સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ગુજરાતી બચાવ ઝુંબેશ – એક સમાચાર

    ઈન્ટરનેટ ઉપર જે વ્યક્તી ગુજરાતી વાંચે છે; તેને ગુજરાતી ભાષા માટે લાગણી છે. જે લખે છે, તેને આ લાગણીના વ્યાપમાં રસ છે. આ સૌને સતત સતાવતી ચીંતા છે –

“શું ગુજરાતી ભાષા મરવા પડી છે?”

   ગુજરાતી પ્રજા સૈકાઓથી ગુજરાતની સીમાઓ ઓળંગી બહાર રહેવા ટેવાયેલી પ્રજા છે. છતાં તેણે પોતાની ગુજરાતીતા પેઢી દર પેઢી જાળવી રાખી છે. આથી કદી આવી ચીંતા પેદા થઈ ન હતી.

   પણ સતત વધતા જતા વૈશ્વીકરણની એક અસર રુપે આ ચીંતા ઉદભવી છે. વધારે અને વધારે કુટુમ્બો ગુજરાતમાંથી બહાર જવાની હીજરતમાં જોડાવા માંડ્યા છે. ગુજરાત રાજ્યે પણ વીશ્વના સમૃધ્ધ દેશોની હરોળમાં પોતાની સ્થીતી હાંસલ કરવાની દોડમાં, વીશ્વ કક્ષાના નેતાની દોરવણી હેઠળ હરણ ફાળ ભરી છે.

    આના કારણે ગુજરાતી ભાષા અંગે ઉદાસીનતા વ્યાપક થયેલી જોવા મળે છે. આ ઘર ઘરની કહાણી છે. ઓફીસે ઓફીસની કહાણી છે. આ ચીંતા દરેક ગુજરાતીના હૃદયની ચીંતા છે.

    આના શક્ય ઉકેલ શોધવા ગુજરાતના પ્રથમ કક્ષાના સાક્ષરોની સાન્નીધ્યમાં ‘ ગુજરાતી બચાવ ઝુંબેશ ‘ યોજવામાં આવી છે.

દીવસ

14 ફેબ્રુઆરી – 2009 : શનીવાર

સમય

સવારે દસ વાગે

સ્થળ

1) ગુજરાત વીધાપીઠનો દરવાજો અને

2) ગુજરાતી સાહીત્ય પરીષદના મકાનમાં આવેલ હોલ
– અમદાવાદ 

મુખ્ય વક્તાઓ

 

શ્રી. સુરેશ દલાલ 

શ્રી. ગુણવંત શાહ

શ્રી. રઘુવીર ચૌધરી   

વીગતવાર માહીતી જાણવા આ સાથેની ફાઈલ ડાઉન લોડ કરો.

આ કાર્યક્રમને આનુષંગીક ‘ ગુજરાતી ભાષા પરીષદ’ ના મંત્રી શ્રી. કિરણ ત્રિવેદીનો સંદેશ 

————————————————————- 
વ્હાલા ગુજરાતીઓ,

  ઉપરોક્ત ‘ ગુજરાતી બચાવ ઝુંબેશ’ના ચાર ઉદ્દેશ છે

 1. માતૃભાષામાં શીક્ષણ – વૈશ્વીકરણની આક્રમક પ્રક્રીયા અને વ્યાપારીકરણના પ્રતાપે શીક્ષણના માધ્યમ તરીકે અંગ્રેજીનું મહત્વ સતત વધતું રહ્યું છે. વીશ્વભરના શીક્ષણકારોનો એવો અભીપ્રાય રહ્યો છે કે, બાળકને શીક્ષણ તેની માતૃભાષામાં જ આપવું જોઈએ. આ શાણપણ સામાન્ય માણસના મનમાં સ્થાપીત કરવા માટે આપણે કામ કરવું જોઈશે.
 2. ભાષાનું સરલીકરણ – તાગ ન પામી શકાય તેવા વ્યાકરણ અને જોડણીના નીયમોના કારણે, ગુજરાતી ભાષાનો વપરાશ ઓછો થતો રહ્યો છે. લીપી નવા જમાનાની ટેક્નોલોજી માટે જટીલ અને બીન વ્યવહારુ બની ગયેલી છે. જોડણી અને અન્ય ભાષાકીય સુધારા અપનાવવા માટે આપણે જાગવું જરુરી બની ગયું છે. આ માટે સરકારી તંત્ર અને સક્ષમ સંસ્થાઓની સંવેદનશીલતા જગવવા અને જાહેર જનતાનો અભીપ્રાય બુલંદ બનાવવા આપણે સૌએ જાગૃત થવાની જરુર છે.
 3. ગુજરાતી સાહીત્યનો વ્યાપ – ગુજરાતની જનતામાં ગુજરાતી વાંચન માટે ખાસ રસ નથી. ગુજરાતી ભાષાના વાતચીત સીવાય ઘટતો જતા ઉપયોગના કારણે, ગુજરાતી સાહીત્ય તરફ તેમની ઉપેક્ષા વધી રહી છે. આને કારણે ગુજરાતી સંસ્કૃતી તરફ પણ અભાવ વધતો રહ્યો છે. આથી ગુજરાતી સાહીત્ય વાંચવાની ટેવ વીકસે અને વધુ સાહીત્યનું સર્જન થાય તે માટે આપણે પ્રયત્નો કરવા જરુરી છે.
 4. અંગ્રેજી માટે બીન જરુરી ઘેલછાનો ઉકેલ – વૈશ્વીક ભાષા બની ગયેલી, અને જ્ઞાન અને દુરંદેશી માટે અનીવાર્ય, અંગ્રેજી ભાષાની જરુર અને મહત્વનો આપણે અનાદર કે અવગણના ન જ કરી શકીએ. પણ વાલીઓની આ માટે વધતી જતી ઘેલછા અને શાળાઓની વેપારી મનોવૃત્તી અને સરકારની ખાનગીકરણની નીતી અને પહેલા ધોરંણથી અંગ્રેજી માધ્યમ અમલી કરવાની નીતીનો આપણે વીરોધ કરવો જરુરી છે.

      આ બધા ઉમદા હેતુઓના સંવર્ધન માટે, આ ઝુંબેશને ટેકો આપવા, આ સાથે જોડેલી પુસ્તીકા વાંચવા, તેને બને તેટલા વધારે લોકોને વંચાવવા, યોજેલ રેલીમાં ભાગ લેવા અને જ્યાં શક્ય હોય ત્યાં અને તે રીતે તે અંગે આપની અભીવ્યક્તી કરવા હું આપ સૌને વીનંતી કરું છું.

– કિરણ ત્રિવેદી
મંત્રી , ગુજરાતી ભાષા પરીષદ

34 responses to “ગુજરાતી બચાવ ઝુંબેશ – એક સમાચાર

 1. pragnaju ફેબ્રુવારી 12, 2009 પર 10:03 એ એમ (am)

  આજે ન જાણે કેમ આ ગીતનું ગુંજન થાય છે!
  શબ્દ કેરી પ્યાલીમાં સૂરની સુરા પીને લ્યો,
  અમે તો આ ચાલ્યાં.
  મસ્ત બે-ખયાલીમાં લાગણી આલાપી ને લ્યો,
  અમે તો આ ચાલ્યાં.
  જે ગમ્યું તે ગાયું છે ને જે પીધું તે પાયું છે,
  મ્હેકતી હવાઓમાં કૈંક તો સમાયું છે;
  ચાંદનીને હળવેથી નામ એક આપીને લ્યો,
  અમે તો આ ચાલ્યાં.
  જે કંઇ જીવાયું ને જીવવા જે ધાર્યું’તું સાચવીને રાખ્યું’તું, અશ્રુ એ જે સાર્યું’તું;
  ડાયરીના પાનાની એ સફરને કાપીને લ્યો,
  અમે તો આ ચાલ્યાં.
  ફૂલ ઉપર ઝાકળનું બે ઘડી ઝળકવાનું યાદ તોયે રહી જાતું બેઉને આ મળવાનું;
  અંતરના અંતરને એમ સ્હેજ માપીને લ્યો,
  અમે તો આ ચાલ્યાં.

 2. Max Babi ફેબ્રુવારી 12, 2009 પર 10:04 એ એમ (am)

  This is an excellent beginning, I have been suffering from a bleeding heart for decades now. Though the number of those who read Gujarati on the web is miniscule, this is a good beginning.
  Love for Gujarati, please enroll my name!
  Warmest
  Max Babi

 3. અરવિંદ્ ફેબ્રુવારી 12, 2009 પર 12:02 પી એમ(pm)

  આપની આ ઝુબેશ સફળ થાય તેવી શુભેચ્છા સાથે આપની જાણ માટે શિક્ષણના માધ્યમમાં માતૃભાષા ( ગુજરાતી ) કે અંગ્રેજી ? એ વિષે મેં મારા વિચારો મારા બ્લોગ ઉપર મૂકેલા છે અને વધારામાં આજે તે વિષે વધુ લખ્યુ છે અને તેપણ આજ બ્લોગ ઉપર મૂક્યું છે. આપ અને અન્યો મારાં બ્લોગની જરૂર મુલાકાત લેશો અને આપના પ્રતિભાવો જણાવશો તો મને આનંદ થશે અને પ્રોત્સાહન પણ મળશે.

  ગુજરાતી બચાવો અભિયાનને સફળતા ઈચ્છ્તો
  આપનો સાથી દાર

  અરવિંદ્

 4. સુનિલ શાહ ફેબ્રુવારી 12, 2009 પર 12:05 પી એમ(pm)

  ગુજરાતી ભાષા બચાવો અભિયાનની વિગતો પરદેશ બેઠા તમે પ્સારી રહ્યા છો તેનો વિશેષ આનંદ છે.

 5. Mukund Desai - 'MADAD' ફેબ્રુવારી 12, 2009 પર 12:10 પી એમ(pm)

  some say that gujarati language will not survive after one century.It is true?

 6. Jayanti M Dalal ફેબ્રુવારી 12, 2009 પર 12:21 પી એમ(pm)

  I can say that in school life if a Gujarati student studies in Gujarati medium he can grasp more easily than any other language.Most of the sscientists
  and other big personalities have taken their education in their mothertongue only.Moreover all Gujaraties must know English well,as
  70-80%of world people are aqainted
  with English language.I really admire the efforts made by Kiran Trivedi.I agree with him for all his observations.

 7. Mukesh Thakkar ફેબ્રુવારી 12, 2009 પર 1:15 પી એમ(pm)

  ame tamari sathe chhiye.
  mukesh thakkar.kolkata

 8. Vihang Jani ફેબ્રુવારી 12, 2009 પર 2:20 પી એમ(pm)

  On a light note !
  Copied from an e-mail I received from a friend.

  વેલેન્ટાઇન ડે ની શરુઆત ભારત માં થઇ હતી, અને તે પણ ગુજરાત માં. આ
  બહુ ઓછા લોકો ને ખબર છે. એવી ધારણા છે કે, ગુજરાતી પુરુષો, ખાસ કરી ને
  પટેલ તેમની પત્ની એટલે ક પટલાણી ઓ ને, માન નહોતા આપતા.
  એક દિવસ, (૧૪ મી ફેબ્રુઆરી) એક બહાદુર પટલાણી જે ખુબજ દુઃખ સહન
  કરી ચુકી હતી, તેણે બદલો લેવાનું નક્કી કર્યુ, અને તેના પતિ એટલે કે
  પટેલ ને Velan (વેલણ) વડે ઝુડી નાખ્યો, એજ Velan(વેલણ) કે જેનાથી
  તે તેના પતિ માટે રોજ રોટલી બનાવતી હતી. અને આ વખતે લોટ ની
  જગ્યા એ તેનો પતિ હાથ માં આવી ગયો.
  આ ગુજરાતી સ્ત્રી માટે ખુબ મહત્વ નો અવસર હતો અને આ વિદ્રોહ
  આગ ની જેમ બધે ફેલાવા લાગ્યો, અને બધા ઘર ની સ્ત્રી ઓ એ તેમના
  પતિ કે જે તેમની હેરાન કરતા હતા, તેમને Velan (વેલણ) વડે ઝુડી નાખ્યા.
  અને પટેલ ને બોઘપાઠ મળ્યો કે, તેમની પટલાણી ની સાથે સારું વર્તન કરે.
  દર વર્ષે આ દિવસે, ગુજરાતી સ્ત્રી ઓ આ દિવસ ની યાદ માં તેમના પતિ ને
  એક વેલણ મારે છે અને પતિદેવ વેલણ ખાઇ લે છે,
  અને તેમની પત્ની ઓ ને ખુશ કરે છે.
  તમે જાણો જ છો કે ગુજરાત પશ્ચિમી સંસ્ક્રુતિને વધારે જલ્દી અપનાવે છે,
  માટે આ દિવસ ને “Velan Time (વેલણ ટાઇમ)” દિવસ તરીકે ઓળખાયો.
  અને આ ધાર્મિક દિવસ જલ્દી જ બ્રિટન, અમેરીકા અને બીજી વેસ્ટર્નકંન્ટ્રી
  માં ફેલાઇ ગયો. અને “(Velan Time (વેલણ ટાઇમ)” શબ્દ પકડી લીધો.
  સ્વાભાવિકરીતે, વિદેશી ઓ ની બોલવાની છટા ને લીધે, તે
  “(Velan Time (વેલણ ટાઇમ)” ની જગ્યા એ “Velantine” થઇ ગયું
  અને ત્યાર થી ૧૪મી ફેબ્રુઆરી ને “Velantine Day” તરીકે ઓળખવામાં આવે છે.

 9. rkpatel ફેબ્રુવારી 12, 2009 પર 2:36 પી એમ(pm)

  It is OK to be proud of ones mother tounge.

  But Gujarati unfortunately is not UNIVERSAL language.

  When it is said that we should have EDUCATION in our MOTHER-TOUNGE,but are all-courses available in Gujarati.

  It is inevidable that WE ARE LUMPED WITH ENGLISH.

  Therefore I BELIEVE it is OK to learn-Gujarati,that is READ,WRITE,SPEAK etc in Gujarati.

  But at the same time we must be able to EXPRESS ourselves in ENGLISH,because EVENTHOUGH WE WOULD LIKE TO BELIEVE IT OTHERWISE,BUT ENGLISH IS UNIVERSAL-LANGUAGE..!!

  It is my person BELIEF that language,food,clothes etc INDIVIDUALLY as well as COLLECTIVELY is not CULTURE.

  CULTURE is WHAT WE ARE or WHO WE ARE..!!

  And WHAT WE ARE or WHO WE ARE ie our CULTURE CAN BE EXPRESSED IN ANY LANGUAGE..!!

  LANGUAGE like our body-brain-mind-intellect ie akkal-buddhi etc and money/wealth etc,in short TAN,MAN and DHAN is an INSTRUMENT.

  And like with ALL-KINDS-OF-DIFFERANT-INSTRUMENTS we can get our WORK done,so it is with languages.

  Finally,it would be stupid of myself if I did not mention that there is NO-DOUBT that GUJARATI is more RICHER and LOGICAL LANGUAGE THAN ENGLISH.

  But for good or bad WE or the WORLD CAN NOT DO WITHOUT ENGLISH..!!

  Think about that for a moment..!!

  Anyway I would like to make a PERSONAL-OBSERVATION that I BELIEVE that ENGLISH SPEAKING COUNTRIES HAVE HAD NEVER THOUGHT THAT A COUNTRY LIKE INDIA WOULD ONE DAY BECOME A CHALLENGE TO THEM AND DOMINATE THE WORLD NOT ONLY IN THE LANGUAGE,BUT ALSO ANYTHING ENGLISH,NAMELY CRICKET, COMPUTERS,TELEPHONES,BUILDINGS,CARS, ROADS ETC,IN SHORT ANYTHING THROWN AT US-INDIANS.

  THEREFORE SAME AS WE-INDIANS ARE SURPRISED,THE WEST TOO MUST BE SURPRISED BY THE CHALLANGE THEY HAVE GOT ON THEIR HANDS,OTHERWISE THE WORLD WOULD NOT KNOCK ON OUR DOORS TO BECOME FRIENDS WITH US.

  But INDIA’S TECHNOLOGICAL-PROGRESS and PROWESS IN JUST ABOUT ALL FIELDS OF LIFE is very tiny or puny in COMPARISION to our AGE-OLD CHAMPIONSHIP OF RELIGION OF GOD namely ETERNAL-RELIGION-OF-GOD or SANAATAN-DHARMA.

  I feel contrary to our NATURE or CULTURE WE-INDIANS ARE BECOMING MORE LIKE ENGLISH.

  CONTRARY TO OUR AGE-OLD BELIEF OF GOD AND RELIGION,WE-INDIANS ARE VERY-MATERIALISTIC or VERY-SELFISH.

  BECAUSE,DESPITE OF OUR AGE OLD IDEAS,THEORY OR PHILOSOPHY OF VEDAS,UPANISHADS,VEDANTA,GITA etc OF ETERNAL-GOD;LIKE THE WESTERN-PEOPLE WE-INDIANS TOO LOVE OR CARE FOR NOTHING-ELSE OR NOBODY-ELSE,EXCEPT FOR OURSELF OR ME OR MINE.

  I entirely AGREE with making PROGRESS IN DEVELOPING INDIA EXTERNALLY,but I BELIEVE we-Indians are FOOLISH in BLINDLY FOLLOWING BEHIND WESTERN-CULTURE.

  Nevertheless according to our VEDAS, VEDANTA,UPANISHADS, ADVAITA-VEDANTA,GITA etc OUR GOD or BHAGAVAN PARAMAATMAN is ETERNAL or LIVES FOREVER,therefore there is no-danger of GOD getting KILLED in our PURSUITE of MATERIAL-WORLD or UNIVERSE of NAMES and FORMS and LOVE or CARE FOR ONLY ME or MINE.

  Think about that for a moment..!!

  Rkpatel,
  Wn,nz.

 10. NATHUBHAI MISTRY ફેબ્રુવારી 12, 2009 પર 2:56 પી એમ(pm)

  I always thought about this – especially when we have so rich culture which we are discarding just to westernize ; but as we say – crow cannot be a peacock. We should be proud to be Bharatia and not so called english speaking slaves.

  English cannot take palce of Mother . We are trying to do just that.

  I do not underatand why indian politician have to use english instead of Hindi ! European countries, China, Russia, Japan, Korea, Israil etc. use their national languaages and they are ahead of India.

  I am not against leaning english. Everyone must speak and write it. However we should use it as a tool but it shall not be given the place of a mother, or a national platform.

 11. Maheshchandra Naik ફેબ્રુવારી 12, 2009 પર 3:25 પી એમ(pm)

  GUJARATI LONG LIVE, WISHING ALL SUCCESS TO EFFORTS OF ALL CONCERNS,
  Best Wishes,

 12. rkpatel ફેબ્રુવારી 12, 2009 પર 4:32 પી એમ(pm)

  Vihang Jani’s comments on Velan-Time-Day are INTERESTING and PLAUSIBLE.

  But this is the first time I heard that Valentine-Day or VELAN-TIME-DAY is/was a Gujarati-Tradition.

  I suggest where the idea or tradition ORIGINATED is worth pursuing to get to the bottom of it and FIND THE TRUTH..!!

  Think about that for a moment..!!

  rkpatel,
  wn,nz.

 13. shirish ફેબ્રુવારી 12, 2009 પર 9:36 પી એમ(pm)

  I do not think Gujarati is not an international language.

  If Gujarati people are universal then Gujarati is also universal.

  If Gujarati people would prefer to learn and use Gujarati then any other language on priority, Gujarati will soon be internationally popular.

  Gujarati is a rich language. I want synonym of following Gujarati words in English or any other language.

  Ha’di kaadhi
  Tapi (jaa) (tattu no ta’)
  Baghedaati
  Gokiro
  Hadedaat,
  Varavo,
  Dundaalaa
  Bhaare kari
  Kharchu (one of the fifteen words for going to toilet)
  Dhingaanu
  Dodho
  Gaalaavelo
  Babuchak
  Khotado
  Chandavo
  Only appropriate words having equivalent spirit in its meaning are required.

 14. Amit Panchal ફેબ્રુવારી 12, 2009 પર 11:46 પી એમ(pm)

  Hu manu chu tya sudhi duniya no koi bhag evo baki nathi k tya koi gujrati pohchi na sakyo hoy.

  Mostly to darek jagya e jova mali jay eva aapda gujrati.

  I am proud to be a GUJARATI.

 15. Ramesh Patel ફેબ્રુવારી 12, 2009 પર 11:56 પી એમ(pm)

  ગુજરાતી ભાષા ના ભવિષ્યમાટેની ચિંતા ,તેના માટે લોક જાગૃતીના પ્રયાસો અને

  સરળીકરણમાટે પ્રયાસકરનાર મહાનુભાવો ના તર્ક ,એ આવતીકાલની જરુરીઆત

  છે એ વહેલી તકે સમજી એક યગ્ન ચાલુ કરીએ, જોડાઈએ, મદદ કરીએ ઍ ભાવના

  મારી આંગળી ઉંચી કરું છું.આ બાબત બધા સાથે બેસી વિચારીએ અને અમલ કરીએ.

  રમેશ પટેલ(આકાશદીપ)

 16. ગોવીન્દ મારુ ફેબ્રુવારી 13, 2009 પર 4:12 એ એમ (am)

  આપણી ગુજરાતી ભાષા બચાવવા અંગેનું આપણું અભિયાન સફળ થાય તેવી હાર્દીક ઈચ્છા છે.
  આ અભીયાન ગદ્યસુરને ધન્યવાદ…

 17. natvermehta ફેબ્રુવારી 13, 2009 પર 8:32 એ એમ (am)

  માફ કરશો,મોડો પડ્યો છું અભિપ્રાય આપવામાં.
  આપણી ગરવી ગુજરાતી ભાષા માટે આપણને સહુને ગૌરવ છે. અહિં પરદેશમાં પણ લાખો -કરોડો ગુજરાતીઓ વસી રહ્યા છે. અને ગુજરાતી ભાષાની સેવા કરી રહ્યા છે, એમાં હવે બ્લોગ જગત ઉમેરાયું એ એક વધારેની ચળવળ છે. જેને કારણે યુવા વર્ગ વધુ સક્રિય બન્યો છે. આ ચળવળમાં વિદ્યાર્થી જગત વધુ રસ લે એ જરૂરી છે. શાળાઓમાં ગુજરાતી વિષે, બ્લોગ વિશે અને અન્ય ઇન્ટરનેટની સેવાઓ વિશે વધુ માહિતી આપવી જરૂરી છે.

  આપણી ભાષા આપણો દેશ…
  એમાં રહી ગુજરાતી વિશેષ…

  જીવશેગુજરાતી યુગો યુગો
  નથી એમાં શંકા નિઃશેષ…

  દેશ યા હોય પરદેશ
  કરો વાતો ગુજરાતીમાં હંમેશ..

  અહિં પરદેશમાં ગુજરાતી કુટુંબો પોતાના સંતાનો સાથે અંગ્રેજીમાં બોલવાનું ટાળીને ગુજરાતીમાં વાતો કરે એ પણ એક સરળ અને સાદો પણ સબળ પ્રયાસ થશે આપણી ભાષાને જીવંત રાખવા માટે.
  નટવર મહેતા

 18. Dr.Ashok Mody ફેબ્રુવારી 13, 2009 પર 10:59 એ એમ (am)

  Rather than talking on this issue, we can think about many other issues so we can impart better education to our children. If we have better eduaction system, we don’t have to WASTE our time on such issues.

 19. munnduss ફેબ્રુવારી 13, 2009 પર 4:12 પી એમ(pm)

  Maanbhatta PREMANAND, faced this problem 2 centurries ago :
  “Abhe-tabhe ka 12 anna , ne’ SHUN-SHAAN PAISA CHAR (Gujrati)”
  Sanskrit and Latin had their days.
  I was taught complete ‘GUJRATI SAHITYA’-prose, poetry, grammer, and K.M. MUNSHI is my favorite novelist. I think ‘Jai Somnath’ is a novel which competes with “Dr. Zavago”-in terms of a class by itself. But alas, all good things come to an end-like a “JOINT-FAMILLY’ system an/or marriage within your cast practise. Now, please don’t kill the messanger, but within 2 decades, GUJRATI will be a SPECIALIST’S LANGUAGE- “UPABHRANCE”, GUJU will be continued as a verbal dielect of a minority in INDIA; but as a major source of world class lit-like NARMAD/DALPAT/NANAHLAL/MUNSHI/
  B.K.THA/Jyotindra Dave’/R.V. DESAI -that KASUMBI DWUJJ, have nahi furke’.
  A rung nathi, E raag nathi, e fool nathi e baag nathi,e var gayo, vyhavar gayo, e swpna hathu-ne, mara bhai, e saar GAYO!

 20. Naren Mehta ફેબ્રુવારી 13, 2009 પર 9:10 પી એમ(pm)

  નક્કર પરિણામ લાવી શકાય તે માટે હાર્દિક શુભેચ્છાઓ અને સહકારની ભાવના સાથે આભાર !

 21. satish ફેબ્રુવારી 14, 2009 પર 9:26 એ એમ (am)

  Bravo for effort we will keep up our language. What GUJARATI is
  G Gental
  U Understading
  J Jolly
  A Adorable
  R Royle
  A Agressive
  T Tough
  I Intelligent
  This is Gujarati will live for ever .

 22. djvakil45 ફેબ્રુવારી 14, 2009 પર 9:59 એ એમ (am)

  let us take a step forward towards saving our mother toungue. wish all the concerend good luck in their efforts..

 23. munnduss ફેબ્રુવારી 14, 2009 પર 10:27 એ એમ (am)

  jai jai gurvi Gujrat,
  dise’ arunnu prabhat,
  dwujj prakashse’ jallalla kasumbi prem shourya ankit
  too bhannav bhannav nij-santati sowne’ prem bhakti ni reet
  oonchi tooj sunder jaat , jai jai gurvi Gujrat.
  E’ Annhilwaad na rung, e’ SITHHARAJ JAISINGH-
  E’ rung thi pann adhik sarus rung thuse’ satvare’ maat; oonchi tooj sunder jaat,
  Jai, Jai, Gurvi Gujrat
  NARMAD

 24. MANAV PATEL ફેબ્રુવારી 14, 2009 પર 10:46 એ એમ (am)

  VERY GOOD FUNNY STORY,Mr.VIHANG JANI,I WANT TO BE A MEMBER OF ” GUJARATI BACHAVO ZUMBESH”PLEASE.ALSO
  TEL ME ABOUT “VIVEKPANTHI” THANKS.

 25. Dayashankar Mohanlal Joshi ફેબ્રુવારી 15, 2009 પર 3:13 એ એમ (am)

  This is for Dr.Ashok Mody.

  Would he care to read the petition on my page?

 26. Mehul ફેબ્રુવારી 15, 2009 પર 9:36 પી એમ(pm)

  “ગુજરાતી બચાવો ઝુંબેશ” ને હાર્દીક શુભેચ્છાઓ તો ખરી જ, પરંતુ સાથે સાથે સુરેશભાઈને પણ આ ઝુંબેશનો સુંદર પ્રચાર કરવા બદલ અભીનંદન. એમનો ઉત્સાહ ખરેખર પ્રેરણા દાયક છે…

  -મેહુલ.

 27. Kiran Trivedi ફેબ્રુવારી 18, 2009 પર 5:15 એ એમ (am)

  Guj Bachav Zumbesh’s rally and seminar were very successful on 14th Feb. Prominent writers like Gunvant Shah and Raghuvir Chaudhary even supported the need of reforms for simplification in Jodni. Suresh Dalal stressed on issue of ‘Craze for English’ and human rights activist, advocate Girish Patel connected importance of mother tongue with common people’s livelihood.

  Slogan shouting writers, artists, teachers arouse curiosity among people on roads, activists handed over them a handbill explaining issues of ‘Guj Bachavo’. Media, almost all papers and TV & cable channels reported the event. Zumbesh organisers declared their intension of taking Zumbesh to other major cities of Gujarat in future. Surat is being planned, first.

  Also, Guj Bhasha Parishad, the force b/h the movement is planning a Celebration of Guj Bhasha – a program of Guj poetry, songs, music and drama on the occassion of ‘Mother Tongue Day’ i.e. 21st Feb, saturday. In association with Sahitya Parishad, Sahitya Academy and other creative Groups.

  The movement is catching on. Join n support the move.
  – Kiran Trivedi, secretary, GBP, ahmdabad.

 28. Pingback: ગુજરાત ટાઈમ્સ - ન્યુ યોર્કે નોંધ લીધી « ગદ્યસુર

 29. Malhar Vora માર્ચ 6, 2009 પર 9:51 પી એમ(pm)

  All the best to all which are concerened with this great task of saving gujarati.

 30. Vallabh Nandha માર્ચ 15, 2009 પર 12:02 એ એમ (am)

  My heart and soul congratulations for touching Matru Bhasha Issue, to keep her alive.

 31. bhrigu ઓક્ટોબર 10, 2009 પર 11:53 પી એમ(pm)

  Dear Sureshbhai Jani,
  Jya sudhi aap shudhdh Gujarati lipi apanavva taraf valan nahi lesho ke aa vishe nahi vicharsho, aapna Gujarati uddhar ke sanvardhanna prayaso adhura ganaashe ane aa prashna “શું ગુજરાતી ભાષા મરવા પડી છે?” evo j raheshe. Shudhdh English lakhva-bolva sathe shun kadi aapne vichar nathi aavto ke Unjha chhodine shudhdh asal Gujarati lipi ma ja lakhvano agrah rakhvo joie!
  I wish u all the best.
  Bhrigu

 32. સુરેશ જાની ઓક્ટોબર 11, 2009 પર 7:16 એ એમ (am)

  માનનીય ભૃગુભાઈ
  આપના પ્રતીભાવ માટે આભાર. આગ્રહ.. સત્યાગ્રહ.. અનાગ્રહ..
  આ બાબત ઘણી ચર્ચાઓ થઈ છે. વીશેષ કરવામાં રસ નથી.
  અંગત સમ્પર્ક કરવો હોય તો મારું ઈમેલ સરનામું આપ જણો જ છો.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: