સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પરીવર્તન – 6 : પર્ણાન્કુર

        ત્રણ મહીના પહેલાં દીકરાના ઘેરથી એક મની પ્લાન્ટ (ચોરીને નહીં, માંગીને!) લાવ્યો હતો. શીયાળાની શરુઆત હતી. ત્રણ જ પાંદડાં હતાં અને નવાંકુર તો ક્યાંક છુપાઈને પડેલો હતો. એના ઘરના કુંડામાં ઉગેલ છોડની ડાળી કાપીને લાવ્યો હતો એટલે મુળ તો ક્યાંથી હોય? ત્રણમાંનું એક પાંદડું તો સુકાઈને મરી પણ ગયું. ઘરમાં જ એક કુંડામાં એ છોડ મરવાના વાંકે જીવી રહ્યો હતો.

      દરરોજ બધા એનું નીરીક્ષણ કર્યા કરે. ક્યાંય કોઈ નવાંકુર ફુટેલો દેખાય છે? મહીનો એક થયો હશે અને એક નાનું ટપકું દેખાણું. પણ એ રામ મોટા થવાનું નામ જ ન લે. રોજ એની એ જ હાલત.

    થોડા દી’ થયા અને સાવ નાનીશી ટશર બહાર આવી. રોજ બીચારી ડાળીમાંથી બહાર આવવા મથે. એક દીવસ હવામાન કાંઈક ઠીક હતું; તે જનાબને બેકયાર્ડમાં કાઢ્યા. તડકો ખવડાવ્યો. બીજે દીવસે એ ટશર કાંઈક વધારે મોટી થયેલી લાગી. હવે આશા બંધાઈ કે, આ છોડ જીવી જશે. કુંડાની માટીમાં નીચે નવું મુળ પણ આવ્યું હશે. ત્યારેજ તો આ નવા જીવને પાણી મળતું હશે ને?

      અને અઠવાડીયા પહેલાંના જ સમાચાર છે – તાજા ખબર.. સરસ મજાની નાનકડી પાંદડી અમારા આ નવા દીકરાના ઘેર અવતરી છે! અમારા હરખનો તો પાર નથી. હવે વસંત આવશે અને બીજી અને ત્રીજી અને ચોથી પાંદડીઓ ફટાફટ ફુટશે. નીચે મુળના જથ્થે જથ્થા જામવા માંડશે. અને મની પ્લાન્ટ તો બાકી મહોરી ઉઠશે હોં!

     તમે કહેશો .. લ્યો શી નાખી દેવા જેવી વાત લાવ્યા છો? આવાં તો કેટલાંય ઘાસ ફુટે છે અને જીવજંતુ સર્જાતાં જાય છે.

      પણ ભાઈલા ! આ પાન ફુટવાની કથા નથી. આ તો પરીવર્તન કથા છે. બીગ બેન્ગ જેવું અતી પ્રચંડ પરીવર્તન હોય કે એક નાનકડું પર્ણાંકુર ફુટ્યું હોય.

      ફેરફાર, સતત બદલાવ. સતત વીકાસ અને વીસર્જન. સારાં અને માઠાં પરીવર્તન. સૃષ્ટીનો સનાતન નીયમ. ‘

     ‘સઘળું સદા બદલાતું જ રહે છે.’ 

    અને છતાં એવું કેવું કે. આપણને પરીવર્તન થાય તે ગમતું નથી હોતું? હરહમ્મેશ બદલાવ સામે વીરોધ, કલ્યાણકારી બદલાવ હોય; સગવડતા વધારતો બદલાવ હોય; તો પણ વીરોધ.

     બધું એમનું એમ જ રહેવું જોઈએ.

     અજાણતામાં, સાવ સહજ રીતે, વ્હાલભર્યા બાપુ, પપ્પા અને ડેડી બની ગયા. પણ ‘પીતા’ લખવામાં વીરોધ. કોડ ભર્યો કંથ ‘હબી’ બની જાય, એનો વાંધો નહીં, પણ ‘પતી’ લખું તો વીરોધ. 

15 responses to “પરીવર્તન – 6 : પર્ણાન્કુર

  1. Rajendra Trivedi, M.D. ફેબ્રુવારી 7, 2009 પર 8:37 એ એમ (am)

    ‘સઘળું સદા બદલાતું જ રહે છે.’

    એમનું એમ જ !
    સનાતન નીયમ. ‘

    ફેરફાર, સતત બદલાવ. સતત વીકાસ અને વીસર્જન. સારાં અને માઠાં પરીવર્તન. સૃષ્ટીનો સનાતન નીયમ. ‘

    The truth .
    The Nature!

  2. pragnaju ફેબ્રુવારી 7, 2009 પર 10:21 એ એમ (am)

    ‘ડેડી બની ગયા. પણ ‘પીતા’ લખવામાં વીરોધ. ‘
    હવે તો ડીએનએથી ડેડી નક્કી થાય તે જમાનામામ પીતા ન હોય તેને પીતા કેમ કહેવાય? ડીએનએ એ એવો ટેસ્ટ છે જે બાળકના સાચા પિતા હોવાની સાબિતી આપે છે. ડીએનએ એટલે . લિવિંગ ટિસ્યુ જેના જીનેટિક કમ્પોનન્ટ કોમન છે. એક રિસર્ચ છે જેમાં વ્યકિતના લોહીમાંથી તેની હેરીડિટિ અને જીનેટિક ઇન્ફર્મેશન મળે છે. બાળક અને પિતાના કોમન જીન્સ નિકળતાં ‘રિયલ ડેડી’ની ખબર પડે છે, જે છે ડીએનએ પેરેન્ટિંગ ટેસ્ટ. જમાનો મોર્ડન થઈ ગયો છે. મહિલા સ્વતંત્ર થઈ છે, વેસ્ટર્ન લાઇફ સ્ટાઇલની હવા ફેલાઈ છે. મગજમાં ઘુમરાયા કરે છે એક જ પ્રશ્ન કે ‘શું, હું જ મારા બાળકનો રિયલ ડેડી છું?’ પણ પતિ અને સાસરિયાંની રોક-ટોકને પૂર્ણવિરામ આપવા ટેસ્ટ કરવા મંજૂરી આપે છે.

  3. Chirag Patel ફેબ્રુવારી 7, 2009 પર 2:42 પી એમ(pm)

    મને તો બરોડા સામે પણ વાંધો છે! હું વડોદર કહેવું જ પસન્દ કરું છું. એમ જ, હીન્દુસ્તાન પણ સાચો શબ્દ નથી માનતો, ભારત કહેવું પસન્દ કરું છું.

  4. shirish ફેબ્રુવારી 7, 2009 પર 8:37 પી એમ(pm)

    Yes Chiragbhai,
    Hindustan is not a proper word for India.

    But people of Middle East knew this country as a country beyond Indus River. Some said Hindus or Handus.

    Many people who feel great by way of thinking them selves modern ones, say Hindustan was never a country. Only British made us united.

    I don’t have proper word or phrase for such people. According to our literature in Sanskrit a country is defined by the general laws of the land. It has nothing to do with dynasties and their boundaries.

    In oldest Puranas e.g. Vayu Purana, the earth’s geography has been described under the chapters of Bhuvan Vinyas.

    Jamboodweep, to which Bharat-khanda is a part, has been described extensively. Each small part of Bharat has been described right from Gandhar to North East Brahmadesh to Shri Lanka to Saurashtra.

    Vayu Purana is written in un-Panian Sanskrit. Therefore it is considered oldest one. This Purana provides a very good link between the periods of Vedas to Saraswati civilisation upto 600 BC. It makes it very clear that Bharat was a separate entity.

    As for Jamboo Dweep was concern, it was the greater India. Bharat was the source of knowledge and loved by Gods.

  5. MANAV PATEL ફેબ્રુવારી 9, 2009 પર 10:30 એ એમ (am)

    I AM AGREE WITH Mr. CHIRAG PATEL, IT’S TRUE.

  6. Jina ફેબ્રુવારી 10, 2009 પર 2:40 એ એમ (am)

    દાદા, જો હું સાચું સમજી છું તો તમે અહીં ઊંઝા જોડણી વિશે સંકેત કર્યો છે બરાબર? હા, જાણે-અજાણએ ક્યાંક આપણે ગુજરાતીઓએ જ ગુજરાતી ભાષાને વર્ણસંકર કરી નાંખી છે પણ બાપુજીમાંથી ડેડી થવા જેટલું પીડાદાયક ‘પીતા’ થઈ જવું છે (બીચારા બાપુજી ના પીતા હોય તો ય તેમને ‘પીતા’ કહેવાના? અને પતિને તો બીચારાને પતી જ ગયેલો કહેવાનો? )

    આ મારા views છે અને આ વિષયમાં હજુ ચર્ચાને અનંત અવકાશ છે… આપણે આપણા ગ્રુપમાં આ વિશે ચર્ચા કરીએ તો?

    આદર સહ
    – જીના

  7. shirish ફેબ્રુવારી 10, 2009 પર 9:22 પી એમ(pm)

    Once upon a time Gujarati script was tried to facilitate type writer. Now it has been tried for eliminating the difference between long and short vowels. I feel we are missing a beauty of Gujarati. But I do not have better argument to oppose. Some body from Gujarati poets should come forward with better arguments to oppose.

  8. shirish ફેબ્રુવારી 12, 2009 પર 11:14 પી એમ(pm)

    I do not think that I have been taught that in Gujarati there are 8 vowels.

    If any where that has been written like that it is erroneous.

    It should be corrected there. If somewhere some wrong has been written and to maintain that we should eliminate certain vowel is not a good argument.

    As for the approval on Unza script, it has been said that you have consulted some writers and they have agreed to the changes.

    This information is not enough.
    Who are the writers?
    What are their arguments?
    Writers have to say how they have agreed to the elimination of vowels?

    It is not a matter of conservativeness. But no change should be made in haste.

    Are we ready to make such changes in Sanskrit? If we do not make such changes in Sanskrit, then our student will make a lot mistakes in writing in Sanskrit. This is because our most words are originated from Sanskrit.

    What is our aim?
    Is it that we want to reduce the burden of vowels?

    If our aim is to reduce our burden of vowels we can also go for reducing consonants.

    There are three S-s.
    We have soft and normal L-s.
    We have five nasals. i.e. N.
    We can also eliminate Kh, Chh, Th, Thh, Ph,. Similarly we can also eliminate Gh, Jh, DH, DHH, Bh,

    If we can eliminate these consonants we steel can have meaningful writing and also a lot of fun.
    Further and somehow we can understand the pronunciation well under the context.

    One should not get surprised!! This type of system is available in a South Indian language.

  9. ગાંડાભાઈ વલ્લભ ફેબ્રુવારી 13, 2009 પર 3:38 પી એમ(pm)

    મને તો આશ્ચર્ય એ વાતનું થાય છે કે પરીવર્તન ઈચ્છનારાઓની વૈજ્ઞાનીક અને તાર્કીક દલીલોની સામે કેવી અતાર્કીક અને અસંબંધીત દલીલો આ પરીવર્તનનો વીરોધ કરનારા કરે છે!!

    બીજી એક વાત. જે શબ્દ ગુજરાતીમાં સ્વીકારાયો હોય, પ્રચલીત થયો હોય, બધા સમજી શકતા હોય તે ગુજરાતીની રીતે જ લખાય, ગુજરાતીમાં જ લખાય, કેમ કે એ ગુજરાતી બની ગયો. આથી તત્સમ-તદ્ભવના ભેદ કાઢી નાખવા જ યોગ્ય ગણાય.

  10. Mansi Shah ફેબ્રુવારી 21, 2009 પર 8:46 એ એમ (am)

    Dear Dadaji,

    I t hink Jina is right on this. સાચી વાત છે કે નવસર્જન થવું જ જોઈએ. પણ જે સારું છે એને નવસર્જનની નહીં, વિકાસની જરૂર છે. પણ એનો અર્થ એ તો નથી ને કે આપણે compromise કરીને નવસર્જનન અને વિકાસના નામે જે સામે આવે તેને અપનાવી લેવાનું? નવી પેઢી હંમેશા પરિવર્તન ઈચ્છતી હોય છે એ બરાબર છે પણ અહીં તો નવી પેઢી પણ ભાષાના જતનની વાત કરી રહી છે. Atleast એટલું તો સારું છે કે પરિવર્તનના નામે નવી પેઢી ગુજરાતીની તોડણીને તો નથી આવકારી રહી!

  11. shirish ફેબ્રુવારી 21, 2009 પર 10:19 પી એમ(pm)

    Yes, Mansi Shah has said correctly that we should not do the changes by way of breaking something. Long vowels and short vowels are in most languages. Simply by awarding a name “Parivartan” we cannot qualify our act as a real development. In fact we should introduce some more vowels and consonants which are not available in Gujarati language.

  12. shirish ફેબ્રુવારી 22, 2009 પર 1:58 પી એમ(pm)

    Dear Sureshbhai,

    Thank you for responding.

    Every body thinks for own self that the mind is open. Like that the case may be the same with me.

    Any way you must be aware that whenever I wrote I have mentioned some points in support of what I had said.

    However I have read specially nothing in favour of the demolition of Long and Short vowels but the reason that of the confusion of people as to which one is right and which one wrong!

    If one who had learnt Sanskrit in school during early fifties of last century, do not find much problem in understanding the short and long vowels. I think one has to learn Sanskrit at least who wants to be a writer of any kind in Gujarati. As for others no problem in making mistakes in spelling. Otherwise also now Spell-Check in Gujarati is available.

    To me it looks very odd when some body writes Peeta or Sheeva

    If so much efforts are being made in criticising others who are opposing the so-called developments, why people who are in favour of the development have not made any efforts to tell others as to how they have convinced them selves for removing the provision of short and long vowels? I think so far ordinary communication is concern, hardy any body bothers for any spelling mistake in Gujarati!

    With best wishes and regards,

    Shirish

  13. shirish ફેબ્રુવારી 23, 2009 પર 9:14 પી એમ(pm)

    Dear Sureshbhai Jani,

    I read your email and the link viz.
    http://unzajodni.googlepages.com/

    What I read is the popularity of blogs which used Unza Jodni.
    How a Popularity (i.e. number of readers) of a blog to be linked with the acceptance of the Unza Jodni!!
    Writing Gujarati in phonical way through English Type is available including for short and long vowels. I know the spelling checks are not comfortable and proper. But that is the technical problem sooner the problem would be resolved.
    What I could make out on the issue is that the writers should be permitted to utilise the relaxation in “I” and “U”. If any other relaxations also exist under Unza jodni are not identifiable.
    One thing is better to point out. The difficulty is not only “I” and “U” for students. Pronunciation is also a problem for the Gujarati students studied in English medium.

    “Unghi” vs “Ugi”
    “Jaay chhe” vs “gay che”
    “Apyun” vs “Apu”

    Such problems are with many states. In Assam the students were asked to write Chair.
    The student wrote Sher, chher, kher, in some seven ways.

    For common men to ask correctly is becoming more and more difficult. They are not encouraged to write. There is no importance of Gujarati. Gujarati phonical is different under different programs. I want to write in Gujarati but once I wrote it could not be saved. I understand it is a matter of time.

    The statements on blogs and spreading of them have nothing to do with the basic reason for relaxation.

    Any way there is no ban of writing “I” and “U” short and long as the case may be for its application. It is not clear as to how many of the learned people are in favour of the relaxation on “I” and “U” and what are the other ground leaving aside the making out the difference of long and short vowel under the context.

    It is also not clear as to why to give a big name!

    If there is nothing else than what has been said under the aforesaid link, I wish you all the best.

    The human civilisation is under linear development. But the line is not straight line. It has ups and downs. The Vedic Sanskrit was having most verbs “Ubhaypada”. Panini made them distinct though to keep the verbs in Ubhaypada is easy, as one has more freedom with a verb. e.g. you can write Tisthate or Tisthati. But Panini said we should write only Tisthati (Parasmai Pada).

  14. ગાંડાભાઈ વલ્લભ ફેબ્રુવારી 24, 2009 પર 2:22 એ એમ (am)

    લખવામાં સરળતા લાવવાનો આશય તો ગુજરાતી ભાષામાં એકવાક્યતા આવે તે છે. ગાંધીજીના સમયમાં ્એમણે જોયું કે બધા પોતપોતાની મુનસફી મુજબ લખે છે. આથી ગુજરાતી ભાષામાં બહુ જ અરાજકતા હતી-જોડણી બાબત. ગુજરાતીની કીમત તે સમયે શુંશાં પૈસા ચાર ગણાતી હતી. એમાં ઘણી પ્રગતી થઈ, પણ હવે જાણે વળતાં પાણી થયાં હોય તેવું લાગે છે.

    ભાષાની સમૃદ્ધી સરળતા લાવવાથી કંઈ ઘટવાની નથી. એ ખરું કે માત્ર એક ઈ-ઉથી જ સરળતા આવી જશે અને એકવાક્યતા આવી જશે એવું બનવાનું નથી. આ સીવાય બીજી ઘણી બાબતો પણ એકવાક્યતા લાવવા માટે કરવાની રહેશે. એમાં વધારે ને વધારે લોકોની જાગૃતીની જરુર છે.

  15. Pingback: પરિવર્તનનો શહેનશાહ | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: