સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સંવેદના

   આપણી નાશવંત, ઐહીક સંપદામાં આપણે એટલા તો રચ્યા અને પચ્યા રહેતા હોઈએ છીએ કે, કુદરતે આપણને આપેલી અમુલ્ય સંપદા વીશે આપણે સાવ અભાન જ હોઈએ છીએ. આપણી ઈન્દ્રીયજન્ય સંવેદનાઓને આપણે ‘Taken for granted’ ગણી લેતા હોઈએ છીએ.  

   દ્રષ્ટી અને શ્રવણ એ બે બહુ જ અગત્યની સંવેદનાઓ વાપરીને આપણી બીજી ક્ષમતાઓ પાંગરી શકતી જ નથી. આપણી સ્પર્શ અને ગંધની સંવેદનાઓ બહુ જ પ્રાથમીક કક્ષા સુધી જ વીકાસ પામીને અટકી જતી હોય છે. અંધ અને બધીર વ્યક્તીઓમાં આ બે સંવેદનાઓ ઘણી વધારે વીકાસ પામેલી હોય છે. આપણે માટે સંવેદનાનું એ વીશ્વ લબ્ધ  હોતું નથી.

   હવે આ બાબત વાંચો –        

   હેલન કેલરના 1908 માં પ્રકાશીત થયેલ પુસ્તક “ મારી દુનીયા” (‘The world I live in’) ના આધારે   ઈ-બુક ડાઉનલોડ કરો

——  

    આ પુસ્તક દ્વારા વીશ્વને કદાચ પહેલી જ વખત દૃષ્ટી અને શ્રવણ વીહોણી વ્યક્તીઓની દુનીયામાં ઝાંખી કરવા મળી હતી – એવી દુનીયા કે જેમાં માત્ર સ્પર્શ, ગંધ અને સ્વાદ એ ત્રણ જ સંવેદનાઓ કાર્યરત હોય. અને છતાં એ અનુભુતીઓ સામાન્ય માણસને લભ્ય હોતી નથી.)

   ” એક અંધજનને સ્પર્શ એવી મધુર વાસ્તવીકતાઓનું જ્ઞાન કરાવે છે; જે વધુ નસીબવાળા સામાન્ય માણસોને લભ્ય હોતી નથી. આનું કારણ એ હોય છે કે, સામાન્ય માણસની સ્પર્શેન્દ્રીય અંધજન જેટલી વીકાસ પામેલી હોતી નથી. જ્યારે સામાન્ય માણસો કોઈ ચીજને જોતા હોય છે ત્યારે તેમના હાથ ખીસ્સામાં નાંખેલા હોય છે! આને કારણે એમનું વસ્તુઓ વીશેનું જ્ઞાન બહુ જ મર્યાદીત, અધુરું અને કામ વગરનું હોય છે.”

    હેલન માટે તેના શરીરનો પ્રત્યેક કણ જાણે કે, વાઈબ્રોસ્કોપ હતો. (ધ્રુજારી માપતું સાધન.) બધાં માનતાં હતાં તેમ તે સાવ જડ શાંતીની કબરમાં દટાયેલી ન હતી. ઉલટાનું તેની ચામડીને દર્દ, ગરમી, ઠંડી જેવી અનેક સંવેદનાઓ સતત ઉત્તેજીત કરતી રહેતી હતી. દા,ત. કોઈ ઢોલનું પીટાવું તેની છાતીથી માંડીને ખભાના બન્ને છેડાને ધ્રુજાવી જતું. ઘણા વાચકોને એ જાણીને અત્યંત નવાઈ થતી કે, જાતજાતની બરણીઓ અથડાવાની ધ્રુજારી, પ્યાલામાં દુધનું રેડાવું, બાટલીના બુચના ખુલવાની ‘પોપ’ કરતી ધ્રુજારી, ફાયરપ્લેસની જ્વાળાઓનો ફડફ્ડાટ, દીવાલ પરની ઘડીયાળનો ટકટકાટ – અરે બારણાં અને બારી પરનો બહારના પવનની લહેરીનો દસ્તક- વી, હેલનની ચામડી પર અલગ અલગ જાતની સંવેદના જગવતા. કોઈ ભારે વસ્તુ પડતી હોય તો તેના ‘ ધબ્બ’ અવાજની ધ્રુજારી તે ઝીલી અને સમજી શકતી હતી. લાકડાં ફડાતાં હોય તે વખતની ચરચરાટી, બરફ તોડાતો હોય તે વખતની તેના સ્ફટીકો તુટવાની કડકડાટી, વાવાઝોડાંમાં હલતાં અને તુટી પડતાં વૃક્ષોની ધમધમાટી, માલગાડીઓના ડબ્બા પસાર થતા હોય તે વખતનો સતત, એકધાર્યો પણ એક જાતના લયવાળો ઘોંઘાટ, પથ્થર ફાડવામાં આવતા હોય અને ખડકો તુટતા હોય .. આ બધા અવાજોના સ્પંદનો પારખીને તેની ચામડી જુદા કરી શકતી હતી- સમજી શકતી હતી.

