સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

આજનો સુવીચાર

લુહારના હથોડા જેવો છે
– ક્રોધ
એક ઘા અને બે કટકા.

સોનારના જેવો છે
– પ્રેમ 
થોડીક હુંફ કે માવજત
અને આ લો! આકર્ષક આભુષણ તૈયાર.

One response to “આજનો સુવીચાર

  1. pragnaju ઓક્ટોબર 18, 2008 પર 2:57 પી એમ(pm)

    શ્રી લુહાર યાદ આવ્યા

    ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ, મારી ભુજા !
    ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા !
    અનંત થર માનવી હ્રદય – ચિત્ત – કાર્યે ચઢ્યા
    જડત્વ યુગ જીર્ણના, તું ધધડાવી દે ઘાવ ત્યાં.

    ધરા ધણધણે ભલે, થરથરે દિશા, વ્યોમમાં
    પ્રકંપ પથરાય છો, ઉર ઉરે ઊઠે ભીતિનો
    ભયાનક ઉછાળ છો, જગત જાવ ડૂલી ભલે,
    પછાડ ઘણ, ઓ ભુજા ! ધમધમાવ સૃષ્ટિ બધી !

    અહો યુગયુગાદિનાં પડ પરે પડો જે ચઢ્યાં
    લગાવ, ઘણ ! ઘા, ત્રુટો તડતડાટ પાતાળ સૌ,
    ધરાઉર દટાઇ મૂર્છિત પ્રચંડ જ્વાલાવલી
    બહિર્ગત બની રહો વિલસી રૌદ્ર કૃત્કારથી.

    તોડીફોડી પુરાણું,
    તાવી તાવી તૂટેલું.

    ટીપી ટીપી બધું તે અવલનવલ ત્યાં અર્પવા ઘાટ એને
    ઝીંકી રહે ઘા, ભુજા ઓ, લઇ ઘણ, જગને ઘા થકી ઘાટ દેને.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: