સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

આયો ગોરખાલી – કેપ્ટન નરેન્દ્ર

     અમે ત્રણેક માઇલ ગયા હઇશું કે તેમના F 86 સેબર જેટ અને F104 સ્ટાર ફાઇટર્સ આવ્યા. બાળકના હાથમાંનું મિઠાઇનું પડીકું ઝુંટવી લેવા આકાશમાંથી તીરની જેમ સમળી આવે તેમ દુશ્મનના વિમાનો મારા કૉન્વોય પર ત્રાટક્યા. રૉકેટ અને ૫૦ mmની મશીનગનની ગોળીઓનો મારો કરવા ઉપરાંત તેમણે માર્ચ કરી રહેલા અમારા સૈનિકો પર નેપામ બૉમ્બ નાખવાની શરૂઆત કરી. આવી હાલતમાં અમારા વાહનોએ સડક પરથી ઉતરી વિખરાઇ જવું પડે, નહિ તો મશીનગનમાંથી છુટતી ગોળીઓની લાઇનમાં અસંખ્ય વાહનો ઉધ્વસ્ત થઇ જાય. તેમાં બેઠેલા જવાનો યુદ્ધમાં દુશ્મન સાથે ‘ચાર હાથ’ કરતાં પહેલાં કૅઝ્યુઆલ્ટી થઇ જાય. જીપને બાવળના ઝાડ નીચે ઉભી રાખી હું બહાર દોડ્યો અને એક પછી એક ગાડીને મારી પાછળ પાછળ આવવાનો હુકમ આપી આસપાસના ખેતરોમાં દોરીગયો. આ બધું સેબર જેટના અમારા પર થતા ગોળીબાર દરમિયાન થતું હતું. 

નેટ ફાઈટર પ્લેન

નેટ ફાઈટર પ્લેન

સેબર જેટ ફાઈટર

સેબર જેટ ફાઈટર

    તેમના વાયરલેસની ફ્રીક્વન્સી આપણા સેટમાં આવી જતી. જેવો અમે તેમના OPનો હુકમ સાંભળીએ સેક્ટર ૭૫૩૬, બૅટરી ફાયર”, પાંચ-સાત મિનીટમાં તેમની તોપના ગોળા અમારા પર પડે, પણ તે પહેલાં અાપણી ટૅંક્સ, સેલ્ફ-પ્રોપેલ્ડ તોપ અને સૈનિકોને લઇ જતી ટ્રક્સ ખેતરોમાં વિખરાઇ જતી. આમ આપણું જાનમાલનું નુકસાન સાવ ઓછું થવા લાગ્યું. 

 

 

 

 

 

 

 

 

પેટન ટેન્ક

પેટન ટેન્ક

 

       દુશ્મનના પ્રદેશમાં રાતના સમયે ગાડીઓએ જવું હોય તો અમારી ગાડીઓને વગર લાઇટે જવું જોઇએ. જરા જેટલી રોશની થાય તો દુશ્મનનો OP અમારી પોઝીશન તેના તોપખાનાને ખબર કરે અને ફરીથી અમારા પર બૉમ્બ વર્ષા શરૂ થાય. અમારા વાહનો ધીમે ધીમે જતા હતા ત્યારે એવું લાગ્યું જાણે સડક પર ચાલતી મારી જીપની નીચે રોડા પડ્યા હોય તેવું લાગ્યું. નીચા વળીને જોયું તો સડક પર જીપની નીચે અને તેની આજબાજુમાં પાકિસ્તાની સૈનિકોનાં મૃતદેહ પડ્યા હતા. કોઇકના લાડકવાયા – ભલે તે દુશ્મનના કેમ ન હોય, ત્યાં કાયમ માટે પોઢ્યા હતા. તે સમયે અમારા મનમાં એક જ વાત હતી: જો દુશ્મનના આ સૈનિકો જીવતા હોત તો તેમની જગ્યાએ આપણી માતાઓના લાડકવાયા અહીં ચિરનિદ્રામાં પડ્યા હોત.

——————–

નેપોલિયને કરેલું રણનીતિનું ચિરસ્મરણીય વાક્ય આજે પણ સત્ય છે: લશ્કર પોતાના પેટ પર કૂચ કરતું હોય છે. (Army marches on its stomach!) યુદ્ધમાં આ પ્રકારનાં વાહન બૉમ્બ વર્ષામાં નષ્ટ થાય તો તેની અવેજીમાં બીજા વાહનો તરત આપવામાં આવે છે. અમને ખાતરી હતી કે બહુ બહુ તો એકાદ દિવસનું મોડું થશે, અને બીજા દિવસની રાત સુધીમાં બીજા ટ્રક્સમાં લદાઇને ભોજન અને દારૂગોળો આવી જશે. કમનસીબે પરિસ્થિતિ એવી થઇ કે હજી સુધી અમારી ભોજનની ગાડીઓ અમારા સુધી પહોંચી નહિ. કૂચ કરવાના પહેલા દિવસે મળેલી પુરીઓ ત્રીજા દિવસે ચામડા જેવી થઇ ગઇ હતી. આ વખતે મેં સાથે લીધેલ દાલમોઠના ડબા મને યાદ આવ્યા. પણ જ્યાં આખી ફોજ અન્ન-વિહીન હોય ત્યાં હું એકલો ખાવાનો વિચાર પણ કેવી રીતે કરી શકું?

     આપણી જુની કહેવત છે કે લાખ મરજો પણ લાખોના તારણહાર ન મરજો. અમારા વખતમાં બટાલિયનના કમાન્ડીંગ અૉફિસર (CO)ને જવાનો માઇબાપ કહેતા. તેમને ૧૦૦૦ સૈનિકો તારણહાર માને. હું મારી પાસે હતા એટલા દાલમોઠના ડબા, રમની બાટલી વિ. લઇ અમારા (ગોરખા બટાલિયનના) CO કર્નલ ગરેવાલ અને 2IC મેજર બાગચી પાસે ગયો અને આ વસ્તુઓ તેમને આપી. કર્નલ ગરેવાલે ઉર્મિભર્યા સ્વરે કહ્યું,”તારી ભાવનાઓની હું અંત:કરણપૂર્વક કદર કરું છું. પણ આપણી આખી પલ્ટન ભૂખી છે, ત્યાં હું આ નાસ્તો કેવી રીતે ખાઇ શકું? ” 

       મેજર બાગચીએ કહ્યું, “નરેન, તારી આ ભેટને આ દિવસની યાદગીરી તરિકે કાયમ માટે શો કેસમાં રાખીશ. 
અમે બધાં જ ભુખ્યા રહ્યા.

 ………………………….

      સવારે જ્યારે અમે ગામને ક્લિયરકર્યું ત્યારે નજીકના શેરડીના ખેતરમાં છુપાયેલ ૩૦-૩૫ કિશોરીઓ, બાળાઓ તથા મહિલાઓ, કેટલાક આધેડ અને વૃદ્ધજનોને અમારા સૈનિકો અમારા અૅડમિનીસ્ટ્રેશન એરીયામાં લઇ આવ્યા. યુવાન પાકિસ્તાની સ્ત્રીઓ ભારતીય સૈનિકો કેવા ખરાબ હાલ કરશે એ બીકથી એટલી ગભરાઇ ગઇ હતી કે તેમાંની કેટલીક બહેનો થરથર કાંપતી હતી. ઘણી બહેનોની આંખોમાંથી આંસુની ધારાઓ વહેતી હતી. હું અૅડમિનીસ્ટ્રેશન એરિયા કમાંડર હતો, તેથી તેમને મારી પાસે લાવવામાં આવ્યા. મેં તેમને એટલું જ કહ્યું, “જુઓ, અમે ભારતીય સિપાહીઓ છીએ. તમારી સ્ત્રીઓ અમારા માટે મા-બહેન સમાન છે. અમારી લડાઇ તમારી સરકાર સામે છે, તમારી સાથે નહિ. લડાઇના વિસ્તારથી દૂર અમે નિર્વાસીતો માટે કૅમ્પ બનાવ્યા છે, ત્યાં તમને હમણાં જ અમારી ગાડીઓ લઇ જશે. ગભરાશો મા.

     આ સમૂહના આગેવાન ગામની શાળાના હેડમાસ્તર હતા. આ પ્રૌઢ સદ્ગૃહસ્થ ગળગળા થઇ ગયા અને કહ્યું, “ભારતીય સેના પાસેથી અમને જે ઉમેદ હતી તેમાં તમે સાચા ઉતર્યા છો. અમારા અખબાર અને રેડિયો તો તમારી સામે ગંદો પ્રચાર કરતા રહે છે, પણ તમે….તેઓ આટલું જ બોલી શક્યા.

———————————– 

      ખેમકરણ મોરચે પહોંચાડી દીધા ને? આ તો એક ઝલક માત્ર જ છે. જેમણે આ બધું પોતાની આંખે જોયેલું જ નથી; પણ જાતે આ વાસ્તવીક  ઘટનાના એક પાત્ર હતા;  એવા વીરલ મરાઠી / ગુજરાતી કેપ્ટન નરેન્દ્રની પોતાની કલમે લખાયેલ લેખમાળાનો એક નાનકડો અંશ છે.

‘જીપ્સીની ડાયરી’   વાંચવા અહીં ક્લીક કરો .

    આ વાંચીને આપણને રોમાંચ થાય, સનસનાટી થાય, લોહી ગરમ થઈ જાય પણ ..

    કોઈ પણ યુધ્ધ ભયાનક હોય છે. તે તારાજી, તબાહી, લોહી, આંસુ, ઉજડેલા સંબંધો અને દુશ્મનાવટની અપરીવર્તનીય  લાગણીઓનું  જનક જ હોય છે.

     આ વાંચનાર એક ભારતીય પણ હોઈ શકે છે. એ પાકીસ્તાની પણ હોઈ શકે છે.

     એ બધી કડવાશ, માન્યતાઓ, વીવાદો, મત મતાંતરો અને દુશ્મનાવટ ભુલી, આપણે એક જ ધરાના સંતાનો, એક જ સંસ્કૃતીને વરેલા માનવો એકમેકને ભેટીને ફરીથી બાંધવ બનીએ તો?

    હું નથી માનતો કે, કેપ્ટન નરેન્દ્રનો અભીપ્રાય આનાથી જુદો હોય.

—————————————————-

   એક સૈનીકની કથા વાંચો :   અગ્નીવર્ષા   ભાગ -1  :  ભાગ – 2 

17 responses to “આયો ગોરખાલી – કેપ્ટન નરેન્દ્ર

 1. અખિલ સુતરીઆ માર્ચ 18, 2009 પર 7:46 એ એમ (am)

  ફૌજીઓને વધુ સારી રીતે મળવા, તેમને જાણવા અને તેમના જીવનમાં બનેલી ઘટનાઓ તેમને જ મુખેથી સાંભળવા જયારે પણ વડોદરા કે ગોધરાનો પ્રવાસ કરવાનો થાય ત્યારે વલસાડથી પશ્ચિમ એક્ષપ્રેસમાં જ જતો તે ભૂતકાળના દિવસો યાદ આવી ગયા.

 2. pinke માર્ચ 18, 2009 પર 7:47 એ એમ (am)

  RELLY VERY VERY GOOD . I DON’T HAVE WORDS FOR THIS POST.

 3. neetakotecha માર્ચ 18, 2009 પર 8:34 એ એમ (am)

  અમારા વાહનો ધીમે ધીમે જતા હતા ત્યારે એવું લાગ્યું જાણે સડક પર ચાલતી મારી જીપની નીચે રોડા પડ્યા હોય તેવું લાગ્યું. નીચા વળીને જોયું તો સડક પર જીપની નીચે અને તેની આજબાજુમાં પાકિસ્તાની સૈનિકોનાં મૃતદેહ પડ્યા હતા. કોઇકના લાડકવાયા – ભલે તે દુશ્મનના કેમ ન હોય, ત્યાં કાયમ માટે પોઢ્યા હતા. તે સમયે અમારા મનમાં એક જ વાત હતી: જો દુશ્મનના આ સૈનિકો જીવતા હોત તો તેમની જગ્યાએ આપણી માતાઓના લાડકવાયા અહીં ચિરનિદ્રામાં પડ્યા હોત.

  ufffffffffffff kaik thai gayu ..jane ruvada ubha thai gaya aakhi vat vachine….

 4. Capt. Narendra માર્ચ 18, 2009 પર 10:29 એ એમ (am)

  તમારી વાત સાથે હું પુર્ણ રીતે સંમત છું. યુદ્ધ દ્વારા કોઇ પણ પ્રશ્નનો ઉકેલ કદી નીકળી શકે નહી. ૧૯૭૧માં પંજાબના મોરચે થયેલા યુદ્ધ બાદ આપણી હદમાં વાઘા ખાતે ભારત અને પાકીસ્તાનના મહેસુલ તથા જાહેર બાંધકામ ખાતાના ૫૦૦ જેટલા અફસરોનું સમ્મેલન યોજવાની મને તક મળી હતી. તે વખતે પાકીસ્તાનના અફસરોને મળીને તેમના મુખેથી આ જ વાત સાંભળવા મળી હતી. “આપણી ભાષા, સંસ્કૃતી, ખાનપાન, પોશાક એક જ પ્રકારના છે તે આપણા હુકમરાન શા માટે સમજતા નથી? શા માટે તેઓ આપણને એકબીજા સાથે લડાવતા રહે છે?”

  “જીપ્સીની ડાયરી”માં આનું સવીસ્તર બયાન આગળ જતાં આવશે.

  બીજી વાત. માણસના સંસ્કાર અને જન્મ જે માટીમાં થાય છે, તે જ તેનું અસ્તીત્વ છે. એ જ એની પહેચાન – identity છે. કૅપ્ટન નરેન્દ્ર ગુજરાતી-મરાઠી નથી. કેવળ ગુજરાતી છે. સંજોગની વાત છે કે ઇ.સ. ૧૭૮૬ના વર્ષમાં એના પૂર્વજ બીજા પ્રદેશમાંથી આવ્યા હતા, જેવી રીતે શ્રીમાળ -ભીન્નમાળથી આવેલા શ્રીમાળી બ્રાહ્મણ થયા અને રાજસ્થાનથી ઝાલા, સમા, ગોહીલ અને રાઠોડ આવ્યા અને – અસ્સલ સૌરાષ્ટ્રી બની ગયા!

 5. Suresh Jani માર્ચ 18, 2009 પર 4:18 પી એમ(pm)

  કેપ્ટન ! તમારી ગુજરાતીતાને સો સો સલામ ! તમે ગુજરાતનું ગૌરવ છો.

 6. Firoz Khan માર્ચ 19, 2009 પર 7:51 એ એમ (am)

  Jung to khud ek maslaa (Problem) hai,
  Maslon ka hal kya karegi.
  Insaano ko khtma karegi
  Insaaniyat ko rond degi.

  Aaj tak ki saari jungon men yahi to hua hai fir bhi insaan sabak nahin sikhaa hai!! Aur shaayd kbhi sikegaa bhi nahin. Usmen chhipa bhediyaa use sabak sikhne nahin dega. Khair, woh subhaa kabhi to aayegi jab duniyaa men chai-o-aman ka raaj hoga.
  Firoz khan, Toronto, Canada.

 7. Chirag Patel માર્ચ 19, 2009 પર 11:35 એ એમ (am)

  બહુ જ સુંદર વર્ણન અને એમાં પણ ભારતીય પ્રણાલીકાનાં દર્શન!!!

  સલામ, કૅપ્ટન.

 8. Pinki માર્ચ 20, 2009 પર 1:11 એ એમ (am)

  hats off to capt. Narendraji

  u r the ppl who makes us to be proud

  being an indian

  thanks on behalf of all Indians

 9. વિશ્વદીપ બારડ માર્ચ 20, 2009 પર 9:40 એ એમ (am)

  I know Cap. Narendra as good writer and he sent me book name” BAI” .One the best book .
  Every one should read this book also.

 10. Dr.CHANDRAVADAN MISTRY માર્ચ 20, 2009 પર 9:57 એ એમ (am)

  Sureshbhai,,,It is nice of you to publish this Post & intoduce the “GYPSY’S DIARY ” …..a wonderful,& unique Blog of Capt, NARENDRABHAI. One who wants to experience the “life of a Jawan in the Indian Army ” must visit Narendrabhai’s Blog !

 11. jhsoni માર્ચ 20, 2009 પર 12:50 પી એમ(pm)

  Dear frend Captain Narendrabhai
  read u experiance of war . & come to knw dificulty soider suffer by living far away fr thr family
  iIwoud like to tell u taht some concrit work is requared for family of martyr as in such influances word if THE mother, wife or their next of kin requred any help they didnt get it & some tims they are treted as just a normal family though they have secrified their SARVOCH BALIDAN in defeance of nation . Me a family of late capt Nilesh Soni 62, fireld , Regiment ,Artilary indian army has sufered same thing. I think some organisation shoud set up to reparent dificulty to concern department of govt that mertyr family suffer.
  awiting y reply
  jhsoni

 12. Razia Khan માર્ચ 20, 2009 પર 1:39 પી એમ(pm)

  My husband Firoz Khan has already posted his comments. However, I post my own comments. If at all some political leaders, media members and so called social organisations on both sides keep quiet for at least some time I am sure things will improve and improve fast. Unfortunately we all have unmindfully developed a ‘ Culture of Silence.’ We have in India the strongest democracy which unfortunately sometimes turned into mobocracy. Let’s hope for the best. Let’s strengthen the hands of people like Captain Narendra.

  Razia Khan
  Toronto, Canada.

 13. vikram modi માર્ચ 23, 2009 પર 2:44 એ એમ (am)

  War is an experience where a person goes with a feeling of do(kill) or die and still soldiers have maintained their discipline and respect to humanity.Why can’t civilians do this and restrain themselves from becoming animal ?
  A touch of humanity is longer lasting

 14. Pingback: ( 265 ) કેપ્ટન નરેન્દ્ર ફણસે ( ’જિપ્સી’) અને જિપ્સીની ડાયરી – એક કરવા જેવો પરિચય / Fathers’ Day | વિનોદ વિહાર

 15. Nitin Vyas એપ્રિલ 4, 2016 પર 9:58 પી એમ(pm)

  Your soldier’s diary provides very interesting reading.
  Long back I had seen a movie based on novel, “All Quiet on the Western Front” written by Erich Maria Remarque, a German veteran of World War I. The book describes the German soldiers’ extreme physical and mental stress during the war,and the detachment from civilian life felt by many of these soldiers upon returning home from the front.
  My regards,
  Nitin Vyas, Sugar Land TX

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: