આ વાત 1992 કે 1993ની સાલની છે. જમણા પગના ઢીંચણ પર કશોક ઝટકો આવવાના કારણે , સખત દુખાવો શરુ થયો હતો. કામ પર નીત્યક્રમ મુજબ ચક્કર લગાવવા જાઉં, તેમાં પણ ચાર ઠેકાણે વીસામો લેવો પડતો હતો. અમુક ઉપચાર કર્યા અને તે તો ગાયબ થઈ ગયો. એની વાત વળી ફરી કોઈક વખત.
પણ, એ વીજય હાંસલ કર્યા બાદ, વીજ સમારકામ ખાતામાં બેઠો હતો , ત્યારે એક મદદનીશ શ્રી. નાયકે વાત વાતમાં , તે ડાકોર પદયાત્રા કરવા જવાનો હતો; તેમ કહ્યું. વીગતે જાણવા મળ્યું કે, 2400 માણસના સંઘમાં, ચાર દીવસની યાત્રા અને રોજ 20 કી.મી. ચાલવાનું.
હવે માળું મને પણ શુરાતન ચઢ્યું. ‘લાવને, આ ઢીંચણ બરાબર થઈ ગયો છે કે નહીં, તેની ચકાસણી કરી લઉં.‘
પણ, મનમાં ડર તો ખરો જ કે, ન કરે નારાયણ ને, ન ચલાયું તો? નાયકે હૈયાધારણ આપી કે, આખે રસ્તે, પાકી સડક પર જ ચાલવાનું હોય છે. એટલે વચ્ચેથી ફસકી જવાની છુટ. એસ. ટી. બસ પકડીને સીધા, સરળ રસ્તે ડાકોર ભેગા થઈ જવાય. માત્ર 75 રુપીયા ભરવાના અને ત્રણ ટંક ચા, નાસ્તા, જમણની વ્યવસ્થા સંઘ તરફથી. આપણો બીસ્તરો સાથે લઈ જવાનો; પણ સંઘવાળા એને એક મુકામથી બીજા મુકામે, ખટારામાં પહોંચાડી દે.
મારા અમદાવાદી ભેજામાં આ યોજના મીઠી મધ જેવી લાગી. એટલે મેં પણ જનક મહારાજના એ સંઘમાં જોડાવા રુપીયા ભરી દીધા. છેવટે એ સપ્પરમો દીવસ આવી પહોંચ્યો. અમે કાંકરીયા તળાવ પાસે આવેલા પુનીત આશ્રમમાં સવારનું ભજન અને નાસ્તો પતાવી એ મહાન યાત્રાએ નીકળી પડ્યા.
અમદાવાદના સીમાડે વીંઝોલ ગામ પહોંચતામાં તો પગે ગોટલા ચઢવા માંડ્યા. મારા સાથીદારો તો ક્યાંય આગળ નીકળી ગયેલા. મારું રગશીયું ગાડું માંડ માંડ ગબડે. બીજા સંઘયાત્રીઓ પણ આગળ જવા માંડ્યા. મોટા રસ્તાથી ફંટાતો નાનો રસ્તો પકડ્યો. થોડેક આગળ ગયો અને એક ડગલું પણ ચલાય એમ ન રહ્યું. રસ્તાની બાજુમાં કોન્ક્રીટની એક પાળી હતી, તેની ઉપર બેસી ગયો. એક એક કરતા બધા યાત્રીઓ આગળ નીકળી ગયા. એમાંના એક બે જણને ભલામણ કરી કે, નાયકને ખબર આપે કે સુરેશભાઈએ તો બસનું શરણું લીધું! ડાકોરની બસની રાહ જોતો, ગાર્ડના ડબા જેવો, હું તો એ પાળી પર ગુડાયો.
આ અવળી મતી મને શેં સુઝી એના વીચાર જ મનમાં ચાલે. ફરી કદી આવું દુસ્સાહસ ન કરવાનું પણ નક્કી કર્યું. ત્યાં દુરથી એક જાડાં બહેનને આવતાં જોયાં. શહેરી જ હતાં અને સાથે એક નાનકડી થેલી. મને ખાતરી થઈ ગઈ કે, એ પણ સંઘના યાત્રી જ છે. સાથે બીજું કોઈ જ ન હતું. ભારે શરીરને કારણે સાવ ધીમા ડગલાં ભરતાં ચાલે. એ પણ થોડો આરામ કરવા પાળી ઉપર બેઠાં.
સ્વાભાવીક રીતે અમે વાતે વળગ્યાં.
મેં કહ્યું ,” હું તો બસની રાહ જોઉં છું. તમે પણ સાથે હશો તો સાથ રહેશે.”
બહેન, “ ના રે! હું તો ચાલતી મુકામે જ જઈશ.”
“ પણ આ ઝડપે ક્યારે પહોંચશો?”
“ બે વાગશે.”
બીજા બધા તો બાર વાગે પહોંચી જવાનો અંદાજ હતો.
“ તમારી ધીરજને ધન્ય છે. મારી જેમ પહેલી જ વાર આવ્યા લાગો છો. ”
“ ના રે ! આ આઠમી વખત છે.”
હું તો અચંબો જ પામી ગયો. વધારે વાત કરતાં એ પણ ખબર પડી કે, એ તો જૈન ધર્મ પાળતાં હતાં ! મને નવાઈ લાગી.
મેં પુછ્યું, “ તો આ રણછોડરાયના સંઘમાં કેમ?”
“ ભગવાન તો બધા એક જ છે ને? અમારા પાડોશી વૈષ્ણવ છે. એમનો સંગાથ સારો લાગે છે. અને હું ચાલતાં નવકાર મંત્ર ભણું છું.”
“ તમને આમ એકલાં ચાલતાં કંટાળો નથી આવતો? “
” ના! બહુ શાંતી લાગે છે. મન એક ધ્યાન થઈ જાય છે.”
શ્રધ્ધાનાં આ અપ્રતીમ દર્શન કરી હું તો ધન્ય બની ગયો. મારી હીમ્મત જાગી ઉઠી. અમે બન્ને સાથે ઉભાં થયાં. પણ એમની ગોકળગાયની ચાલે મારાથી ચલાય એમ ન હતું.
મેં વીવેક ખાતર કહ્યું.” હું આગળ ચાલતો થાઉં કે, તમને સાથ આપું?”
“તમ તમારે જાઓ. હું તો મારી ચાલે પહોંચી જઈશ. “
એ બહેનની પ્રેરણાએ મારા પગમાં કોણ જાણે ક્યાંથી જોર આવી ગયું.
‘‘જય રણછોડ, માખણ ચોર ‘ નો મનોમન જાપ કરતાં મેં તો પગ ઉપાડ્યા. અને ધીમે ધીમે ચાલ વધતી ગઈ. મીલીટરીના જવાન જેવો જુસ્સો પ્રગટવા માંડ્યો. ઝડપી ચાલે મેં આગળ ગયેલા યાત્રીઓને આંતરી, આગળ ધપ્યે રાખ્યું. બધા આ ‘કાકા’ ના નવા જાગેલા ઉત્સાહને પરોસાવતા જાય. મેં નાયક અને બીજા સાથીદારોને પણ પકડી પાડ્યા એટલું જ નહીં; એમની આગળ નીકળી ગયો.
પછી તો ચાર દીવસની એ મુસાફરીનો આનંદ ભરપુર માણ્યો. રાતે મોડા સુધી થતાં ભાવ વીભોર થઈ જવાય એવાં ભજનો અને ભોજનો તેમજ વહેલી સવારની ગ્રામ પ્રદેશની રમણીયતા ભરપેટે માણ્યાં.
પણ એ જૈન બહેનની શ્રધ્ધા અને અંતરનો વૈભવ ભુલ્યાં ભુલાય એમ નથી.
Like this:
Like Loading...
Related
In spite of all odds, Ranchhodrai gives food & shelter through out the year, to all those, who goes to Dakor in pad yatra. It is my self experience.
All the vaishanav’s & others come to Dakor at Holi, through out Gujarat, are blessed.
Even poorest, drinkers, gamblers, murderers are found in pad yatra & Ranchhodrai blesses them.
Ranchhodrai gives peace of mind & energy.
I shall appreciate if you will write something about Bhakt Bodana & Talk between Shri Hariraiji Mahaprabhuji & Ranchhodraiji.
Ranchhod tu rangilo rai…………………
Jai Shree Krishna
Bhupesh (Canada)
પ્રેમ, શ્રધ્ધા વિગેરે શુધ્ધ ભાવો ક્રોધ જેવા પણ અશુધ્ધ ભાવોની જેમ પ્રસરે જ છે. ફક્ત એનું ફળ જલ્દી જોઈ શકાતુ નથી. એટલે જ તો ફળની આશા વગર સત્કર્મ કરવાનું ગીતામાં કહ્યુ છે ને? એ ઉચ્ચ ભાવો ઝીલવાની આપની પાત્રતાને વંદન.
HATS OFF TO THAT JAIN BAHEN FOR HER CONFIDENCE. A WILL WILL DEFINATELY FIND ITS WAY.
શ્રી સુરેશભાઈ
ડાકોર શબ્દ આવે ને મને ગોળનાં ગાડાં મળે.
મારા વતન મહીસા ના રસ્તે અમદાવાદ બાજુના પગપાળા સંઘ આવે,તળાવના કીનારે સ્નાન કરે,
ગામલોકો છાશ પાઈ પૂણ્ય કમાય.એક અનોખી મજા પડે.
મને પણ જીઈબીમાં ડાકોર ઓફીસે ઈનચાર્જ એન્જીનીયર તરીકે કામ કરવાની તક મળી હતી.
જન્માષ્ટમીનો હાથી પર વરઘોડો ઠાકોરજીનો નીકળે અને લાખો લોકોનો ભક્તિ સાગર લહેરાય.
રાત્રીનો તહેવાર ,ચોમાસાનો મહોલ, ,વાત ૧૯૭૯ના સાલની,જુની લાયસન્સી જીઈબીએ ટેઈક ઓવર કરેલી
ખખડદ્વજ સીસ્ટીમ અને ભાઈ લાઈટ ગયું.કલેક્ટર,ડી એસપીઅને સંચાલકોના ફોન રણકવા લાગ્યા.
રાત્રે ૧૧ વાગે બંદા મેદાને પડ્યા.ભગવાનનું દિલથી નામ દઈ,ધ્યાન શરુ કર્યું,કે કઈ લાઈન આઈસોલેટ
કરું .કૅટલા બધા ફળીયા, વિચાર કરી એક લાઈન મે સીલેક્ટ કરી,બોલ્યો મારી લાજ તમારે હાથ્
,પ્રભુ સંભાળજો રે.ને માનશો સુરેશભાઈ,ડાકોર આખું ઝળહળી ઉઠ્યું.
મેં તે દિવસે જે ભાવથી ભગવાન યાદ કરેલા ,ફરજ દર્મ્યાન,એ અંતરનો પુકાર્
ને વાગોળવાનો આપે મોકો આપ્યો.આભાર
તમારો પ્રવાસ અને બહેનની ભક્તિ એજ આપણી મહામૂડી.તમારો લેખ ગમ્યો.
રમેશચન્દ્ર પટેલ(આકાશદીપ)
સુરેશભાઇ તમે અદભૂત વાર્તાકાર છો.નાનકડા પ્રસંગને પણ વાર્તા સ્વરુપ આપી શકો છો.
તમારી વાત વાંચીને મારા બા યાદ આવી ગયા.તે રાજપીપલાથી ડાકોર ઘણીવાર સંઘમાં ચાલતા ગયા છે પરંતુ તેમને ચાલવાની
શક્તિ તેમનો રણછોડીયો આપતો હતો.તે આખી જીંદગી રણછોડ ભક્ત રહ્યા હતા.
વાહ દાદા. મનની અગાધ શક્તીઓનો તમને પરીચય થઈ ગયો! ક્રીયાકાંડો, વીધી-વીધાનો વગેરેનું મહત્વ એમાં જ સમાયેલું છે. જેને એ બધાની જરુર નથી રહેતી એ ના કરે, જેને જરુર છે એ કરે. તુંડે તુંડે મતીર્ભીન્ના.
મને હવે પગપાળા યાત્રા કરવાની ચાનક જાગી ગઈ છે.
ranchodray kyare kya , kaya swarupe aavine andar ni shakti jagadi jay khabar j nathi padti..ane jatra na sthado aavu bahu var bantu hoy che…
te ben ne ranchodray e j moklavya hashe ke jav mara suresh dada man thi thaki jay eni pahela emne pachi shakti aapi aavo…
Ranchod ray ni jay..
પ્રભુ પણ ભકતોના અદમ્ય પ્રેમ ભાવને નિહાળીને મનમાં મલકાઈ રહ્યો છે. ત્યારે ભકતજનો પુરા પ્રેમથી ગાઈ રહ્યા છે કે ‘મારે નહોતા પીવોને મને પાયો રે, હરિ રસ પીવા જેવો છે’ ના ભકિતસભર ગીતો ભલભલાના હૃદયને ધ્રુજાવી નાખવા માટે પુરતા છે.
SHARDDHA J LAI GAI MANE MANZILO SUDHI,
RASTAO BADLAI GAYA TO DISHA FARI GAI ,
yyad aavi gayu,
મહેશભાઈની પંક્તી બહુ જ ગમી . સરળ વાંચન માટે .
શ્રધ્ધા જ લઈ ગઈ મને મંઝીલો સુધી
રસ્તાઓ બદલાઈ ગયા, તો દીશા ફરી ગઈ.
આપણી શ્રધ્ધા ડગી જાય એવું કેટલું બધું બનતું હોય છે? બધે બીચારો રણછોડરાય શી રીતે પહોંચશે? આપણા જીવનમાં આપણે કોઈના મુખ પર નાનકડું સ્મીત પ્રગટાવી શકીએ તો , તે મોક્ષથી વધુ ઉમદા છે. તો આપણે જ રણ છોડરાય. કાશ એ બહેન જેટલી શ્રધ્ધા મને મળે.
આજે આટલા વર્ષે એ અનુભવ આપ સૌને ભાવજગતની એક નાની શી ઝાંખી કરાવી ગયો , એ મારું પરમ સૌભાગ્ય છે.
it is great inspiration! Have a faith and you will win any situatiion
my native place is mahuvabunder. when i was in school in1958 t01968 we use to go to buthnata mabav mander near talgarda(muraribapuwala) in early mouring in sravan manth for puja. you reminder my old golden days.
thank you.
hemant doshi at mumbai
આપણા જીવનમાં આપણે કોઈના મુખ પર નાનકડું સ્મીત પ્રગટાવી શકીએ તો , તે મોક્ષથી વધુ ઉમદા છે.
સરસ
If we want to prove and expand our ability, you should live dangerously. , if you are in danger risk moment in any circumstances, you will get extra mental power and will active crisis management skills in your own.
Enjoyed reading……Bhakti & Shradhdha are inseparable & if one is steadfast in that, God-Realization is for sure !
Sureshbhai
Enjoyed your journey! Keep up the good work with your short stories.
good.When you left for USA?
Mrs Udayana Desai sent the following message-
Sureshbhai
I been to Dakor by pagpala reached at after 3 days i enjoied very much.Thanks for sending your experince.
શ્રધ્ધા ભક્તિ અને ઈશ્વર પર ભરોસો,પડકારો ઝીલવાની ક્ષમતા વધારે છે.
ફરજ પર ,વરસતા વરસાદમાં.લાખો લોકોના સમુદાયને અંધારી રાતે
તકળીફના પડે માટેનો અનુભવ અને અંતરથી યાદકરી,ડીફોલ્ટેડ
લાઈન કાપવાની પ્રેરણા અને તેનો આભાર પણ આકાશદીપે
જે વર્ણવ્યો,તે ખૂબજ ગમી ગયો.ઉમદા ફરજ પાલન.
સુરેશભાઇ કેમ બરાબરને? સંઘે બરાબર દિશા પકડી…
વિતલ પટેલ
Nice article Sureshbhai–Reminds me of Ghazal (Author?)
Rasta mazana ketla rasta upar malya–
sachun kahun to eh badha rasta upar malya–
Sung melodiously by Shri Upadhyay–
Many roads open as long as you keep your eyes open in the jouney of life!!—Best wishes–Yusuf
HU DAKOR 8 VAKHAT PAGAPADA GAYO CHHU, PAN MARO HETU HOINA DARSAN KARAVANO NAHOTO, FAKT PAGAPADA CHHALAVANO ANAND. SORRY I AM NOT BELIVE IN GOD.
Pingback: ડાકોર પદયાત્રા : ભાગ – 2 « ગદ્યસુર
Dear Sureshbhai
Pida body na thay ch, pan ANAND to mana na thay ch . ANAND Ranchod rai ch.
આદરણીયશ્રી. સુરેશભાઈ
આપે ” ડાકોર પદયાત્રા ” નુ વર્ણન સુંદર કરેલ છે.
” શ્વાસ અને વિશ્વાસ એ ખુબ જ મોટી બાબત છે.”
શ્વાસ તુટવાથી ” જીવ ” નું મૃત્યુ થાય છે.
પરંતુ વિશ્વાસ તુટવાથી તો સમગ્ર જીવનનું મૃત્યુ થાય છે.
દરેક માનવીના ” સ્વરે સ્વરે ઈશ્વર ” બેઠો છે, તે સૌનુ કલ્યાણ જ કરશે.
ડૉ. કિશોરભાઈ એમ.પટેલ
મનેય આમ પગે ચાલતાં પ્રવાસ કરવાનું બહુ મન છે. હમણાં સુધી તો મોકો નહોતો. હવે પગ પર શ્રદ્ધા જગાવવી પડશે !!!
લતા
It is not as rosy as the article! One has to be prepared for a few problems.
Lots of pain and dirt too !No toilets ! We have to set aside our ego too. (I was a Sr. manager at SBI power station and the person who inspired me to join Sangh was 5 steps below me. )
But the returns were-
The walk in early morning in silence of nature
Siesta under neem trees
Unassuming comradeship of Sangh Yatris
Lots of examples of such faith
These are immemorable ,
‘મારે નહોતા પીવોને મને પાયો રે, હરિ રસ પીવા જેવો છે’
Keep breathing,
Keep working and walking,
Keep Chanting and knowing Thy who is with all of us….
Enjoy your connection – contact!
Rajendra
http://www.bpaindia.org
Pingback: નામ સ્મરણ – એક અનુભવ | ગદ્યસુર