     નજીકમાં કોઈ હથોડી વડે કાંઈ ઠોકતું હોય કે, કરવત વડે લાકડું કાપતું હોય તો તે પારખી શકતી. તેના ટેબલ પરથી પવનની લહેરખી કાગળો ઉડાવી દે તો ફર્શ ઉપર થતી ફરફરાટી તે સમજી શકતી; અને કાગળો ભેગા કરવા દોડતી. ફર્શ ઉપર પેન્સીલ રગડતી હોય તેની ઝીણી ગડગડાટી કે, ચોપડી પડવાનો ઠપ્પ અવાજ તેની ચામડીને અલગ અલગ જાતની સંવેદના અર્પી જતો.

    એની શીક્ષીકા તેને નીચે રસોડામાં જમવા બોલાવવી હોય તો, દાદરની રેલીંગ ઉપર લાકડી ફટકારતી; અને તરત હેલન નીચે આવી જતી! એક વખત જમવાના ટેબલ ઉપર બધા સાથે જમવા બેઠાં હતાં ત્યારે હેલન એકાએક હસવા લાગી. બીજા કોઈને તો ખબર પણ ન પડી કે, બાજુના રસોડામાં જાડી નોકર બાઈ મજાકમાં નાચવાના ચાળા કરતી હતી; જેનું સ્પંદન હેલનને પગ વડે થયું હતું.    

     ઓરડામાં અજાણ્યા લોકો પ્રવેશે તેમના પગલાં અને ચાલવાની રીતનાં સ્પંદનોથી હેલનને તેમની ઉમ્મર વીશે ખબર પડી જતી. એક નાનકડી છોકરીની ઝડપી, રમરમાટવાળી અને ઓછા વજનના કારણે થતી ચાલ, કોઈ ઉમ્મરલાયક સ્ત્રીના ધીમા અને વજનદાર પગલાંવાળી ચાલથી સાવ જુદી પડતી તે અનુભવી શકતી. ઘણી વખત તો ચાલનાર વ્યક્તીનો મુડ પણ તે પારખી લેતી. પગલાં ઉપરથી તે વ્યક્તીની દ્રઢતા, અનીશ્ચીતતતા, આળસ, ગુસ્સો, શોક, ભય, બીક વી, પણ તે પારખી શકતી.

    તેની શીક્ષીકા ‘એની’ના પારાની જેમ બદલાતા મીજાજના વર્ષોના અનુભવ પરથી તેના બદલાતા મુડની હેલનને ખબર પડી જતી.

    બોલનારના હોઠ અને ગળા ઉપર આંગળીઓ મુકીને હેલનને ઘણી માહીતી મળી જતી. કોઈનું મલકાવું, આશ્ચર્ય, અણગમો, મુંઝવણ, દુખ અને શોક તેને આમ ખબર પડતાં.

    શહેરના રસ્તા ઉપર ચાલતાં, દરેક દુકાનમાંથી આવતી ગંધ પરથી તે શેની દુકાન છે તે જાણી શકતી. કોઈ માણસ નજીક આવે તો તેના શરીરની વાસ પરથી તેને તે વ્યક્તીનો વ્યવસાય ખબર પડી જતો. તે વ્યક્તી સુથાર છે કે પ્લમ્બર કે ચીત્રકાર કે શીક્ષક તેની તેને ખબર પડી જતી. અરે! કોઈ ઝડપથી તેની બાજુમાંથી પસાર થાય તો પણ તે રસોડામાંથી આવે છે, બગીચામાંથી કે, બાથરુમમાંથી, તેની તેને જાણ થઈ જતી ! એક વખત એક માણસ વાપરતો હતો તે તમાકુની વાસ ઉપરથી, તેણે લખેલા કાગળની વાસ સાથે સરખાવીને તેને તે ઓળખી શકી હતી!

……………….

     આ પુસ્તક પ્રસીધ્ધ થયા બાદ અંધ અને બધીર જનની દુનીયા વીશેના લોકોના ભ્રામક ખ્યાલો દુર થયા હતા. એ લોકો સાવ અંધારા અને જડ શાંતીના કુવામાં શબની જેમ દટાયેલા હોય છે; તે માન્યતા આ ચોપડીએ ખોટી ઠરાવી હતી.

—————

    અને આ બધી વાત તો થઈ ઈન્દ્રીયજન્ય અનુભુતીઓની.

   ચેતનાના ઈન્દ્રીયાતીત સ્તરોનું વીશ્વ તો આનાથી અનેકગણું વીસ્તરી શકતું હોય છે. એની સાથેનો આપણો સંબંધ વીચારો, લાગણીઓ, આવેગો, સ્વપ્ન, કલ્પના,  અને કદીક આંતર-સ્ફુરણા અને પ્રેરણા જેવી  સાવ પ્રારંભીક અનુભુતીઓ પુરતો જ સીમીત હોય છે.    

8 responses to “સંવેદના

 1. pragnaju નવેમ્બર 8, 2008 પર 5:38 પી એમ(pm)

  ચેતનાના ઈન્દ્રીયાતીત સ્તરો…
  ESP experiments were changing the way people thought the mind sensed information. Historically learned people held the human mind received information through the ordinary five senses, and that therefore, the mind is subject to the laws of the mechanical world. Laboratory tests have attempted to determine the existence of ESP, and discover the physical mechanism by which it operates. “The mind has been equated with the brain, and scientists search to discover how ESP registers in the brain/mind.”
  However, increasing evidence is demonstrating that ESP does exist, but it cannot be explained or quantified by physical laws; and furthermore, that the mind (consciousness) and the brain are two separate entities. Simultaneously, research in quantum physics points to the existence of a second, nonmaterial universe. So, the time is fast approaching when Western scientists must come to terms with the Eastern mystical concept: “that an extrasensory force exists in another realty, and intersects and integrates with the physical world.”

  • pragnaju ઓગસ્ટ 19, 2018 પર 4:21 પી એમ(pm)

   Pragnaju Vyas
   Pragnaju Vyas અમારા બાલ્ટીમોર અને હેકે

   હું છ વર્ષની હતી ત્યારે મારા પિતાએ બાલ્ટીમોરના એક પ્રખ્યાત આંખના દાકતર વિશે સાંભળ્યું. નિરાશ થવા જેવા કેસોની અંદર પણ આ દાક્તર ફાવ્યા હતા. આ પરથી મારી આંખોનું કાંઇ થઇ શકે કે કેમ એ તપાસવા મારાં માતાપિતાએ તરત એમની પાસે મને લઇ જવાનો નિર્ણય કર્યો. બાલ્ટીમોરની મુસાફરી મને બરાબર યાદ છે. એમાં મને ખૂબ મજા પડી હતી. ગાડીમાં મેં ઘણાં જોડે મૈત્રી બાંધી હતી. એક સ્ત્રીએ મને શંખલાંની પેટી આપી. મારા પિતાએ એ શંખલામાં કાણાં પાડી આપ્યાં જેથી હું તેનો હાર બનાવી શકતી. આ શંખલાંથી રમવામાં ઘણાં વખત સુધી મને આનંદ અને સંતોષ મળતો રહ્યો. ગાડીનો ટિકિટ-કલેકટર પણ ભલો માણસ હતો. જ્યારે એ ડબ્બાઓમાં ફરવા નીકળતો ત્યારે હું એના કોટનો પાછલો છેડો ઝાલીને સાથે જતી અને એ એનું ટિકિટોને ટાંકવાનું કામ કર્યે જતો. એના ટાંકણાથી તે મને રમવા પણ દેતો. એ મજેદાર રમકડું હતું. બેઠકના એક ખુણામાં ગોચલું વળીને બેઠી બેઠી હું કલાકો સુધી એંની વડે પત્તાના ટુકડાઓમાં મજાનાં કાંણાં પાડવામાં આનંદતી. એ આખી મુસાફરીમાં મને એકે વાર ક્રોધનો આવેશ આવ્યો નહતો. મારાં મગજ અને આંગળીઓને કામમાં રોકાયેલાં રાખવા માટે પૂરતી વસ્તુઓ મને મળી હતી.

   અમે બાલ્ટીમોર પહોંચ્યા ત્યારે ડૉ. ચિઝમે અમને મમતાપૂર્વક સત્કાર્યા. પણ મારે માટે એ કશું કરી શકે એમ નહોતા.એમણે એટલું કહ્યું કે મને કેળવણી આપી શકાશે અને મારા પિતાને સલાહ આપી કે વોશિંગ્ટનના ડૉ.એલેકઝાંડર ગ્રેહામ બેલને મળો; તેઓ આંધળાં કે બહેરાં બાળકોની શાળા ને શિક્ષકો વિશે માહિતી આપી શકશે. આ સલાહ ને આધારે અમે ડો.બેલને મળવા તરત વોશિંગ્ટન ઊપડ્યાં. તે વેળા મારા પિતાના હ્રદયમાં અનેકાનેક શંકાજન્ય ભય અને વિષાદ હતાં. પણ મને તો તેમના એ દુ:ખની બિલકુલ ખબર નહોતી-એક જગ્યાએથી બીજે ફરવાની ઉત્તેજનાના આનંદમાં જ હું તો મગ્ન હતી. કેટલાંય હ્રદયોને જેના મૃદુલ ને સંવેદનશીલ સ્વભાવે પ્રેમથી જીતી લીધાં છે અને જેનાં અદ્દભૂત કાર્યોએ તેવું જ ભારે માન મેળવ્યું છે, એવા ડૉ.બેલનો એ સ્વભાવ મારા જેવા બાળકે તરત જોઇ લીધો. એમણે મને ખોળામાં બેસાડી ને હું બેઠી બેઠી તેમનું ઘડિયાળ તપાસતી હતી. મને એમણે તેના ટકોરા વગાડી બતાવ્યા; મારી નિશાનીઓ તે સમજતા, એ મેં જાણ્યું ને તરત મને તેમના પર હેત આવ્યું. પરંતુ આ મુલાકાત મારે માટે તમસમાંથી જ્યોતિમાં જવાનું, એકલપણામાંથી મિત્રતા, સોબત, જ્ઞાન, પ્રેમ પ્રાપ્ત કરવાનું દ્વાર બનશે એવું મને સ્વપ્ને પણ નહોતું.

 2. dhavalrajgeera નવેમ્બર 9, 2008 પર 4:12 એ એમ (am)

  We live in the same world.

  We donot use mind like they can !

  અંધ અને બધીર જનની દુનીયા વીશેના લોકોના ભ્રામક ખ્યાલો દુર થયા.

  લોકો સાવ અંધારા અને જડ શાંતીના કુવામાં શબની જેમ દટાયેલા હોય છે; તે માન્યતા આ ચોપડીએ ખોટી ઠરાવી.

  Our family Member and visionary of Blind

  people Association Founder

  Padmashri Jagdish K.Patel was a living proof.

  ઈન્દ્રીયજન્ય અનુભુતીઓ…

  ચેતનાના ઈન્દ્રીયાતીત સ્તરો…અંધ,બધીર લોકો માં
  છે.

 3. Chirag Patel નવેમ્બર 9, 2008 પર 7:59 એ એમ (am)

  Very very true. Mind is the most mystical puzzle to solve for modern researchers.

 4. Pingback: પાર્કમાં લપસણી – એક અવલોકન | ગદ્યસુર

 5. Vinod R. Patel ઓગસ્ટ 19, 2018 પર 3:25 પી એમ(pm)

  હાઈસ્કુલમાં હતો ત્યારથી એના વિષે જાણીને હેલન કેલર મારી પ્રેરણામૂર્તિ બની રહેલ છે. એના જીવનની વિગતો અને હકીકતો દરેક દિવ્યાંગ વ્યક્તિઓ માટે દીવાદાંડી રૂપ છે. આંખ, કાન અને જીભની શક્તિઓ ગુમાવ્યા છતાં એના જીવન અને કાર્યોથી એની ખ્યાતી વિશ્વ વ્યાપી બની ગઈ હતી. આવી અનોખી વ્યક્તિને સાદર સલામ.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: