સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

કુંવરબાઇનું મામેરું – 2009

દીકરી ના આવ્યા હોંશીલા તેડા..
યુ.એસ.જાવાના કંઇ કર્યા કોડ..
મનમાં ઉગી મીઠી એક મૂંઝવણ,
લઇ શું જાવું દીકરી માટે?
નથી ત્યાં ક્શી યે ખોટ. સાયબી છલકે દોમદોમ……
ત્યાં કુંવરબાઇ ના મામેરા સમ .
લિસ્ટ આવ્યું લાંબુલચક…..!!.

અહીં ઝળહળતા પ્રકાશ ના ધોધ માં,
આંખ્યુ જાય અંજાય..
માટી ના કોડિયા ની મીઠી રોશની લાવજો,
ને વળી તુલસીકયારાની મઘમઘતી મંજરી..

હ્લ્લો ને હાય માં અટવાતી રહી,
જેશ્રીક્રુશ્ણ ના નાદ બે-ચાર લાવજો.
લાવજો છાબ ભરી કોયલના ટહુકા,
ને ઉષા ના પાલવમાંથી ઉગતા-

સૂરજ નો રાતોચોળ રંગ……..
ગોકુળ ની ગલીઓનો ગુલાલ અને,

રજ વનરાવનની લાવજો…
ખોવાઇ ગયેલ જાત ને જોઇ શકું,

આયનો એવો એક લાવજો..
ગુણાકાર-ભાગાકાર કરી કરી,
ગણિત થઇ ગયું હવે પાકું,
ડોલરિયા આ દેશમાં…

વહાલના સિક્કા બે-ચાર વીણી લાવજો.
‘કેમ છો બેટા’?કોઇ ન પૂછતું ભીના કંઠે,
આંસુ લૂછવાને ટીસ્યુ નહી,પાલવ તારો લાવજો.
સગવડિયા આ પ્રદેશ માં ..
લાવજો હાશકારી નવરાશ,

ને છાંટજૉ કુટુંબમેળા ના કંકુછાંટણા………..
મસમોટા આ મારા મકાન ને..
ઘર બનાવવાની રીતો જરુર લાવજો,

ઉપરથી તો છઇએ લીલાછમ્મ..
પણ મૂળિયાં તો એની માટી ને તરસે….
પરફયુમ –ડીઓ નહીં.
ભીની માટી ની ભીનાશ ભરી લાવજો
થોડું લખ્યું ,જાજું કરી વાંચજો,
વેલાવેલા આવી હેતના હલકારાઆલજો.

– નીલમબેન દોશી 
—————————————

      આ કવીતા કોણે લખી છે, તે તો ખબર નથી. પણ ઈન્ટરનેટ પર મીત્રોએ વારંવાર મોકલ્યા કરી છે. છેલ્લી વાર મળી ત્યારે શીર્ષક જોઈને ડીલીટ જ કરવાનો  હતો. પણ મારા એક માત્ર લશ્કરી મીત્ર કેપ્ટન  નરેન્દ્રે મોકલી છે ; તે જોઈ, આ લડાયક માણસ પણ કવીતામાં રસ ધરાવે છે, જાણી આનંદ થયો …

  ( આ લખાયા બાદ આદરણીય શ્રી. વિનય ખત્રીએ સંશોધન કરીને જણાવ્યું કે આ કવીતા તો મારાં નેટ દીદી શ્રીમતી નીલમબેન દોશીની રચના છે. ) 

     ઈમેલ સંદેશો  ખોલ્યો. અને ત્યાં તો અંદરથી એમનું એક કાવ્ય-પુષ્પ ખરી પડ્યું  ..

     લો વાંચી લો. લશ્કરી દીમાગના હૃદયમાંથી પ્રગટેલું એ પુષ્પ – 

વહાલનો ગુલાલ તમે વહેંચ્યો અહીં,ને
આંખ્યુંમાં આવી ગયાં પૂર,
વહેતા આ જળમાં પાવન થયા, ને
સ્નેહની પમરાઇ સુગંધ.

——————————

     હવે વાત જાણે કે એમ છે કે, આ દોઢડાહ્યા જણને એનું ગુંજન કરતા કશુંક કાંઈક ખુંચ્યું .. અંને કેપ્ટનના અંતરનો ભાવ એનો એ રાખીને થોડાં અળવીતરાં કરી લીધાં.

   લ્યો ! એ પણ વાંચી લ્યો ત્યારે –

વહાલનો ગુલાલ તમે વહેંચ્યો અહીં,ને
આવ્યાં આંખ્યુંમાં લાગણીનાં પૂર,

વહેતા વારીમાં અમે પાવન થયાં, ને
બધે ફેલાઈ સ્નેહની સુગંધ.

     બસ! મીત્રો, જોજનો દુર હોવા છતાં આમ એકમેકની સાથે ગુલાલ વહેંચતા રહીએ.

     આમ વ્હાલ અને સદભાવના વહેંચતા રહીએ

13 responses to “કુંવરબાઇનું મામેરું – 2009

 1. Ramesh Patel એપ્રિલ 1, 2009 પર 5:19 પી એમ(pm)

  સગવડિયા આ પ્રદેશ માં ..
  લાવજો હાશકારી નવરાશ,

  shri Sureshbhai,Missing things …
  feelings…

  let me share my poem.

  Vision
  World shows us its magic colors
  Spring showers holy love on flowers
  But where our heart is hidden?

  Sky is shining with great galaxies
  Sun rises and stars twinkle for the universe
  But where our vision is hide?

  Rivers are flowing,ocean is roaring
  Nature is sharing the amazing lives
  But where our inner most charm is hidden?

  Science is there, adventure is there
  Family is there, friends are there
  But where human identity is hidden?

  Soul silently spoke with a smile
  Every thing is there,but you have no time
  Because twentieth century is your wine
  MONEY has enveloped your vision for life.
  Rameshchandra J. Patel (Aakashdeep)

 2. વિનય ખત્રી એપ્રિલ 2, 2009 પર 12:04 એ એમ (am)

  કુંવરબાઈનું મામરું. નીલમ દોશીની આ રચના ઑગસ્ટ, ૨૦૦૬માં તેમના બ્લોગ પર મુકવામાં આવી હતી.

 3. Suresh Jani એપ્રિલ 2, 2009 પર 1:51 એ એમ (am)

  આભાર વિનય. ખુટતી માહીતી આપવા માટે ..

 4. સુરેશ એપ્રિલ 2, 2009 પર 6:51 એ એમ (am)

  માનનીય હરનિશભાઈએ મારાં અળવીતરાં પર ઈમેલ કરી સાવ સાચી ભુલ કાઢી આપી –
  ” પુર અને સુગંધનો પ્રાસ નથી બેસતો ”
  લ્યો ત્યારે ગુરુજી .. આ ચ્યમનું લાગ્યું?

  વહાલનો ગુલાલ તમે વહેંચ્યો અહીં,ને
  વહ્યા આંખ્યુંમાં લાગણીનાં ધોધ,
  વહેતા વારીમાં અમે પાવન થયાં, ને
  બધે ફેલાઈ સ્નેહની સુગંધ.

  – હરનિશભાઈની કાવ્યસુઝ જોતાં એ હાસ્ય લેખક ન થયા હોત તો સરસ કવીતાઓ લખતા હોત, એમ નથી લાગતું?

 5. Capt. Narendra એપ્રિલ 2, 2009 પર 7:48 એ એમ (am)

  હાવ હાચી વાત્ય કીધી. હું તો ઇમ કૌં કે હીંદીમા જ્યમ કાકા હાથરસી થૈ ગ્યા, ઇમ હરનીશભાઇ લખવા લાગે તો ભયો ભયો થાય.

 6. dhavalrajgeera એપ્રિલ 2, 2009 પર 8:26 એ એમ (am)

  This is the copy,
  One does it if it is Good to learn,Fun and COMFORT to MIND.
  Thanks to all who like LOVE and PEACE.

  “વહાલનો ગુલાલ તમે વહેંચ્યો અહીં,ને
  આવ્યાં આંખ્યુંમાં લાગણીનાં પૂર,
  વહેતા વારીમાં અમે પાવન થયાં, ને
  બધે ફેલાઈ સ્નેહની સુગંધ.”

  બસ! મીત્રો, જોજનો દુર હોવા છતાં આમ એકમેકની સાથે ગુલાલ વહેંચતા રહીએ.

  આમ વ્હાલ અને સદભાવના વહેંચતા રહીએ….
  Great Wishfull thinking Bhai Suresh,
  Stay connected.

  Rajendra
  http://www.yogaeast.net
  http://www.bpaindia.org

 7. Jay Gajjar એપ્રિલ 2, 2009 પર 9:28 એ એમ (am)

  A nice emotional poem.
  We get a long list when we plan to go India.
  Well this is fine picture of an Americavasi.
  Enjoyed.

 8. દક્ષેશ એપ્રિલ 3, 2009 પર 5:21 પી એમ(pm)

  વહાલનો ગુલાલ તમે વહેંચ્યો અહીં,ને
  આંખ્યુંમાં આવી ગયાં પૂર,
  વહેતા આ જળમાં પાવન થયા, ને
  સ્નેહની પમરાઇ સુગંધ. …

  એમાં પૂર અને સુગંધ કે ધોધ અને સુગંધ એટલા જામતાં નથી. અંત્યાનુપ્રાસને આભારી … કદાચ

  વ્હાલનો ગુલાલ તમે વ્હેંચ્યો અહીં,
  ને આંખ્યુંમાં આવી ગયાં પૂર,
  વહેતા એ વારિમાં પાવન થયા,
  ને સ્નેહનાં સરી પડ્યા સૂર ….

  …આ કેવું લાગે છે .

 9. Capt. Narendra એપ્રિલ 3, 2009 પર 5:48 પી એમ(pm)

  વાહ દક્ષેશભાઇ! ઘણું ગમ્યું. કાવ્યમાં પ્રાસ મળતાં નર્તકીના પગમાં ઝાંઝર પહેરાવ્યા જેવું લાગે. તો જ તેને સાંભળવાની મજા આવે. તમારી ભાવના માટે આભાર.

 10. Reading સપ્ટેમ્બર 12, 2009 પર 10:34 પી એમ(pm)

  સુરેશભાઇ,
  નિલમબેનની જ નિરાલી છે,એમના લેખ “દિકરી મારી દોસ્ત” અને “સંબંધનો સેતુ”
  ખૂબ જ સરસ હ્રદયને સ્પર્શી જાય તેવા છે.
  ઘનશ્યામ,
  https://ghanshyam69.wordpress.com/

 11. nilam doshi સપ્ટેમ્બર 13, 2009 પર 9:35 પી એમ(pm)

  આભાર દાદા..અને વિનયભાઇ…
  વહાલનો ગુલાલ વહેંચાય ત્યારે આંખોમાં શ્રાવણી ભીનાશ છલકાય અને સ્નેહની સુવાસથી અંતર તરબતર થાય એ સ્વાભાવિક છે. આખરે માનવીનો પિંડ ભાવનાના અર્કથી બંધાયેલો છે ને ?

  મારી આ રચના મને જ ઘણીવાર કોઇએ ફોરવર્ડ કરી છે. અજાણતા જ.
  ગમતાનો ગુલાલ કરવાની તેમની લાગણીને હું તો સલામ જ કરું. આપ સૌ પણ એ સલામના હક્કદાર છો જ.

 12. Ramesh Patel સપ્ટેમ્બર 14, 2009 પર 11:00 એ એમ (am)

  ઉપરથી તો છઇએ લીલાછમ્મ..
  પણ મૂળિયાં તો એની માટી ને તરસે….
  પરફયુમ –ડીઓ નહીં.
  ભીની માટી ની ભીનાશ ભરી લાવજો
  થોડું લખ્યું ,જાજું કરી વાંચજો,
  વેલાવેલા આવી હેતના હલકારાઆલજો

  bhina kari didha.
  feelings are flowing with showering.

  Ramesh Patel(Aakashdeep)

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: