સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ખીસકોલી – એક અવલોકન

    પાર્કમાં ખીસકોલી.

    ઘણી વખત એને જોઈ છે. બાળકોને તો એ બહુ જ પ્રીય. એને પકડવાનો પ્રયત્ન; એ એમની પ્રીય રમત. ખીસકોલી જોઈ નથી અને બાળકો એને પકડવા દોડ્યા નથી. પણ આજ દી’ સુધી એ કોઈથી પણ પકડાઈ હોય; તેવું જોયું કે સાંભળ્યું નથી.

    એ બહુ ચકોર હોય છે. એમ લાગે કે, એને પાછળ પણ આંખો હશે! ગમે તેટલા ચોરીછુપીથી એની પાછળ જાઓ; પણ એને ખબર પડી જ જાય અને એ આગળ નાઠી જ સમજો. બહુ વીતાડો તો મોટી ફલાંગ ભરીને ઝાડ ઉપર ચઢી જાય.

      એ જોઈ બે દીવસ પર વાંચેલી વર્તમાનની શક્તી (Power of Now) ચોપડી યાદ આવી ગઈ. ખાસ તો એમાં એક ઉદાહરણ આપ્યું હતું; તે યાદ આવી ગયું. શીષ્યને સતર્કતાની તાલીમ અને તેની કસોટી માટે, તેને સ્થીર ઉભો રાખી; બહુ ચોરી છુપીથી, હાથમાં લાકડી લઈને, પાછળથી ઝેન ગુરુ આવતા હોય છે. શીષ્યે એમની હીલચાલ પારખી, ખસી જવાનું હોય છે. જો ન ખસે તો ગુરુ પ્રેમપુર્વક, હળવેકથી, બરડામાં લાકડી મારી દે. જો શીષ્ય એ લાકડીદાવ ચુકાવી દે; તો એ બરાબર સજાગ અને સતર્ક છે; એમ સાબીત થાય. આ માટે શીષ્યનું મન શાંત અને કેવળ વર્તમાનમાં જીવતું હોવું જોઈએ.

     ખીસકોલી અને મોટા ભાગના પ્રાણીઓ કેવળ વર્તમાનમાં જીવતાં હોય છે. કદાચ એમની સ્પર્શ શક્તી પણ એટલી બધી વીકસેલી હોય છે કે, હવાનો અણસાર અને જમીન પરથી આવતી થરથરાટી ( વાઈબ્રેશન ) પણ એ પારખી શકતાં હોય છે.

     પણ આપણું મન મોટે ભાગે ભુત અને ભવીષ્ય કાળમાં જ જીવતું હોય છે. એ વીચાર-વમળો અને પ્રતીક્રીયામાં સતત ગુંચવાયેલું; લગભગ બેભાન અવસ્થામાં જ રહેતું હોય છે. આથી આપણે ઘણી વાર સામેની વ્યક્તી શું બોલે છે, તે પણ સાંભળતા નથી હોતા. એના ભાવને તો પારખવાની વાત જ ક્યાં હોય છે? અને પછી નવી બેભાન ક્રીયાઓ અને ભુલો. એક જાળમાંથી છુટ્યા ન છુટ્યા ત્યાં બીજી કોઈ જાળમાં ફ્સાયા જ સમજો.

    અને આપણા ખ્વાબ હોય છે – મોક્ષના, મુક્ત થઈને પરમ તત્વને પામવાના, બધી જંજાળથી મુક્ત થવાના.

   એ માટે ખીસકોલી થવું પડે કે શું?!

4 responses to “ખીસકોલી – એક અવલોકન

 1. pragnaju ડિસેમ્બર 26, 2008 પર 6:25 પી એમ(pm)

  બે અઠવાડિયાથી લગભગ ૧’ સ્નોમા કોઈ પણ પ્રાણી વધારે નજર પડતું હોય તો તે ડાળ ડાળ પર ફરતી, ચઢતી, ઊતરતી ખિસકોલીની રમતમાં. ત્યાંથી ઊતરી જમીન ઉપર આવી કશુંક ઠોલતી, ફોલતી…. એવી એને જોઈ અમને વિચાર આવે કે તે શું ખાતી હશે./જોયું તો બિલાડીના પગલામાં ડુબકી મારી લોનનું ગ્રાસ ખાઈ બહાર આવી! દાણા નાખી બાદ જોયું તો ખિસકોલી બાઈ દાણો દાણો પકડી ખાતી ખાતી અમારી નજીક આવતી રહી પણ પછી વણધાર્યું બનતું ગયું. મોટે ભાગે ખિસકોલી એની તરલ ચંચળતા માટે જાણીતું થોડું બીકણ પ્રાણી છે પણ અમારી સાથે જાણે ગમ્મતે ચઢી…અને વર્ષોની ઓળખાણ હોય તેમ ખૉળામાં આવી ગ ઇ…
  રાહ જોઈએ કાલે આવે છે કે કેમ ?

 2. રેખા સિંધલ ડિસેમ્બર 28, 2008 પર 1:06 પી એમ(pm)

  “તું અહીંયા રમવા આવ મજાની ખીસકોલી” યાદ આવી ગયુ. મન ભૂત અને ભવિષ્યમાં ગયા વગર રહે તો શાંતી ક્યાં દૂર છે? પ્રજ્ઞાબેનના પ્રેમાળ સ્વભાવને આંગળાની ખીસકોલીએ બરાબર પારખ્યો. સુરેશભાઈ અને પ્રજ્ઞાબેન બંનેને ધન્યવાદ !

 3. Neela ડિસેમ્બર 31, 2008 પર 6:01 એ એમ (am)

  ખૂબ સરસ અવલોકન છે
  સાથે એને વાચા પણ સુંદર આપી છે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: