હું ચા ઉકાળવાની તૈયારી કરી રહ્યો છું. તપેલીમાં ઠંડું અને શાંત પાણી રાખી એને સ્ટવ ઉપર મુકી છે. હું સ્ટવની સ્વીચ ચાલું કરું છું. બળબળતી ગરમી શરુ થઈ જાય છે. પાણીમાં બધી સામગ્રી એક પછી એક ઉમેરાતી જાય છે.
ચા બનવાની પ્રક્રીયા ચાલુ.
અને એક ધીમો રવ એ મીશ્રણમાંથી પ્રગટે છે – એક નાદ – પાણીના ઠંડાગાર હોવાપણામાં જાગેલા એક નુતન વીપ્લવનો નીનાદ.
કોઈ અજાણી શક્તીએ શરુ કરેલો ઉર્જાનો સ્રોત એ મીશ્રણને વલોવી નાંખે છે. એના અણુએ અણુમાં એ ઉર્જા ફરી વળે છે. એના પ્રત્યેક ઈલેક્ટ્રોન આ નવી ઉર્જાથી ઉશ્કેરાઈ વધારે અને વધારે ગતીથી ચગડોળાવા માંડે છે. આખો અણુ થરથરી ઉઠે છે, ઉત્તેજીત થઈ ઉઠે છે. બાજુના અણુ સાથે અથડાતો કુટાતો, ફંગોળાતો તપેલીમાં ઉપરથી નીચે અને નીચેથી ઉપર ગતી કરતો થઈ જાય છે.
પાણીનો એ શાંત જથ્થો એક વીપ્લવમાં, એક ઉષ્ણાતીઉષ્ણ ઝંઝાવાતમાં પરીવર્તન પામે છે. અને એ ઉર્જાનો એક નાનકડો હીસ્સો સપાટી પરની હવાને થથરાવી નાંખે છે. આ છે એ નાદનું મુળ ઉદભવસ્થાન. ધીમો રવ છે; નાનકડો સુસવાટો છે. પણ અંદર ચાલી રહેલા પ્રચંડ મંથનને એ વાચા આપે છે.
હવે છેવટની ઘડી આવી ગઈ છે. નીચેથી ઉભરી આવતા, વરાળ બની ગયેલા, લાખો અને કરોડો કણોને પાણીની સપાટી પોતાની અંદર સમાવી નથી શકતી. ઉભરો આવતાં પાણી ચા બનીને નવો જન્મ, નવું રુપ, નવો રંગ, નવો રસ ધારણ કરે છે. એનું પાણી-પણું હવે ચા-પણું બની, મારા, તમારા, કોઈ પણ ચા-પ્રેમી માનવના હોવાપણાને ઉત્તેજીત કરવાની ક્ષમતા ધરાવતું થઈ જાય છે.
અને લો !
આપણા મનના પ્રવાહો ભુત અને ભવીષ્યના અનુભવોની અને પોતે કરેલા એના અર્થઘટનની માયાજાળમાં ફસાઈને, આવા જ નાના મોટા રવ સતત કરતા રહે છે. એ આત્મસંવાદ સતત ચાલતો જ રહે છે. નીદ્રામાં કે જાગતાં પણ એ સારાં માઠાં સપનાં પણ સરજતો રહે છે. એના થકી આપણા હોવાપણામાં વીપ્લવો ઉભા થતા જ રહે છે. કઈ ઉર્જા એમને આકાર આપે છે તેની ઉપર આ પ્રવાહોનો આધાર રહે છે. જીવન સંઘર્ષમાં આવી જાણી, અજાણી, માનીતી, અણમાનીતી અનેક ઉર્જાઓ માંગ્યા વીના જ, કોઈ સ્વીચ ચાલુ કર્યા વીના જ આવતી રહેવાની છે.
જીવનના ઉકળવાનો બીજો કોઈ વીકલ્પ નથી. એ તો ઉકળવાનું જ. આપણું જીવન સરસ મજાની ચા બનશે કે કાલકુટ વીષ – સમાજમાં આનંદ અને સુખનો વ્યાપ કરશે કે ક્લેશ અને દુખનો – એનો આધાર આપણે એ સમગ્ર પ્રક્રીયામાં કઈ સામગ્રી ઉમેરતાં રહીએ છીએ એની ઉપર હોય છે.
ચાલો! આપણા જીવનને સરસ મજાની ‘ગુજરાતી’ મસાલા ચા બનાવીએ.
Like this:
Like Loading...
Related
આવા જ નાના મોટા રવ સતત કરતા રહે છે.
વાહ આ તો મારી જ વાત.
ઘીમાંથી પાણી બાળવાનું હોય ત્યારે પટ્-પટ્-પટ્-પટ્
એવો અવાજ આવે અને અંતઃકરણની જેમ શુધ્ધિ આવે અને મૌન ………તેનો અણસાર
ફરી રોટલી પર મૂકીએ–ફરી પટ્-પટ્-પટ્-પટ્
અને બીજાના અંતકરણની પણ શુધ્ધિ
પાત્ર તૈયાર…હવે નીરવ રવે ચાલશે રટણ
આવી નીર્વચનીય ાનુભૂતિની વાણીમાં અસત્ય આવે !યોગાનુ યોગ આમાં તે-ના મહાભાવની વાત તો દૂર રહી પણ ચાહ-પ્રેમ થાય.પ્રથમ સોપાન
Shri Sureshbhai,
You have given justice to TEA ,
let us drrink now Gujarati tea.
સવાર થાય ને સૌને સાંભરે, પ્રભાતિયાની જેમ
ના મળે તો ઝગડો જામે, જોવા જેવી થાય
આખા દિવસની રંગતની થઈ જતી હોળી
ચાલો આજ સૌ ચાની રંગત માણો
ભેળા થાય ભાઈબંધો કે સાહેલીનાં ટોળાં,
મળી જાય મોંઘેરા મહેમાન કે આડોશી પાડોશી
એક મસાલેદાર ચા વગાડે સ્નેહ ઢોલનો ડંકો
ચાલો આજ સૈ ચાની રંગત માણો
Ranesh Patel(Aakashdeep)
Avalokan saru chhe parantu Gujarati Bhasha na shabdo mukava mate muki didha hoy evu lage chhe. Shabdo jem-tem vaparine banaveli aa rachana ma shabdo no koi meaningful upyog nathi thayo.
Gujarati Tea = મસાલેદાર ચા.
Tea = ચા = સ્નેહ = ચાહ-પ્રેમ
ચાલો આજ સૈ ચાની રંગત માણો….
Bhai Suresh ,
You are reflecting .
VERY WELL SAID.TO GUJARATIS
“CHA ETO CHAH (LOVE) CHHE.”
Cha Payne Chahna melvo.
વાહ ! ગુજરાતી મસાલા ઉમેરવાની વાત અને તમારું આ અર્થસભર અવલોકન ધન્યવાદને પાત્ર છે.
Bhai Suresh,
Your tea was delicious! I like your tea.
Keep serving other recipes too please.
Akhtar (Glasgow-Scotland)
As a teacher I am sending this.
Je Pani(Water)par Chale Tene JAL- CHAR kahiye
Je Jamin par Chale Tene BHU- CHAR Kahiye
aane
Je Chah(Tea) Bahu Piye Tene TEA-CHAR Kahiye.
Kaale savare chano swad judo lagshe, kharune Rajubhai?
shree sureshbhai
In my life i never drink tea but your tea is very delicious.
They say Test Ever Almighty, one gets always SUCCESS, it should be be with LOVE and PREYAR, GREAT, Shri Sureshbhai!!!!!!!!!!!!
“ચા” અને “ચાહ”!!
ચાની સાથે સાથે આજે જો જરૂર હોય તો “ચાહ”ની છે.
ચાહત… આપે રાહત… અને જે મરી મસાલા નાંખવાના તે છે..પરસ્પરનો આદર…વિશ્વાસ… સમર્પણ… અને …અનૂકુલન…. ચાતો પીવાતી જ રહેશે… પણ ચાહ ઓછી થઇ રહી છે…. અંતર વધી રહ્યું છે… દિલમાં દિવાલો બંધાય છે… તે અટકે તો બસ….
નટવર મહેતા
http://natvermehta.wordpress.com/
Pani + Sugar + Chha + Masala = Chhhhhhhhhaaaaah…..Kevu saras jivan? Samaj jo a rite saathe maline jive to VASUDHEVKUTUMBAKAM….AA NO BHADRA KRUTVO YANTU VISHVATAH…Amne kalyankari karma sarva disha-e-thi prapta thata raho.
water makes tea diluted, why We should put watter first,
Put only Milk and tea and sugar that is KATHIWARI TEA,
make boil and YOU will get KATHIWARI flever, that real TEA.
Done make life diluted always make strong till u live ,
hehehehehehe
It reminded me of https://gadyasoor.wordpress.com/2008/04/24/tea/
ચા દેવી સર્વ ભુતેષુ સ્ફુર્તિ રુપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ
ચાલો, હવે ચા પીવા જવુ પડશે. અને હા, આજની ચા પણ મારે જાતે જ બનાવવાની છે, કારણકે શ્રીમતિજી તો કોળીયાકના દરિયે સહેલીઓ સાથે ફરવા ગયા છે.
Chani chah.eman dhyan,Eman rasbhar thavu ane aakhar ubhravu,WAH !
Sureshbhai, chintan Anu E Anuman vyapi jay tevun.
Kirtikant Purohit
I read it second time, but enjoyed it very much…
This story is new interest for tea and it is the new one idea for ” Gujarati masaalaa cha”
I like it most, wonderful and appreicated thought
Thanks,
ધન્યવાદ.
Pingback: કુકિન્ગ પ્લેટફોર્મ – એક અવલોકન | ગદ્યસુર
Pingback: રજવાડી સિરિયલ – એક અવલોકન « ગદ્યસુર
Pingback: રસોઈ અને ધ્યાન! | સૂરસાધના
Pingback: ચાના કૂચા – એક અવલોકન | સૂરસાધના