નુતન વર્ષાભીનંદન
2008 નું વર્ષ પુરું થયું અને 2009નું શરુ થયું. દર સાલ આમ જ બને છે.
હું 1943માં જન્મ્યો; ત્યારથી આવાં 65 પરીવર્તનો થઈ ચુક્યાં છે. હું તાલવાળા(!) અને દાંત વગરના, નવજાત શીશુમાંથી પાંસઠ વરસનો, સાવ ઓછા વાળવાળો અને જેના બે દાંત પડી ગયા છે; તેવો બુઢીયો બની ગયો છું !
એક આખે આખું વરસ પતી ગયું.
365x24x3600 = 3,15,36,000
(ત્રણ કરોડ પંદર લાખ અને છત્રીસ હજાર) સેકન્ડ
વીતી ચુકી. પ્રત્યેક સેકન્ડે અગણીત ઘટનાઓ વીશ્વમાં ઘટી ચુકી – માત્ર નવા જન્મ જ ધ્યાનમાં લઈએ તો – કાંઈક કેટલાંય મારા, તમારા જેવા માનવ જીવો, તેનાથી અનેક ગણા જીવજંતુયો અને તેનાથી ખર્વાતીખર્વ ગણા ઘાસ, પાન અને બેક્ટેરીયા આ જ ક્ષણમાં જન્મ લઈ ચુક્યાં છે. આ દરેકનું કાંઈ ને કાંઈ, નાનું સરખું પણ પ્રદાન તો ખરું જ ને? એક અદનામાં અદનો બેક્ટેરીયા પણ કોઈકનો ખોરાક બની, આવું પ્રદાન કરી જાય છે.
અને….
આપણે માટે આ બધું એટલું સ્વાભાવીક બની ગયું છે કે, આવડું મોટું એક વરસ પસાર થઈ જાય; તો પણ આપણે ખાસ કોઈ પરીવર્તન નીહાળી કે ખમી શકતા નથી – આટલું બધું શક્તીશાળી માનવમન આપણને મળ્યું છે – છતાં પણ.
તો મીત્રો , આ નવા વર્ષથી એક લેખ-શ્રેણી શરુ કરું છું
‘પરીવર્તન’
વીશ્વનો એક માત્ર, સતત, બદલાયા વગરનો નીયમ છે –
બધું સતત બદલાતું રહે છે.
પરીવર્તનની, સતત ચાલતી, વીવીધ પ્રકારની પ્રક્રીયાઓનાં અવલોકનોની શ્રેણીનો આ પહેલો મણકો છે.
બીજા મણકાની રાહ જુઓ.
Like this:
Like Loading...
Related
જીવનમાં તેમજ કુદરતમાં પરિવર્તન જરૂરી છે જ.
We all change.
Like us all living and non living being are changing.
The same way the Universe changes.
Time changes in the infinite time.
We have to live our time, learn and accept in this life.
Rajendra
http://www.yogaeast.net
http://www.bpaindia.org
આ વખતે તો ૩૬૬ દિનનાં વર્ષને વિદાય કરવાનું હતું તેથી તે અંગેના પરિવર્તન નોંધ્યા હશે
પરિવર્તનનો જગતનો નિયમ
પણ સગુણાત્મક પરિવર્તન થાય તે ઈચ્છનીય છે
* ૨૦૦૯નું મંગળ પ્રભાત પરમ સત્તાની કૃપા-વરદાન સતત વરસે–એવી મંગળકામના.
o “http://niravrave.wordpress.com/”>niravrave
o *http://niravrave.wordpress.com/
facts of life……
CHANGE is the LIFE ! Wishing you & the Family a VERY HAPPY NEW YEAR ….& invite you to VIEW my Post on New Year on my Blog at>>
http://www.chandrapukar.wordpress.com See youthere !
swing swing and sing song
Reciprocate ,up and down
All is good if we are sound
Ramesh Patel(Aakashdeep)
પહેલાં આપણે પોતાનમાં પરિવર્તન લાવીયે, ત્યારેજ “પરિવર્તન” નો અર્થ આપ્ણે ખરી રીતે સામજી શકીએ.
ઓબામાએ એક ઘોષણા કરી: પરીવર્તન (Change)! – અને જાણે જાદુ થઈ ગયું. અમેરિકાનો ઈતિહાસ બદલી ગયો. હવે આપણે કહીએ છીએ કે:
ઓબામા રે ઓબામા, દુનિયા તારા ખોબામાં.
પરિવર્તન.. પરિવર્તન..અને પરિવર્તન.આ વસ્તુ દુનિયા મા જરુરી છે.પરિવર્તન થી તો માનવ અત્યારે અહિયા પહોચ્યો છે.
Wish You Very Happy New Year…
Change & Time are only CONSTANT in Universe….
Happy New Year Sureshdada,
વિચારોની ગતિ, ઈચ્છાઓનો સંસાર અને સંતોષનો અભાવ, આ ત્રણ વસ્તુઓ કોઈ કાબુ કરી શક્તું નથી. કદાચ પરિવર્તન એ આ ત્રણેયમાંથી એકને નાથી શકવાની પ્રથા હશે.
જ્યાં જાઓ ત્યાં એષણાઓ, અપાર ઉદ્વેગો અને આખી થાળી માંથી કણ પણ કોઈકને ન આપવાની વૃત્તિ સામે મળે છે, અને પરિવર્તન એ વૃત્તિ છોડવાની વ્યવસ્થા હશે. તો મને પરિવર્તનો ખૂબ જ ગમશે. પછી એ હું હોઉં કે કોઈપણ.
બાકી વિશ્વમાં ક્ષણે ક્ષણે સતત બધું બદલાય છે. પરિવર્તન એ વણલખ્યો નિયમ છે. નિયમોમાં અપવાદો હોય છે
આપની માળાના મણકાઓની રાહ રહેશે…..
જીગ્નેશ
Wish you a Happy and Prosperous 2009.
પરીવર્તન જરુરી છે.
ગોવીન્દ મારુ
http://govindmaru.wordpress.com/
Dear Friends,
I wish a very happy new year and a good health. change is inevitable in life and it is necessary also. Think for moment if nothing changes in our life. Life becomes boring and intrerestless . Let us accept the fact that change is good in life. Birth and Death is nothing but a change in life. I enjoy this article and reader’s views also. Lord Krishna and Buddha said the same thing about changes in life.
Pradeep H. Desai
Thanks to all of you.
Pradeep H. Desai
CHANGE is only CONSTANT in LIFE . I am sure it will be very interesting series, waiting for next episode,GREAT SELECTION of CHANGE
“એક આખે આખું વરસ પતી ગયું.”
Mane aa line gami…
Pingback: પરિવર્તનનો શહેનશાહ | સૂરસાધના
માત્ર પરિવર્તન જ કાયમી હોય છે , બાકી બધું પરિવર્તનશીલ હોય છે.
માનવીનું વર્તન વિચિત્ર છે કે પરિવર્તનને એ ઓળખી નથી શકતો. પરિવર્તન ધીમું હશે પણ એનું આખરી પરિણામ મોટું હોય છે.જન્મથી મરણ સુધી કેટલું બધું ધીમું પરિવર્તન થતું હોય છે . પણ એના દરેક તબકકે પરિવર્તનનું પરિણામ જોઈ શકાય છે .