સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ચાલો! બોડા માથામાં વાળ ઓળીએ.

[ મુળ અંગ્રેજી ઉપરથી  ]

    એક વૃધ્ધ સ્ત્રીએ એક દીવસ સવારમાં ઉઠીને અરીસામાં જોયું તો તેના માથામાં ત્રણ જ વાળ બચ્યા હતા. એણે ત્રણ વાળને ગુંથીને ચોટલી બનાવી અને આનંદમાં ઝુમી ઉઠી.

   બીજા દીવસે તેણે જોયું કે એક વાળ ઓછો થઈ ગયો હતો. તેણે બે વાળની પાંથી પાડી અને આનંદમાં ઝુમી ઉઠી.

   ત્રીજા દીવસે તો એક જ વાળ બાકી રહ્યો હતો. તેણે તેને તેને પાછળ ઓળ્યો અને પોનીટેલ બનાવ્યાના આનંદમાં ઝુમી ઉઠી.

   ચોથા દીવસે તો..

   તેણે વીચાર્ય,” ચાલ વાળ ઓળવાની કડાકુટ મટી.” અને આનંદમાં ઝુમી ઉઠી.

——————-

   બધું આપણે પરીસ્થીતીને કઈ રીતે મુલવીએ છીએ તેના ઉપર આધાર રાખે છે.

   આપણે આમ જ, હમ્મેશ આનંદમાં ઝુમી ઉઠી.શકીએ તો?

9 responses to “ચાલો! બોડા માથામાં વાળ ઓળીએ.

 1. સુરેશ નવેમ્બર 16, 2008 પર 3:59 પી એમ(pm)

  માથામાં ત્રણથી ઘણા વધારે વાળ હોય તો?
  બોડું કરાવી દો, અને આ આનંદ માણો!
  મતલબ કે, કામ વગરની મતા ત્યજતાં શીખીએ.

 2. kamlesh patel નવેમ્બર 17, 2008 પર 12:26 પી એમ(pm)

  ખરેખર! તમે મને કહેલું તેમ નાનકડી પણ સરસ વાર્તા છે… સુંદર સંદેશ સાથે!

  કમલેશ પટેલ
  http://kcpatel.wordpress.com/

 3. DR. CHANDRAVADAN MISTRY નવેમ્બર 17, 2008 પર 7:01 પી એમ(pm)

  This is a THREE HAIR ONLY story…But, here it is actual a storyof BALDNESS or NO BALDNESS..& the ACCEPTANCE of what you have & be CONTENT with that. ….Let us change our focus away from the DRESSING of hairs & grasp the DEEPER MESSAGE from this Post.
  http://www.chandrapukar.wordpress.com

 4. Natver Mehta,Lake Hopatcong, NJ, USA નવેમ્બર 17, 2008 પર 7:11 પી એમ(pm)

  મનની વાત છે. મન જે માને તે.
  આ તો પેલા અડધા ભરેલ પ્યાલા જેવું…
  કોઇને અડધો ભરેલ લાગે તો કોઇને અડધો ખાલી…
  ભલું થયું ભાંગી જંજાળ!!
  પણ સાવ શરણાગતિ ય ન સ્વિકારવી જોઇએ..
  નહિતર પછી વિકાસ ય ન થાય.

  અહિં ત્યજવાની વાત જરાય નથી.. અહિં અનુરૂપણની વાત છે. જે તે પરિસ્થિતીને અનુરૂપ થતાં શિખવાડે એ જ જીવન.. આપણે જાણ્યે અજાણ્યે અનુરૂપણ શિખતા હોઇએ છીએ.. અને એમ જ જીવતા રહીએ છીએ.
  નટવર મહેતા

  http://natvermehta.wordpress.com/

 5. atuljaniagantuk નવેમ્બર 17, 2008 પર 10:37 પી એમ(pm)

  માણતા આવડે જેને ભરતી ને ઓટ
  જીવનમાં ના રહે તેને ક્યાંય ખોટ

 6. navin નવેમ્બર 18, 2008 પર 12:35 એ એમ (am)

  prosperity and happiness come when unwanted things are thrown away – it is our tradition in Diwali – very good story

 7. Rajeshwari નવેમ્બર 18, 2008 પર 7:11 એ એમ (am)

  હર હાલમાં આનંદ માણવો તેની વાત સરસ કરી. આ નાનકડી વાર્તાનો બીજો રસ્તો પણ હોય છે. મારી સાથે એક શિક્ષક જોબ કરતા હતા.તેમના બાળકોને દાદા-દાદી તરફથી ટાલિયાપણું વારસામાં મળ્યું છે. છોકરીએ હેરવીવીંગ કરાવ્યું અને આખું માથું ફર્સ્ટક્લાસ વાળથી છવાયેલું છે. તે ખૂબ જ ખુશ છે. કોઈપણ કલ્પી ના શકે કે આ છોકરી સંપૂર્ણ ટાલવાળી હશે. શરણાગતિ સ્વીકાર્યા વગર નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને પણ આનંદમાં રહી શકાય. બે રસ્તા છે. જેને જે ગમે તે અપનાવે………જીવનમાં દરેક ક્ષણે આનંદમાં રહેવું તે જ મહત્વનું છે. તમારી વાર્તાએ આનંદ આનંદ આપ્યો. આભાર અને અભિનંદન.

 8. pragnaju નવેમ્બર 20, 2008 પર 11:08 એ એમ (am)

  So, listen, all you bald headed men,
  Don’t be ashamed of your dome.
  Don’t accept a blow to your chin
  Just because you need no comb.
  ‘Cause next I say what the smart aleck dreads
  And all his remarks are smothered,
  “God only made a few perfect heads
  And those are the ones He uncovered”.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: