નવેમ્બર 2003- અમદાવાદ
મેમનગર ચાર રસ્તા આગળનો ટ્રાફીક સીગ્નલ.
હું સ્કુટર ઉપર સવાર થઈને ડ્રાઈવ-ઈન વીસ્તાર તરફ જઈ રહ્યો છું. મારું ધ્યાન મારા એક જુના અને પ્રીય મીત્ર સાથે ગાળેલા યાદગાર સમયની સ્મૃતીઓમાં ખોવાયેલું છે. જુવાનીના એ બીન્ધાસ્ત દીવસો, એ જુસ્સાભરેલી વાતો, એ ઉત્સાહ અને એ નીર્દોષતાનાં સંસ્મરણો ઉભરી રહ્યાં છે. એ મીત્રને આજે ઘણા વરસ પછી મળાશે; એ આનંદ ચીત્તમાં ઉભરી રહ્યો છે.
અને ત્યાં જ એક કર્કશ સીસોટી, વાદળોમાંના એ મધુર સપનાંઓ અને સ્વૈરવીહારમાંથી મને અમદાવાદના ડામરના રસ્તાની કાળી ડીબાંગ સપાટી પર ખાબકી દે છે.
હવે ભાન થાય છે કે, લાલ સીગ્નલમાં સ્કુટર હંકારી જવાનો અક્ષમ્ય ગુનો હું આચરી બેઠો છું. એ દીવાસ્વપ્નની શું કીમ્મત મારે ચુકવવી પડશે તેનો અમદાવાદી હીસાબ હવે શરુ થઈ જાય છે! ખાખી પાટલુન અને સફેદ ખમીસ્સ પહેરેલો, એ અમદાવાદી ઠોલો ( કે મફતલાલ?) દૃષ્ટીગોચર થાય છે. એ મને રસ્તાની બાજુએ દોરી જાય છે.
સ્કુટર બંધ કરી, હું હવે આવી પડનાર વીપત્તી માટે પુર્વતૈયારીઓ કરવા લાગું છું. અમદાવાદની ધરતી ઉપર ઘણા વખત બાદ કરેલ આ ગુના માટે મને મારી જાત ઉપર નફરત પેદા થવા માંડે છે. ‘અમેરીકામાં ત્રણ વરસ રહેવાથી પેદા થયેલી શીસ્તભાવના આટલી ઝડપથી, અમદાવાદી માહોલમાં હું ગુમાવી બેઠો’ – એ માટેનો પશ્ચ્યાતાપ પણ ઉભરી આવે છે.
મફતલાલ ડ્રાઈવીંગ લાયસન્સ માંગે છે. હું પાટલુનના ડાબા ખીસ્સામાં હાથ નાંખું છું અને મને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે કે, હું તે ઘેર ભુલી ગયો છું. મારા હાવભાવ પરથી જ, તેને આ બીજી વાસ્તવીકતાની તરત ખબર પડી જાય છે. મારા મ્લાન વદન ઉપર શીયાળાની એ ઠંડીમાં પણ પસીનો પથરાવા માંડે છે. આ બે અક્ષમ્ય ગુનાઓ માટેની મારી લાચારી સ્વયંસંચાલીત રીતે ઉભરવા માંડે છે.
એની શી કીમ્મત ચુકવવી પડશે તેનો અંદાજ લગાવવાના વહેવારુ પ્રયત્નો મારા મનમાં શરુ થઈ જાય છે. હવે શી રીતે આવી પડેલી આ આપત્તીને પહોંચી વળવું એના વીચારમાં જુની અમદાવાદી આદત પ્રમાણે સસ્તામાં ‘પતાવટ’ કરવી કે કેમ તે વીકલ્પ પહેલો જ ધ્યાનમાં આવે છે. પણ અમેરીકામાં થયેલા આવા અનુભવથી જાગેલા નવા સંસ્કાર મને એવી પતાવટ કરવામાંથી ખાળે છે.
અમેરીકાનો એ અનુભવ જાણવા અહીં ‘ ક્લીક’ કરો.
મારો ગુનો કબુલ કરી હું તેને તેને મારી મજબુરી સમજાવું છું. સાથે મફતલાલજીને નજીકની ચાની કીટલીની રેંકડી પર ચા પીવા આમંત્રું પણ છું; તે કશું બોલ્યા ચાલ્યા વગર મારી સાથે આવે છે. હું ‘કટીંગ’ નહીં પણ, બે આખી ચાનો ઓર્ડર આપું છું. સ્વાભાવીક રીતે મારો હાથ હવે જમણા ખીસાને ફંફોસે છે. અને ત્રીજા સત્યનું રહસ્યોદ્ઘાટન થાય છે કે, હું પૈસાનું પાકીટ પણ ઘેર ભુલી ગયો છું. ચાલાક મફતલાલને કોઈ કથન વીના આની જાણ પણ થઈ જાય છે.
હું ચાનો ઓર્ડર રદ કરવા રેંકડીવાળાને વીનંતી કરું છું.
અને કદી ન બની હોય તેવી ઘટના બને છે, મફતલાલ એને વારે છે. રદ કરેલા ચા બનાવવાના ઓર્ડરને સુધારીને ‘બે કટીંગ બનાવજે’ એમ સુચના આપે છે. હું વીસ્ફારીત નેત્રે, ‘ હું સ્વપ્નમાં તો નથી ને?’ અથવા ‘ આ ન માની શકાય એવી આ ઘટના સાચી છે કે જુઠી? ‘ તેની ખાતરી કરવા મારા પગને ચીમટો ભરી લઉં છું.
હસીને મફતલાલ મને કહે છે,” આજે મારા તરફથી ચા પી લો.” હવે અમારી વચ્ચે એક નવા સંબંધની શરુઆત થાય છે. ચાના ઘુંટડા ગળાની નીચે ઉતારતાં અમે ઘણી બધી વાતો પર ચઢી જઈએ છીએ. એ પણ મારી જેમ શેરો શાયરીનો શોખીન છે.
ચાનો એ મધમીઠો પેગ પુરો થાય છે. હું એને પુછું છું,” સાહેબ! હવે મારે શું કરવાનું? કઈ કોર્ટમાં ક્યારે હાજર થવાનું? “ અને એ હાથ હલાવી મને જતો કરે છે. ભવીષ્યમાં સતેજ રહેવાની અને થોડા ઓછા ભુલકણા થવાની સલાહ આપે છે; અને અમે છુટા પડીએ છીએ.
‘ પુણ્ય પરવાર્યું નથી’ એની મને પ્રતીતી થઈ જાય છે. ‘આમ પણ બને. ’ એવી મીઠી મુંઝવણ સાથે આ અનન્ય અનુભવ મારા એ જુના મીત્ર સાથે વાગોળવા હું સ્કુટર ચાલુ કરવા બટન દબાવું છું.
‘એ સજ્જન પોલીસમેન ઠોલો કે હું?’ એવા આંતરદર્શનની પણ શરુઆત થઈ ગયેલી છે. પણ એ મનન અને ચીંતનને બ્રેક મારી, બીજા ટ્રાફીક સીગ્નલ આગળ આ ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટેની સતર્કતાનું એક્સલરેટર દબાવી; હું મીત્રના ઘર તરફ સભાનતા અને પરીતોષની લાગણીઓથી સભર બનીને પ્રયાણ આદરું છું.
Like this:
Like Loading...
Related
A humorous incident_a policeman and so amiable!
The lesson of the story–Never carry your wallet in Amdavad.
તમારા ભૂલકણાપણાની એક અન્ય વાત યાદ કરાવું..
તમે તે વખતે બી.ઈ(એલ્.ડી.એંજીનીયરીંગ કોલેજમાંથી કરતા હતા.રોજ બાઈસીકલ લઈને કોલેજ જતા.સ્સંજે પાછા આવતા અને રણછોડજીની પોળના ઘરના ઓટલા પાસે સાઈકલ પડી રહેતી.રાત્રે ઘરની ઓસરીમાં મૂકતા. એક દિવસ રાત્રે સાઈકલ ઓસરીમાં ચઢાવવા ગયા ત્યારે સાયકલ ના મળે..
તમે મારી પર ગોસ્સો શરૂ કર્યો હતો કેમકે હું ઘણી વખતા તમારી સાઈકલ ચલાવાવા લેતી. પણ….તે દિવસે તમે બસમાં બેસીને ઘેર આવતા રહ્યા હતા અને તમારી સાયકલ તો કોલેજના સાયકલ સ્ટેંડ પર હવા ખાતી હતી !!!!!!
કાંઈ કેટલીય વાર તમે જમીને ઉપર વાંચવા જતા રહેતા અને મોડી રાત્રે બહેનનો જીવ ખાતા કે — મારે જમવાનું બાકી છે.મને જમવા કેમ ના બોલાવ્યો
Excellent article sir…small incidents creates deep impact…and most of the we the people who make people corrupted…and think about the person who (Traffic Police) stands on road in extreme hot cold and in such a polutation…he is also human beings…and in ur case he observed you as a very good human bein and his ffelings came out…i hope u might have enjiyed that tea like anything.. waitng for such next article…
Nehal Shah
soory for some spelling mistakes
sorry for some spelling mistakes
‘અમેરીકામાં ત્રણ વરસ રહેવાથી પેદા થયેલી શીસ્તભાવના આટલી ઝડપથી, અમદાવાદી માહોલમાં હું ગુમાવી બેઠો’
paheli vat dadaji ke jo america hot to tamaru shu that e vicharo…
biji vat sachche j haji mansai india ma haji che baki…
ane polis ni cha piva male eni mate to koi sara karm j kam lagi jay…aa maja aavi
Great incedent! Same kind of incedent happened with me in Train, My ticket was with my friend who got down a station before me and i did not have enough money to pay fine ….. I agree with Neeta Jee , Aavi Mansai India ma J Jova male
it wonder that you got nice havalder and hope every one get like you
from-hemant doshi at houston in u.s.a
Jani Saheb ….
Aap bhala to jag bhala …..Gujarat Police sacha arth ma khub co operative che , matra tene parakhvani nazar joie che. Hu media field ma hovathi aa hakikat kahi shaku chu.
Nice article.Just think that what happened if this would happened in America.What was the test of
the tea?Like it or not?
સુરેશભાઇ,
તંઆબે “ઠોલા” નો થયો તેવો અનુભવ મને એક રિક્શાવાળાનો થયેલો.
હું વાંદરામા રહું ને સાન્તાક્રુઝમા નોકરી કરું. એજ દિવસ્મોદું થૈ ગયેલું તે ટ્રેઇનને બદલ્રએ ઓટો કરી.ઓફીસ પાસે ઇતર્યો ત્યા ૧૮ રુપીયાનુ ભાડું થયેલું. છુટ્ટા પસાના વાંધા. રીક્શાવાળાઓ ની મથરાવટી મેલી.મેં દસની બે નોટ આપી. રીક્શાવાળો જે “સાબ છુટ્ટા નહી હે”.મેં કહ્યું ‘જીતના હે ઉતના દો.” “સબ સીરફ પાંચકા નોટ હે” પછી એએ સરસ વાત કરી “સાબ પાંચકા નોટ રખલો લેકીન દેખો સાબ અગર મે આપકો પાંચ વાપસ દું તો મેરા આપપે તીન રુપીયેકા એહ્સન રહેગા ઐર આપસે ૨૦ રુપીયા લું તો અપ્પકા મુજપે દો રુપીયેકા એહ્સાન્ન રહેગા.અબ આપહી બતાવ મેરા એહસાન લેના હે યા મુજપે એહ્સાન કરના હે ” એની આ વાત સાંભળી હું તો દંગ થૈ ગયો ન્એ કીધું ‘ જા ૨૦ લેકે જા”
Bharat Pndya
Very nice…સુંદર આલેખન
Pingback: રસોઈ અને ધ્યાન! | સૂરસાધના
Pingback: ચાના કૂચા – એક અવલોકન | સૂરસાધના
હા હા હા.. જોરદાર હો બાકી,
મારી ચા.. http://www.readgujarati.com/2017/09/21/tea/
ના પ્રતિભાવમાં તમે આ પોસ્ટ મૂકેલી અને મને આ વાચવાની તક મળી.
હા હા
આવો આશ્ચર્યજનક અનુભવ અમને પણ થયો હતો!