સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

બુટની તુટેલી દોરી– એક અવલોકન

      પાર્કમાં એક પાટલી ઉપર હું બેઠો છું. રોજનું સામાન્ય જ દ્રશ્ય છે. સામે છોકરાં એમની બાળરમતમાં કીલ્લોલ કરી રહ્યાં છે. એકાએક મારી નજીકથી, રોકેટ ચલાવતો હોય તેવા તાનમાં, એક નાનકડો છોકરો એના સ્કુટર ઉપર પસાર થઈ જાય છે. એ માંડ પાંચેક વરસનો હશે. બટકો હોવાને કારણે મારી નજર એને જોવા નીચી નમે છે.

      અને ત્યાં મને એ દેખાય છે.

     એ કોઈના બુટની તુટેલી દોરી હતી – રસ્તે રઝળતી, ધુળમાં રગદોળાતી, ચાલનારના પગની ઠોકરો ખાતી, કચરાપેટી ભેગી થવાની વાટ જોતી,

    બુટની તુટેલી દોરી……. 

     આખી ન હોવા છતાં એના મશીનથી બનેલા વણાટ ઉપર મારું ધ્યાન કેન્દ્રીત બને છે. રોજ બંધાવા અને છોડવાવાના કારણે; એક જ જગ્યાએ થયેલા ઘસારાના પ્રતાપે, એ તુટી ગઈ હશે. પણ એ હજુ બહુ જ મજબુત છે. હું એને ખેંચું છું અને એના તાણા અને વાણામાં ધરબાઈને, વણાઈને, એની અંદર સુષુપ્ત રહેલી તાકાત ઉજાગર થઈ જાય છે.

    સુતરની એ દોરી કોઈક કાળે કપાસના છોડ ઉપર સફેદ દુધ જેવું કાલું બનીને પવનની લહેરખીમાં મ્હાલતી હશે. એને થોડાક જ પ્રયત્નથી ફોલી શકાતું હશે. પણ એના રેસા અંદર સંતાઈને બેઠેલા કપાસીયા સાથે સખત રીતે ચોંટેલા હશે.

     પ્રચંડ તાકાતવાળા જીનમાં એ કપાસીયાને રુથી દુર કરવામાં આવ્યાં હશે. ખાસ મશીનમાં એમને પીંજી પોચા ગાભલા જેવી પુણીઓ બનાવવામાં આવી હશે. પછી સ્પીનીન્ગ મશીનમાં, અત્યંત વેગથી ફરતી ત્રાકના છેડે એક છેડો રાખી, એમાંના તારને ખેંચી ખેંચી, એકબીજા સાથે સખત રીતે વીંટળાઈ જાય તેમ, કાંતવામાં આવ્યા હશે. બેચાર કે આઠ દસ ઝીણા તાંતણાના પોતવાળો, મજબુત, પાતળો હાઈ-કાઉન્ટનો સુતરનો તાર બનાવવામાં આવ્યો હશે. એને લાંબા બોબીન પર વીંટવામાં આવ્યો હશે. એને કાળા રંગના દ્રાવણમાં ઝબોળી, કાળોકટ્ટ, ઝગારા મારતો, રંગ આપવામાં આવ્યો હશે. આવા ઘણા બોબીનને એક સાથે રાખી, કોઈ ખાસ વીવીંગ કે નીટીંગ મશીનમાં, એ બધા તારોને સુગઠીત રીતે વણવામાં આવ્યાં હશે.

    આમ મારા હાથમાં રહેલી એ દોરી બની હશે. પોચા ગાભલા જેવા, સહેલાઈથી ખેંચી અને તોડી શકાય તેવા, કપાસના કાલાંના એ નાજુક અને ઝીણા અનેક તાર એ દોરીમાં ભેગા મળી, એકમેક સાથે વીંટળાઈ આ દોરી બન્યા હશે. અને પ્રચંડ તાકાત ધરાવતા બન્યા હશે. આવી જ કોઈક બીજી પ્રક્રીયાના પ્રતાપે, મોટા વજન ઉંચકી શકે કે અલમસ્ત સાંઢને ખીલે બાંધી શકે તેવાં દોરડાં પણ બનતાં જ હોય છે ને?

    કાચા સુતરનો તાંતણો. પણ એના સંઘબળમાં કેટલી બધી તાકાત?

    અને આવા મહાન પ્રયત્નથી બનાવેલી એ દોરી તુટી ગઈ હતી. એ માટે કોઈ ચપ્પુ કે કાતર જવાબદાર ન હતાં. પોતાની સાથે જ પેચ લઈને તે તુટી હતી!   

———————- 

    એક નાચીજ, નબળો માનવી હોય. પણ એવા લાખો મળીને કેટલી મોટી તાકાત બની શકે?મોટાં મોટાં રાક્ષસી સામ્રાજ્યોને પણ ઉથલાવી શકે. ધસમસતાં નદીના પ્રવાહને રોકી, નાથી, ગંજાવર બંધ પણ બનાવી શકે. ચન્દ્ર અને મંગળ ઉપર પણ પહોંચી શકે.

   એ તાકાતનું મુળ છે એની જન્મજાત તાકાત – કપાસીયા જેવા મુળ જીવનતત્વ સાથે ચોંટાઈ રહેવાની તાકાત. એ ચીકાશ અને એ લવચીકતા.  

   સંઘબળની તાકાત. એક જ દીશામાં લાખો, કરોડો માનવોના બળની તાકાત. કોઈ પોતડીધારી, સુકલકડી પણ સન્નીષ્ઠ, મહામાનવના સંકલ્પના બળની તાકાત.

   એવી તાકાત ઉભી કરવા અથાક પ્રયત્નો કરવા પડતા હોય છે. અવીરત  કામ. અવીલમ્બ કામ. અનેક દીશામાં કામ. એકલક્ષીતાવાળું કામ. સંપીલું કામ. અનેક તજજ્ઞોના અનુભવના પરીપાક રુપે, વર્ષોના સતત સુધારાલક્ષી સંશોધનમાંથી સરજાયેલું, સર્વોત્તમ કામ. 

   ત્યારે ઝગારા મારતી એ બુટની દોરી બને છે. ત્યારે એક પ્રતાપી માનવ સમુહ બને છે.    

   અને એજ માનવ-સમુહ એક જ નબળી જગ્યાએ થતા, સતત ઘસારા જેવા કુસંપના પ્રતાપે, ઘસાઈ, અથડાઈ, કુટાઈ, એકમેકને કાપી, આ બુટની તુટેલી દોરી જેવા, રસ્તે રઝળતા, ધુળમાં રગદોળાતા અને પગની ઠોકરો ખાતા ક્ષુદ્ર માનવજંતુઓમાં પલટાઈ પણ શકે છે.

   બુટની તુટેલી દોરી…  સત્વ વીનાનો, સ્વલક્ષી, નીર્જીવ, શબ જેવો નીર્માલ્ય માનવી.. 

    એમ પણ બને, બનતું જ હોય છે. નહીં વારુ?

20 responses to “બુટની તુટેલી દોરી– એક અવલોકન

  1. સુરેશ નવેમ્બર 1, 2008 પર 1:21 એ એમ (am)

    વીશ્વમાં સર્વોત્તમ કહી શકાય તેવી વીચારધારા; જેને હજારો વર્ષોના, કાળના સપાટા અને ઘસારા પણ જીર્ણશીર્ણ કરી શક્યા નથી એવી જીવન પધ્ધતી વાળો આપણો મહાન દેશ કેમ પાછો પડ્યો?
    એ જ નીર્વીર્ય દેશને એક પોતડીધારી, મહામાનવે બેઠો કરી પ્રચંડ તાકાત પેદા કરી.
    અને એ જ માનવ સમુહ અત્યારે કેમ પોતાનું આગવું સત્વ પેદા કરવાને બદલે પશ્ચીમની લોહીયાળ, કેવળ સ્વલક્ષી, ખાઉધરા અને ક્રુર વરુ જેવી સંસ્કૃતીનું આંધળું અનુકરણ કરી રહ્યો છે?
    વીચારી જોજો ..
    આપણે પણ એક તુટેલી, બુટની દોરી જેવા જ નથી વારુ?

  2. Natver Mehta,Lake Hopatcong, NJ, USA નવેમ્બર 2, 2008 પર 8:49 એ એમ (am)

    આપણે સહુએ એક વાત સમજવી જરુરી થઇ પડે છે કે, આપણને તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.. આતંકવાદથી.. વિખવાદથી..ખાસ કરીને જ્યારે જ્યારે ભારતની પ્રગતિ થતી દેખાય એટલે ક્યાંક પથરા તો ક્યાંક બોમ્બ પડ્યા જ સમજવા.. બ્રિટીશરોએ જે ભાગલાનુ ભુત ધુણાવ્યું તે આજે કાબુ બહાર જઇ રહ્યું છે અને આપણા નેતાઓ છીછરાપણુ બતાવી એને ભુતને સુવા નથી દેતા… રાજ ઠાકરે જેવા બાલિશ નેતાઓને મિડિયા જરા મહત્વ ન આપવું જોઇએ.
    બુટની દોરી તુટી જાય એ બરાબર છે.. પણ કેમ તુટી ગઇ કારણકે એને વધુ ને વધુ તાણવામાં આવી રહી છે. શું માનો છો ???
    નટવર મહેતા

    http://natvermehta.wordpress.com/

  3. pragnaju નવેમ્બર 2, 2008 પર 9:13 એ એમ (am)

    આ એક તરફી નિરાશા જનક ચિંતન છે.
    સવારના ધ્યાન કરી પૂર્વગ્રહ મુક્ત ચિંતન કરશો
    તો આ સિવાયનું હકારાત્મક પળ જોઈ શકશો

  4. અક્ષયપાત્ર નવેમ્બર 2, 2008 પર 9:22 એ એમ (am)

    બહુ સચોટ ઉદાહરણ છે સુરેશ્ભાઈ ! ભારતમાં પરદેશીઓ (મોગલો કે બ્રિટીશરો) રાજ્ય કરી શક્યા કારણ કે અંદરોઅંદરના કુસંપથી એકબીજા સાથે ઘસાઈને તૂટી ગયેલી પ્રજા નિર્માલ્ય થઈ જાય છે. બુટની દોરી જેવી.

  5. Bhupesh Patani નવેમ્બર 2, 2008 પર 11:06 એ એમ (am)

    I agree with Rekhaben. I wish to add one more point here of Learning a Lesson. All foreigners came and went away. Why we take that thing as bad things. The important thing is that they were our teachers. In spite they remained with us for centuries, we din’t learn anything from them. So yet we have to go to UK, USA, Australia, Canada and other countries, for the purpose of learning their system. I stayed many years at Bombay & Ahmedabad with the hope that probably our people shall understand to our people but we are all divided by language, religion, culture, wealth, profession, age and ego.
    Just by writing a good article we can’t be great. There should be unity of thought & action. Our people are money minded. We worship to Rich only. Why ? We have to. If you do not worship them, they will stop your livelihood ! Baggers have no choice. There is unequal distribution of wealth & income since the time of Mahabharat. Rich people can reach upto the body of Draupadi. Where is law & order situation. You can’t expect a true & timely judgement. We can go to Moon but we can not make our God free from China. I am talking about Kailash & Mansarovar. Our Atma i.e. Shiva at Kailash is with China. We are coward , hence we are born to be slave. Don’t we have mind, wealth or Military such that we can get our land back from China ?

  6. captnarendra નવેમ્બર 2, 2008 પર 11:17 એ એમ (am)

    આ ભલે રૂપક હોય, બૂટની દોરીમાં અને માનવમાં ઘણો ફેર છે. માનવને બુદ્ધી છે, સારાસાર બુદ્ધિવિવેક, સ્વાર્થ, દંભ – જવા દો. આ વાતો તો બધા જાણે છે.
    દેશની હાલત માટે કેવળ અંગ્રેજોને દોષ દેવામાં અર્થ નથી. ભાષાકીય ધોરણે દેશના ભાગલા આપણા પોતાના જ રાજકતર્તાાઓએ કરીને હાલની સ્થીતી ઉભી કરી છે. રહ્યો સવાલ ચારીત્ર્યપોત – moral faberનો, જે બૂટની દોરીનો કે જનતાની સામુહીક આત્મશક્તીના અસ્તીત્વનો આધાર છે. શા માટે તેનો લય થયો છે તે આપણે વીચારવું રહ્યું. વીચારીએ છતાં કશું કરવાની ફૂરસદ ન હોવાથી, અથવા “જેને કરવું હોય તે કરે, આપણું કામ નહિ” કહી ઇંદુલાલ યાજ્ઞીકની કે સંભવામિ યુગે યુગે કહેનાર ભગવાનની રાહ જોવામાં માનનાર પ્રજાની હાલત આવી ન થાય તો તેમાં નવાઇ નથી. આજે કહેવાતા “મહાત્માઓ”,”મહારાજો”, “બાપુઓ”, “દાદાઓ, દીદીઓ, દાદીઓ, બેટાજીઓ અને બેટીજીઓ” અને તેમના વંશપરંપરાગત વારસો અનાસક્તિ, ધર્મ, કર્તવ્ય વિ.ની વાતો કરીને પણ વૈભવશાળી, શાહી જીવન જીવતા હોય છે, અને આપણે તેમને અઢળક દાન આપીને પોષીએ છીએ. જ્યાં આપણી મનોવૃત્તીમાં જ ફેર લાવવાની શક્તી નથી, ત્યાં બીજાને દોષ આપવો યોગ્ય નથી.

    એક રીતે તમારી વાત સાચી છે. બૂટની દોરીમાં અને આપણામાં કશું અંતર નથી રહ્યું. બૂટની દોરી આપસમાં ઘસાઇને તૂટી ગઇ. આપણે તૂટ્યાં છીએ આપણા moral fiber ના ઘસારાથી.

  7. Vishnudas નવેમ્બર 2, 2008 પર 11:30 એ એમ (am)

    Sureshbhai, your article is very good your thinking and concerestrence power is very good.And regarding story we know that how much that boot ni dori suffer and we have used it and it was very useful when it was on shoes and same way we we human being to be helpful to others then there is no trouble at all but our thoughts are very selfish.

  8. સુરેશ જાની નવેમ્બર 2, 2008 પર 2:31 પી એમ(pm)

    Just by writing a good article we can’t be great.
    ——————-
    I have just given a vent to all your boil out!
    When i go to temples, I have the same boiling. Even highly educated people Do not want to wake out of deep slumber of centuries. After Gupta period, we have been sleeping and snoring and praising our lost glory.
    At least a few like us can boil out!!

  9. Capt. Narendra નવેમ્બર 2, 2008 પર 3:23 પી એમ(pm)

    Thank you for your rejoinder. I appreciate the spirit in which you have responded. My disillusionment is the outcome of close observation of the working of a so called “Self Education” cult. I have personally seen the luxurious lifestyle of the Founder, his wife and then his successor flaunting diamond jewelery worth millions of rupees, and running marathon video sessions of Holy Geeta on “Nishkama Karma”. Their blind followers still indulge them in their royal lifestyle.
    The latest is the hypocrisy of a 24/7 Hindi news channel: it showed the clay feet of a so called Bapu, in whose “Ashrams” four children were found dead. The channel criticised him and his son to no end. Suddenly, I see adulation and long discourses of the same Bapu(!) on THE SAME CHANNEL! What a crying shame, and what a shamelessly blatant turncoat policy of a powerful ‘secular’ media! Is there any hope for our old country?

  10. ગોવીંદ મારૂ નવેમ્બર 3, 2008 પર 4:21 એ એમ (am)

    સાચી અને સરસ મઝાની નોંધ લેવા જેવી વાત છે.

  11. Bina નવેમ્બર 3, 2008 પર 8:07 એ એમ (am)

    Very nice observation and comparision of “Boot ni dori” ane ‘manushya’. I like the train of thought Dada! Bina
    http://binatrivedi.wordpress.com/

  12. Vijaysinh Raol નવેમ્બર 3, 2008 પર 9:04 એ એમ (am)

    I read some of the articles on this site, quite interesting! I am happy to to see like minded, educated Gujarati’s finally coming out and freely discussing, not only the beauty, but the flaws in our culture (contemporary), as well.

  13. Vijaysinh Raol નવેમ્બર 3, 2008 પર 10:32 એ એમ (am)

    Sureshbhai:

    I also write short articles and historical anecdotes on Kathiawar and its history. Can I use your blog to publish them sometimes?

  14. Chirag Patel નવેમ્બર 3, 2008 પર 2:34 પી એમ(pm)

    We stopped exploring world from where our great sages left. We indulged in pride without self-respect. We didn’t want to be flexible enough to absorb blows at the same place – our heritage. Many many such reasons made is fell apart. To re-collect, we need someone of calibre of Gandhiji or Swami Vivekananda or Swami Dayananda Saraswati. We need him/her desparately now.

  15. hemant doshi નવેમ્બર 3, 2008 પર 11:00 પી એમ(pm)

    it very good. send this type of artical to the member
    hemant doshi from mumbai

  16. Maheshchandra Naik નવેમ્બર 4, 2008 પર 3:20 પી એમ(pm)

    We can certainly do better as MAANAV with little inteligence, positive approach and with corage any problem we can overcome that what I felt, Shri Sureshbhai & Smt., Sau., Jyotiben.

  17. Krishna નવેમ્બર 8, 2008 પર 7:36 એ એમ (am)

    સંવેદનાઓનું સૂક્ષ્મ અને વિચારશીલ અવલોકન. કાચા સૂતરના તાંતણા વિશે ગુજરાતી સાહિત્ય પાસે ઘણી કૃતિઓ હશે, તેમાં આ ગદ્ય રચના એક નવી જ દૃષ્ટિ સાથેનો ઉમેરો કહી શકાય.

તમારા વિચારો જણાવશો?