સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પ્રકરણ – 24 ખાનનો દરબાર

વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
બીજી લાઈનના ‘નવલકથા’  ટેબ ઉપર ‘ક્લીક’ કરો.

——————————————-      

       ભુલાએ કદી આટલી બધી માનવવસ્તી ભેગી થયેલી જોઈ ન હતી. એમના બધા કબીલાઓ મેળા વખતે ભેગા થતા ત્યારે પણ આટલી મેદની ન થતી. અહીં તો તેણે કદી ન જોયું હોય તેટલું મોટું મેદાન હતું. વચ્ચેની ખુલ્લી જગાની ત્રણ બાજુએ સંખ્યાબંધ લોકો ભેગા થયા હતા. એમની વચ્ચે એક રસ્તો જુદો રાખવામાં આવ્યો હતો; જેની રક્ષા તીરકામઠાં ધારી સૈનીકો કરતા હતા. ચોથી બાજુએ થોડો ઉંચાણવાળો ભાગ હતો. ત્યાં પણ હાથમાં ભાલા અને તીરકામઠાં લઈને ખાનના માણસો ચોકી કરી રહ્યા હતા.

       હજુ વધારે ને વધારે માણસો મેદાનમાં આવતા જ જતા હતા. જાતજાતના વેશ અને દેખાવવાળા માણસો ભેગા થયા હતા. દેખીતી રીતે આ પ્રદેશની બહારના ઘણા લોકો પણ આ જલસામાં હાજર હતા. જગ્ગાની ટોળીના આવ્યા બાદ ખાસ્સો સમય વીતી ગયો. બધા આતુર નયને ખાનના રસાલાની રાહ જોઈ રહ્યા હતા.

         અને છેવટે ખાનની સવારી આવી પહોંચી. મેદનીની વચ્ચે રાખેલા રસ્તા પરથી ચાલીસેક ઘોડા પર બેઠેલા સવારોની ટોળીએ પ્રવેશ કર્યો. રવાલ ચાલે ચાલતા ઘોડા; તેમની ઉપર સવાર થયેલા કદાવર બાંધાના, ભાલા અને તીરકામઠાં ધારણ કરેલા, છાતી ઉપર ચામડાના મજબુત બખ્તર પહેરેલા અને માથાં પણ મજબુત ચામડાંથી ઢાંકેલા સૈનીકોનું દ્રશ્ય ભુલા માટે સાવ અપરીચીત હતું. તેણે બાપ જન્મારામાં ઘોડા જેવાં પ્રાણીઓ અને આવા બખતરધારી સૈનીકો જોયા ન હતા. છેલ્લા અસવારના હાથમાં એક લાંબો દંડો હતો, જેની ઉપર પાતળા ચામડા પર રંગ લગાવેલી ધજા ફરફરી રહી હતી. લાલ રંગની એ ધજાની વચ્ચે સફેદ રંગમાં ખોપરીનું ચીત્ર દોરેલું હતું.

       આ બધા સવારોની હાર પત્યા બાદ એક ઘોડા ઉપર એક પ્રતાપી પુરુષ બેઠેલો હતો. તેની બાજુમાં બીજા ઘોડા ઉપર એક પ્રતાપી સ્ત્રી પણ સવાર થયેલી હતી. બન્નેના શરીર ઉપર ઝગારા મારતાં આભુષણો લટકી રહ્યાં હતાં. બન્નેના માથે રત્નોથી જડેલો મુગટ પણ ચમકી રહ્યો હતો.

         ભુલાને સમજતાં વાર ન લાગી કે, એ ખાન અને એની રાણી હતાં. એમની પાછળ દસેક ઘોડા ઉપર બીજા પ્રતાપી સ્ત્રીપુરુષો સવાર હતાં. એ ખાનનાં અંતરંગ વર્તુળના દરબારીઓ હતાં. બધાંનો પ્રતાપ સુર્યના તેજને પણ ઝાંખું પાડી દેતો હતો.

       મેદનીએ આ સૌને જયઘોષ અને હર્ષોલ્લાસથી આવકાર્યા. ગગનભેદી નાદોથી મેદાન ગાજી ઉઠ્યું. બીજા છેડે, મંચસ્થાનની બાજુમાં લયબધ્ધ તાલમાં, દસેક મોટા ઢોલ પર દાંડી પીટી પીટીને સ્વાગત ગીત વગાડવામાં આવી રહ્યું હતું. તેમની આગળ દેવલોકની અપ્સરા જેવી, અત્યંત સ્વરુપવાન, લગભગ અર્ધનગ્ન સ્ત્રીઓ ઢોલના તાલે તેમના લચકીલા દેહ, લોભામણી રીતે ડોલાવતી નાચી રહી હતી. લોકમેદનીમાં ઘણા પણ આ તાલે આનંદમાં નાચી રહ્યાં હતાં.

      ‘ખાનનો જય હો!” ના નારા સતત જાગતા રહ્યા. મેદનીમાં અનેક લોકો ફુલો લઈને આવ્યાં હતાં. એ સૌ ખોબલે ખોબલે ખાન અને તેની રાણી ઉપર પુષ્પવર્ષા કરતા રહ્યા. અમુક લોકો લાલ રંગનો પાવડર જેવો કોઈક પદાર્થ પણ ટોપલીઓમાં લાવ્યા હતા; અને તેની વર્ષા આ જોડી ઉપર કરતા હતા.

      સમગ્ર દ્રશ્ય ભુલાને સ્વર્ગ જેવી કોઈક અજાણી ભોમકામાં આવી ગયો હોય તેવો ભાસ કરાવતું હતું. તેને આ પ્રદેશમાં આવતાં પહેલાં સ્વપ્નમાં જોયેલું હાડપીંજરોનું ભયાનક નૃત્ય યાદ આવી ગયું. તેને ઘડીક સંશય થયો કે, તે કોઈ સ્વપ્ન તો નથી જોઈ રહ્યો ને? તેણે પોતાના હાથ ઉપર ચીમટો ખણી જોયો. આ સ્વપ્ન નથી પણ સત્ય છે; તેની ખાતરી થતાં તે અહોભાવથી ગલવાઈ રહ્યો.

     ધીમે ધીમે આ સરઘસ મેદાનના બીજા છેડે આવેલા ઉંચા ઓટલાની નજીક પહોંચી ગયું. બધા ઘોડા પરથી નીચે ઉતર્યા. ખાન અને રાણીએ પોતાનું સ્થાન ગ્રહણ કર્યું. તેમની બે બાજુએ બીજા દરબારીઓ બીરાજ્યા.

      બધો શોરબકોર અને ઢોલના નાદ બંધ થયા.  જનંતની હુર જેવી નાચતી લ્લનાઓ ડાહી ડમરી બની અદબમાં ઉભી રહી ગઈ.

      મંચની આગળ અને આજુબાજુના સૌ એકી અવાજે બોલી ઉઠ્યા ,” વીરોમાં મહાન વીર, જેના પ્રતાપ આગળ સુર્ય પણ ઝાંખો પડે છે, તેવા સમસ્ત જગતના સ્વામી, ખાનનો જય હો!“ ખાન અને તેની રાણીએ ગૌરવમાં હાથ લાંબા કર્યા અને આ અભીવાદન સ્વીકાર્યું.

      પછી મેદાનમાં ઘોડેસ્વારોના હેરતભર્યા પ્રયોગો શરુ થયા સઘન તાલીમ પામેલા અસવારો દોડતા ઘોડાઓ ઉપર જાતજાતબા ખેલનું પ્રદર્શન કરવા લાગ્યા.

     જગ્ગો બોલી ઉઠ્યો,”પાંચ વરસ પહેલાં હું અહીં સેનાનાયક હતો; ત્યારે આ ઘોડાને નાથવાની અને કેળવવાની શરુઆત થઈ હતી. આટલા જ વરસમાં આ લોકો કેટલા જાનબાજ અને હોંશીયાર થઈ ગયા છે? દુનીયામાં કોઈ ખાનની તોલે ન આવી શકે. ”

     અને આકસ્મીક જ ભુલાને ગોવો યાદ આવી ગયો

– ક્રમશઃ

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: