સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

બરફનું કારખાનું કપાયું

     હું વ્યગ્ર ચીત્તે મારી ઓફીસમાં બેઠો હતો; ત્યાં ફોનની ઘંટડી રણકી ઉઠી.

     “ સાહેબ ‘કમળ’ને ચાલુ કરવાનો તમારો સંદેશો મળ્યો; પણ અમે અત્યારે અહીં ‘ગુલાબ’માં છીએ અને અહીં પણ ચોરી પકડાઈ છે.”

      અને મારી વ્યગ્રતા ગુસ્સામાં બદલાઈ ગઈ. અજાણતાં જ મારી મુઠ્ઠી વળી ગઈ અને મેં ફર્શ પર ગુસ્સામાં પગ પછાડ્યો.

      હમણાં થોડી વાર પહેલાં જ ‘કમળ’ અને ‘ગુલાબ’ નામનાં બરફનાં કારખાનાંના માલીક શ્રી. રતીલાલ, વીજયી મુદ્રામાં મારી ઓફીસમાંથી બહાર નીકળ્યા હતા. હજુ તો એ માંડ અમારી ઓફીસના ઝાંપા સુધી પહોંચ્યા હશે.

      મોટા ભાગનાં બરફનાં કારખાનાંઓમાં વીજચોરી થતી હોય છે; તેમ રતીલાલ પણ ચોરી કરી મબલખ નફો રળતા હતા. એક મહીના પહેલાં અમે એમના ‘કમળ’ ચોરી પકડી હતી. અંદાજે વપરાયેલ વીજળી અને દંડની રકમ નવ લાખ રુપીયા થતી હતી. અમે તેમની પાસેથી તેના તેત્રીસ ટકા રકમ ભરી દેવા માંગણી કરી હતી. પણ રતીલાલ તે ભરતા ન હતા. અમારી ઉપર આ રકમ ઓછી કરવા, અનેક જાતનાં દબાણ આવતાં હતાં.

     પણ તે દીવસે તો હદ થઈ ગઈ હતી. મારા ઉપરી અધીકારીએ મને ફોન પર કહ્યું હતું ,” જાની! તમે લોકો સારું કામ કરો છો; પણ ગાંધીનગરથી દબાણ છે. રતીલાલ તમને મળવા આવી રહ્યા છે. તેમની પાસેથી 40,000 રુ. લઈ ‘કમળ’ ચાલુ કરી આપવાનું છે. “

     ત્રણ લાખની સામે માત્ર આટલી જ રકમ! મારા સાહેબ સાથે મેં દલીલ કરવા પ્રયત્ન કર્યો; પણ તેમનો લાચારીમાં લેવાયેલો નીર્ણય માન્યા વગર મારો છુટકો જ ન હતો. નાની વીજચોરી કરનાર પાસેથી તો અમે પુરી રકમ વસુલ કર્યા બાદ અને ચેક સીકરાય તો જ જોડાણ ચાલુ કરી આપતા હતા. પણ મોટી રકમ હોય તો આ તેત્રીસ ટકાનો નીયમ લાગુ પડતો હતો.

     અમે જાનના જોખમે, બરફનાં કારખાનાંઓમાં વીજ ચોરી પકડવાનું અભીયાન છ મહીનાથી ચલાવ્યું હતું અને બરફનાં કારખાનાંઓમાંથી કમ્પનીને થતી આવક પાંચ ગણી કરી નાંખી હતી. કમ્પનીની મેનેજમેન્ટ પણ અમારા ઉપર બહુ જ ખુશ હતી. મીટીંગોમાં મેનેજીંગ ડીરેક્ટરે ખુદ અમારી પ્રશંસા કરી હતી.

     રતીલાલ આવ્યા હતા, અને આ 40,000 રુ.ની માતબર(!)રકમ રોકડમાં ભરી, મહાન સીધ્ધી પ્રાપ્ત કરવાની ખુમારીમાં, મારી ઓફીસમાંથી વીદાય થયા હતા. મેં ડંખતા દીલે અને કમને, કારખાનાંઓના વીસ્તારમાં કામ કરતા મારા માણસોને પેજર પર, કમળ ચાલુ કરી આપવાની સુચના આપી હતી.

     અને થોડી જ વારમાં ઉપર મુજબનો સંદેશ આવ્યો.

     અને મેં જવાબ આપ્યો, “ ગુલાબને કાપી નાંખો અને કમળ ચાલુ કર્યા વીના પાછા આવો.“

     આ ઘટના બાદ, ત્રણ જ દીવસમાં મારી બદલી કમ્પનીમાં વધારે મુશ્કેલીવાળી બીજી જગ્યાએ થઈ ગઈ! મને સમાચાર મળ્યા હતા કે, મારી બદલી થયાની ખુશાલીમાં બરફનાં કારખાનાંવાળાઓએ પેંડા વહેંચ્યા હતા!

——————————————

   આ સાવ સત્યઘટના છે. પણ બધાં નામ બદલી નાંખ્યા છે. 

5 responses to “બરફનું કારખાનું કપાયું

 1. pragnaju એપ્રિલ 24, 2009 પર 1:28 એ એમ (am)

  જા……………………………………………………………………………………………….ની

 2. Chirag Patel એપ્રિલ 24, 2009 પર 7:28 એ એમ (am)

  મોટાભાગના ભારતીયોની રગોમાં ભ્રષ્ટાચાર દોડે છે, અને એ માટે બ્રીટીશરોનો વાંક જરાય ઓછો નથી.

 3. Devang Vibhakar સપ્ટેમ્બર 16, 2009 પર 8:32 એ એમ (am)

  આ “સાચા” કામ બદલ બદલી ના થાય તો જ નવાઇ.

  બાકી જ્યાથી દબાણ આવેલુ ત્યા “માલ” પહોંચી ગયો હશે!

 4. સુરેશ જાની ઓગસ્ટ 27, 2010 પર 1:28 પી એમ(pm)

  સ્વાભાવિક રીતે અહીં બધાં નામ બદલી નાંખ્યા છે. પણ એ રતીલાલના નજીકના સગા વીજળી ખાતાના પ્રધાન હતા!

 5. મનસુખલાલ ગાંધી ડિસેમ્બર 5, 2017 પર 8:56 પી એમ(pm)

  આ “સાચા” કામ બદલ બદલી ના થાય તો જ નવાઇ.

  બાકી જ્યાથી દબાણ આવેલુ ત્યા “માલ” પહોંચી ગયો હશે!

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: