સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અનાવલોકન

    તે દીવસે પાર્કમાં ગયો હતો. રાબેતા મુજબ ચારે બાજુ નજર નાંખી. બધી જુની અવલોકન કથાઓની યાદ તરોતાજા થઈ ગઈ. કશું જ નવું ન સુઝે!

    અને ત્યાં જ આ ‘અનાવલોકન’ જડી ગયું.

    એમ બને કે, સામે રહેલી વસ્તુઓ કે ઘટનાઓ જોઈએ અને કશો વીચાર જ ન આવે? કોઈ પ્રતીક્રીયા નહીં. કોઈ ઉપમા કે કોઈ ઉત્પ્રેક્ષા નહીં. કોઈ રુપક નહીં, કોઈ સજીવારોપણ નહીં, કોઈ દ્રષ્ટાન્ત નહીં, કોઈ જાતનો અલંકાર કે કથા નહીં.

બસ, સાવ કશું જ નહીં.

    કેવળ વર્તમાન જ હોય. અત્યાર સુધી શબ્દીત કરેલાં બધાં અવલોકનો મનના વીચાર પર આધારીત હતાં. મોટે ભાગે માનવજીવન સાથે એમની જાણે અજાણે તુલના થઈ જતી હતી. એ બધો મનનો ખેલ હતો; વાણી-વીલાસ હતો.ભુતકાળના જ્ઞાન અને અનુભવોનો નીચોડ હતો!

   એમ બને કે કશો વીચાર જ ન આવે, અને કેવળ વર્તમાનમાં જ હું જીવતો થઈ જાઉં?

——

   અરે ભાયા! એમ જીવવાની એક જ ક્ષણ મળી જાય તો? એને પાછી જ ન વાળું ને? લ્યો ! શુભા જોશીએ ગાયેલું મને અત્યંત ગમતું ગીત વાંચી લો …

અંદર તો એવું અજવાળું, અજવાળું……..
સળવળતી હોય આંખ જેને જોવાને,
એ મીંચેલી આંખેય ભાળું.
અંદર તો એવું અજવાળું, અજવાળું …….

ઊંડે ને ઊંડે ઊતરતાં જઇએ,
ને તો ય લાગે કે સાવ અમે તરીએ.
મરજીવા મોતીની મુઠ્ઠી ભરે ને એમ
ઝળહળતા શ્વાસ અમે ભરીએ.
પછી આરપાર ઉઘડતાં જાય બધાં દ્વાર,
નહીં સાંકળ કે ક્યાં ય નહીં તાળું
અંદર તો એવું અજવાળું……

સૂરજ કે છીપમાં કે આપણમાં આપણે જ
ઓતપ્રોત એવાં તો લાગીએ,
ફૂલને સુવાસ જેમ વાગતી હશે ને તેમ
આપણને આપણે જ વાગીએ.
આવું જીવવાની એકાદ ક્ષણ જો મળે તો એને
જીવનભર પાછી ના વાળું.

અંદર તો એવું અજવાળું…….

– માધવ રામાનુજ

18 responses to “અનાવલોકન

 1. atuljaniagantuk ડિસેમ્બર 3, 2008 પર 2:21 એ એમ (am)

  અરે વાહ! જો આવુ બને તો તો આનંદ જ આનંદ. જાણે કે આપણે તો સોનીની એરણ જેવા – બધાય ઘાટ તેના પર ઘડાય પણ એરણ તો એરણ જ રહે. ન હલે, ન વળે, ન બદલાય અને તેમ છતાં તેના વગર કશું થાય પણ નહિ. આપણી આંખ સમક્ષ દ્રષ્યો બદલાય, અવાજ ઉત્પન્ન થાય અને શમી જાય, બધુ જ આપણે અનુભવીએ અને તેમ છતાં તે બધાથી અલિપ્ત કોઈ અગમ્ય પ્રદેશમાં તરીએ. આવુ બને તો તો બસ મજા જ મજા. અને આવું બને પણ છે.

 2. neetakotecha ડિસેમ્બર 3, 2008 પર 3:50 એ એમ (am)

  aapde fakt vartman ma j nathi jivata…baki badhe baju jiviye che…

 3. ગાંડાભાઈ વલ્લભ ડિસેમ્બર 3, 2008 પર 4:28 એ એમ (am)

  જો એ એક ક્ષણ મળે તો પછી તે કદાચ એક જ રહી જતી નથી. કે પછી કોઈ ગણતરી રહેતી જ નથી?
  ખેલ તો બધા મનના જ છે ને, જ્યાં સુધી મન છે ત્યાં સુધી.

 4. Dhwani Joshi ડિસેમ્બર 3, 2008 પર 7:13 એ એમ (am)

  અરે વાહ… મજા ની વાત લાવ્યા… ‘અનાવલોકન’..! કાંઇ ને કાંઇ નવું લાવવાની રીત ગમી..અને આ વિચાર પણ ગમ્યો… જે વસ્તુ ને જેમ છે એમ જ જોવી… કોઇ જ સરખામણી વગર… કોઇ જાત ના અવલોકન વગર.. !!! ખુબ સાચી અને જીવન માં સ્વીકારવા જેવી વાત…( જો સ્વીકારી શકાય તો) અને આવી જ દ્રષ્ટિ જો ‘માણસ’ માટે આવી જાય તો..!! કોઇ પણ દ્રેષભાવ વિના.. આશા-અપેક્ષા વિના જ..સારા-નરસા ના ત્રાજવે તોલ્યા વિના જ… જે જેવું છે તેવું જ, એને પ્રેમ થી સ્વીકારી લેવાની સમજણ લાવી શકીએ તો..!!

 5. Rekha Sindhal ડિસેમ્બર 3, 2008 પર 8:46 એ એમ (am)

  મનની આંખો બહિર્મુખને બદલે અંતર્મુખ કરી શકીએ તો બેડો પાર !

 6. Harnish Jani ડિસેમ્બર 3, 2008 પર 8:56 એ એમ (am)

  વર્તમાનમાં જીવવું હોય તો કોઇ પણ જોવા જેવી જગ્યાએ કેમેરા-વિડીયો વિ. ઘેર છોડીને જાવ.નાયગરા ફોલ્સને માણવો હોય તો એકે ફોટાની ચિંતા કર્યા સિવાય જુઓ અનુભવો.કુદરતની કરિશ્મા દેખાશે.

 7. સુનિલ શાહ ડિસેમ્બર 3, 2008 પર 9:23 એ એમ (am)

  ખૂબ સરસ વાત કરી…અને કોઈ અવલોકન ન સૂઝે એવી મનઃસ્થિતિ જીવનમાં ઘણીવાર આવે છે.

 8. pragnaju ડિસેમ્બર 3, 2008 પર 10:39 એ એમ (am)

  ખૂબ સુંદર લેખ અને મઝાનું કાવ્ય…
  ઓડિયો માટે શોધી જોયું
  કટોકટીપૂર્ણ કે સમસ્યાભરી પરિસ્થિતિને દૂર હડસેલી મૂકવાની કોઈ ચાવી ખરી ? વૉલી એમસ એ માટેની દસ ચાવીઓ સૂચવે છે.જેને સંક્ષેપમાં આ રીતે સમજી શકાય
  ૧. મહેરબાની કરી તમે પોતે સમસ્યાનો એક ભાગ બની જશો નહીં.
  ૨. તમારી પરિસ્થિતિની વાસ્તવિકતાની નોંધ લઈ તેનો સ્વીકાર કરો.
  ૩. તમારા પોતાના માટે નવી (આશાભરી) જિંદગીના નિર્માણ પરત્વે પ્રતિબદ્ધ રહો.
  ૪. દરેક અનુભવમાંથી કશોક બોધપાઠ લેવાની કોશિશ કરો.
  ૫. સમસ્યાઓ પ્રત્યે માનસિક સકારાત્મક અભિગમ અપનાવવાનું ચાલુ રાખો.
  ૬. તમારી શ્રદ્ધાના દીપકને પ્રજવલિત રાખો.
  ૭. હંમેશાં વર્તમાનમાં જીવવાનો સભાનપૂર્ણ પ્રયત્ન કરો.
  ૮. તમારી ઉત્સાહવૃત્તિને જીવંત અને સક્રિય રાખો.
  ૯. નિઃસ્વાર્થ સેવાકીય કાર્યોમાં પણ વ્યસ્ત રહો.
  ૧૦. સદાય જવાબદાર, નેક અને વફાદાર રહેવાનું ઘ્યેય નજર સમક્ષ રાખો.
  તેમા ૭ મી ચાવીની વાત કહી-પણ
  વર્તમાનમાં માણસનો હું વેશ ધરીને
  ભૂતકાળમાં રઝળું છું હું માણસ છું કે ?

 9. Maheshchandra Naik ડિસેમ્બર 3, 2008 પર 11:12 એ એમ (am)

  You have rightly pointed out to LIVE in VARTAMANMAN in BEAUTIFUL way WITH MAN NE MANAVAVAANI VAT it is little difficult but certainy one can cultivate it GREAT!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

 10. Ramesh Patel ડિસેમ્બર 3, 2008 પર 1:42 પી એમ(pm)

  મનની શાંતિ સકળ સુખ દાતા

  જગ ચેતના જગવવા દો

  અહિંસા એ આધાર વિશ્વનો

  કરુણાથી છલકવા દો

  પશુ પક્ષી અબોલા જીવડા

  પૂરક બનશે પથરાવા દો

  સૌના સુખે થાશો સુખીયા

  ભાવ ઉરે છલકાવા દો

  અખિલ બ્રહ્માંડનો એકજ ઈશ્વર

  જેમ રાખે તેમ સંવરવા દો

  નિજ અંતરને સંતોષની

  ક્ષણોમાં મનભરી મલકવા દો

  રમેશ પટેલ(આકાશદીપ)

  શ્રી સુરેશભાઈ તમે સૌને ધ્યાનસ્થ્ કરી દીધા.

  સુંદર વિચાર, જિવનમાં આવી ક્ષણો આ ભાગદોડની જીંદગી માટે

  મહામૂલી છે.

  રમેશ પટેલ(નેટ મિત્ર)

 11. Rajendra M.Trivedi,M.D. ડિસેમ્બર 3, 2008 પર 5:27 પી એમ(pm)

  જેમ છે એમ જ.

  કોઇ જ સરખામણી વગર…

  કોઇ જાત ના અવલોકન વગર.. !!!

  જિવનમાં આવી ક્ષણો મહામૂલી છે.

  નિજ અંતરને ક્ષણ મલકવા દો.

  સુંદર વિચાર.

  હંમેશાં વર્તમાનમાં જીવવાનો સભાનપૂર્ણ પ્રયત્ન.

  Bhai Suresh,

  one can learn from Dhyan – Vipasyana.

  Rajendra

  http://www.bpaindia.org
  http://www.yogaeast.net

 12. HANIF ડિસેમ્બર 3, 2008 પર 10:19 પી એમ(pm)

  ખૂબ સરસ વાત કરી આવું બને પણ છે.

 13. Chirag Patel ડિસેમ્બર 4, 2008 પર 12:27 પી એમ(pm)

  આને માટે હું “મીટર રીડીંગ નથી બતાવતું” એવો વાક્યપ્રયોગ કરું છું 😉

 14. Manish Panchmatia ડિસેમ્બર 9, 2008 પર 11:42 એ એમ (am)

  Nice poem and thoughts. Thanks for sharing it.

  Recently I expressed this same thoughts in Mathematical way in my post “Music of Mind” at my blog “Express YourSelf!” The last paragraph.

  Manish

 15. Pingback: વૃક્ષ અને વેલી : ભાગ -5 « ગદ્યસુર

 16. Pingback: અવલોકનહીન – એક અવલોકન! « ગદ્યસુર

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: