સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અરીસામાંનો જણ – એક અવલોકન

  અરીસામાં દેખાતો જણ.

    દરરોજ એની સામે આપણે જોઈએ છીએ. બહુ વહાલો ચહેરો છે. કુરુપમાં કુરુપ વ્યક્તિને પણ એ સૌથી વહાલો લાગે છે. અને છતાં કદી, પાંચ મિનિટ પણ, ટીકી ટીકીને, આંખમાં આંખ મીલાવીને, એને આપણે નિહાળ્યો છે ખરો?  આપણો પોતાનો ચહેરો છે છતાં? કહે છે કે, બીજાને દેખાઈએ છીએ, તેવા આપણને પોતાને કદી આપણે જોઈ શકતા નથી. આયનો સાવ ઉંધું પ્રતિબિંબ જ આપણને બતાવતો હોય છે!

અરે! સીધું પ્રતિબિંબ બતાવતું હોય એવો અરીસો કદાચ હોય; તો પણ આપણે એ જણને ખરેખર ઓળખીએ છીએ ખરા?

કોણ છે એ જણ? – જેને આપણે ‘હું’ કહીએ છીએ?

એનું એક નામ છે. કોઈ જાતિ છે. એના કોઈ મા ને બાપ છે. એનો કોઈ રંગ, ઊંચાઈ, વજન, અને ભાષા છે. કદાચ કોઈ તખલ્લુસ છે. પણ એ અરીસામાં દેખાય છે તેવો બધાંને દેખાતો નથી. કુટમ્બીજનોને દેખાતો ચહેરો અને મહોરું અલગ. મિત્રોને બીજો ચહેરો. નોકરી ધંધામાં વળી ત્રીજો. ટોળામાં ભળ્યા હોઈએ તો વળી કોક ચોથો જ જણ ઊભરી આવે. એકાંતમાં જે જણ હોય છે; એને તો કોઈ ઓળખી પણ ન શકે – પતિ કે પત્ની પણ નહીં.

બધાં મહોરાં અને મહોરાં જ.

મ્હાંલીપા બીરાજતો એ અસલી જણ કોણ છે? અરીસો તો શું? આપણે પોતે પણ એને ઓળખીએ છીએ ખરા? એ આપણું અસલી હોવાપણું છે. એ કંઈક,  કશુંક બનતું હોય છે; બદલાતું હોય છે. પણ જે બદલાતું હોય છે; તે જ આપણે જોઈ શકતા હોઈએ  છીએ. અરીસામાં દેખાતા એ આભાસી પ્રતિબિંબની સામે, આપણી  આંખોની પાછળથી ડોકિયું કરતો, એ જણ  કોણ છે?

હરક્ષણે એના બહારના શરીરમાં કંઈક અસંખ્ય કોષ નાશ પામતા હોય છે અને નવા બનતા હોય છે. કાલે હતો એ જણ આજે નખશીશ એવો ને એવો નથી રહેતો. અને એનું સૂક્ષ્મ શરીર ? એ તો હર ક્ષણ બદલાતું જ રહે છે – કાચંડાની જેમ. એનો માનસિક ઘોંઘાટ કદી બંધ નથી થતો. અરે!  ઊંઘમાંય સહેજ જંપ્યો, ન જંપ્યો અને સપનાં શરુ. અરેરે! એ તો જાગતાંય સપનાં જોયાં કરે છે! સતત જાગતો હોવાનો ડોળ કરતો એ ખરેખર તો ઉંઘતો જ રહે છે. એ ક્યાંથી અરીસાની અંદર દેખાતા ચહેરાની પાછળના જણને ઓળખી શકે?

આપણી અંદર ઘણા જણ હોય છે.
–  બેદાર લાજપુરી

આખી ગઝલ અહીં ….

tahuko

કોઈ દિ’આ અરીસાને બાજુએ મુકી દઈ, એ અસલી ચહેરો જોઈ શકતા હોઈએ તો ? કોક દિ તો મનનો બધો ઘોંઘાટ બંધ કરી- એકલા એને જ મહાલવા દઈએ તો? કહે છે કે, એ તો એમનો એમ જ રહે છે- જન્મથી મરણ સુધી – ધોયેલા મૂળા જેવો, સાવ અણીશુધ્ધ સફેદ. એને કાદવમાં રગદોળો કે કોલસાની ખાણમાં –  અથવા અત્તરમાં ઝબોળો કે ગંગાજળમાં – એ તો અણીશુધ્ધ હીરો જ રહે છે.

એ જ તો  –  આપણને સૌથી વધુ વહાલું, આપણું પોતાનું હોવાપણું છે ને?

કેવી વિડંબના અને કેવી કરૂણતા? એને તો કદી પીછાણ્યો જ નહીં. અને જગતભરમાં ઓલ્યા કાલ્પનિક, સર્વકાલીન, ઈશ્વરને, ખુદાને, યહોવાને ખોળતા જ રહ્યા – ખોળતા જ રહ્યા..

બધી શીશમહેલની માયાજાળ.

17 responses to “અરીસામાંનો જણ – એક અવલોકન

 1. m a saiyed નવેમ્બર 26, 2008 પર 5:36 એ એમ (am)

  nice site
  thanks for mail
  how can i put my creations to web plz help me

 2. Rekha Sindhal નવેમ્બર 26, 2008 પર 7:04 એ એમ (am)

  આ એક ઓળખ મળી જાય તો પછી બીજી કોઈ ઓળખની જરૂર જ ક્યાં છે? સરસ અવલોકન.

 3. pragnaju નવેમ્બર 26, 2008 પર 8:19 એ એમ (am)

  પ્રકાશનાં કિરણો તમારા ઉપરથી અરીસામાં અને અરીસામાંથી તમારી તરફ આવે છે. તેથી અરીસામાં તમને તમારું પ્રતિબિંબ દેખાય છે.અરીસા સામે ઊભા રહીને તમે તમારો જમણો હાથ ઊંચો કરશો તો અરીસામાં તમારા પ્રતિબિંબનો ડાબો હાથ ઊંચો જતો દેખાશે. અરીસામાં તમને હમેશાં ઊલટું ચિત્ર જ દેખાશે. સ્‍વચ્‍છ અને શાંત પાણીમાં પણ તમને તમારું પ્રતિબિંબ દેખાય છે, પણ તે ધૂંધળું દેખાય છે. પાણીના તરંગો પ્રકાશને અસમતોલ રીતે પાછા ફેંકે છે. અરીસો સ્‍પષ્‍ટ અને ચળકતો હોય છે. તેથી તમારું પ્રતિબિંબ સ્‍પષ્‍ટ અને સમતલ દેખાય છે.
  આમ વિજ્ઞાનની પણ સાબિત કરે છે કે અરીસામાં તમને હમેશાં ઊલટું ચિત્ર જ દેખાશે!
  આધ્યાત્મીક રીતે કર્તુ ભાવ, અહંકાર ઓછો તેમ પ્રભુ અજીક વધુ…
  આ અંગે દરેકને ચિંતન કરતા અનુભૂતિ થશે…

 4. Maheshchandra Naik નવેમ્બર 26, 2008 પર 9:02 એ એમ (am)

  “I” identity of a persn is a GHUDH RAHASYA CHHE, your efforts to descibe it needs more elobrations for “I” as we nver know ourselves in TRUE SPRIRT & MEANING, GREAT

 5. Ramesh Patel નવેમ્બર 26, 2008 પર 1:42 પી એમ(pm)

  pratikramana…antardarshan…

  પથ્થર મનને ઘસી ઘસી ચમકાવી દિવ્ય વ્યાપી થાજો મહારથી
  ગ્યાન કિરણે ઢૂંઢો જગે તો તમને ઈશ્વર સિવાય કંઈ જડશે નહીં
  સ્વયંને પરખ્યા વગર રહી જાશે, સર્વ સાધના જગે અધૂરી
  આત્મીય આનંદે નિષ્કલંક પ્રતિભાનો ,સૂર્ય સ્વયં જાશે પ્રકાશી
  Rameshchandra Patel(Aakashdeep)

 6. ગાંડાભાઈ વલ્લભ નવેમ્બર 26, 2008 પર 3:22 પી એમ(pm)

  જ્યાં લગી આત્મ તત્ત્વ ચીન્યો નહીં
  ત્યાં લગી સાધના સર્વ જુઠી
  -નરસિંહ મહેતા.
  આપણે છેવટ સુધી શરીરને જ પોતે છીએ એમ માનતા, જાણતા, અનુભવતા રહીએ છીએ. આત્માનો અનુભવ થાય તો તે જ કામ આવે-વીચાર કે માન્યતા નહીં.

 7. સુરેશ જાની નવેમ્બર 26, 2008 પર 5:19 પી એમ(pm)

  શરીર તો ચેતનાનું જીવતું જાગતું રુપ છે. એના કણે કણમાં – કોશે કોશમાં
  ચેતના ધબકે છે. એકે એક ડી.એન.એ ની જાળમાં પરમ ચેતના સમાયેલી છે.
  આપણે જેમાં ફસાયેલા છીએ તે મનની બધી માયાજાળ છે. એનાથી મુક્ત થવાય (
  ડાબું મગજ) તો વર્તમાનમાં જીવતા થવાય – ત્યારે શરીરની મહાનતા સમજાય .
  કોશે કોશની ચેતના સાથે એક રુપ થવાય .
  થોડીક મીનીટ વીપશ્યનામાં આ અંજુભવ થયો હતો.

 8. atuljaniagantuk નવેમ્બર 27, 2008 પર 5:48 એ એમ (am)

  હા,

  આ અંદર રહેલા માંહ્યલાને ઑળખવાના સતત પ્રયત્ન ચાલી રહ્યાં છે. અને તે જેમ જેમ ઑળખાતો જાય છે તેમ તેમ આ અરીસાનું આભાસી પ્રતિબીંબ ઝાંખુ અને ઝાંખુ થતું જાય છે અને છેવટે છેક જ વિલિન થઈ જાય છે. અને પછી તો જેને “હું” કહેતો હતો તે “હું” રહેતો જ નથી સર્વત્ર માત્ર એક જ સત્તા કે જેના દ્વારા આ બધા હું આકાર લે છે અને ફરી પાછા તે જ સત્તામાં વિલિન થઈ જાય છે. અને હવે તો મને ખુલ્લી આંખે અરીસા સીવાય સર્વત્ર ચોમેર તે એક માત્ર સત્તા દેખાય છે જેને હું ઈશ્વર કહું છુ, બીજુ કોઈ અલ્લાહ , કોઈ યહોવાહ કોઈ ખુદા અને જેને જે લાગે તે કહે છે. હવે મને સ્પષ્ટ દેખાય છે કે જેની શક્તીથી આ બધું કહીએ છીએ તે એક જ સત્તા ચૈતન્ય સર્વત્ર રમી રહ્યું છે. ફરક માત્ર એટલો જ છે કે મોટાભાગના એ તેની આડે એક પોતાનો અહમનો પડદો નાખી દીધો છે. પણ આ પડદાની આરપાર, અને સર્વત્ર રમી રહેલ મારા પ્રભુને જોઈને હું ગદગદિત થઈ જાવ છું. હવે મને મારી જાત પ્રત્યે પ્રેમ ઉપજે છે અને સર્વ માનવો અને પશુ પંખી, કીટ , પતંગ ,જડ અને ચૈતન્ય સર્વ કાઈ રમણીય લાગે છે. હું સ્પષ્ટ જોઈ રહ્યો છું કે સર્વ સ્થળે અને સર્વ હ્રદયોમાં મારો આ પ્રીતમ હસી રહ્યો છે. હવે મને સર્વ કોઈ ગમવા લાગ્યા છે અને મારી સહુથી વધુ ચાહનાનું પાત્ર મારી આજુબાજુ રહેલા મારા માનવ બંધુઓ બન્યા છે.

  આવો આપણે સહુ આ દેવતાને રીઝવીએ અને ‘પરસ્પર દેવો ભવ’ની ભાવનાને મુર્તિમંત કરીએ.

 9. kantilal Karshala નવેમ્બર 28, 2008 પર 11:25 એ એમ (am)

  ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
  આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
  વિભાગમાં સમાવેશ કરેલ છે…
  (Last updated on: November 27, 2008 By Kantilal Karshala

  http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/

 10. Dipak ડિસેમ્બર 1, 2008 પર 10:32 એ એમ (am)

  very nice story.sometimes it is very difficult to our self also.thanx for the story.

 11. Suresh Jani ડિસેમ્બર 3, 2008 પર 9:03 એ એમ (am)

  પ્રજ્ઞાબેને ઈમેલમાં મોકલેલી એક કોમેન્ટ – વર્તમાનમાં જીવવા અંગે
  ——————————–

  આમતો National Organization for Women ને NOW કહે છે
  THE POWER OF NOW
  આ ખૂબ સુંદર પુસ્તક છે—અનુવાદ કરી મૂકશો.બને તો કાવ્ય રુપે
  The Power of Now has been widely recognized as one of the most influential spiritual books of our time. A #1 New York Times bestseller, it has been translated into over 30 languages. The book has helped countless people around the globe awaken to the spiritual dimension in their lives, find inner peace, increased joy and more harmonious relationships
  To make the journey into The Power of Now we will need to leave our analytical mind and its false created self, the ego, behind. From the beginning of the first chapter we move rapidly into a significantly higher altitude where one breathes a lighter air, the air of the spiritual. Although the journey is challenging, Eckhart Tolle offers simple language and a question and answer format to guide us. The words themselves are the signposts.
  For many of us there are new discoveries to be made along the way: we are not our mind; we can find our way out of psychological pain; authentic human power is found by surrendering to the Now. We also find out that the body is actually one of the keys to entry into a state of inner peace, as are the silence and space all around us. Indeed, access is everywhere available. These access points, or portals, can all be used to bring us into the Now, the present moment, where problems do not exist. It is here we find our joy and are able to embrace our true selves. It is here we discover that we are already complete and perfect.
  Many of us will find that our biggest obstacle to this realization is our relationships, especially our intimate relationships. But again, we are in new territory and all is not what it had seemed before. We come to see that our relationships are yet another doorway into spiritual enlightenment if we use them wisely, meaning if we use them to become more conscious and therefore more loving human beings. The result? Real communion between self and others.
  If we are able to be fully present and take each step in the Now; if we are able to feel the reality of such things as the inner-body, surrender, forgiveness, and the Unmanifested, we will be opening ourselves to the transforming experience of The Power of Now.
  Extracts from The Power of Now.
  I have little use for the past and rarely think about it; however, I would briefly like to tell you how I came to be a spiritual teacher and how ‘The Power of Now’ came into existence.
  Until my thirtieth year, I lived in a state of almost continuous anxiety interspersed with periods of suicidal depression. It feels now as if I am talking about some past lifetime or somebody else’s life.
  Awakening
  One night not long after my twenty-ninth birthday, I woke up in the early hours with a feeling of absolute dread. I had woken up with such a feeling many times before, but this time it was more intense than it had ever been. The silence of the night, the vague outlines of the furniture in the dark room, the distant noise of a passing train – everything felt so alien, so hostile, and so utterly meaningless that it created in me a deep loathing of the world. The most loathsome thing of all, however, was my own existence. What was the point in continuing to live with this burden of misery? Why carry on with this continuous struggle? I could feel that a deep longing for annihilation, for nonexistence, was now becoming much stronger than the instinctive desire to continue to live.
  ‘I cannot live with myself any longer.’ This was the thought that kept repeating itself in my mind. Then suddenly I became aware of what a peculiar thought it was. ‘Am I one or two? If I cannot live with myself, there must be two of me: the ‘I’ and the ‘self’ that ‘I’ cannot live with.’ ‘Maybe,’ I thought, ‘only one of them is real.’
  I was so stunned by this strange realization that my mind stopped. I was fully conscious, but there were no more thoughts. Then I felt drawn into what seemed like a vortex of energy. It was a slow movement at first and then accelerated. I was gripped by an intense fear, and my body started to shake. I heard the words ‘resist nothing,’ as if spoken inside my chest. I could feel myself being sucked into a void. It felt as if the void was inside myself rather than outside. Suddenly, there was no more fear, and I let myself fall into that void. I have no recollection of what happened after that.
  I was awakened by the chirping of a bird outside the window. I had never heard such a sound before. My eyes were still closed, and I saw the image of a precious diamond. Yes, if a diamond could make a sound, this is what it would be like. I opened my eyes. The first light of dawn was filtering through the curtains. Without any thought, I felt, I knew, that there is infinitely more to light than we realize. That soft luminosity filtering through the curtains was love itself. Tears came into my eyes. I got up and walked around the room. I recognized the room, and yet I knew that I had never truly seen it before. Everything was fresh and pristine, as if it had just come into existence. I picked up things, a pencil, an empty bottle, marvelling at the beauty and aliveness of it all. That day I walked around the city in utter amazement at the miracle of life on earth, as if I had just been born into this world.
  Bliss
  For the next five months, I lived in a state of uninterrupted deep peace and bliss. After that, it diminished somewhat in intensity, or perhaps it just seemed to because it became my natural state. I could still function in the world, although I realized that nothing I ever did could possibly add anything to what I already had.
  Understanding
  I knew, of course, that something profoundly significant had happened to me, but I didn’t understand it at all. It wasn’t until several years later, after I had read spiritual texts and spent time with spiritual teachers, that I realized that what everybody was looking for had already happened to me. I understood that the intense pressure of suffering that night must have forced my consciousness to withdraw from its identification with the unhappy and deeply fearful self, which is ultimately a fiction of the mind. This withdrawal must have been so complete that this false, suffering self immediately collapsed, just as if a plug had been pulled out of an inflatable toy. What was left then was my true nature as the ever-present I am: consciousness in its pure state prior to identification with form. Later I also learned to go into that inner timeless and deathless realm that I had originally perceived as a void and remain fully conscious. I dwelt in states of such indescribable bliss and sacredness that even the original experience I just described pales in comparison. A time came when, for a while, I was left with nothing on the physical plane. I had no relationships, no job, no home, no socially defined identity. I spent almost two years sitting on park benches in a state of the most intense joy.
  But even the most beautiful experiences come and go. More fundamental, perhaps, than any experience is the undercurrent of peace that has never left me since then. Sometimes it is very strong, almost palpable, and others can feel it too. At other times, it is somewhere in the background, like a distant melody.
  Sharing
  Later, people would occasionally come up to me and say: ‘I want what you have. Can you give it to me, or show me how to get it?’ And I would say: ‘You have it already. You just can’t feel it because your mind is making too much noise.’ That answer later grew into my book, ‘The Power of Now’.

 12. સુરેશ જુલાઇ 25, 2020 પર 2:55 પી એમ(pm)

  શબ્દના એવા ગુના પણ હોય છે
  મૌન રહેવામાં ડહાપણ હોય છે

  વહેંચવાનો થાય જ્યારે વારસો
  વારસોના દૂર સગપણ હોય છે

  હર સમય કર્ફ્યુના ટાણે શહેરમાં
  માર ખાતી એ ભિખારણ હોય છે

  હોય છે માઠી દશામાં દૂર સૌ
  લાગણીને કેવી સમઝણ હોય છે

  હોય છે બેદાર ક્યારે એકલા
  ‘આપણી અંદર ઘણા

  – બેદાર લાજપુરી

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: