58,000 ની વસ્તીવાળા, એક નાનકડા શહેરના
પુસ્તકાલયના બાળકો માટેના વીભાગમાંથી મળેલા,
જીવંત લાગે તેવાં ચીત્રોથી સભર
પુસ્તકનો અતી સુક્ષ્મ સંક્ષેપ
—————————————————–
બીગ બેન્ગની ઘટના ઘટી ગયે, કરોડો વર્ષો વીતી ગયાં હતાં. બળબળતા વાયુઓના અતી પ્રચંડ સમુહો તીવ્ર વેગે દુર અને દુર ફંગોળાતા રહ્યા. પણ ગુરુત્વાકર્ષણના બળે, નજીકની મતા ભેગી પણ થતી ગઈ. જેમ જેમ આ ભેગી થતી મતા નજીક ને નજીક આવતી ગઈ; તેમ તેમ તેમનો નજીક આવવાનો વેગ પણ વધતો ગયો. અને વળી પાછું દ્રવ્ય ઘનીભુત થતું ગયું. તારાઓ અસ્તીત્વમાં આવ્યા. આવો એક તારો તે આપણો સુર્ય.
એની આજુબાજુ ઠેર ઠેર વેરાયેલા આવા સમુહો અત્યંત નાના હોવાને કારણે જલદી ઠરી ગયા અને નવ ગ્રહો સર્જાયા. સુર્યની બહુ નજીક હોવા છતાં પોતાના પ્રચંડ વેગને કારણે એ સુર્યમાં ન સમાયા . એની આસપાસ ઘુમતા રહ્યા. સુર્યમાળાના મણકા જેવા એ ગ્રહો, અને એમાંની એક તે આપણી ધરતી.
એનાથી નાના દ્રવ્યકણો તે ઉપગ્રહો, એ ગ્રહોની આજુબાજુ ફરવા લાગ્યા. ધરતીની સાવ નજીક હોવાને કારણે એની આજુબાજુ ફરતો બની ગયો તે આપણો ચન્દ્ર.
અને સૌથી નાના બાળકો એટલે ગુરુ અને મંગળના ગ્રહની વચ્ચે ફરતી રહેલી, ઓરડાની ફર્શ પરની ધુળ જેવી ઉલ્કાઓ – કોઈક મોટી તો કોઈક નાની. એ રજકણોની સતત વર્ષા બધા ગ્રહો પર અને ધરતી પર થતી જ રહે.
પણ આજે જે ઘટનાની વાત કરવાની છે તે છે –
સાડા છ કરોડ વર્ષ પહેલાં…..
એ જમાનામાં ધરતી પર અલગ અલગ ખંડો ન હતા. એક મોટો જમીનનો સમુહ હતો – ગોન્ડવાના લેન્ડ. અને તેના ખાડામાં ભરાયેલાં પાણીનો તેનાથી મોટો સમુહ હતો – એક મહાન મહાસાગર. બન્નેમાં પ્રચંડકાય ડીનોસોર મહાલતાં હતાં. જાતજાતનાં અને ભાતભાતનાં – કોઈ વનસ્પતી આહારી તો કોઈ માંસાહારી. એમના કદને અનુરુપ, પ્રચંડ કદવાળાં વૃક્ષોનાં જંગલો પણ સમસ્ત ધરતીને આવરી રહેલાં હતાં. આ ચીત્રવીચીત્ર દુનીયાનો વ્યવહાર રાબેતા મુજબ ચાલી રહ્યો હતો – અત્યારે ચાલતા, આપણા રાબેતા મુજબના જીવનની જેમ.
જુરાસીક પછીના ક્રીટેશીયસ યુગની સંધ્યાનો એ અંતીમ તબક્કો હતો. એક નવા યુગની ઉષા ઉગવાની હતી.
કોઈક ધુમકેતુના સુર્યની નજીક આવવાના કારણે, મસમોટી એક ઉલ્કાની ગતી બદલાણી. તે થોડીક પૃથ્વીની નજીક સરકી. અને પછી તો તે સરકતી જ ગઈ; સરકતી જ ગઈ. જેમ નજીક આવતી ગઈ તેમ તેનો વેગ વધવા માંડ્યો. ધરતીમા તેને પોતાની ગોદમાં લેવા આતુર હતી ને!
ધરતી કરતાં આમ તો તે ઉલ્કા સાવ નાનકડી જ હતી. માંડ 6 માઈલના વ્યાસ વાળી – વજન માત્ર દસ લાખ ટન. જો થોડીક દુર રહી હોત તો, પૃથ્વીથી થોડે દુર રહી, પાછી સુર્યમાળાના એક રજકણની જેમ ફરતી રહી હોત. પણ ભવીતવ્ય કાંઈક અલગ જ હતું. આ માયા ધરતીમાં સમાઈ જવા આતુર હતી.
