સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પાર્કમાં ફુવારો – એક અવલોકન

     શીયાળો પતી જવામાં છે. વસંત આવું આવું કરે છે; પણ ઓતરાદા પવનથી થથરી પાછી વળી જાય છે. માર્ચ મહીનામાં પહેલી જ વાર, અમારા ગામના પાર્કમાં ગયો. અહીંની પ્રથા પ્રમાણે માર્ચ બેસતાં જ તળાવમાંનો ફુવારો ચાલુ કરવામાં આવે છે. ફુવારો ચાલુ થયેલો જોઈને, મન હરખાઈ ગયું. દુરથી આ નજારો નજરને ખેંચી ગયો.

    તરતા પ્લેટફોર્મ ઉપર પમ્પ, ફ્લડ લાઈટ, ફુવારાની નોઝલ, અને કીનારા પર આવેલા ઈલેક્ટ્રીકલ પોઈન્ટ સાથે જોડતો કેબલ. બસ આટલી જ સામગ્રી હશે ને? પણ જેવી સ્વીચ ચાલુ થાય એટલે કેવું મજાનું દ્રશ્ય ખડું થઈ જાય? દુર દુરથી લોકો જોઈને હરખાય. અને તળાવના પાણીમાં પ્રવાહ ચાલુ રહે.

    બીજી દૃષ્ટીથી જુઓ તો, ઉર્જાનો સદંતર બગાડ. તળાવમાંથી પાણી લેવાનું અને કશા ઉપયોગ વગર પાછું તળાવમાં જ નાંખી દેવાનું. આકર્ષક દેખાવ એ જ એક માત્ર ઉપલબ્ધી!
અને મન વીચારે ચઢી ગયું.

    આ ફુવારાની જેમ જ આપણું જીવન છે ને? જ્યાંથી ખાલી હાથે આવ્યા હતા, ત્યાં જ ખાલી હાથે પાછા જવાનું છે : અને તે ય જીવંતતા ગુમાવીને. આખાયે આયખાનો સમગ્ર વ્યાપાર સાવ ફોગટ.

    જીવનનું આ એક મુલ્યાંકન હોઈ શકે. અને બીજું?

    શું કરીને ગયા? કાંઈક એવું કર્યું કે, એ જીવન સામે જોઈ લોક હરખાય? એનો નજારો લોકોને દુરથી પણ રમણીય લાગે? એની પાસે કોઈ જાય તો શીતળ થાય – ભીંજાય?

6 responses to “પાર્કમાં ફુવારો – એક અવલોકન

 1. pragnaju માર્ચ 10, 2009 પર 9:21 એ એમ (am)

  જ્યાંથી ખાલી હાથે આવ્યા હતા, ત્યાં જ ખાલી …
  કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના ?
  દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના.
  એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે.
  હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.
  સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ !
  દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના.
  અય કાળ, કંઇ નથી ભય, તું થાય તે કરી લે
  ઇશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના ? – ધાયલ

 2. Suresh Jani માર્ચ 10, 2009 પર 9:32 એ એમ (am)

  અય કાળ, કંઇ નથી ભય, તું થાય તે કરી લે
  ઇશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના ? – ધાયલ
  —–
  બહેન!
  બહુ જ ગમ્યું . ઘાયલ પીનારા હતા અને પણ એમની ગઝલો મને બહુ જ ગમે છે. ખરી મસ્તાનગી . શુન્ય પણ એવા જ કવી.
  અને બન્નેને પોષનાર રુસવા .. દરીયાદીલ માણસ . એમની જીવનકથા વાંચવા જેવી છે.

  http://sureshbjani.wordpress.com/2006/06/25/ghayal/
  http://sureshbjani.wordpress.com/2006/06/17/shunya/
  http://sureshbjani.wordpress.com/2006/12/11/rooswaa/

  બે વરસ આ બધું અઢળક વાંચ્યું , અને હવે એ જતું રહ્યું . આપણે કેટલા બદલાતા હોઈએ છીએ? પરીવર્તન .. પરીવર્તન .. પરીવર્તન ..

 3. neetakotecha માર્ચ 10, 2009 પર 8:41 પી એમ(pm)

  dadaji mane to roj savar pade em thay ke maru aa rahi gayu karvanu anr olu rahi gayu karvanu…
  karvanu to etluu badhu che ne duniya ma ke samay oocho pae..
  ane ek vat kahu aape lakhiyu che ke…

  શું કરીને ગયા? કાંઈક એવું કર્યું કે, એ જીવન સામે જોઈ લોક હરખાય? એનો નજારો લોકોને દુરથી પણ રમણીય લાગે? એની પાસે કોઈ જાય તો શીતળ થાય – ભીંજાય?

  badha met ketlu pan karsu nne koi nahi harkhay..badha emathi bhul j kadhse..pan ha marta vakhte jo koi shakti aapdi pase aavine ubhi rahe ne leva..tyare aakh kholine aapde ene gale mali sakiye ..etlu kari sakiye to pan bas che….

 4. Valibhai Musa એપ્રિલ 30, 2010 પર 6:45 એ એમ (am)

  સુરેશભાઈ,

  કોઈક BW ફિલ્મના ગીત પૂર્વે આવું કંઈક સાંભળ્યાનું યાદ છે.

  “ક્યા લેકે આએ થે જગમેં, ક્યા લેકે તુમ જાઓગે,
  મુઠ્ઠી બાંધકે આએ થે, ઔર હાથ પસારે જાઓગે!”

  ઉમદા જીવનની ફલશ્રુતિ એ કે માણસ મરે ત્યારે એ સમાચારથી પરિચયમાં આવેલી વ્યક્તિઓ આંચકો કે આઘાત અનુભવે.

 5. Pingback: વસંત – રિયર વ્યૂ મિરરમાં « ગદ્યસુર

 6. સુરેશ માર્ચ 5, 2012 પર 8:56 એ એમ (am)

  An email message –

  ફિલોસોફીના એક દ્રષ્ટિકોણ અનુસાર જીવન અર્થહીન ખરું; પણ અંતઘડી સુધી આ નિરર્થક જીવન ને કોઈ અર્થ આપી જવાની મથામણ કરતા રહેવું એને જ જીવન માનીએ તો?
  કેટલી સુંદર ધરતી, કેવો સરસ માનવ અવતાર, થોડું યા વધારે પણ અજબ વિચારોના ગજબ કમાલ બતાવી જણાતું બુદ્ધીતત્વ, આ બધું મેળવા બદલ સતત ઈશ્વર પ્રતિ અહોભાવ માં ડૂબવાનો આનંદ માણતા રહેવું એને જ જીવન કેમ ન માનવું?
  એની જ માયા…એ જ સમજે… દ્રષ્ટિના આવા કોણ બદલી બદલી, માનવ મનને માંકડું કરી, મોજ લેતો રહે!!!
  મુનિરા

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: