સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અસ્પૃશ્યતા અને ગ્રાહક સંભાળ – સત્યકથા

અંગ્રેજીમાં મળેલ ઈમેલ પરથી ભાવાનુવાદ
– સત્યકથા 

     બ્રીટીશ એરવેઝની જોહાનીસબર્ગથી લન્ડન જતી ફ્લાઈટ BA-1432 (*) ના પ્લેનનું બારણું બંધ થયું. એર હોસ્ટેસે સીક્યોરીટીની તાલીમની રોજીંદી સુચના પતાવી દીધી. પ્લેન આકાશમાં, ઉંચે અને ઉંચે જતું ગયું : વાદળોની પેલે પાર, સાવ મુક્ત ગગનમાં. પણ એક પ્રવાસીના ચીત્તમાં મલીનતા, સંકુચીતતા, અસહીષ્ણુતા અને પુર્વગ્રહનાં કાળાં ડીબાંગ અને કુરુપ વાદળો આકાર લઈ રહ્યાં હતાં. તેનું મન તો તલાતલ પાતાળમાં, છેક ઉંડે ગરકેલું હતું. (* – કાલ્પનીક) 

     હવે પ્લેન 35,000 ફુટની મહત્તમ ઉંચાઈએ પહોંચી ગયું હતું. સુરક્ષા સંકેતો દુર થઈ ગયા હતા. મુક્ત હલનચલનની પરવાનગી આપી દેવામાં આવી હતી. પણ એ તો મુક્ત જનો માટે; મલીનતાથી ભરેલી પેલી વ્યક્તીનું શું? 

     આખું પ્લેન ભરચક ભરેલું હતું. ત્યાં જ એર હોસ્ટેસને બોલાવતી ઘંટડી રણકી ઉઠી. ઈકોનોમી ક્લાસની જે બેઠક પરથી આ ઘંટડી વગાડવામાં આવી હતી ત્યાં તે પહોંચી ગઈ.

      એક  જાજરમાન ગોરી મહીલા મોં ચઢાવીને, દેખીતી રીતે ગુસ્સામાં ત્યાં બેઠેલી હતી.

      એર હોસ્ટેસ ,” યસ, મેડમ!”  

       મેડમ, ” મને શી હરકત છે તેની તને ખબર નથી પડતી કે, મારે તમે સમજાવવું પડશે?”

     એર હોસ્ટેસે તેના મોંઢાનું બરાબર નીરીક્ષણ કર્યું. પણ તે સન્નારીને કાંઈ ચક્કર આવતાં હોય, અથવા ઉલટી થતી હોય,  તેવાં કોઈ ચીહ્નો તેની નજરે ન ચઢ્યાં.      

    એર હોસ્ટેસ,” માફ કરજો, મેડમ. પણ મને ખબર નથી પડતી.  તમે મને કહો તો હું તમને મદદ કરવા જરુર પ્રયત્ન કરીશ.”

   નાક ફુંગરાવીને ગોરી બોલી,” આ કાળીયાની બાજુમાં મને બેસાડી છે તે? આવા લોકો સાથે બેસતાં મારો તો જીવ જાય છે. મને બીજી કોઈ સીટ જલદી આપી દો. “

   આજુબાજુના  બધા પ્રવાસીઓ આ વાત સાંભળી હેબતાઈ ગયા.  

   એર હોસ્ટેસ બોલી,” માફ કરજો , બાનુ! બધી જ સીટો ભરેલી છે. પણ હું બરાબર તપાસ કરીને પાછી આવું છું.” તે કોક્પીટમાં ગઈ. ગોરીની આજુબાજુ સાવ નીસ્તબ્ધ  શાંતી અને તંગદીલીનું વાદળ ઘેરાઈ રહ્યું. થોડી વાર રહીને તે પાછી આવી.

      તેણે કહ્યું, “ઈકોનોમી ક્લાસની બધી સીટો તો ભરેલી છે. બીઝનેસ ક્લાસની બધી સીટો પણ ભરેલી છે. માત્ર ફર્સ્ટક્લાસની એક સીટ ખાલી છે.”

     ગોરી,” મને તરત ત્યાં સીટ બદલી આપ. હું તફાવતની રકમ આપી દઈશ.”

     એર હોસ્ટેસ,” અમારા નીયમો મુજબ આ શક્ય નથી.”

    તેને આગળ બોલતી અટકાવી અને કશું સમજ્યા કર્યા વીના, ગોરી બરાડી ઉઠી,” આ ત્રાસજનક છે. હું તમારી કમ્પની સામે મને માનસીક ત્રાસ આપવા માટે કેસ કરીશ.”  

    એર હોસ્ટેસે આગળ ચલાવ્યું, ” મેં કેપ્ટનને આ અંગે પુછી જોયું. આવી બદનામી અને બેઈજ્જતી ભરેલી પરીસ્થીતીમાં કોઈ પ્રવાસી મુકાય, એ તેમને ઠીક નથી લાગતું. આથી  આ વીશીષ્ઠ સંજોગો જોતાં કેપ્ટને તેમની હકુમત વાપરી, મને સુચના આપી છે.”  

   હવે તેણે પેલા કાળા સજ્જન સામે નજર કરી અને કહ્યું,” ચાલો મહાશય!  તમારો હાથસામાન લઈ લો અને મારી સાથે ફર્સ્ટ ક્લાસની સીટ પર તબદીલ થવા પધારો. તમને થયેલ માનસીક ત્રાસ માટે અને આમ સીટ બદલવાનું કષ્ટ આપવા બદલ કેપ્ટને તમારી માફી માંગી છે.”

    અને આજુબાજુના બધા પ્રવાસીઓએ કેપ્ટનનો આ નીર્ણય તાળીઓના ગડગડાટથી વધાવી લીધો.

————————————————–

સાભાર – શ્રી. દીપક પરીખ

30 responses to “અસ્પૃશ્યતા અને ગ્રાહક સંભાળ – સત્યકથા

  1. સુરેશ એપ્રિલ 30, 2009 પર 3:22 એ એમ (am)

    આ એકવીસમી સદીમાં, જ્યારે વીશ્વ એક ગામડું બની ગયું છે; ત્યારે પણ ચૌદમી સદીની આવી સંકુચીતતાઓ અસ્તીત્વ ધરાવે છે ………
    એ માનવમનની બહુ મોટી કરુણતા અને કૃપણતા નથી?

  2. tusharbhatt મે 1, 2009 પર 8:24 એ એમ (am)

    I have grave reservations about the change of seats by the person with dark skin. It may be good to offer him a higher class without paying anything, but it is still demeaning to the sense of equality that captain paid any heed to the white woman’s obnoxious objection. Would the airline mete out similar treatment if a black woman haad made a similar complaint about her white male neighbour?
    There are still double-standards even now!!!
    -Tushar Bhatt

  3. Pinki મે 1, 2009 પર 8:29 એ એમ (am)

    gr8…….. captainship !!

    wonderful decision .. hats off to him

    happy gujarat din !!
    as from d very first day we have d rule for untouchables……..more on webmehfil .

  4. bHARATpANDYA મે 1, 2009 પર 8:58 એ એમ (am)

    It all looks very goody goody in story but fact remains that the airline consented to lady’s
    request-maybe indirectly.
    They should have allowed black man to continue his journey in thet seat near white lady. It is not clear but the black gentleman may have refused to leave the seat, or some otjer white passenger would have offered his /her seat to that white lady.

  5. rekha Sindhal મે 1, 2009 પર 9:04 એ એમ (am)

    ખરેખરો માનસિક ત્રાસ કોણ વેઠે છે તેની સાચી દ્રષ્ટી જ યોગ્ય હલ તરફ લઈ જઈ શકે. ગાંધીજી અને રોઝાપાર્કસને તેમની સીટ પરથી ઊઠાડી મૂકાયા ત્યારે સતાધારીઓમાં આ દ્રષ્ટીનો અભાવ જ યુધ્ધનું કારણ બની કેટલાયના જીવનના બલિદાનનું નિમિત થયેલ છે. સમાજનો મોટો વર્ગ જ્યારે અંધ અથવા તો નિર્માલ્ય બને છે ત્યારે લોહી રેડાયા વગર જાગૃતિ આવતી નથી.

  6. Akbarali narsi મે 1, 2009 પર 9:20 એ એમ (am)

    સુરેશ ભાઈ

    આ ન માનવામાં અને બહુ દુખઃદાયક બનાવ

    ક્યાર નો છે તે જણાવવુ જરૂરી લાગે છે, પણ

    નવાઈ ન લાગવી જોઈએ કારણ ગોરા આદી

    કાળથી આ જ રીતે જો હુકમી ચલાવે છે.

    મેં હીંદુસ્તાન માં કંપની સરકાર અને આફ્રીકા,

    અમેરીકા, દક્ષિણ અમેરીકા વગેરે માં જે માનવતાની

    પાયમાલી કરી લોકો ને ગુલામ બનાવ્યા તે વાંચવા માં

    આવ્યુ છે પણ ઓસટ્રેલીઆ બાબત અજાણુ છું એ બાબત

    કોઈ લેખ હોય તો વેબ ઉપર મુકશો.

    અકબર અલી નરસી

  7. Chirag Patel મે 1, 2009 પર 10:21 એ એમ (am)

    Excellent. Hats off to the captain. This is real strength of humanity and makes us believe that we are still in favored list of God.

  8. દક્ષેશ મે 1, 2009 પર 11:03 એ એમ (am)

    પરિવર્તન ત્યારે આવ્યું ગણાય જ્યારે મનમાંથી એ ભાવ નાબુદ થાય – પછી વ્યક્તિ બાજુની સીટ પર હોય કે પાંચ ફુટ દૂર બેઠી હોય એ બહુ અગત્યનું નથી. કયા સંજોગોમાં આ ઘટના બની એ સંપૂર્ણ જાણ્યા વગર કોઈને દોષી કે કોઈને અભિનંદન આપવામાં જોખમ છે. એવું પણ શક્ય બને કે ગોરી મહિલાના ખરાબ વર્તાવથી કંટાળી તેને પાઠ ભણાવવા આવું કરાયું હોય જેને ચામડીના રંગ સાથે કંઈ લેવાદેવા ન પણ હોય.
    bottomline is, all are made equal by God.

  9. Mansukhlal Shah મે 1, 2009 પર 11:05 એ એમ (am)

    This story has been going around for more than 3 years. Nobody has been able to verify whether it is based on fact or someone’s figment of imagination. Be that as it may, don’t we Indians from various provinces use derogatory terms for our brethrens from different states? Is our conscience clean enough to sit in judgment of the others? We suffer from casteism, north-south divide, Raj Thakre’s outbursts against North Indians typifies our own wicknesses and preconcieved prejudices. Is this the India of Mahatma Gandhi’s dream, I wonder.

  10. Vishnu Nimavet મે 1, 2009 પર 11:32 એ એમ (am)

    Priya Sureshbhai, aavu to ghanu bane che. In india in specally in Mandir in south they still not allowed for darshan or pooja and if by chance if some untoucable enter the mandir they will wash mandir.

  11. Suresh Jani મે 1, 2009 પર 2:41 પી એમ(pm)

    On request of quite a few friends, who liked my email message, I reproduce it …
    Brothers and sisters of Gujarati blogging/ surfing world,
    On this eve of auspicious day of Gujarat, read the true story that
    depicts
    – the stale and stinking fervor of hate and intolerance of the byegone
    millenia,
    as also
    – gleaming and hopeful ray of goodwill and care of a brave and humane
    future
    – on the backdrop of Gujarat that is poised to take a prominent role
    in shaping of new India …..
    ————–
    Would you kindly answer a question?
    Which of the two parts OR both are relevant in our context?

  12. Capt. Narendra મે 1, 2009 પર 2:53 પી એમ(pm)

    લંડનમાં સોશિયલ વર્કરનું કામ કરતી વખતે આવો પ્રસંગ બન્યો હતો. એક વર્ણદ્વેષી અંગ્રેજ વૃદ્ધાને સમાજસેવા વિભાગ તરફથી મળતી સેવાઓ જોઇતી હતી. તેમની જરૂરિયાતોનું આકલન કરવા મારા જમૈકન સાથી બૅસીલ વૉલ્ટર્સની નીમણુંક થઇ. વૃદ્ધાએ અમારી ટીમ લીડર લિઝ વેબને ફોન કરીને કહ્યું, “મારા માટે કોઇ અંગ્રેજ વર્કર આપો. મારા ઘરમાં કોઇ ‘કાળો’ માણસ આવે તે હું નહિ ચલાવી લઉં.”

    લિઝે તેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું,”મૅડમ, મને અફસોસ છે કે હું તમને બીજો કોઇ પણ કાર્યકર આપી નહિ શકું. તમને અમારી સેવાઓ જોઇતી હોય તો બૅસીલ તમને પૂરતી મદદ કરશે, પણ જો તમારા ઘરમાં તે આવે તે તમને પસંદ ન હોય તો તમારે અમારી મદદ વગર ચલાવવું પડશે.”
    By the way, લિઝ વેબ શ્વેત મહિલા છે.

  13. Harnish Jani મે 1, 2009 પર 5:24 પી એમ(pm)

    By offering the first class seat to Blackman does not solve the issue-The issue of apartheid is still there-If I were the captain -I would have forced that woman to suffer- The racism is still excist in USA- So I m not surprised with S Africa-

  14. Harnish Jani મે 1, 2009 પર 5:29 પી એમ(pm)

    Talk about the racism–I represented American company in Indian Plastic Conference-Our Indians were expecting white american to walk out of the plane–In one reception they did not give me Beer-“Saab, Woh to white Forener Ke liye hai”
    Think about that-

  15. Falguni મે 1, 2009 પર 6:21 પી એમ(pm)

    For captain both the passengers were equal. So he had to accept that white female’s request even if he didn’t like. But the fact that he didn’t like it, he gave extra honor to the black man showing his true feelings for the matter. So he justified his position as a caption and as an individual. He rocks.

  16. મુનિ મિત્રાનંદસાગર મે 1, 2009 પર 9:38 પી એમ(pm)

    માણસને ‘માણસ’ તરીકે નહીં જોવામાં આવે ત્યાં સુધી આમ જ રહેવાનું. ગોરાઓની વાત છોડો, ભારતના ઘઉંવર્ણા લોકો પણ કટાક્ષમાં ‘કાળિયાઓ’ એમ બોલતા જ હોય છે અને એમાં ‘ઉદારદિલ’ ગણાતા ગુજરાતીઓ પણ બાકાત નથી.

    વિધાતાની કેવી વિચિત્રતા છે કે કનૈયાના કાળાપણાનાં ગુણગાન ગાતાં થાકતા નથી અને તેની પ્રશંસા માટે હજારો કવિતાઓ રચી કાઢે છે પણ કાળો માણસ જોઈને ભડકી ઊઠે છે! કમ સે કમ ‘આવા’ ગુજરાતીઓ કરતાં તો ગોરાઓ ઓછા દંભી છે…

  17. Mansukhlal Shah મે 2, 2009 પર 5:43 એ એમ (am)

    I am at one with the comments of Munishree Mitrananadsagarji’s observations. Upper Caste v lower caste, Gujarati v Marathi, Gujarati v Kathiavadi or Kutchhi, North India v South Indian, Punjabi v Kutchhi (inclusive of all Gujarati); where are we going? Britain divided India into two whereas we are hell bent to divide it into I don’t know how many different states. On the one hand we have filthy rich whereas on the other abject poverty. I wish Indians will unite as one nation but am pessimistic to see this happen in my residual life time.

  18. Swarup મે 2, 2009 પર 6:06 એ એમ (am)

    You have just rename “Harijan”. “What is in the name”
    He just changed location. What makes differance to that Black person. He was insultede both the way.

  19. pragnaju મે 2, 2009 પર 12:13 પી એમ(pm)

    અસ્પૃશ્યતા એટલે આભડછેટ; અને અખા ભગતે ઠીક ગાયું છે કે, ‘આભડછેટ અદકેરું અંગ‘. એ જ્યાંત્યાં ધર્મમાં ધર્મને નામે કે બહાને વિધ્ન નાખ્યા જ કરે છે અને ધર્મને કલુષિત કરે છે. જો આત્મા એક જ છે, ઇશ્વર એક જ છે તો અસ્પૃશ્ય કોઈ નથી. જે રીતે ઢેડભંગને અસ્પૃશ્ય ગણવામાં આવે છે પણ અસ્પૃશ્ય નથી, તે રીતે મૃતદેહનો સ્પર્શ કરી કે તેલ ચોળી અથવા હજામત કરી-કરાવી નાહીએ છીએ તો તે કેવળ આરોગ્યની ર્દષ્ટિએ. મૃતદેહનો સ્પર્શ કરી કે તેલ ચોળી-ચોળાવી ન નહાય તે ભલે ગંદો કહેવાય; તે પાતકી નથી, પાપી નથી. એમ તો ભલે માતા બચ્ચાનું મેલું ઉપાડ્યા પછી સ્નાન ન કરે અથવા હાથપગ ન ધુએ ત્યાં લગી અસ્પૃશ્ય હોય, પણ બચ્ચું ગેલ કરતું તેને અડશે તો તે નથી અભડાવાનું કે નથી તેનો આત્મા મલિન થવાનો. પણ જે તિરસ્કારરૂપે ભંગી, ઢેડ, ચમાર ઇત્યાદિ નામે ઓળખાય છે એ તો જન્મે અસ્પૃશ્ય ગણાય છે. ભલે તેણે સેંકડો સાબુથી વર્ષો લગી શરીર ચોળ્યું હોય, ભલે તે ગીતાપાઠ રોજ કરે ને ધંધો લેખકનો કરે તોયે અસ્પૃશ્ય છે. આમ જે ધર્મ મનાય કે આચરાય તે ધર્મ નથી, અધર્મ છે ને નાશને યોગ્ય છે. આપણે અસ્પૃશ્યતાનિવારણને વ્રતનું સ્થાન આપીને એમ માનીએ છીએ કે અસ્પૃશ્યતા હિંદુ ધર્મનું અંગ નથી, એટલું જ નહીં પણ એ હિંદુ ધર્મમાં પેસી ગયેલો સડો છે, વહેમ છે, પાપ છે, ને તેનું નિવારણ કરવું પ્રત્યેક હિંદુનો ધર્મ છે, તેનું પરમ કર્તવ્ય છે. તેથી જે તેને પાપ માને છે તે તેનું પ્રાયશ્ચિત કરે, અને કંઈ નહીં તો પ્રાયશ્ચિતરૂપે પણ ધર્મ સમજીને સમજદાર હિંદુ પ્રત્યેક અસ્પૃશ્ય ગણાતાં ભાઈબહેનને અપનાવે. તેનો હેતે, સેવાભાવે સ્પર્શ કરે, સ્પર્શ કરી પોતાને પાવન થયેલ માને, ‘અસ્પૃશ્ય‘નાં દુઃખો દૂર કરે, વર્ષો થયાં તેમને કચડી નાખવામાં આવેલ છે તેથી તેમનામાં જે અજ્ઞાનાદિ દોષો પેસી ગયા છે તે ધીરજપૂર્વક દૂર કરવામાં તેમને મદદ કરે, અને આ બીજા હિંદુને કરવા મનાવે, પ્રેરે. આ ર્દષ્ટિએ અસ્પૃશ્યતાને નિહાળતાં તેને દૂર કરવામાં જે ઐહિક કે રાજનૈતિક પરિણામ રહ્યાં છે તેમને વ્રતધારી તુચ્છ ગણાશે. તે કે તેવું પરિણામ આવો અથવા ન આવો, છતાં અસ્પૃશ્યતા-નિવારણને વ્રતરૂપે આચનાર ધર્મ સમજી અસ્પૃશ્ય ગણાતાંને અપનાવશે. સત્યાદિ આચરતાં આપણે ઐહિક પરિણામનો વિચાર ન કરીએ. સત્યાચરણ તે વ્રતધારીને સારુ એક યુક્તિ નથી, એ તો તેના દેહની સાથે જડાયેલી વસ્તુ છે, તેનો સ્વભાવ છે; તેમ અસ્પૃશ્યતાનિવારણ તે વ્રતધારીને છે. આ અસ્પૃશ્યતાનું મહત્વ સમજાયા પછી આપણને માલૂમ પડશે કે એ સડો કેવળ ઢેડભંગી ગણાતાં વિશે જ દાખલ થઈ ગયો છે એમ નથી. સડાનો સ્વભાવ છે કે પ્રથમ રાઈના દાણા જેટલો લાગે છે, પછી પહાડનું સ્વરૂપ પકડે છે, ને છેવટે જેમાં પ્રવેશ કરે છે તેનો નાશ કરતો રહે છે; તેમ અસ્પૃશ્યતાનું છે. આ આભડછેટ વિધર્મી પ્રત્યે આવી છે,

  20. MANAV PATEL મે 2, 2009 પર 1:21 પી એમ(pm)

    I M AGREE WITH Mr. MITRNANDSAGAR , U R ABSOLUTELY RIGHT .

    MANAV.

  21. Aabid Surti મે 3, 2009 પર 3:12 એ એમ (am)

    What an unforgettable piece of love and life. It touched me, it moved me the way it had never before.

  22. pinke મે 5, 2009 પર 8:52 એ એમ (am)

    THIS IS GRATE. B,COZ NOW WE TOLK 21 SUNCHURI. AND BHEVE LIKE 17 SUNCHURI. I SO HAPPY THIS IS GUJRATI DAY ENJOY IT.

  23. Mansukhlal Shah મે 5, 2009 પર 11:42 એ એમ (am)

    We can enjoy Gujarat Day only when we respect every human being and the scurge of violence and abuse of our brethrens (so called untouchables) becomes a thing of the past. There is no curse worse than the man’s inhumanity to his fellow being and instead of doing something positive about it we turn a blind eye to it.

  24. Pingback: અસ્પૃશ્યતા અને ગ્રાહક સંભાળ, ભાગ -2 – એક કલ્પના « ગદ્યસુર

  25. Ramesh Patel મે 9, 2009 પર 7:09 પી એમ(pm)

    This is an yuropian ‘આભડછેટ ,
    Actually we Indian now days more libaral
    than other people.
    Except India,everywhere there is
    restriction on name of Law for migrated
    people.
    No liberty ,but have to live in certain
    frame work.
    This is also requried but with wide vision.
    Ramesh Patel(Aakashdeep)

  26. Mansukhlal Shah મે 10, 2009 પર 6:05 એ એમ (am)

    I am sorry that some of the contributors seem to be living in a cloud cuckoo land when they contend that ‘actually we Indians now days more liberal than other people’. The discriminatory conduct of our people based on casteism, gender distinction, caste and class discrimination, ever widening gap between the rich and poor in India is so obvious that even a blind person can percieve it. Just because the writer is in a comfortable position does not mean that everyone is. Infant marriages, prostitution of the so called lower class women, dowry system and a host of other circumstances, if properly examined would prove that untouchability, in one form or other, is rampant in India. We should be ashamed of ourselves and any attempt to cover up the evils of our society is regrettable.

  27. Suresh Jani મે 10, 2009 પર 10:21 એ એમ (am)

    An authentic input from Shri Tushar Bhatt – ex Chief editor of TOI , Ahmedabad – received by email. I am reeprocing to make this discussion more fruitful
    ————————–
    Dear Sureshbhai,

    The caste divide in India has not been bridged mainly because of short-sightedness of the political class. Lacking in any cohesive socio-economic vision which the founding fathers of the federal republic hadday’s lot has used caste divide as a highway to the vote banks.Nobody is bothered about demolishing the wall of prejudice between castes Job reservations as also reservations in education have been blatantly used as weapons for garnering votes.

    The Constitution did not provide originally for endless reserved quota.Still,the quota system was tinkered with and instead of narrowing its scope, the scope was widened. Nobody can say when wll it end.

    If I talk nearer home, about Gujarat, it is pertinent to know what was noted in the Rane Commisssion report that examined quota system during the 19880s when rioting took place between pro-reservationists andtheir oppoents. The observation was that our reservation policy has led to strengthening the wall between backward and upper classes.Mostly owing to the political expediency of the state governments,a new segment of backwards,called Other backward classes (OBC) has come into being.Second,perceiving the advantages of quota system, some sections the minority, following vocations such as Nai (Hajam or barbers), and pinjara
    demanded reservations for themselves too,arguing they too were.backward. .

    The driving force behind this demand is poverty. Poverty is the bane of human existence. It breeds all evils including casteism based on jobs such as safar workers,chamars, Politicians refuse to do much beyond speech making.

    Economic uplift could have hastened the demolition of caste barriers.Second point is to apply reservations intelligently. Seats for the backward classes in top and,middle level jobs are not filled up for want of candidates.The reason is simple. Rural areas do not have enough class rooms,teachers,school rooms and library and laboratory facilities in most government run primary and secondary schools for the backward classes. The pupils are weak in English,Science and maths. How will they compete with the children of well-to-do parents? A large scale privatisation had compounded the issue further. Where will the backward classes parents get money to afford high fees in self-fiance educational insitutions?
    The central point is that honest stock-taking and new thinking about what to do next are not in sight.

    Late Prof. I P Desai who was president of IndianSociology Society and a respected don at BHU in Varanasi made two interesting points. He got a survey conducted to find how many took a bath for shudhdhi after travelling by a passenger bus? Nobody. Some respondents asked a counter question: why should they bathe? They had forgotten that half a century ago after a journey some would bathe. Who knows who was sitting next? To Prof.Desai , the message was clear.The bus employees would not seat passengers according to their caste.If somebody did not like it, he was free NOT to travel.

    .Prof Desai argued that if backward class candidates were offered reservation in jobs like wire men,electricians,vehicle repairmen, they would have faced no discrimination. Needed was a proper policy.
    Tushar Bhatt,
    Journalist(Former Editor,The Times of India & The Economic Times,
    Ahmedabad

  28. jjkishor મે 13, 2009 પર 8:02 એ એમ (am)

    એક જાણીતી વાત છે જેમાં ચાર વ્યક્તી મંદીરમાં ભેગી થઈ હતી. વીજળી છેક જમીન સુધી આવીને પાછી જતી હતી. સંજોગો જોઈને સૌને થયું કે આપણામાંના કોઈનું મોત છે. તેથી વારાફરતી દરેકે સામેના ઝાડ નીચે જવું જેથી જેનું મોત હશે તે જ મરશે. અત્યારે વીજળી પડતી નથી તે બાકીના ત્રણના પુણ્યને લીધે !!

    વારાફરતી ત્રણ જણા ઝાડ નીચે ગયા ને બચી ગયા !! છેલ્લે રહેલો એક ભોળો માણસ બીચારો બલીનો બકરો બનવા ધ્રુજતો ધ્રુજતો ઝાડ નીચે ગયો ત્યાં જ વીજળી પડી – પણ ઝાડ પર નહીં, પેલા મંદીર પર, ને ત્રણેયને લેતી ગઈ !

  29. Hazari Amrut મે 12, 2011 પર 12:21 પી એમ(pm)

    Shri Tushar Bhatt,
    The captain of the plane solved very brilliantly, the current problem that he had. He was very well aware of the laws which do not allow racism world over. ( Take example of South Africa. Refer to the history of the time of Gandhi in South Africa and then the time of Nelson Mandela when he became President of S.Africa, after struggling for 25 years in jail.) Ifs and Buts had no place for the captain of the plane at that moment. The problem was to be solved immediately. The solution captain gave was satisfying the white lady’s requirement. World has abolished the racism. In India once upon a time cast system was at its worst level. After Gandhi called those untouchables, HARIJAN, and legislature passed the law, the cast system or racism was lawfully abolished but there are still few so -called upper class people (e.g. Brahmins…or high cast people in Bihar state..and many others….) feel that they are SUPREMES…..
    Congratulations to the CAPTAIN and a salute to him for his brave approach to the problem that needed immediate solution.
    Amrut(Suman)Hazari.