સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સ્મશાનગૃહ

[ ડલાસ સ્થીત એક મીત્રના સ્વાનુભવ ઉપર આધારીત ]

——————————————————

    તમે દેવેન, બહુ ગમગીન મુડમાં છો. હમણાં જ તમારા પુજ્ય પીતાશ્રીને અગ્નીદાહ આપવાનું દુખદ અને કંટાળાજનક કામ આટોપી; છેવટનું સ્નાન કરીને, તમે સ્મશાનગૃહની બહાર આવ્યા છો. તમારા સમગ્ર હોવાપણામાં – પગની પાનીથી, માથાની ટોચ સુધી – સાચો સ્મશાન-વૈરાગ્ય ઘેરાયેલો છે. ન સમજાવી શકાય તેવો ડુમો ગળામાં ખુંચાયેલો છે. બીજા બધા ડાઘુઓનો એ વૈરાગ્ય તો ક્યારનોય સમાપ્ત થઈ ગયો છે. બધા પોતપોતાની વાતોમાં મગ્ન છે. કોઈ તમારા સ્વર્ગસ્થ પીતાનાં ગુણગાન ગાઈ રહ્યાં છે. કોઈ અંગત સગાંઓને દીલસોજી પાઠવી રહ્યા છે.

    બહુ દુરના મીત્રો થોડે દુર જઈ પોતાની સંસાર-કથનીઓ છેડી બેઠેલા છે. કોઈ જુવાનીયા તો સૌની નજર ચુકાવી, તેજ ચાલે, થોડે દુર, બાજુના રસ્તા ઉપર આવેલી ગલીમાં ચા – ભજીયાંનો નાસ્તો આરોગી, ઉપજેલા થાક અને ભુખને શમાવવા પ્રયત્ન કરી રહ્યા છે.

    પણ એક તમે જ, સ્વર્ગસ્થના એક માત્ર પુત્ર છો – સ્વર્ગસ્થનો આ જગતમાં એક માત્ર અંશ. તમારા મનની વ્યથા માત્ર તમે જ જાણો છો. તમારા બે ખાસ, દીલોજાન દોસ્ત તમારી બાજુમાં રહીને તમને દીલાસો આપવાના વ્યર્થ પ્રયત્ન કરી રહ્યા છે; પણ તમને કશું ગમતું નથી. સંસાર અસાર લાગે છે. આ શોક ઘેર જશો પછી પણ ક્યાંય સુધી, ઓસરવાનો નથી. શોકની એ કાલીમાનો ઘેરો રંગ તમારા સમસ્ત મનોજગતને ઘેરાઈને પથરાયેલો છે.

    પણ સાંસારીક જવાબદારીઓ અને રીતરસમો પણ નીભાવવાનાં છે જ ને? મરણની નોંધ સ્મશાનના રજીસ્ટર ઉપર કરાવવી ફરજીયાત છે; તે તમને યાદ આવી જાય છે. એક ઉંડો નીસાસો નાંખીને દેવેન, તમે બપોરે એક વાગે પણ સ્મશાનની ઓફીસ તરફ સાવ વ્યગ્રચીત્તે પગલાં ભરો છો.

    ઓફીસના બારણાંની બહાર લગાવેલ નોટીસ બોર્ડ ઉપરની સુચના તમે વાંચો છો.

    ‘બપોરે ત્રણ વાગ્યા પછી ઓફીસ ખુલશે’

    તમે નીરાશ વદને, ‘ આ બે કલાક આ અઘોરી જગ્યા પર શી રીતે ગાળશો ‘ – તેની ચીંતા તમારા શોકમાં ઓર વધારો કરી મુકે છે.

    બાજુમાં મુકેલા બાંકડા પર તમે ધબ્બ દઈને બેસી પડો છો. આ નીરાશામાં તમારી બાજુમાં આવીને ઉભેલા એક ભાઈ તરફ તમારી નજર ક્યાંથી પડે? બંધ આંખોવાળા તમને ઢંઢોળીને એ જગાડે છે. તમે સાંભળો છો, “ તમે ભલે મોડા પડ્યા. પણ લાવો હું તમારું કામ પતાવી આપું.”

   ‘કામ પતાવી આપવા’ નો સમ્પુર્ણ ગુજરાતી અને ભારતીય રસમનો આ કોડવર્ડં તમે સારી રીતે જાણો છો! આવા કોઈ ભ્રષ્ટાચારને તમારા જીવનમાં તમે હજુ સુધી ઉત્તેજન આપ્યું જ નથી. તમારો તરવરીયા તોખાર જેવો, સત્યનીષ્ઠ, સ્વભાવ આ નીર્ગત અવસ્થામાં પણ આળસ મરડીને બેઠો થઈ જાય છે. તમે બધી સુજનતા સાચવી, તમારી અંદર પ્રજ્વલીત થયેલા ક્રોધને સંયમમાં રાખીને જવાબ આપો છો ,

  ” ના. મારે કામ પતાવવાની ઉતાવળ નથી. હું નીયમાનુસાર ત્રણ વાગે આવી જઈશ.”

    અને ન ધારવામાં ન આવે તેવી ઘટના બને છે. તમારે કાને એ કદી ન ભુલાય તેવા શબ્દો પડે છે. પેલા ભાઈ અત્યંત માર્દવ ભરેલા સ્વરે કહે છે,

   ”કશું ખોટું ધારી ન લેતા. તમારી મુશ્કેલી હું સમજું છું. મારે કોઈ કટકી કરવાની નથી. તમને દુખે, ભુખે અને તરસે બેસાડી રાખવા કરતાં આ પાંચ જ મીનીટનું કામ હું પતાવી આપું તેમાં મારે કોઈ તકલીફ નથી. ચાલો ઓફીસ ખોલું છું.”

    દેવેન, તમારું કામ તો પતી જાય છે; પણ સાથે સાથે, હજી ‘પુણ્ય પરવાર્યું નથી’ એની પ્રતીતી પણ તમને થઈ જાય છે.

3 responses to “સ્મશાનગૃહ

 1. pragnaju નવેમ્બર 7, 2008 પર 10:04 એ એમ (am)

  ઉમાશંકર જોશીની કવિતા યાદ આવી

  તને નાનીશીને કશું રડવું ને શું કકળવું ?
  છતાં સૌયે રોયાં ! રડી જ વડમા લોકશરમે,
  હસી જોકે હૈયે નિજ ઘર થકી કાશ ટળતાં.

  બિચારી બાનાં બે ગુપત ચખબિંદુય વચમાં
  ખર્યાં, સ્પર્શ્યાં તુંને નહિ. યમ સમા ડાઘુજન તે
  નિચોવે શા કાજે નયન અમથાં અન્ય ઘર? ને
  વિચાર્યું હું જેવે, મરણ કૂણું તે શીદ રડવું ?
  – છતાં સૌયે રોયાં રૂઢિસર, દઈ હાથ લમણે.

  ખભે લૈને ચાલ્યા, જરી જઈ, વળાંકે વળી ગયા,
  તહીં ઓટે તારી સરખી વયની ગોઠણ દીઠી.
  રહી’તી તાકી એ, શિર પર ચઢી અવરને
  સૂઈ રહેવાની આ રમત તુજ દેખી અવનવી,
  અને પોતે ઊંચા કર કરી મથી ક્યાંક ચઢવા;
  – અમે આગે ચાલ્યા – રમત પરખી જૈ જ કપરી,

  ગળા પૂંઠે નાખી કર, પગ પછાડી, સ્વર ઊંચે
  ગઈ મંડી રોવા. તુજ મરણથી ખોટ વસમી
  અકેલીએ આખા જગત મહીં એણે જ વરતી.
  અને રોવું ન્હોતું પણ મુજથી રોવાઈ જ ગયું !
  વાસ્તવિક રીતે તો
  स्मशान जलता है,
  हर मन के अन्दर ।
  शोर सुनके जागे,
  कि खोल मिल गये

 2. Pingback: બ્રાયન ઍન્ડરસન અને “ગદ્યસુર” « શબ્દસ્પર્શ

 3. Prof. Shashikant Vanikar ફેબ્રુવારી 5, 2010 પર 2:53 એ એમ (am)

  wonderful experience in this materiliastic world. be a man, be a human being !!!!

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: