સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ના જડ્યું – રમેશ પટેલ(આકાશદીપ)

આભ જેવું ઊંચેરું કોઈ ના મળ્યું
મન જેવું  ઊંડેરું કોઈ ના જડ્યું
 
પુષ્પ જેવું રુપાળું કોઈ ના મળ્યું
હાસ્ય જેવું મધુરું કોઈ ના જડ્યું
 
વૃક્ષ જેવા દાતા કોઈ  ના  મળ્યા
પંચેન્દ્રીય જેવું રત્ન કોઈ ના જડ્યું
 
જળ જેવું ઝીલનારું કોઈ ના મળ્યું
માત જેવું  મોંઘેરું કોઈ ના  જડ્યું
 
પવન જેવું પાતળું કોઈ ના મળ્યું
પ્રેમ જેવું સુંવાળું કોઈ  ના  જડ્યું
 
કૂંપળો  જેવું નાજુક કોઈ  ના મળ્યું
દરિયા જેવું દિલદાર કોઈ ના જડ્યું
 
જ્યાં જુઓ ત્યાં મળ્યો પણ ના મળ્યો
સત્ય જેવું  જગે સુંદર કોઈ ના જડ્યું
 
– રમેશ પટેલ(આકાશદીપ)

11 responses to “ના જડ્યું – રમેશ પટેલ(આકાશદીપ)

 1. dhavalrajgeera જાન્યુઆરી 24, 2009 પર 2:53 પી એમ(pm)

  મન જેવું ઊંડેરું કોઈ ના જડ્યું,
  હાસ્ય જેવું મધુરું કોઈ ના જડ્યું.
  દરિયા જેવું દિલ કોઈ ના જડ્યું,
  માત જેવું મોંઘેરું કોઈ ના જડ્યું.
  જ્યાં જુઓ ત્યાં મળ્યો પણ ના મળ્યો!
  સત્ય જેવું જગે કોઈ ના જડ્યું.
  Dear રમેશ પટેલ(આકાશદીપ)
  At least you are there for Us!

  Rajendra

  http://www.yogaeast.net
  http://www.bpaindia.org

 2. Dilip Gajjar જાન્યુઆરી 24, 2009 પર 4:30 પી એમ(pm)

  યાં જુઓ ત્યાં મળ્યો પણ ના મળ્યો
  સત્ય જેવું જગે સુંદર કોઈ ના જડ્યું
  કહેવામાં સત્ય સુંદર ભલે જણાય પણ જ્યારે આચરી જોશો તો ખ્યાલ આવશે કે કેટલું સમર્પણ માગે છે અને શું હાલ કરી દેશે..કવ્યની સુંદરતા શબ્દ અને વાહવાહ પુરતી છે..

 3. Chirag Patel જાન્યુઆરી 24, 2009 પર 6:47 પી એમ(pm)

  જ્યાં જુઓ ત્યાં મળ્યો પણ ના મળ્યો

  સુંદર સુરેખ ગમી જાય તેવી રચના.

  શ્રી દિલીપભાઈ ની વાત સત્ય બાબત આ જમાનાની વેદના છે.

  પણ દિલીપભાઈ એક ઝૂઠ કેટલાં ઝૂઠ બોલાવે છે ઝૂઠના ચેહરા

  કેવા ભાર તળે દબાયેલા છે તે જરા જોતા રહેજો.

  ચીરાગ પટેલ

 4. Ramesh Patel જાન્યુઆરી 24, 2009 પર 7:44 પી એમ(pm)

  To day I have read from Gujarat samachar

  let us share

  સત્યનો સ્વભાવ એટલો ક્રાન્તિકારી અને પ્રેમ પૂર્ણ હોયછે કે એના માટે માણસ પૂરું જીવન આપી દેવા તૈયાર થાય છે.

  સત્યનો સાક્ષાત્કાર હૃદયમાંથી ભયને ભગાડે છે. સોક્રેટીસ ,બુધ્ધ ,મહાવીર અને ગાંધીજી જેવી શક્તિ કેળવવી પડે.

  અહંકારની દુનિયા બચાવવા ફાંફાં માર્યા કરવાથી સત્યને ઓછું અંકાય ના.

  રમેશ પટેલ(આકાશદીપ)

 5. pragnajuvyasp જાન્યુઆરી 25, 2009 પર 7:10 એ એમ (am)

  જ્યાં જુઓ ત્યાં મળ્યો પણ ના મળ્યો
  સત્ય જેવું જગે સુંદર કોઈ ના જડ્યું
  ——————————-
  આખું શરીર સત્ય જેવું શ્વેત
  અને શ્યામ કર્મ વિરહી રંગના…

  એક સ્વર્ણપત્ર એના મસ્તક પર
  ‘આ દિગવિજયનો અશ્વ –
  કોઈ બળવાન હોય તો એને પકડે અને જીતે

 6. સુરેશ જાની જાન્યુઆરી 25, 2009 પર 7:37 એ એમ (am)

  સત્ય કેટલું કઠોર હોય છે તે વાંચો –
  https://gadyasoor.wordpress.com/2008/02/06/life-3/
  કદાચ આપણે ન જીરવી શકીએ એટલું એ કડવું હોય છે – એ વાત બહિ ઓછી લખઈ છે.

 7. Ramesh Patel જાન્યુઆરી 25, 2009 પર 9:49 એ એમ (am)

  શ્રી સુરેશભાઈનો લેખ વાંચ્યો અને કોમેન્ટ્સ માણી.

  આદરણીય પ્રગ્નાનજુજીના મૌલિક અને અભ્યાસુ પૂરક વાતો, કાયમ વેબ સાઈટ પર

  મનગમતી લાગી.

  વિચારોની દુનિયા, સૌના અલગ અલગ ક્ષેત્રોના અનુભવો અને તે મુજબની મૂલવણી અને વિચારસરણીને વધાવવી જોઈએ.

  સત્યતો શું જીંદગીમાં સામનો કરવી પડતી ગણી સમસ્યાઓ જેણે અનુભવી હોય તેજ જાણે.વાતો કરવી સહેલી છે

  પણ ધીંગાણું કરવા હીંમ્ત જોઈએ.

  રમેશ પટેલ(આકાશદીપ)

 8. હિમાંશુ કીકાણી જાન્યુઆરી 29, 2009 પર 9:05 પી એમ(pm)

  કદાચ આપ જાણતા હશો તેમ, ‘દિવ્ય ભાસ્કર’માં છેલ્લાં એક વર્ષથી, ઇન્ટરનેટની વિવિધ ઉપયોગી સર્વિસીઝ વિશે સરળ ભાષામાં સમજ આપતી એક કૉલમ ચાલે છે. હવે તે વેબસાઇટ (www.cybersafar.com) સ્વરૂપે પણ ઉપલબ્ધ છે, જેનો મુખ્ય ઉદ્દેશ ઇન્ટરનેટના નવાસવા પરિચયમાં આવેલા લોકોને તેની ઉપયોગીતા દર્શાવવાનો અને ગુજરાતી બ્લોગજગતનો નજીકનો પરિચય કરાવવાનો છે.

  સાઈટ પર ગુજરાતી બ્લોગજગતની માત્ર લિંક મૂકવાને બદલે, આરએસએસ ફીડની મદદથી મુલાકાતીઓ વિવિધ બ્લોગ પર મુકાતી તાજી કૃતિઓની ઝલક મેળવી શકે અને પસંદગીની પોસ્ટ પરથી જે તે બ્લોગ પર જઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.

  ‘ઝલક ગુર્જરી’ નામના આ વિભાગનું કામ હજી ચાલુ છે. આપને ખાસ વિનંતી કે આપના બ્લોગની ફીડલિંક તેમાં ન હોય કે તેમાં કંઈ ભૂલ હોય અથવા આપ બ્લોગની લિંક તેમાંથી દૂર કરવા માગતા હો તો himanshu@cybersafar.com પર જણાવશો.

  આભાર,

  હિમાંશુ

 9. Pingback: my blog

 10. Ramesh Patel જુલાઇ 3, 2009 પર 10:32 પી એમ(pm)

  Really strange comment for me.
  I don’t believe to builtup immage on baseless ground.
  This was written by me.If any misunderstanding is there
  for any coincidence of laya,I have no idea.

  Ramesh Patel(Aakashdeep)

 11. Pingback: federal government business grants

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: