સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

શ્રી. અબ્દુલ કલામનું ભાષણ – 1

( હૈદ્રાબાદમાં માનનીય શ્રી. અબ્દુલ કલામે
આપેલ ભાષણનો ભાવાનુવાદ.)

    આપણાં બધાં મીડીયા કેમ આટલા બધા નકારાત્મક છે? આપણે સૌ ભારતીયો આપણી તાકાત અને આપણી સીધ્ધીઓની કદર કરવામાં કેમ ક્ષોભ અનુભવીએ છીએ? આપણો દેશ મહાન છે અને આપણી પાસે સફળતાની અનેક ગાથાઓ છે.પણ આપણે તેમની નોંધ લેવામાં કેમ પાછા પડીએ છીએ? દુધના ઉત્પાદનમાં આપણે આખી દુનીયામાં પહેલું સ્થાન ધરાવીએ છીએ. રીમોટ સેન્સીંગ સેટેલાઈટના ક્ષેત્રમાં પણ આપણે અવ્વલ નમ્બરે છીએ. ઘઉંના ઉત્પાદનમાં આપણે દુનીયામાં બીજા નમ્બરે છીએ. જુઓ ને, આપણા ડો. સુદર્શને એક આદીવાસી ગામડાને સ્વનીર્ભર અને સ્વ-વીકાસલક્ષી બનાવી દીધું છે.

     આવી તો લાખો પ્રેરણાદાયી સીધ્ધીઓ આપણી પાસે મોજુદ છે. પણ મને અફસોસ થાય છે કે, આપણું મીડીયા મોંકાણના, આપત્તીઓના અને નીષ્ફળતાઓના સમાચાર આપવામાં જ મશગુલ છે – એમાં જ એ પોતાની કર્મઠતા સમજે છે.

     હું એક વખત ઈઝરાયેલના તેલ અવીવ ખાતે રોકાયો હતો. એના આગલા જ દીવસે અનેક હુમલાઓ, બોમ્બમારા અને જાનહાની થયાં હતાં. ત્રાસવાદી સંસ્થા ‘હમાસ’ ના જોરદાર હુમલા થયા હતા. હું સવારના પહોરમાં ત્યાંનું અંગ્રેજી છાપું વાંચતો હતો. પહેલા પાને એક યહુદી સજ્જનનો ફોટો હતો. એમણે પાંચ વરસમાં રણની વેરાન જમીનને એક ફળાઉ વાડી અને અનાજના કોઠારમાં ફેરવી નાંખી હતી. સવારના પહોરમાં ઉઠતા દરેકને માટે એ પ્રેરણાદાયી ચીત્ર હતું. હત્યા, મૃત્યુ, બોમ્બવર્ષા એ બધાં છાપાંના અંદરનાં પાને છાપેલાં હતાં; અને અન્ય સમાચારોની બાજુમાં દટાયેલાં હતાં.

    ભારતમાં આપણે મોત, માંદગી, આતંક, ગુના વી. ના સમાચારો જ વાંચવા ટેવાયેલા હોઈએ છીએ. આપણે શા માટે આટલા બધા નકારાત્મક છીએ?

   બીજો એક પ્રશ્ન પુછું, “આપણને પરદેશી વસ્તુઓનો આટલો બધો મોહ શા માટે છે? આપણને પરદેશી ટી.વી., પરદેશી ખમીસો, પરદેશી ટેક્નોલોજી જોઈતાં હોય છે. શા માટે બધું આયાત કરેલું આપણને ગમતું હોય છે? આપણે એ નથી સમજતા કે, સ્વનીર્ભરતાથી સ્વમાન જાગૃત થાય છે?”

    હું અહીંયા બીજું એક ભાષણ આપવા ગયો હતો. ત્યાં 14 વરસની એક છોકરી મારા હસ્તાક્ષર માંગી રહી હતી. મેં તેને પુછ્યું, ”જીવનમાં તારું ધ્યેય શું છે?”

    તેણે એવો તો સરસ જવાબ આપ્યો,” હું વીકસીત ભારતમાં રહેવા માંગું છું.”

   તમારે અને મારે તે છોકરી માટે એક વીકસીત ભારત રચવું પડશે. આપણે છાતી ઠોકીને કહેવું પડશે,

    ” ભારત પછાત દેશ નથી. તે એક વીકસીત રાષ્ટ્ર છે.”

   તમારી પાસે દસ મીનીટ છે? મને બળબળતા દીલે થોડા સવાલ પુછવા દો. જો તમારી પાસે તમારા દેશ માટે દસ મીનીટ ફાજલ હોય; તો આ વાંચો. નહીં તો તમારી જે પણ પસંદગી હોય તે કરો .

 • તમે કહો છો કે, સરકાર બીન કાર્યક્ષમ છે.
 • તમે કહો છો કે, કાયદા જરીપુરાણા છે.
 • તમે કહો છો કે, મ્યુનીસીપાલીટી કચરો ઉપાડતી નથી.
 • તમે કહો છો કે, ફોન કામ નથી કરતા, રેલ મુસાફરી મજાકને પાત્ર છે. હવાઈ મુસાફરી દુનીયામાં સૌથી કનીષ્ઠ છે. ટપાલ એના નીર્ધારીત સ્થળે સમયસર પહોંચતી નથી.
 • તમે કહો છો કે, દેશ કુતરાઓના હવાલે થઈ ગયો છે; અને સાવ ખાડે ગયો છે.
 • તમે કહો છો… તમે કહો છો…. તમે કહો છો…. 
 • પણ તમે એ બાબત શું કર્યું?

      એક જણને સીંગાપુર લઈ જાઓ. એને એક નામ આપો – ‘તમારું’. એને એક ચહેરો આપો – ‘તમારો’. તમે એરપોર્ટની બહાર નીકળો છો અને તમે વૈશ્વીક રીતે શ્રેષ્ઠ બની જાઓ છો. તમે ત્યાં રસ્તા ઉપર સીગારેટના ઠુંઠાં નાખતાં નથી. રસ્તા ઉપરની લારીમાંથી ખાતા નથી. તમે એમની ભુગર્ભ રેલ્વે જોઈ ચકીત બની જાઓ છો. સાંજના પાંચ અને આઠની વચ્ચે, મુંબાઈના માહીમ કોઝવે અથવા પેડર રોડ જેવા ત્યાંના ‘ઓર્ચાર્ડ રોડ’પરથી પસાર થવા ત્યાંના પાંચ ડોલર (આપણા લગભગ 60/- રુ.) ખુશીથી આપી દો છો. ભારતમાં તમારું ગમે તેવું મોટું સ્થાન કે પદવી હોય તો પણ;

       રેસ્ટોરન્ટમાં કે શોપીંગમાં વધારે રોકાઈ ગયા હો તો, પાર્કીંગ લોટમાં પાછા આવી, પાર્કીંગ ટીકીટ પન્ચ કરતાં, જે રકમ થાય તે, વીના સંકોચે આપી દો છો. તમે સી ન્ગાપુરમાં કશું કહેતા નથી. કશો બબડાટ કરતા નથી. કરો છો? દુબાઈ જાઓ ત્યારે રમઝાન મહીનામાં દુબાઈમાં તમે જાહેરમાં બહાર ખાવાની હીમ્મત કરશો? જેદ્દાહમાં માથું ઢાંક્યા વગર બહાર નીકળવાની હીમ્મત કરશો? તમારા એસ.ટી.ડી. અને આઈ. એસ.ડી. બીલ બીજા કોઈના નામે તબદીલ કરવા તમે લન્ડનના ટેલીફોન કર્મચારીને 10/- ડોલરની ધુંસ આપવાની હીમ્મત કરશો? વોશી ન્ગ્ટનના રસ્તા ઉપર કલાકના 55 માઈલથી બધારે ઝડપથી ગાડી ચલાવી પકડાઓ તો તમને પકડનાર ‘ કોપ’ને એમ કહેવાની હીમ્મત કરશો કે,’જાણે છે, હું કોણ છું? કઈ મહાન હસ્તીનો દીકરો છું? લે આ તારા બે ડોલર અને ચાલતી પકડ.’ ? ઓસ્ટ્રેલીયા કે ન્યુઝીલેન્ડમાં કચરાના ડબ્બા વગર દરીયાકીનારે બીચ ઉપર ઉપર ગમે ત્યાં નારીયેળનું ખાલી .. ફેંકી દેવાની હીમ્મત કરશો?

       તમે કેમ ટોકીયોના રસ્તા ઉપર પાનની પીચકારી મન ફાવે ત્યાં નથી કરતા? તમે બોસ્ટનમાં ખોટા સર્ટીફીકેટો કેમ નથી વાપરતા?આપણે હજુ ‘ તમારી જ ’વાત’ કરીએ છીએ – તમારી જ !

       એ જ તમે .. કે જે પ્રદેશમાં ત્યાંની પ્રથા અને ત્યાંના કાયદા બરાબર પાળો છો. પણ તમારા પોતાના દેશમાં નહીં. એ જ તમે જેવા ભારતની ધરતી ઉપર પગ મુકશો કે, તરત કાગળીયાં અને સીગરેરના ઠુંઠાં રસ્તા ઉપર નાંખતા થઈ જશો. જો તમે બીજા કોઈના દેશમાં કાયદાનું પાલન કરતા અને જવાબદાર નાગરીક બની શકતા હો તો, એ જ તમે ભારતમાં કેમ એવા નથી બની શકતા?

      એક ઈન્ટરવ્યુમાં મુંબાઈના ભુતપુર્વ અને પ્રખ્યાત મ્યુની. કમીશ્નર શ્રી. તીનાઈકરે કહ્યું હતું,” પૈસાદાર માણસો પોતાના લાડીલા કુતરાઓને રસ્તા ઉપર ચલાવતાં, કુતરાંઓની વીષ્ટા રસ્તા ઉપર જ છોડી દે છે. અને એ જ સજ્જનો ગંદી ફુટપાથો અને બીન-કાર્યક્ષમતા માટે સત્તાવાળાઓને ભાંડતા હોય છે. શું તેઓ એવી અપેક્ષા રાખે છે કે, કુતરાને જ્યારે પેટનો ભાર હળવો કરવાની ઈચ્છા થાય ત્યારે સફાઈ કરવા મ્યુની.ના ઓફીસરો ઝાડુ લઈને એ કુતરાની પાછળ દોડતા રહે? “ અમેરીકામાં આવી સફાઈ કરવાની દરેક પાળેલા કુતરાના માલીકની ફરજ હોય છે. જાપાનમાં પણ. કોઈ ભારતીય નાગરીક અહીં એ કરશે?

     તે સાચ્ચો છે. આપણે મત આપી સરકાર બનાવીએ છીએ અને પછી આપણી બધી જવાબદારીઓ સરકાર પર ઢોળી દઈએ છીએ. આપણે નાના બાળકની જેમ કલાવવામાં આવે તેમ આપણે પાછળ બેસી જઈએ છીએ. આપણે એવી અપેક્ષા રાખતા થઈ ગયા છીએ કે, સરકાર આપણે માટે બધું જ કરે; જ્યારે આપણું પ્રદાન તો કેવળ નકારાત્મક જ રહે છે. સરકાર બધી સફાઈ કરે તેવી અપેક્ષા આપણે રાખતા હોઈએ છીએ’ પણ આપણે કચરો ઠાલવતા જવામાંથી જરા પણ અટકવા માંગતા નથી. રસ્તા પર પડેલા કાગળના ટુકડાને વીણીને કચરાપેટીમાં નાંખી દેવા આપણે રોકાવા તૈયાર છીએ? રેલ્વે બાથરુમો ચોખ્ખી રાખે તેમ આપણે ચાહતા હોઈએ છીએ; પણ બાથરુમનો યોગ્ય ઉપયોગ શી રીતે કરવો, તે શીખવા આપણે કદી તૈયાર થતા નથી. ઈ ન્ડીયન એર-લાઈન્સ અને એર-ઈન્ડીયા સારામાં સારો ખોરાક અને બાથરુમની સવલતો આપે તેમ આપણે ચાહતા હોઈએ છીએ; પણ કચરો પેદા કરવાની એક પણ તક આપણે જવા દેવા તૈયાર હોતા નથી. જો કે, આ વાત તેના કર્મચારીઓને પણ લાગુ પડે છે; જે જાહેર જનતાને આ સગવડો પુરી ન પાડવા માટે બહુ જ જાણીતા છે.

      સ્ત્રીઓના પ્રશ્નો, દહેજ, નવજાત બાળકીઓના પ્રશ્નો અને આવા બીજા સળગતા સામાજીક સવાલોની વાત કરીએ તો, આપણે દીવાનખંડમાં ચર્ચાઓ ગજવીએ છીએ. પણ પોતાના ઘરમાં જ આ અંગે આપણું વલણ સાવ અલગ જ રહ્યા કરતું હોય છે.

      અને આપણાં બહાનાં? ‘આખી પ્રથા બદલાવી જોઈએ. મારા દીકરાનો દહેજનો હક્ક હું એકલો જતો કે જતી કરું એનાથી શું ફરક પડવાનો છે?‘ તો આ પ્રથાઓ કોણ બદલશે? આ પ્રથાઓ કોને લાગુ પડે છે? આપણે બહુ સરળતાથી સ્વીકારી લેતા હોઈએ છીએ કે, એ તો આપણા પાડોશીઓને, બીજાં કુટુમ્બોને, બીજા સમાજોને, બીજાં શહેરોને અને સરકારને લાગુ પડે છે. પણ એ સુધારા અવશ્ય તમને કે મને લાગુ પડતા નથી.

      જ્યારે આપણા પગ તળે રેલો આવે છે, જ્યારે આપણે એ પ્રથાઓ બદલવા માટે હકારાત્મક પ્રદાન કરવાની તક આપણા ઘર આંગણે ઉભી થાય છે ત્યારે, આપણે આપણા કુટુમ્બીજનો સાથે એક સલામત કોશેટામાં ભરાઈ જઈએ છીએ; અને કોઈ દુરના પ્રદેશમાંથી બહુ છેવાડે કોઈ મીસ્ટર ક્લીન આવી; એની ઈલમની જાદુઈ લાકડી વડે કોઈ અદભુત ચમત્કાર કરી નાંખે; એની રાહ જોતા થઈ જઈએ છીએ. દેશ છોડીને પરદેશ રહેતા થઈ જઈએ છીએ.

     આપણા ભયોના હજારો શીકારી કુતરાઓ આપણી પાછળ પડ્યા હોય તેમ પ્રમાદી બાયલાઓની માફક આપણે અમેરીકાની મહાનતાની વાતો કરવા માંડીએ છીએ; એમની પ્રથાઓનાં વખાણ કરવા માંડીએ છીએ. ન્યુ યોર્ક અસલામત બની જાય તો આપણે લન્ડન ભાગી જઈએ છીએ. ઈન્ગ્લેન્ડમાં બેરોજગારી ઉભી થાય છે તો બીજી જ ફ્લાઈટમાં અખાતી દેશોમાં પહોંચી જઈએ છીએ. જ્પ ત્યાં યુધ્ધ છેડાઈ જાય તો ભારત સરકાર આપણને ઉગારવા દોડી આવે અને આપણને ઘર ભેગા કરે તેવી બુમરાણ મચાવી દઈએ છીએ. બધા દેશની હાઅલતનો ગેરબ્યાજબી લાભ લેવા અને તેની ઉપર બળાત્કાર કરવા તૈયાર હોય છે. કોઈને દેશની વ્યવસ્થામાં યોગદાન આપવાની પડી નથી. આપણું અંતર નાણાં ખાતર ગીરવી મુકાઈ ગયેલું છે.
  ———————-

      વ્હાલા ભારતીય જનો ! આપણને વીચારતા કરી દેતો આ લેખ, આ મહાન વ્યક્તીએ બહુ જ કકળતી આંતરડીથી લખ્યો છે. એ આપણી પાસે બહુ જ મનોમંથન માંગી લે છે. એ આપણા અંતરને ડંખતાં નથી કરી દેતો? આપણને અમેરીકાના સદગત પ્રમુખ જ્હોન કેનેડીના, પોતાના દેશ બાંધવો જોગ આપેલો સંદેશ યાદ આવી નથી જતો? આપણે એ મહાન શબ્દોને આમ નવા સંદર્ભમાં ઢાળી શકીએ?

     આપણે ભારત માટે શું કરી શકીએ તે આપણી જાતને પુછીએ. અમેરીકા અને બીજા પશ્ચીમી દેશો જે સ્થીતીએ છે; તે સ્થીતીએ ભારતને પહોંચાડવા આપણે શું કરવું જોઈએ? ચાલો! ભારત આપણી પાસે જે અપેક્ષા રાખે છે; તે આપણે કરવા માંડીએ.

      ઈમેલોમાં જોક અને હળવાં મનોરંજન મોકલવાને બદલે આપણે આ સંદેશનો, આ ચુસ્તીનો વ્યાપ કરીએ.

21 responses to “શ્રી. અબ્દુલ કલામનું ભાષણ – 1

 1. દિલીપ ર. પટેલ ડિસેમ્બર 6, 2008 પર 1:26 એ એમ (am)

  આદરણીય શ્રી અબ્દુલ કલામની કકળતી આંતરડીમાંથી અવતરેલું અને સાચી ભારતીયતાનું ભાન કરાવતું આ ઐતિહાસિક ભાષણ, અને નિશ્ક્રિયતાની નિંદરમાં પોઢેલી આપણી આંખોને ખોલે એવો જ એનો ભાવસભર ભાવાનુવાદ આલેખવા બદલ અભિનંદન અને આભાર.

 2. ગાંડાભાઈ વલ્લભ ડિસેમ્બર 6, 2008 પર 3:18 એ એમ (am)

  ખુબ ખુબ આભાર અને ધન્યવાદ સુરેશભાઈ. આ લેખ આપીને આપે ઘણું જ ઉત્તમ કામ કર્યું છે. આપની જેમ હું પણ નાગરીક તો ભારતીય નથી, પણ પુરેપુરી રીતે ભારતીય તો છું જ. આથી આદરણીય શ્રી અબ્દુલ કલામની કકળતી આંતરડીની જેમ જ દીલમાં દર્દ તો થાય જ.
  ફરીથી આપનો હાર્દીક આભાર.

 3. Rajendrabhai Jani ડિસેમ્બર 6, 2008 પર 5:54 એ એમ (am)

  Dear Sureshbhai,
  It is a great pleasure & pride for me to visit your website ALWAYS .I M 74 & RETIRED IRS ,,,,,A CLOSE RELATIVE OF PROF KANUBHAI JANI WHOM I MET LAST WEEK & told him to have e-mail a/c so that he can also appreciate.
  As regards this article ,,,,,,JETLA DHANYAVAD AAPIE TETLA OCHHA—-U BHALE POTDI NA PEHRO PAN U R FTTEST PERSON TO LEAD PEOPLE & MAKE PEOPLE TO ARISE FROM DEEP SLUMBER———-PLEASE WRITE THIS TO MEDIA PEOPLE TOO——–WHO APART FROM BUSINESS DO TAKE INTEREST IN PATRIOTISM.LET ME TELL U U R GREAT & YOUR ACTIONS R GREAT………Small minds talk about sales,Average minds talk about business , great minds talk sbout growth—BUT CHAMPIONS NEVER TALK THEY JUST PERFORM ….& WORLD TALKS…… R.U.JANI

 4. atul vyas ડિસેમ્બર 6, 2008 પર 10:29 એ એમ (am)

  Abdulkalam is a patriot.
  All of s should learn love for country from him.

 5. HANIF ડિસેમ્બર 7, 2008 પર 12:44 એ એમ (am)

  ખુબ આભાર. અને ધન્યવાદ સુરેશભાઈ.

 6. DHIRENDRA PATEL ડિસેમ્બર 7, 2008 પર 1:00 એ એમ (am)

  WILL THERE BE OTHER A.P.J. IN INDIA..?

  EVEN I AM NOT……

 7. Chirag Patel ડિસેમ્બર 7, 2008 પર 10:15 એ એમ (am)

  I feel ashamed of myself many times. When it will be enough, I will go back.

 8. કમલેશ પટેલ ડિસેમ્બર 7, 2008 પર 11:31 એ એમ (am)

  આદરણીય દાદા

  અભિનંદન આટલો અદભૂત લેખ ગુજરાતી બ્લૉગ જગત માટે ઉપલબ્ધ કરી આપવા બદલ. ભારતના દરેક નાગરિકે વાંચી અને સૌને વંચાવા યોગ્ય લેખ છે. એક સાચી મૂડી છે ! હું આ પત્ર અનેક મિત્રોને / લિંક સહિત મેઇલ કરી રહ્યો છું.

  કમલેશ પટેલ

 9. Ramesh Patel ડિસેમ્બર 7, 2008 પર 1:11 પી એમ(pm)

  Now this is final time to agress on
  these views to follow for our Great Country.

  Ramesh Patel (Aakashdeep)

 10. मोहम्म्दअली’वफा’Mohammedali’wafa’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، ડિસેમ્બર 7, 2008 પર 5:05 પી એમ(pm)

  મુરબ્બી સુરેશભાઇ
  ધન્યવાદ! આપે ખરેખર ભાષણનો અતિ સુંદર અનુવાદ કે ભાવાનુવાદ આપ્યો છે.ડૉ.કલામની વેદનાને દર્દમય રીતે ર્જુ કરી છે.આપણે બધું છીએં.આપણી પાંસે બધુ છે .પણ પ્રશ્ન એકજ છે કે, શું આપણે આપણે છીએં ?
  જૉહન એફ.કેનેડીએ એક વાર સરસ વાત કહી હતી:કે દેશે આપણા માટે શું કર્યુ છે? એ પ્રશ્ન પૂછવા સાથે આપણે કદી આપણને પૂછીએં છીએં કે, આપણે આપણા દેશમાટે શું કર્યું છે.? આપનો જઝબો દાદ માંગી લેછે. મુહમ્મદઅલી વફા

 11. Maheshchandra Naik ડિસેમ્બર 7, 2008 પર 6:49 પી એમ(pm)

  I have a great honour for Shri A.P.J.Kalam Saheb, as I have recently read his book, named AGANPANKH a tranlation of WINGS OF FIRE and I have seen in him TRUE INDIAN, SCIENTIST, ENGINEER, TECHNOGIST,MANAGEMENT EXECUTIVE AND ABOVE ALL MAN WITH VALUES, and he is even before us today also where as many of might have not seen MAHATMA GANDHIJI, Thank you for keeping with your Blog Shri Sureshbhai,

 12. Bhumit Badrakiya ડિસેમ્બર 7, 2008 પર 11:56 પી એમ(pm)

  A lovely artical…
  M just a student currently, and I have lots of friend of mine who’s going abroad for further studies and they will get settled there only..
  I just want to ask students and their parents that why are they leaving such a lovely country.. till my knowledge, Bharatiya knowledge is the best in the world.. dont they have guts to make to IIMs or IITs..?? or any other colleges like cept or manipal and all…???

  The youngsters are running behind foreign brands like idiots, they dont knw that they are pushing Bharat into bloody loss by their chilldish eager for this brands.. and our media also support them just for few bucks of money….

  Why…??? wats wront in Bharatiya stuffs??? Thats we, whoes making the gient ammount of cotton in the worl., our textile is the best in tho world i guess.. they why the balls are hign for bloody foreigh brands…???

  And cleaning…, seems that its not in their blood only.. sallao je thali ma jame chhe aemaj thunke chhe… Living like barberians.. And Kalam sir, they keeps neatness in other countries, because they know they will kick their bumps over their, here they are keeping government and police in their pocket..

  And cops of over lovely system.. do u knw kalam sir, they dont mind taking just 20 to 30 rupees for braking any traffic rules, and the cityzen also pour that poisen happily in their blood..
  U know, The, “WHO CARES” feeling..

  gOD bLESS oUR cOUNTRY…

  JAI HIND….

 13. Dipak ડિસેમ્બર 8, 2008 પર 7:10 એ એમ (am)

  if we go abroad,srtickly we’ll follow their rules,but as soon as we back to our country,we start to through our non useful thing everywhere & then will critisized to our country’s system.

 14. Ashok Mody ડિસેમ્બર 9, 2008 પર 11:38 એ એમ (am)

  I have lot of respect for our Indians. But we are simply hypocratres. When Obama won the election , rather than talking about his thoughts and views ,we started talking about democracy in India and taking pride in having first Lady President in the world. When A.P.J.Kalam was ready to continue his tenure – on one condition that every one should support. No election. No one came forward. People started talking in a pseudo manner. Unless we change our mentality, I don’t see any chnage. I am not passimistic but I am not optimistic. We will simply go on talking. Let us pray that we see better future in near future !

 15. Pradeep H. Desai ડિસેમ્બર 10, 2008 પર 11:00 એ એમ (am)

  Dr. Kalam is absoultely right. People must realize about their duty and right. Charity begins from home. We can always learn from others if we want to learn. When other country can do it, we can do it too. Never blamr others for your failures.

 16. Pingback: અબ્દુલ કલામનું ભાષણ -1 (પુર્વાર્ધ) « ગદ્યસુર

 17. maulik shah નવેમ્બર 23, 2009 પર 5:04 એ એમ (am)

  only thing i have to say is JAY HIND … Lets ful fill the dream of KALAM SIR- vision 2020
  see here below ….

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: