એક સમાચાર –
“ અમેરીકાની સરકારની પ્રતીનીધી સભાએ 11 ફેબ્રુઆરી – 2009 ના રોજ, 406 વીરુધ્ધ 0 મતે, અમેરીકાના નાગરીક સમાનતા હક્કોના આદી પ્રણેતા સદગત માર્ટીન લ્યુથર કીન્ગની ઉપર ગાંધીજીની વીચારસરણીના પ્રભાવને અનુમોદન આપતો ઠરાવ પસાર કર્યો છે.
ગાંધી વીચારસરણીનો જાત અનુભવ મેળવવા, ઈ.સ. 1959માં માર્ટીન ભારત આવ્યા હતા. એની સુવર્ણ જયંતીના ભાગ રુપે અમેરીકાનાં સેક્રેટરી ઓફ સ્ટેટ શ્રીમતી હીલારી ક્લીન્ટન ગુરુવાર તા. 19 ફેબ્રુઆરીના રોજ એક સાંસ્કૃતીક પ્રતીનીધી મંડળને ભારત જવા વીદાય આપશે. આ મંડળમાં સદગતના પુત્ર પણ જોડાશે. “
———————————————-
આને એક બહુ જ મોટી ઘટના તરીકે હું નીહાળું છું.
- આતંકવાદ, અમાનવીય વ્યવહાર, સંકુચીતતા અને ભાગલાવાદી પરીબળોથી ત્રસ્ત વીશ્વ માટે ગાંધીજીની વીચારસરણી સીવાય બીજો કોઈ વીકલ્પ નથી – તેનું આ ઠરાવ જ્વલંત ઉદાહરણ છે.
- લડાયકવાદી તરીકે આખા વીશ્વમાં કુખ્યાત થયેલ, અમેરીકાએ આ નીર્ણય દ્વારા, વીશ્વને શાંતીમય સહઅસ્તીત્વની પ્રક્રીયાના પ્રસારની શુભ શરુઆતનો બહુ જ દુરગામી સંદેશ આપ્યો છે. શ્રી. બરાક ઓબામા પ્રમુખ બન્યા બાદ આવી શુભ શરુઆતની વીશ્વ આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું.
- ઉત્તર અને દક્ષીણ ધ્રુવ જેવી અલગ મનોવૃત્તી ધરાવતા રીપબ્લીકન અને ડેમોક્રેટીક પક્ષોએ પક્ષીય હીતોને બાજુએ મુકી, દેશના હીતમાં ખભે ખભા મીલાવી કામ કરવાની શીસ્તનું જબરદસ્ત ઉદાહરણ સમસ્ત વીશ્વના રાજકારણીઓને – ખાસ કરીને વીકસતા દેશોને – પુરું પાડ્યું છે.
- પ્રમુખપદની ઉમેદવારી માટે જેમણે બાથંબાથ કરી હતી; તે બે વ્યક્તીઓ માત્ર છ જ મહીનાના ટુંકા ગાળામાં, અંગત મતભેદોને બાજુએ મુકી, વધુ ઉચ્ચતર હેતુઓ માટે એક જ ટીમ તરીકે કામ કરી શકે છે.
- 400 વર્ષના સ્વાર્થી, નીર્દય, નીચ, અને ક્રુર ઈતીહાસને ઠુકરાવીને વીશ્વને માનવતાના એક નવા માહોલની શક્યતામાં દોરવાની, વીશ્વની આ મહાસતાની આકાંક્ષા, હકારાત્મક અભીગમ અને સતત પરીવર્તનની પ્રક્રીયામાં આપણો વીશ્વાસ દ્રઢ કરે છે.
- અંગત રીતે – જીવનના 58 વર્ષ ગંધીજીની કર્મભુમી અમદાવાદમાં ગાળેલ, દીલથી ભારતીય પણ કૌટુમ્બીક સ્વાર્થના કારણે અમેરીકન બનેલ આ જણ અમેરીકન બનવા માટે ગૌરવ અનુભવે છે.
ભવ્ય ભુતકાળની ગાથાઓમાં રાચતા, ગાંધીજીની પ્રતીભાનો કનીષ્ઠ હેતુઓ માટે ઉપયોગ કરવા ટેવાયેલા, અને કલ્યાણકારી પરીવર્તનનો આંધળો વીરોધ કરતા આપણે સૌ દંભી, જડ, સંકુચીત સ્થગીત માન્યતાઓ અને પુર્વગ્રહોને તીલાંજલી આપવા અને સહકારથી સંવાદ અને કામ કરવા , આ ઘટનામાંથી બોધપાઠ લઈએ તો?
Like this:
Like Loading...
Related
મુળ અહેવાલ
US House passes resolution on Gandhi’s non-violence
________________________________________
Washington (IANS): The US House of Representatives has passed a resolution recognising Mahatma Gandhi’s influence on Martin Luther King Jr and commemorating the golden jubilee anniversary of the American civil rights leader’s visit to India in 1959.
Passed Wednesday with a 406 to 0 vote with 26 abstaining, the resolution recalls how King’s study of Gandhian philosophy helped shape the Civil Rights Movement.
“The trip to India impacted Dr King in a profound way, and inspired him to use non-violence as an instrument of social change to end segregation and racial discrimination in America throughout the rest of his work during the Civil Rights Movement,” it says.
US Secretary of State Hillary Clinton will Thursday send off a cultural delegation comprising Martin Luther King III, and US House representatives John Lewis, Spencer Bachus and Herbie Hancock to India to commemorate King’s tour.
It will begin in New Delhi and travel around India to some of the principal sites associated with Gandhi’s work.
Lewis, often called “one of the most courageous persons the Civil Rights Movement ever produced”, introduced the House resolution. Five other Congressmen, John Conyers, Jim McDermott, Robert C. Scott, Henry Johnson and Adam B. Schiff co-sponsored it.
King and his wife, Coretta Scott King, travelled to India from Feb 10 to March 10, 1959. Upon their return to the US, King and other leaders of the civil rights movement drew on Gandhi’s ideas to transform American society.
During his month long stay in India, King met the then Indian Prime Minister Jawaharlal Nehru, land reform leader Vinoba Bhave and other influential Indian leaders to discuss issues of poverty, economic policy and race relations.
All this reaffirmed and deepened King’s commitment to non-violence and revealed to him the power that non-violent resistance holds in political and social battles, the resolution says.
McDermott, co-chair of the Congressional Caucus on India and Indian Americans, speaking on the resolution said Gandhi’s principle of satyagraha – non-violence – inspired change for the better throughout the world, and particularly in the US.
In a radio address to India in 1959, King had said: “The spirit of Gandhi is so much stronger today than some people believe”. That statement is as true today as it was 50 years ago, said McDermott.
સુરેશભાઈ,
આ ખરે જ મોટી ઘટના કહેવાય. સામુહિક ધોરણો જ્યારે બદલાય છે ત્યારે વ્યક્તિગત ફેરફારો સહજ બની રહે છે.
સરસ..આવું આપતા રહોઅ, નવી ઘટનાઓથી વાકેફ કરતાં રહો.
સાચે જ. ગાંધીજીને મુલવવામાં એક ભારતીય તરીકે આપણે ઉણાં ઉતરીએ છીએ.
It is indeed a matter of pride for all of us, GREAT news for us.Thanks,
Sureshbhai,
Navin Banker na Namaskar. Tame khub sunder ane prenadayee lekho, ahevaalo,vichaaro avaar navaar mokli aapo chho te badal hun hradaypurvak aapno abhaar maanun chhun. Vyaktigat reete mane pan lakhavun game chhe.Parantu haalman hun maari maandagi ne kaarane jivan maan ras lai shakto nathi.
Aapne Houston maan malya hata ena samsmarano kyarek vaagoli lau chhu.
Keep up the tempo. Wish you best luck .
Navin Banker-17 Feb 2009
ખરેખર આ ખુબ જ મોટી ઘટના કહેવાય. આવી ઘટનાઓમાંથી આપણે સૌએ બોધપાઠ લેવાની જરુર છે જ.
Very nicely put! Loved this article…
Thanks,
Indeed the news are great and it shows change in attitude and concept. But, why then Obama has ordered to send 17,000 more military personnel to Afghanistan to fight so called terror there. Can’t he try to talk and negotiate instead of war on terror! For me it’s a doubioujs face.
saras lek nava vichar no janm chhe ….
Dear Bhai Suresh,
Thanks for the Gujarati from the E Mail we received. The news travel faster than light!
Rajendra
http://www.yogaeast.net
http://www.bpaindia.org
દાદા,
નમસ્કાર
મને એક વાત અહીં ખૂબ ગમી ૪૦૬ વિરૂદ્ધ ૦ …કાશ, આપણા ભારત દેશના નેતાઓ, જ્યારે જ્યારે દેશના સ્વાભિમાન અને રક્ષણનો પ્રશ્ન હોય ત્યારે એક થતાં હોય તો?
કમલેશ
very nice & inspirational article.many thanx DADA.keep it up.
ઉત્તર અને દક્ષીણ ધ્રુવ જેવી અલગ મનોવૃત્તી ધરાવતા રીપબ્લીકન અને ડેમોક્રેટીક પક્ષોએ પક્ષીય હીતોને બાજુએ મુકી, દેશના હીતમાં ખભે ખભા મીલાવી કામ કરવાની શીસ્તનું જબરદસ્ત ઉદાહરણ સમસ્ત વીશ્વના રાજકારણીઓને – ખાસ કરીને વીકસતા દેશોને – પુરું પાડ્યું છે.
પ્રમુખપદની ઉમેદવારી માટે જેમણે બાથંબાથ કરી હતી; તે બે વ્યક્તીઓ માત્ર છ જ મહીનાના ટુંકા ગાળામાં, અંગત મતભેદોને બાજુએ મુકી, વધુ ઉચ્ચતર હેતુઓ માટે એક જ ટીમ તરીકે કામ કરી શકે છે.
This is what we have to learn form AMERICA.
(We can learn good things from every where-from enemies and we can reject bad things ! For this, we have to change our mentality.)
ડો. અશોક મોદીની કોમેન્ટ ..
ભારત કે પાકીસ્તાનમાં ર્રહેતા કોઈએ આમ લખ્યું હોત તો મને ખુબ હરખ થાત.
અમેરીકાની દસ ખરાબ વાતનું અનુકરણ કરવાને બદલે શીખવા જેવી, બે સારી વાત લખવાથી અશોકભાઈ અને મારા જેવા વગોવાઈ જઈએ છીએ!!
ખૂબ સારા સમાચાર.“તેઓ અહિંસાનો ઉપદેશ આપતાં, અનેક દાખલાથી બતાવે છે કે હિંસાનું ચક્ર એક વાર ચાલવા માંડ્યું, તો તેના દાંતામાંથી સમાજ કોઈ દિવસ મુક્ત થઈ શકવાનો નથી”-આ સનાતન સત્ય અપનાવી અમેરિકા જેવા દેશમા માર્ટીન લ્યુથર કીંગ જુનીયર જેવા સફળ રહ્યા … One of the most visible advocates of nonviolence and direct action as methods of social change, Martin Luther King, Jr. was born in Atlanta on 15 January 1929. As the grandson of the Rev. A.D. Williams, pastor of Ebenezer Baptist church and a founder of Atlanta’s NAACP chapter, and the son of Martin Luther King, Sr., who succeeded Williams as Ebenezer’s pastor, King’s roots were in the African-American Baptist church. After attending Morehouse College in Atlanta, King went on to study at Crozer Theological Seminary in Pennsylvania and Boston University, where he deepened his understanding of theological scholarship and explored Mahatma Gandhi’s nonviolent strategy for social change.
very good, Gandhi can never be forgotten, he can not and should not. Neverthless the country is india, america or anywhere on the planet, his thinkiings are for all and WE need to understand for unified piece process….
Otherwise, what is happening in SWAT in pak will happen to all other areas …..by one or the other ……
સૌથી અગત્યની બાબત એ છે કે,
અમેરીકાની સરકારની પ્રતીનીધી સભાએ 11 ફેબ્રુઆરી – 2009 ના રોજ, 406 વીરુધ્ધ 0 મતે, અમેરીકાના નાગરીક સમાનતા હક્કોના આદી પ્રણેતા સદગત માર્ટીન લ્યુથર કીન્ગની ઉપર ગાંધીજીની વીચારસરણીના પ્રભાવને અનુમોદન આપતો ઠરાવ પસાર કર્યો છે.
આમાં ૪૦૬ વિરૂધ્ધ શૂન્ય મતે આ ઠરાવ પસાર થયો.
આઇડીયોલોજીનો સંપૂર્ણ સ્વીકાર. કોઇ રાજકરણ કે પક્ષા-પક્ષી નહીં. જે ગાંધીજીની વિચારધારાની આટલી અસર આટલા વર્ષો પછી પણ અમેરીકા પર છે, તેમાં અમેરીકા અને ગાંધીજી એમ બંનેને ફાળે યશ જાય છે. આ ગાંધીજીના મૂલ્યોને સલામ કે આટલા વર્ષો પછી પણ આ દેશમાંના એક લાલ – ગાંધીજીને – અમેરીકા માને છે. ગાંધીજીને દિલથી પ્રણામ. આ રાષ્ટ્ર પિતાને હૃદયથી પ્યાર.
Pingback: પરિવર્તનનો શહેનશાહ | સૂરસાધના