સફેદ રેતી?
હા! આ ધોળીયાઓના દેશમાં એવું હોય તેની નવાઈ શાના પામો છો? જો કે, એ સાવ સાચી વાત છે કે, આખી દુનીયામાં માત્ર એક જ જગ્યાએ એ જોવા મળે છે – અમેરીકાના ન્યુ મેક્સીકો રાજ્યના અલામો ગોર્ડો શહેરની નજીક. એનું નામ જ ‘વ્હાઈટ સેન્ડ’. અમે એના પ્રવાસે ગયા હતા.
માઈલોના માઈલો સુધી સફેદ રેતીના ઢગલે ઢગલા. ધોળી બખ્ખ રેતી જ રેતી. વાયરાથી ફરફર ઉડતી રેતી. રેતીના નાના ને મોટા ઢગલા જ ઢગલા. અમુક ઢગલા તો ખાસી ઉંચી ટેકરી જેટલા- પચાસ સાઠ ફુટ ઉંચા. સુર્યનો તડકો પડતો હોય તો આંખો અંજાઈ જાય એટલું બધું ધોળાપણું. બધું દ્રશ્ય દેખીતી રીતે સ્થીર લાગે પણ , એ રેતીના ઢગલા પણ જીવતા. પવનથી ઉડીને આવતી રેતીથી ઉંચા ને ઉંચા થતા રહે. અને બહુ ઉંચા થાય એટલે એની કોર ધસી પડે. પવનની તરફની કોર મંથર ગતીએ આગળ વધતી રહે. ટોચના ભાગની છેક નીચેની રેતી દબાઈને કઠણ ખડક જેવી થઈ હોય. ટેકરીની નીચલી કોર નજીક એના સગડ પારખી શકાય. એક સૈન્ય પસાર થઈ ગયું હોય તેના અવશેષો જેમ દેખાઈ આવે તેમ; ટેકરીની ટોચના ભુતકાળના સ્થાનની સાક્ષી પુરતા આ સગડ એ ટેકરી જીવંત છે એની આપણને ખાતરી કરાવી દે.
ક્યાંક ક્યાંક રડ્યાં ખડ્યાં આ રેતી અને સમ ખાવા બરાબર પાણીના અને ઝાકળના બુંદ પર ગુજારો કરતાં ઘાસ અને નાના છોડ અહીં પણ જીવન ધબકતું હોવાની ચાડી પારતા રહે. કહે છે કે, રાત્રે આવો તો નાનકડાં જંતુઓ અને ગરોળીઓ બહાર નીકળી આવે. સફેદ રેતીમાં પણ નાઈટ લાઈફ ખરી હોં!
તમે ભુલા ન પડો તે માટે થોડે થોડે અંતરે ધાતુના ચાર ફુટ ઉંચી પટ્ટીઓ પણ ગોડેલી રાખી હોય. બાકી આ રણમાં ભુલા પડો તો ફસાતા જ રહો.
કદીક અહીં મધદરીયો હતો. એમાં માછલીઓ અને દરીયાઈ જળચર તરતાં હતાં. પછી ત્યાં ડુંગર બન્યા અને પછી ખીણ અને પછી સરોવર અને છેવટે આ દલદલ.
સાવ સ્થીર લાગતો આ માહોલ……. સતત પરીવર્તનશીલ. ધીમો બદલાવ. પણ અચુક બદલાવ.
…………….

લગભગ 247 માઈલની લંબાઈમાં પથરાયેલ આ જગ્યા વીશ્વની એક કુદરતી અજાયબી છે.
ભુસ્તરશાસ્ત્રીઓના માનવા પ્રમાણે, 25 કરોડ વર્ષ પહેલાં અહીં એક દરીયો હતો. એના પટના તળીયે જમા થતા રહેતા, જીપ્સમનું જાડું પડ હતું. પાણીના દબાણ હેઠળ એ દબાઈને ખડક બની ગયું હતું. સાતેક કરોડ વર્ષ પહેલાં ભુસ્તરીય ફેરફારોને કારણે આ જગ્યાએ જમીન ઉંચકાઈ આવી અને એક લાંબો પર્વત બની ગયો. એક કરોડ વર્ષ પહેલાં, આ જગ્યાની પશ્ચીમે રોકી પર્વતમાળા અસ્તીત્વમાં આવી; ત્યારે આ પર્વત નીચે બેસી ગયો. આને કારણે ટુલારોસા બસીન બન્યું. એની ધાર પર સાન આન્દ્રેસ અને સેક્રામેન્ટો પર્વતો બાકી રહ્યા. આ પર્વતો પર થતી વરસાદ અને સ્નોની વર્ષાને કારણે પર્વતની ઉપર અને અંદર રહેલા જીપ્સમના થર ઓગળી ઓગળીને આ બસીનમાં ખડકાતા રહ્યા. ચારે બાજુ પર્વતો હોવાને કારણે આ પાણી કોઈ દરીયામાં વહી શકે તેમ ન હતું. આથી ભુતપુર્વ ઓટેરો લેકમાં આ બધું પાણી જમા થવા માંડ્યું. સુકાવાના કારણે અને નીચેની રેતીમાં શોષાવાના કારણે જીપ્સમના થર વધવા માંડ્યા. કાળક્રમે ઉંચી અને લાંબી રોકી પર્વતમાળાના વર્ષાછાયામાં ન્યુ મેક્સીકોનો આ પ્રદેશ રણમાં પરીવર્તન પામતો ગયો. સાન આન્દ્રેસ અને સેક્રામેન્ટો પર્વતો પર પડતા વરસાદ અને સ્નોને કારણે એમની ઉપર તો સરસ મજાનાં જંગલો છે પણ એ પાણી લેક ઓટેરોને યથાવત રાખવા પર્યાપ્ત ન હતું. તે સુકાતું ગયું અને સાવ નાનકડું લેક લુસેરો જ બાકી રહ્યું; જે પણ દીન પ્રતીદીન નાનું ને નાનું થતું જાય છે.
આ ભૌગોલીક પરીવર્તનોના કારણે ત્રણ બાજુ પર્વતોથી ઘેરાયેલા આ પ્રદેશમાં જીપ્સમની રેતીના ઢગના ઢગ ભેગા થયા છે. ન્યુ મેક્સીકોનું રણ, તેની વચ્ચે લીલાંછમ પર્વત અને તેની વચ્ચે સફેદ રેતીનું આ રણ – આમ દુનીયાની એક અજાયબી જેવી ભૌગોલીક રચના અસ્તીત્વમાં આવી છે.
. એની મોટા ભાગની પરીમીતી ઉપર પર્વતો છે. એમાંના ઘણા જીપ્સમ નામના પદાર્થના ખડકોના બનેલા છે. કાળક્રમે આ પ્રદેશનું હવામાન બદલાયું અને વરસાદની માત્રા ઓછી થઈ ગઈ. એટલે એ સરોવર સુકાઈ ગયું. અને જીપ્સમના બારીક પાવડરથી ભરાઈ ગયું. હજુ પણ નાનાં નાનાં ઝરણાં વડે ખડકોમાંથી ધોવાયેલો જીપ્સમ અહીં ઠલવાયા જ કરે છે. પણ થોડેક જ દુર જઈને એનાં ખાબોચીયાં, સુકાવા માટે તૈયાર હોય છે. આ વીસ્તારમાં લાખો વર્ષોથી ભેગો થતો રહેલો જીપ્સમ, આજુબાજુના ઉંચા પર્વતોને કારણે બીજે ક્યાંય ઉડીને જઈ શકતો નથી.
આથી આ સફેદ રેતીની અસંખ્ય ટેકરીઓ અહીં અહર્નીશ મોજુદ હોય છે. અમેરીકામાં બધે મુક્ત રીતે ફરફરતો વાયરો અહીં પણ શાનો સખણો રહે? એટલે આ ટેકરીઓ ધીમે ધીમે ખસતી જ રહે. અમુક ટેકરીઓ તો સોએક ફુટ ઉંચી થઈ ગયેલી હોય છે.
વધુ જાણો
Like this:
Like Loading...
Related
આ અદભુત અજાયબ દુનીયા વીશે જાણીને નવાઈ લાગી અને રોમાંચ પણ!
Nice information… Thanks for sharing that with all readers…
Interesting place! Your vivid description and photos made the essay more picturesque. Thanks for the info.
TRUE PICTURE OF MAXICO presented by you, GREAT!!!!!!!!!!!!!!!!!Thanks,
અરે વાહ સુરેશભાઈ, તમારી સાથે અમને પણ આ કુદરતની અજાયબી દર્શાવવા બદલ આભાર !
interesting place wo? thanks. sures bhai.
દાદા , આ માહિતી જાણી ને અમને ખરેખર આશ્ચર્ય થયુ..!! .. કુદરતની વાત જ ન્યારી… !
આપનો ખુબ આભાર…!!
Many many thanks for such information
Very good information and nice to know about Mexico. Really Good to read in Gujarati.
excellent information..
Resp. Shri Jani Saheb,
Enjoying your various articles and subjects covered. I am not able to read instantly but do keep files received from you and go thro as and when time pemits. Be sure not a single file is deleted by me so far.
Enjoyment is partially paralyed with unjha Jodni. After studying in Gujarati medium certainly it pinches the heart. What is not famiiar will not be familiar and to that extent I think: (a) What was the comulsion that you adopted Unjha Jodni which to me is not a Gujarati Language at all. It spoils Gujarati grammer of our kids (b) Is it the software which guides this jodni. Where is original Jodni ?
It is not a critics although I persoanlly know your nature that you will like critics also if spelled out from clear heart. I assure it is not critics and if it is then it is by clear heart.
Unja jodni certainly takes pleasure of reading.
YATIN DHOLAKIA
Really i dont know about this. Its really amazing place.
Thanks to inform us.
Thanks again dada.
Keep it up !
How is the creator?
કુદરતની વાત જ ન્યારી !
Bhai Suresh, You love to stand in front like a ROCK.
Very informative and intersting.
Thank you!
it very good. even my daughter in houston she do not khow about this.
thank you.
hemant doshi
Pingback: પરિવર્તનનો શહેનશાહ | સૂરસાધના
વાહ,શ્રી જાનીસાહેબ વાહ, સરસ માહિતી આપી છે.આભાર.