સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

નેટ જગતના આકાશે : 2 – સુરેશ જાની

આ નેટ જગતના આકાશે, સો વાદળ ઉમટી આવ્યાં છે.
કોઈ હલકી ફુલકી વાદળી, તો કોઈ શ્યામ ઘટા ઘનઘોર મહા.

કોઈ સોનેરી સપનું લાવ્યા, કોઈ સાત આઠ રંગો લાવ્યા
કોઈ લાલ ગુલાબી ઝાંય ભરી, કેસરીયા વસ્ત્ર સજી બેઠા.

કોઈ જોડકણાં જોડી લાવ્યાં, કોઈ ગદ્યકાવ્ય લઈ આવ્યા
કોઈ લઈ આવ્યા છંદો છોડી, પંખીઓ મુક્ત ગગન કેરાં.

કોઈ મહાકવીની કાવ્યછટા, કોઈ નર્મભરી રંગત લાવ્યા,
કોઈ ગઝલોની મહેફીલ લાવ્યા, કોઈ સોનેટનું શમણું લાવ્યા.

કોઈ ‘ કવીતાનો ક‘ લઈ આવ્યા, કોઈ કક્કાની કવીતા લાવ્યા,
કોઈ ‘તુલસીદલ’માં ગુણવંતા, ભજનોના ભાવ ભરી લાવ્યા.
  

કોઈ ગીત મધુરાં લાવ્યાં છે, સંગીતના મસ્ત સુરો સાથે
કોઈ પાઠ કરે હળવા સાદે, ગઝલો, ગીતોના ભાવભર્યા.

કોઈ હળવી જોક લઈ આવ્યા, કોઈ વીવેચનો ગંભીર લાવ્યા
કોઈ ઘરઘરની કથની લાવ્યા, કોઈ લાંબી નવલો લઈ આવ્યા.

કોઈ કથા અનુભવની કહેતા, કોઈ મીત્રોની વાણી વદતા
કોઈ અલ્પ જ્ઞાનને અતીક્રમી, દીલના ભાવો છલકી ચાલ્યા.

કોઈ બાળસુલભ રચના લાવ્યા, કોઈ મર્મીલાં કાર્ટુન લાવ્યા,
કોઈ હોબીના ગમતીલા તારક, વીણી વીણીને લઈ આવ્યા.

કોઈ ભાષા શીખવે ખંત ભરી, નીયમો પીંગળના,ગઝલોના
કોઈ ગાંધી કેરાં દર્શનથી, મહેંકાવે ધુપસળી જગમાં.

કોઈ ખુણો ખાંચરો ગોતીને, ચટકીલી રસોઈ લઈ આવ્યા
કોઈ પ્રશ્નો વીસ પચીસ લાવ્યા, કોઈ ઉત્તર ગોતીને લાવ્યા.

કોઈ ‘કેસુડાં’, રીડ-ગુજરાતી’, ‘આક્રોશ’, ‘ઓટલો’ લઈ આવ્યા
કોઈ ‘વાતચીત’, કોઈ અંતકડી, ‘સર્જન સહીયારું’ લઈ આવ્યા.

કોઈ પ્રતીભાવ- આતુરતામાં, નીજ પતરાળું પીરસી બેઠા
કોઈ અકળાઈ આક્ષેપોથી, નીજ દ્વારો બંધ કરી બેઠા.

કોઈ લઈ આવ્યા સુવીચાર સદા, ઉપદેશોયે વળી સંતોનાં
કોઈ ધર્મ-જ્ઞાનનાં થોથાંઓ , કોઈ નાસ્તીકની વાણી લાવ્યા.

કોઈ લઈ આવ્યા પરીચય સો સો, લાખેણી કો’ પ્રતીભા કેરા.
કોઈ પાનાં ખોલી બેઠા છે, ઈતીહાસ અને વીજ્ઞાન તણાં.

તુંય સુજાણ લઈ આવ્યો, અવનવી વાનગી થાળ ભરી,
જીવનનું સત્વ પ્રસારીને, પીરસ્યાં વ્હાલાં સર્જન નવલાં.

સુરેશ જાની 

6 ઓક્ટોબર – 2008

નોંધ – 1) ‘—‘ – આ બધાં સાઈટોનાં નામ છે.2) લાલ અક્ષર – મુળમાં ફેરફાર/ ઉમેરો  

    ડલાસમાં શ્રી. શોભિત દેસાઈનો ‘કાવ્ય-રસાસ્વાદ‘ નો  નવતર પ્રયોગ ‘ એક ખોબો ઝાકળ ‘ જોતાં હોલમાં જ પહેલી બે પંક્તીઓ સ્ફુરી આવી અને પછી ઘેર તો આખો ધોધ ..

 

11 responses to “નેટ જગતના આકાશે : 2 – સુરેશ જાની

 1. Rajendra M.Trivedi,M.D. ઓક્ટોબર 7, 2008 પર 4:16 એ એમ (am)

  You Try To Please,
  But Please others and you but can not please all!

 2. pragnaju ઓક્ટોબર 7, 2008 પર 7:46 એ એમ (am)

  નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક લઈ આવ્યા.

 3. જુગલકીશોર ઓક્ટોબર 7, 2008 પર 8:42 પી એમ(pm)

  યાદી મજાની બનાવી છે. ખાસ કરીને બ્લોગર્સની વીશેષતાઓ સુપેરે મુકાઈ છે. જોકે આવે સમયે કેટલાંકો બાકી રહી જાય ત્યારે મનમાં ખુંચે. તમે બને તેટલી વધુ વીગતો આપીને એને મુલવવા પ્રયત્ન કર્યો છે. ધન્યવાદ.

 4. puthakkar ફેબ્રુવારી 23, 2009 પર 11:31 એ એમ (am)

  સુરેશભાઇ, ગુજરાતી ભાષાની ચિંતા કરવા માટે વિદ્યાપીઠ ખાતે બધા ભલે ૧૪ મી ફેબ્રુઆરીએ ભેગા થયા હશે પણ આટલી બધી ગુજરાતી સાઇટ્સ અને આટલા બધા બ્લોગર્સ, બતાવે છે કે, ગુજરાતી વિસ્તરી રહી છે. અલબત્ત માતૃભાષા દ્વારા શિક્ષણ માટે પ્રયાસ થાય એ સ્તેત્ય જ હોય. પણ જોઇએ છીએ કે, એમ.ડી. થયેલા અને એવા કંઇક સાક્ષરો કે જેને સાહિત્ય સાથે નિસ્બત ના હોય તેવા પણ ઇન્ટરનેટના માધ્યમ થકી ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે પ્રદાન કરી રહ્યા છે. અને તમે તો, લાખોને આકર્ષ્યા છે. પરદેશમાં રહીને !! આમ, ગુજરાતી સાઇટ્સ અને બ્લોગરોની ઘણી સારી માહિતી સંશોધન અને અભ્‍યાસ કરીને શોધીને ગીતમાં ઢાળી છે. — અભિનંદન..

 5. Ramesh Patel ફેબ્રુવારી 23, 2009 પર 7:12 પી એમ(pm)

  Brings Shri Sureshbhai to our hearts….

  Ramesh Patel(Aakashdeep)

 6. Bharat Pandya જૂન 24, 2009 પર 8:12 એ એમ (am)

  આ મનપાંચમના મેળામા સુરેશભાઇ પોતીકુ સર્જન લઇને આવ્યા છે.

  મજા પડી ગઇ, સુરેશભાઇ આભાર !

  ભરત પન્ડ્યા

 7. Bharat Pandya જૂન 24, 2009 પર 8:39 એ એમ (am)

  હવે તો એવું થૈ ગયું છે કે આલિયા માલિયા જમાલિયા બધા વેબસાઇટ ખોલવા માંદ્યા છે. કોઇ ન છાપતું હોયતો શરુ કરો એક્ વેર્બ્સાઇટ અને માથે માર્યા કરો રોજની એક લેખે પોતાની કવીતા.

  સુરેશભાઇ દેખાડી દીધું છે વેબસાઇટ કેવી હોય.એક એક અંક પાછળ તેમની સુક્શ્મ વીવેક્દ્રસ્ટી દેખાય આવે છે. પોસ્ટીંગ ગમે તેનુ હોય પણ તેની પાછળ Sureshbhhai દેખાય આવે છે. દરેકે દરેક કગળના જવાબ વીસ્ત્રુત અને સંતોશજનક મળી રહે છે,- જાણિતાને તો ખરાજ પણ અજાણ્યા ને પણ !

  “હેટ્સ ઓફ તુ યુ – સુરેશભાઇ”

  ભરત પંડ્યા

 8. Natver Mehta જૂન 24, 2009 પર 5:55 પી એમ(pm)

  સરસ! આ તમે કંઈ નવું લાવ્યા.

 9. jjugalkishor જૂન 24, 2009 પર 7:28 પી એમ(pm)

  સુરેશભાઈને આરંભમાં પદ્યનો વળગાડ હતો; પછી ગદ્ય વળગ્યું. સૌથી પહેલાં તો એમણે સાહીત્યકારોને પકડ્યા, ગુજરાતના ઘણાય મહાનુભાવોને પોતાના બ્લોગમાં મઢ્યા !

  એની અસર એમના પોતાના પર એવી થઈ કે એમનાં આગળાંય સળવળ્યાં, ને ઓરીગામી (ક્રાફ્ટવર્ક) કરતાં કરતાં આ સર્જનાત્મક તત્વોનેય તેમણે અપનાવ્યાં. પણ એમને ગદ્યે વધુ યશ અપાવ્યો.

  હું આ ક્ષેત્રે એમની આંગળી પકડીને આગળ વધ્યો. કેટલુંક મેંય એમને ભળાવ્યું. આ રચના તો જુની છે, પણ એમાં સર્જકની કાલીઘેલી વાણીમાં બ્લોગજગતની અનેકાનેક વાતો ભરી છે. આપણી કાવ્યપરંપરામાં દલપતરામે આ રીતે બહુ જ પ્રદાન કર્યું છે. દલપતશૈલીનું આ કાવ્ય આપણાં સૌને એક તાંતણે બાંધનારું મજાનું સર્જન છે.

 10. Pingback: નેટ જગતના આકાશે – સુરેશ જાની | "મધુવન"

 11. Pingback: ગુજરાતી કવિતાનું નવું સરનામું | ગુજરાતી પ્રતિભા પરિચય

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: