સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પ્રકરણ – 27 નદીની પેલે પાર

વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
બીજી લાઈનના ‘નવલકથા’  ટેબ ઉપર ‘ક્લીક’ કરો.

——————————————      

    વીહાના મનને ચેન ન હતું. તેને ન ગમતાં ઘણાં પરીવર્તનો આકાર લઈ રહ્યા હતા.

    કાળુ વીહાની આગળ પોતાની હૈયાવરાળ કાઢી રહ્યો હતો. “ જો ને વીહા! આ તારલાઓ તને કાંઈ કહે છે? મારી બકરીઓ મરતી રહે છે; અને ગોવાની તો વધતી જ રહે છે. એણે વાડોય કેટલો મોટો કરી નાંખ્યો?મારા કરતાં બમણો થઈ ગયો છે. પાંચોય મારા કરતાં વધારે જોરાવર બની ગયો છે.”

   વીહાએ છેલ્લા દસ દીવસમાં દસમી વાર, આ રોદણાં વ્યગ્ર ચીત્તે સાંભળ્યાં કર્યા. ‘છેલ્લા એક મહીનાથી એક અજાણ્યો, પુંછડીયો તારો સુરજ ડુબતાંની સાથે જ આકાશમાં દેખાતો હતો. નક્કી કાંઈક અઘટીત બનવાનું. નહીં તો ગોવાનો આ જીગરી દોસ્ત આમ ગોવાની અદેખાઈ શેં કરે?’

    વીહાએ કહ્યું,” જો કાળુ! ગોવો આપણો મુખીયો છે; તે એમ હોય. તારે તો એથી રાજી થવું જોઈએ.”

   કાળુ,”અલ્યા! હું તો ગમે તેમ કરીને મન મનાવી લઉં છું. પણ મારી ઘરવાળી તો આ ચંત્યામાં રાતે ઉંઘતી નથી; અને મને ઉંઘવા દેતી નથી.”

   વીહો ,” તે તારા મનમાં શું ઉકેલ દેખાય છે?”

   કાળુ,” મને થાય છે કે, પેલી બીજી નદીના કીનારે જઈને હું અને લાખો વસીએ અને અમારો અલગ નેસડો બનાવી દઈએ. “

   વીહો,” તને એમાં ઠીક લાગતું હોય તો એમ કર; પણ બધા જુદા જુદા પડી જશો અને કાંઈક આફત આવશે તો શી રીતે ભેગા થશો? “

   કાળુ ,” અરે! એમ તે હોય કાંઈ? સાદ પડતાંની સાથે, દોસ્તની મદદે અબઘડી ધોડી ના આવું? “

    વીહાએ કાળુનો બરડો થાબડ્યો. બીજા દી પાંચો આવી જ હૈયાવરાળ વીહા પાસે કાઢી ગયો. વીહાએ એને પણ આવી હૈયાધારણ આપી. પણ એને હવે ધોળે દહાડે પણ, ઓલ્યો પુંછડીયો તારો દેખાવા લાગ્યો.

   બીજા અઠવાડીયે કાળુ  અને  લાખો કુટુમ્બ કબીલા સાથે, પોતાનાં ઢોર હાંકીને, વીદાય થયા. ગોવા અને રુપલીએ ભારે હૈયે એમને વીદાય આપી. છેલ્લા બે મહીનામાં આ ચોથી ટુકડી વીદાય લઈ રહી હતી. હવે ગોવાના નેસડામાં દસ જ વાડા બાકી રહ્યા હતા. ગોવાએ એક ઉંડો નીસાસો મુક્યો. કોતરોમાં રહેતા હતા એ વખતની બીરાદરી , વધતા જતા લોભને કારણે નેસ્ત નાબુદ થઈ રહી હતી.

   એક સાંજે ગોવાએ વીહાને પુછ્યું,” વીહા ! તને શું લાગે છે? મેં કે રુપલીએ કોઈ દી’ આ દોસ્તોને માઠું લાગે તેવું, એક પણ વેણ કાઢ્યું નથી તોય આમ કેમ થાય છે? ”

    વીહાએ ગોવાને પુંછડીયો તારો બતાવ્યો અને કહ્યું,” નક્કી જોગમાયાની અવકૃપા થઈ લાગે છે. “ બન્ને જણાએ નક્કી કર્યું કે, જોગમાયાની પુજા રોજ થાય , તે માટે નેસડામાં એક જુદો તંબુ રાખવો અને એમાં પથ્થર નહીં તો માટીની દીવાલ પર ચીતરામણ કરી, માતાની રોજ પુજા શરુ કરવી.

    અને તરત જ આ વીચાર અમલમા મુકાઈ ગયો. સરવરીયા નેસડા વાળાએ તો ક્યારનું આવું જુદું મંદીર બનાવ્યું જ હતું ને? હવે ગોવાની જોગમાયા જુદી અને સરવરીયાની જુદી અને ઓલી ગુફાની મુળ જોગમાયા જુદી. પેલા ફ્રતારામ ડફેરો તો ફરતી જોગમાયા રાખતા હતા!

    પણ ગોવાને એક વાતની નીરાંત હતી, ઢોરની વસ્તી દીન-બ-દીન વધતી જતી હતી. ઘી દુધની નદીયું વહેતી હતી. અને આટલા બધા નેસડા અલગ થયા છતાં, વસ્તી એમની એમ હતી. એટલું ખરું કે, નેસડામાં હવે બાળબચ્ચાં વધારે, ને મરદ ઓરત ઓછાં થઈ ગયાં હતાં. સામેના કાંઠે હવે માત્ર એક જ કબીલો રહ્યો હતો. બાકીના બધા આ કાંઠે આવી ગયા હતા.

 

5 responses to “પ્રકરણ – 27 નદીની પેલે પાર

 1. pragnaju જાન્યુઆરી 11, 2009 પર 6:35 પી એમ(pm)

  “જોગમાયાની પુજા રોજ થાય , તે માટે નેસડામાં એક જુદો તંબુ રાખવો અને એમાં પથ્થર નહીં તો માટીની દીવાલ પર ચીતરામણ કરી, માતાની રોજ પુજા શરુ કરવી.”
  અમને તો ગરબો યાદ આવ્યો
  તું તો કાળી ને કલ્યાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા,

  તું ચારે યુગમાં ગવાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

  તને પહેલા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

  તું શંકર ઘેર પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

  તું ભસ્માસુર હરનારી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

  તને બીજા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

  તું હરિશ્ચન્દ્ર ઘેર પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

  તું સત્યને કારણે વેચાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

  તને ત્રીજા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

  તું રામચંદ્ર ઘેર પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

 2. shital મે 19, 2009 પર 4:02 એ એમ (am)

  when the remaining story will be continued?

 3. shital જૂન 4, 2009 પર 4:34 એ એમ (am)

  it seems author is no more interested in moving this story further on

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: