સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ચમત્કાર

મુળ અંગ્રેજી પરથી ભાવાનુવાદ

      નાનકડી ટેસે એના બેડરુમના ક્લોઝેટમાં એની સોગાત સંતાડવાની છુપી જગ્યામાંથી પોતાની ગોળીઓની, કાચની બરણી, ચોરી છુપીથી બહાર કાઢી. ફર્શ ઉપર તેણે તેની મહામુલી સંપદા ઠાલવી અને કાળજીપુર્વક એકે એક સેન્ટ ગણ્યો. સહેજ પણ ભુલ ન થાય એ માટે તેણે ત્રણ વખત પોતાની સમસ્ત મુડી ગણી જોઈ. આમાં કોઈ ગફલત ન થવી જોઈએ. રકમ બરાબર ગણાવી જોઈએ. જીવન મરણનો સવાલ હતો!

       એણે બધા સીક્કા પાછા બરણીમાં મુકી દીધા અને તેનું ઢાંકણું ખુલી ન જાય તેમ બરાબર વાસી દીધું. ઘરના પાછલા બારણેથી, ચોરીછુપીથી, તે બહાર નીકળી અને ઘરથી છ બ્લોક દુર આવેલી, રેક્સલની દવાની દુકાને ઝટપટ પહોંચી ગઈ. દુકાનના બારણાંની ઉપર, એક રેડ ઈન્ડીયન સરદારનું, તેને ઘણું જાણીતું, અને પ્રભાવશાળી ચીત્ર જોઈ, તે હરખની મારી, દુકાનમાં પ્રવેશી. તે ચીત્ર જોઈ તેનો વીશ્વાસ દ્રઢ થયો કે, તેનું કામ ચોક્કસ થઈ જશે.

      તેણે દુકાનદારનું ધ્યાન પોતાની તરફ જાય તેની ધીરજપુર્વક રાહ જોઈ. પણ કાઉન્ટર બહુ ઉંચું હતું. ટેસે તેના પગ મચડી સેન્ડલનો અવાજ કર્યો. પણ દુકાનદાર તો એની બાજુમાં ઉભેલા સજ્જનની સાથે વાતમાં મશગુલ  હતો. એને કાંઈ ખબર ન પડી. ટેસે ગળું ખાલી ખાલી ખંખેર્યું. પણ તેની પણ કોઈ અસર ન થઈ. છેવટે તેણે બરણીમાંથી એક ક્વાર્ટર બહાર કાઢ્યો; અને કાચના કાઉન્ટર સાથે અથડાવ્યો.

    હવે એનું કામ થઈ ગયું!

    દુકાનદારે નીચા વળીને કટાળા ભરેલા સ્વરે તેને પુછ્યું,” તારે શું જોઈએ છે? જોતી નથી હું શીકાગો રહેતા મારા આ ભાઈ સાથે અગત્યની વાત કરી રહ્યો છું? કેટલા વર્ષે એ મને મળવા આવ્યો છે?”

     ટેસે પણ એવા જ કંટાળા ભરેલા સ્વરે જવાબ આપ્યો,” હું પણ મારા ભાઈ અંગે જ તમારી સાથે વાત કરવા માંગું છું.” રડમસ અવાજે તેણે ઉમેર્યું, “ એ બહુ જ માંદો છે; અને મારે એને માટે ચમત્કાર ખરીદવો છે!”

     દુકાનદારે સમજણ ન પડતાં કહ્યું,” તું શું કહે છે? “

    “ તેનું નામ એન્ડ્રુ છે. એના મગજમાં કાંઈક ગંભીર બીમારી છે; અને ડેડી કહે છે કે, કોઈ ચમત્કાર જ તેને બચાવી શકશે. હવે તમે મને જલદી કહો, ચમત્કારની કીમ્મત શી છે.”

    દુકાનદારને હવે આ નાનકડી બાળા માટે થોડીક સહાનુભુતી થઈ, તેણે ધીમા અને શાંત અવાજમાં કહ્યું,”બેબી! અમે અહીં ચમત્કાર વેચતા નથી. તારી વાત જાણીને મને દીલગીરી થાય છે, પણ હું તને કાંઈ મદદ કરી શકું તેમ નથી.”

   “ સાંભળો, મારી પાસે આટલા બધા સીક્કા છે. હું ચમત્કારની રકમ પુરેપુરી ચુકવી દઈશ. જો આટલા પુરતા ન હોય તો બીજા પણ લઈ આવીશ. પણ તમે મને કહો, એની કીમ્મત કેટલી થશે?” – ટેસે ગળગળા અવાજમાં કહ્યું.

     દુકાનદારની બાજુમાં તેનો ભાઈ ઉભો હતો. તે કાઉન્ટરની બહાર આવ્યો. તેણે ટેસને પુછ્યું,” તારા ભાઈને કઈ જાતના ચમત્કારની જરુર છે?”

