુરમાં ગીત તો રંગત મળે.
Dear રમેશ પટેલ (આકાશદીપ),
Keep giving gazal to enjoy.
http://www.bpaindia.org
http://www.yogaeast.net