અંધાર ઘેરી એ રાત હતી. ઈવડી એ ઉલ્કા કલાકના 7,000 માઈલની ઝડપે ગોન્ડવાના લેન્ડ ઉપર ખાબકી. દસ લાખ ટન વજનની ઉલ્કા અને કલાકના 7000 માઈલ.
( એક ટન વજનની કાર એક શીલા સાથે કલાકના 60 માઈલની ઝડપે અથડાય તો એના ભુક્કા બોલી જાય.
કલાકના 600 માઈલની ઝડપે અથડાય તો, તે આગનો અને ઓગળેલા લોખંડનો ગોળો બની જાય. પેલી શીલા પર તો નાનો અમથો ગોબો પડે એટલું જ.
અને કલાકના 6000 માઈલની ઝડપે અથડાય તો?આખી શીલાના ભુક્કી ભુક્કા બોલી જાય અને તે બળવા લાગે! )
અને પેલી માયા તો માળી ખાબકી હોં !
અને મધરાતે સો સો સુર્ય ઝળહળી રહ્યા હોય એટલું અજવાળું થઈ ગયું. બળબળતી એ ઉલ્કા ધરતીની અંદર સમાઈ ગઈ – . સેકન્ડના કંઈ કેટલાય માઈલની ઝડપે – બહુ જ ઉંડે ને ઉંડે. ધરતીના પડને ચીરીને ધગધગતા લાવાની અંદર ખાબકી એ તો.
ખર્વોના ખર્વોની સંખ્યામાં ફટાકડા ફુટતા હોય એમ, સેંકડો જ્વાળામુખીઓ ભભુકી ઉઠ્યા. ધરતીના ટુકડે ટુકડા થઈ ગયા. મહાસાગરનાં પાણી ધગધગતી વરાળ બનવા માંડ્યા અને આખા પર્યાવરણમાં ફેલાવા માંડ્યા. ધરતીમાંથી નીકળેલી લાવારસની જ્વાળા પણ આની હોડ બકતી ચોગમ ફેલાવા લાગી.
આ બે બળબળતી માયાઓ વચ્ચેનું તુમુલ યુધ્ધ, વર્ષો સુધી જારી રહ્યું. બળબળતા અગ્ની અને વરાળનું આ મહાવાદળ ધરતીને વીંટળાઈને પર્યાવરણની બહારની સપાટી સુધી પુગી ગયું. અને ત્યાં પહોંચતાની સાથે જ શુન્યાવકાશની અત્યંત ઠંડીથી ઠરવા માંડ્યું.
અને ધરતી ઉપર શી હાલત હતી? બળબળતી ગરમી અને કરોડો તીવ્ર માત્રાના ધરતીકંપોનાં સતત જારી રહેતા આંચકાઓ વચ્ચે જંગલો અને પ્રાણીઓ બળીને ભસ્મ થઈ ગયા. પૃથ્વી પરનો પ્રાણવાયુ એમને બાળવા માટે પુરતો ન હતો. અબજો પ્રાણીઓનાં ભડથું થઈ ગયેલાં ખોળીયાં અને કાળા ભંઠ કોલસા બની ગયેલાં જંગલો; ધુળ અને ખડકોના ઢગલે ઢગલા. બળબળતા વાયરાની સંગાથે આ બધાનાં ચક્રવાત અને પ્રતીચક્રવાત – એક જગ્યાએ નહીં – ઠેર ઠેર.
ધરતી પરનું અને વાતાવરણનું આ તાંડવ ધીમે ધીમે શમવા લાગ્યું. ઘટાટોપ ધુળ અને પાણીની બાષ્પનાં વાદળો ટુકડે ટુકડા થઈ ગયેલી ધરતી પર છવાઈ ગયાં. ધુળની સાથે લાવામાંથી નીકળેલો સલ્ફર પણ હતો જ ને? એસીડની વર્ષા રહી સહી જીવસૃષ્ટીનું નીકંદન કરતી રહી. પ્રચંડ ઉષ્ણતામાનનું સ્થાન હવે પ્રચંડ ઠંડી લેવા માંડી. સમસ્ત ધરતી પર બરફ છવાઈ ગયો.
સેંકડો વર્ષોની ઠંડી અને અંધાર ઘેરી એ રાત હતી. કોઈ જીવ કે વનસ્પતીનું અસ્તીત્વ શક્ય જ ન હતું. એ બધી સલ્તનતો નષ્ટપ્રાય થઈ ચુકી હતી. ધરતીના ગર્ભમાં એક નવી સૃષ્ટી આકાર લઈ રહી હતી. એક નવી જ શક્યતાના બીજનું સેવન કરીને ધરતી ઠંડીગાર બનીને ચુપચાપ સુતી રહી.
એક નવા યુગની ઉષા, સુર્યના કીરણોથી એ બીજને સેવવા, પોતાના પ્રસવની પ્રતીક્ષા કરી રહી હતી.
——————————————-
અપ્રતીમ, અભુતપુર્વ, ન ભુતો ન ભવીષ્યતી … ઉલ્કાપાત.
પરીવર્તન..,, પ્રચંડ પરીવર્તન.
પણ બીગ બેન્ગની તુલનામાં?
એક રજકણ જેવી ધરતી ઉપર હવાની લ્હેરખી માત્ર લહેરાઈ હતી! સમષ્ટીના સ્થળ અને સમયના પરીમાણના પરીપ્રેક્ષ્યમાં, ક્ષણાર્ધનાય સાવ નાનકડા ભાગ જેવી એક પળ માટે, એક નાનકડી રજકણે પોતાનાથી અત્યંત નાના પાવડરની કણી સાથે આશ્લેષ અનુભવ્યો હતો.
——————————————-
Like this:
Like Loading...
Related
બિગ બેન્ગની કેટલીક રોચક હકીકતો
એલએચસીની ૨૫ કિમી લાંબી ટ્યૂબમાં એક-બીજા સાથે અથડામણ સમયે પ્રત્યેક પ્રોટોનમાં ૧૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલતી ટ્રેન જેટલી ઊર્જા હશે.એલએચસીને ત્રણ તબક્કાવાળું પ્રોટોન એકિસલેટર કહેવામાં આવે છે. પહેલા તબક્કામાં હાઇડ્રોજનને તોડીને તેમાં પ્રોટોન કાઢવાની પ્રક્રિયા પૂરી થાય છે. પછી આ પ્રોટોન્સને ગતિ આપવા માટે બીજા તબક્કાનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રીજા તબક્કામાં પ્રકાશની ઝડપે પ્રોટોન્સનો વરસાદ થાય છે. અમેરિકાના એપોલો મિશન બાદ આ દુનિયાનો સૌથી મોટો પ્રયોગ છે.યુ-ટ્યૂબ પર એલએચસીની શ્રૃંખલાબદ્ધ પ્રક્રિયાનો એક કાલ્પનિક વીડિયો બહાર પાડવામાં આવ્યો છે. જેને અત્યાર સુધી લગભગ ૧૩ લાખ વખત જૉવામાં આવ્યો છે.એક વર્ષ દરમિયાન એલએચસીની મદદથી ચાર વખત બિગ બેન્ગને રિપિટ કરવામાં આવશે અને આ પ્રક્રિયામાં એફિલ ટાવર જેટલો ચો કચરો એકઠો થશે.પ્રયોગના આંકડાઓમાં વાર્ષિક લગભગ ૧૫ પિટાબાઇટ આંકડાની છટણી બાદ પણ એટલા આંકડા એકઠા થશે, જેનાથી ૨૦ લાખ ડીવીડી તૈયાર કરી શકાય.એલએચસીમાં પ્રત્યેક પ્રયોગમાં ૧૪૦ ખરબ વોલ્ટની ઊર્જા વપરાશે.ઉપકરણના સૌથી મહત્ત્વના અને અંતિમ તબક્કામાં ૧૨૦ મેગાવોટ જેટલી ઊર્જાનો વપરાશ થશે.સમગ્ર પ્રયોગ માટે ૧૦ હજાર કરતાં વધુ કંપનીઓને ભાગીદાર બનાવાઇ છે
મુર્રબી જાનીભાઇ
ઉપર મુજબ જમીન આકાશ
વીશેનુ english
વાંચન ઉપલબ્ધ હોય તો મારા
grand son, grand doughter
માટે ભારે અનુકુળ થશે, જાણ કરશો.
Sorry for the comment.. Narsi Kaka., if u dnt mind, teach the grandson and dughter Gujarati…
Aapani Matru bhasha chhe..
M sorry, Gujarati font nathi aetle English ma lakhvu padyu…
Jai Hind…
ભાઇશ્રી જાની,
આપે મોકલાવેલ બ્રહ્માંડ ઉત્પતિનો લેખ ખુબજ માહિતિ સભર છે.
આભાર
-પ્રભુલાલ ટાટારીઆ
It is a GREAT INFORMATION to all of us Thanks,
In one of the recent text books I had read that the earth had come to existance from the material of the first blast of our Sun. Our sun is a secondary star.
Whereas from the article of shri Suresh Jani the story appears to be quite different.
nice
Pingback: પરિવર્તનનો શહેનશાહ | સૂરસાધના