   નાનકડી ટેસે એનું માથું ઉંચું કરીને કહ્યું,” એ તો મને ખબર નથી. મને તો એટલી જ ખબર છે કે, એ બહુ જ માંદો છે. મમ્મી કહે છે કે, એને કાંઈક ઓપરેશનની જરુર છે. પ્ણ ડેડી પાસે એ માટે રકમ નથી. એટલે મારે એ માટે મારી બધી બચત વાપરી નાંખવી છે. “ ”તારી પાસે કેટલી રકમ છે?” શીકાગોથી આવેલા સજ્જને પુછ્યું.

    ટેસે, ધીમા પણ આશાભર્યા અવાજે જવાબ આપ્યો,”બરાબર એક ડોલર અને અગીયાર સેન્ટ છે. મારી પાસે બધા મળીને આટલા જ છે. પણ જરુર હોય તો હું ગમે તેમ કરીને બીજા લાવી દઈશ.”

    પેલાએ જવાબ આપ્યો,”અરે વાહ! શું વાત છે? એક ડોલર અને અગીયાર સેન્ટ? તારા નાના ભાઈને બચાવી લેવાનો ચમત્કાર બરાબર આટલી જ કીમ્મતમાં તો મળે છે!”

   એણે એક હાથમાં રકમ લીધી અને બીજા હાથમાં ટેસનો મોજાં પહેરેલો હાથ પકડ્યો, અને કહ્યું,” ચાલ, મને તારે ઘેર લઈ જા. મારે તારા નાના ભાઈને જોવો છે , અને તારા ડેડી મમ્મીને મળવું છે. જોઉં તો ખરો, એને કેવા ચમત્કારની જરુર છે? પણ તારા ડેડી મમ્મીને કહીશ નહીં કે, તેં આ રકમ મને આપી છે. નહીં તો ચમત્કાર કામ નહીં કરે. ”

   રુઆબદાર કપડા પહેરેલા તે સજ્જન, મગજના ઓપરેશનના નીષ્ણાત ડો. કાર્લટન આર્મસ્ટ્રોન્ગ હતા. એન્ડ્રુનું ઓપરેશન એમણે કોઈ રકમ લીધા વગર કરી આપ્યું અને એન્ડ્રુ જલદી સાજો પણ થઈ ગયો.

   ડેડી અને મમ્મી તો આ અજાયબ ઘટનાની ચર્ચા કરતાં થાકતાં ન હતાં,

   “કેવો દયાળુ ડોક્ટર! ખરેખર ચમત્કાર કરી નાંખ્યો.”

    ટેસ મનમાં ને મનમાં મલકાતી હતી. તેને એકલીને જ ખબર હતી કે, ‘ચમત્કારની કીમ્મત બરાબર એક ડોલર અને અગીયાર સેન્ટ હોય છે! અને એના વહાલા ભાઈ માટેનો એનો પ્રેમ.”

Advertisements

23 responses to “ચમત્કાર

 1. pragnaju જાન્યુઆરી 12, 2009 પર 10:18 એ એમ (am)

  જેટલી વખત ફરી વાંચીએ આનંદ
  પ્રેમીઓની લાગણીઓને પૈસાથી કેમ મૂલવે છે ?
  પ્રેમનો સંબંધ મન સાથે હોય છે,
  પૈસા સાથે નહીં.
  જેઓ માત્ર પૈસાને સમજે છે
  તેમને પ્રેમની શું સમજ ?’

 2. dhavalrajgeera જાન્યુઆરી 12, 2009 પર 2:59 પી એમ(pm)

  When you read such story –
  Live life with that trust and faith
  Love can bring even God if thy is in the world.

 3. dhavalrajgeera જાન્યુઆરી 12, 2009 પર 2:59 પી એમ(pm)

  When you read such story –
  Live life with that trust and faith
  Love can bring even God if thy is in the world.

  Rajendra

 4. ગાંડાભાઈ વલ્લભ જાન્યુઆરી 12, 2009 પર 10:44 પી એમ(pm)

  ખુબ ખુબ આનંદ આપ્યો સુરેશભાઈ. આ સત્ય ઘટના વાંચતાં હર્ષનાં આંસુઓનો જાણે ધોધ વહ્યો. આ અંગે આપને લાખો ધન્યવાદ સુરેશભાઈ.
  આપની લખવાની લઢણ પણ ઘણી જ સરસ. ફરીથી હાર્દીક ધન્યવાદ.

  -ગાંડાભાઈ

 5. KAMLESH SHAH જાન્યુઆરી 13, 2009 પર 1:38 એ એમ (am)

  Duniya ma ava pan manso hoi che a joi ne thai che ke mansai mari nathi

 6. pratap balani જાન્યુઆરી 13, 2009 પર 3:11 એ એમ (am)

  world is full of merciful people who are prepared to lend their helping to needy n downtrodden.may god bless such people long long life.

 7. chetu જાન્યુઆરી 13, 2009 પર 3:44 એ એમ (am)

  માનવતા હજુ જીવે છે … એવી પ્રતિતી કરાવનાર આ વાત એક્દમ હ્રદય સ્પર્શી છે …!

 8. Rekha Sindhal જાન્યુઆરી 13, 2009 પર 8:19 એ એમ (am)

  સુરેશભાઈ, નાનકડી બાળાના પ્રેમનું મૂલ્ય આંકનારા ડોક્ટર પણ કેટલા? મેડિકલ સારવાર મોંઘી થતી જાય છે અને હૈયાસૂના કેટલાક ડોક્ટર્સના જીવનમાં સેવા કરતાં પૈસાનું મૂલ્ય વધી જાય છે. એક જમાનો એવો હતો વૈદ્ય કે હકીમને મન સેવાનું મૂલ્ય વધારે રહેતું અને પૈસા ગૌણ રહેતા એટલે અત્યારના ડોક્ટર્સ જેવી જાહોજલાલી તેઓ નહોતા ભોગવતા. સેવા કરતા પૈસાને પ્રાધાન્ય આપનારા ડોક્ટર્સ પ્રત્યે ઘણાને નારાજગી હશે. આ વિષે હું નકકર દાખલાઓ સાથે લખવા ઈચ્છા કરું છું ક્યારેક વાત……………..લખાશે કે કેમ? તે ઈશ્વર જાણે.
  તમે લખી એવી વાતો સ્પર્શી જાય છે કારણ કે એ સહજ નથી રહી એટલે વાંચવા અને સમજવા લાયક બની રહી છે. અને એ રીતે ય અન્ય ડોક્ટર્સ માટે પ્રેરણા ઊભી કરે એવી આશા રાખીએ.

 9. Jay Gajjar જાન્યુઆરી 13, 2009 પર 10:30 એ એમ (am)

  Very good theme. Enjoyed. Touchy and likable story.
  Jay Gajjar, Mississauga, Canada

 10. કાસીમ અબ્બાસ જાન્યુઆરી 13, 2009 પર 12:00 પી એમ(pm)

  આ “ચમત્કાર” માટે તો જરૂર કહેવું પડશે કે:
  “ચમત્કાર ને નમસ્કાર”.

 11. P.A.Patel જાન્યુઆરી 13, 2009 પર 12:17 પી એમ(pm)

  May god bless the docter ,he deserves that and to you as well as you deserve the same.

 12. Maheshchndra Naik જાન્યુઆરી 13, 2009 પર 11:44 પી એમ(pm)

  CHAMATKAR AJE PAN THAY CHHE !!!!!!!
  God will HELP those who helpe others !!!!!!!!!!!!Great, Shri Sureshbhai,

 13. દક્ષેશ જાન્યુઆરી 14, 2009 પર 11:30 એ એમ (am)

  નિર્દોષ બાળાની શ્રદ્ધાને જીવાડવા ભગવાને ડોક્ટરના હૃદયમાં વસીને કામ કર્યું. આપણી માણસાઈ, આપણી પરોપકારિતા કોઈને માટે ભગવાનનું કામ કરે છે. બાકી બધા સામાન્ય માનવો જ હોય છે. પ્રાર્થના સંભળાવા માટે મન અને હૃદય સાફ હોવું જરૂરી છે.

 14. Amrut Hazari જાન્યુઆરી 14, 2009 પર 1:19 પી એમ(pm)

  Kone khabar chhe ke kayare, kyan ane kaya vesh ma prabhu mali jaya chhe ? Balak ni nirdoshta same prabhu hamesha devdut bani jaya chhe!!!!!!!Agochar ne Namashkar.

 15. Dr.Ashok Mody જાન્યુઆરી 14, 2009 પર 5:12 પી એમ(pm)

  World is survived because of such few people. This is a universal TRUTH which I believe.

 16. Dr. Bhooma Vashi. જાન્યુઆરી 15, 2009 પર 1:26 એ એમ (am)

  Very hearwarming story.
  We wait for angels up to a certain age. Then there is a TIME to BE one!And Make difference in other person’s life!
  May we have many more angels in the world to spread positivity.

 17. PRASHANT DARJI જાન્યુઆરી 15, 2009 પર 6:23 એ એમ (am)

  je try kare 6 a ne saflta jarur male 6.

 18. Dr.Ashok Kotecha જાન્યુઆરી 17, 2009 પર 6:24 એ એમ (am)

  Pleased 2 read TRUE story.People r there 2 help needy people.Because of such people world is 2 live.

 19. pravin માર્ચ 10, 2009 પર 6:43 એ એમ (am)

  Excellent, superb I have no other word to say but relly great

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: