સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

shaaLaa chhutavaanaa samaye, શાળા છુટવાના સમયે – એક અવલોકન

      મારી દીકરીના દીકરાને શાળામાંથી બપોરે ઘેર પાછો લાવવાનો સમય છે. આમ તો હું બરાબર સમયે જ જાઉં છું. પણ તે દીવસે બહાર ગયો હતો અને થોડો વહેલો પરત આવ્યો હતો.  આથી ઘેર જઈ દસ જ મીનીટમાં નીકળી જવા કરતાં નીશાળે પહોંચી ગયો. બધું સુમસામ લાગતું હતું. એકાદ બે કાર મારા જેવા કોઈ વહેલા પક્ષી આવી ગયાની ચાડી ખાતી હતી. પણ શાળાની અંદર તો બાળકો અને શીક્ષકોની વણજાર ધમધમતી હશે. એના કોઈ અણસાર બહાર જણાતા ન હતા. હું શાળાના મુખ્ય દ્વાર પાસે આવેલા બાંકડા પર બેઠો.

   થોડીવારે એક પીળી સ્કુલ બસ ધમધમાટ કરતી આવી પહોંચી.  થોડી વારે ડે કેર વાળાની એક બસ પણ આવી ગઈ. એક પછી આવી બસો અને મારા જેવા વાલીઓની કારો  આવવા માંડી. શાળાનો પાર્કીંગ લોટ ભરાવા માંડ્યો. બસોના ડ્રાઈવરો અને વાલીઓ ભેગા થવા માંડ્યા. શાળાને સામાન પહોંચાડનાર એક જણ ઠેલણગાડીમાં (ટ્રોલી)  સામાન ભરીને લઈ આવ્યો. બારણું ખોલીને મેં તેને અંદર જવા સગવડ  કરી આપી. મારો આભાર માની તે શાળાની અંદર ગરકી ગયો.

     થોડીવારે લાઉડસ્પીકર પરથી કાંઈક ગોટપીટ ગોટપીટ જાહેરાત થઈ. અને લ્યો! થોડી જ વારમાં નાનકડાં ભટુરીયાંઓની એક  છુક છુક ગાડી આવી પહોંચી. એનું  એન્જીન હતું – આગળ પીઠ રાખીને ચાલતી એક શીક્ષીકા! એની આમ અવળા ચાલવાની આવડત દાદ માંગી લે તેવી હતી. જોકે, આમ અવળી ચાલની આદત અને કુશળતા તો ઘણાંને હોય જ છે ને !  નાનકડાં ભુલકાં એવાં તો વહાલસોયાં લાગતાં હતાં. એમની નાનકડી કાયા અને પીઠ પર ભરવેલો મસ મોટો બગલ થેલો એમને નાનકડા સૈનીક જેવો નીખાર આપતાં હતાં. બધાં લાઈનમાં એમના મમ્મી પપ્પા અને વાલીઓના આવવાની રાહ જોતાં બેઠાં. અને કલબલાટ શરુ.

   એક પછી એક બાળગાડીઓ (!) આવતી ગઈ. બાળકોની ઉમ્મર પણ વધવા માંડી! ધોળી અને કાળી શીક્ષીકાઓ અને જાતજાતના રંગનાં અને રંગબેરંગી કપડાં પહેરલાં બાળકોનો એ સમુદાય શાળાનું શાળાપણું સાર્થક કરતો રહ્યો.  રણમાં વીરડી જેવા ઘર ભેળા થઈ જવાની તલપ બધાંને લાગી હતી. શીક્ષીકાઓ કદાચ આખા દીવસની લમણાંઝીંકમાંથી મુક્તી મેળવવાની આશા સેવી રહી હતી. કોઈક બાળકો શાળા સમયમાં સંઘરી રાખેલી અદાવતોનો હીસાબ ચુકતે કરવા બાઝી રહ્યાં હતાં અને એમની શીક્ષીકા એ ઝઘડા નીપટાવવાના પોલીસ કામમાં વ્યસ્ત હતી.  

     ત્યાં મારા દોહીત્રના વર્ગની ગાડી આવી ગઈ. ઉછળતો  અને કુદતો એ ફોર્થ ગ્રેડર મારાથી આગળ, અમારી કાર તરફ ભાગ્યો. હું ડોસા સ્ટાઈલે ડગમગતા પગલે તેને અનુસર્યો. અમે કારમાં વીરાજમાન થયા. રસ્તા પર પહોંચતાં થોભી જવું પડ્યું. પગે ચાલીને ઘેર પહોંચતાં સૌને રસ્તો ઓળંગવાની સુવીધા કરવા માટે,  ગણવેશધારી  સ્વયંસેવકે રસ્તા પરના ટ્રાફીકને અટકાવી દીધો હતો. એ ગાડીઓ પણ પસાર થઈ ગઈ.

     આવાં બીજાં બેચાર વીઘ્ન પતાવી અમે આગળ ચાલ્યા. ઘરની નજીક પહોંચતાં સામેથી એક સ્કુલ બસ આવી પહોંચી. સ્ટોપ સાઈન અને ઝબુક ઝબુક લાલ લાઈટ ચાલુ. રસ્તા પર પસાર થતી અમારી કાર  સમેત ત્રણ ગાડીઓ સ્થીર ! બસનું બારણું ખુલ્યું અને ચાર બાળકો બહાર આવી ગયા. બસ વીદાય થઈ અને અમે ઘર ભેગા થયા. 

     શાળામાં બીજો એક કલાક અને રોજનું કામ પતાવી, છેલ્લી શીક્ષીકા પણ શાળાના મુખ્ય દ્વારને તાળું લગાવી વીદાય થઈ જશે. અને શાળાનો એ પરીસર બીજા દીવસની સવાર સુધી સાવ સુનો. એકલવાયો, ભેંકાર, પ્રાણવીહીન બની જશે. 

     પણ.. હું શાળાએ પહોંચ્યો તે સમયની શાંતી,  ઘર પાછા આવી ગયા બાદની હાશ, શાળાના એ પરીસરની ગમગીન સાંજની એ કલ્પના અને આ બધાંની વચ્ચેની બધી ગડમથલ મને કશોક સંદેશ આપતી ગઈ.

      જન્મ બાદની પહેલી ચીસ, અને એ પહેલાંની અને પછીની નીદ્રા; અને જીવનના છેલ્લા તબક્કા બાદની ચીર નીદ્રા – એ બેની વચ્ચેની બધી ગડમથલ અને બધી અવઢવ, જાતજાતની અને ભાતભાતની ગાડીઓ, યાત્રાઓ, અવસ્થાઓ, રંગ, રોગાન, કલબલાટો, કોલાહલો, વ્યથાઓ, રુકાવટો, શીસ્ત , શીસ્તભંગ, આશાઓ, અપેક્ષાઓ, ઝગડા, હાર, જીત, સમાધાનો, વીઘ્નો, અને બીજુંય કેટલું બધું  ….   

      જીવનનો એક નાનકડો ચીતાર …

15 responses to “shaaLaa chhutavaanaa samaye, શાળા છુટવાના સમયે – એક અવલોકન

 1. sapana મે 10, 2009 પર 8:18 એ એમ (am)

  Sureshbhai,

  Kavi ane lekhko naana prasangomathi moti vaat kahi de che e aanu naam.saras!!
  Sapana

 2. સુનિલ શાહ મે 10, 2009 પર 8:57 એ એમ (am)

  આખરી સંદેશ–સાર ગમ્યો.

 3. Prabhulal Tataria"dhufari" મે 10, 2009 પર 10:17 એ એમ (am)

  મારી અઢી વરસની પૌત્રીની સ્કૂલ પગે ચાલીને જવાય એટલી જ દૂર છે,એટ્લે તેણીને લેવા મુકવા મારી દિકરાવહુ જ જતી હોય છે.એક દિવસ ઘરના કામમાં તેણી અટવાઇ ગઇ એટલે મને કહ્યું પપ્પા આજ તમે લેવા જાવને.
  હું સ્કૂલ પર પહોંચ્યો ત્યારે સ્કૂલ છુટવાને પાંચ મીનિટની વાર હતી.બસ બે લેડી
  પોતાના બાળકના બહાર આવવાની વાટ જો રહી હતી.હું એક દિવાલને અઢેલીને ઊભો રહ્યો.હળવે હળવે વાલીઓ આવવા લાગ્યા તો બીજી તરફ ક્લાસનું બારણું ખુલતાં કોઇ અમસ્થા પોતાના વાલીને શોધવા માથું ફેરવતાં હતાં જ્યારે કેટલાક પોતાના વાલી ન દેખાતા રડવા રહ્યા હતાં.મારી પૌત્રી પણ બહાર આવી અને પોતાની મમ્મીને શોધવા નઝર ફેરવી અને મને જોતાં દાદા કરતી મારી સામે આવી તેડી લેવા હાથ ઊંચા કર્યા.
  તેણીને ઉચકીને હું બહાર લાવ્યો.તેણી રેલીન્ગ પકડીને સીડી ઉતરવા લાગી.મેં તેણીને કહ્યું
  લાવ તારી સ્કૂલ બેગ લઇ લઉ? તો ના પાડી(સ્વાવલંબી)રસ્તામાં રડતા બાળકોને વારે ઘડી જોતી
  હતી.મેં પુછ્યું આ બધા કેમ રડે છે? મને કહે ગાંડા છે.મમ્મી,પપ્પા હોય તો રડાય નહિ.મેંપુછ્યું આજે તારી મમ્મી નથી આવી તો તું રડતી નથી? તો કહ્યું દાદા પાસે હોય તો પણ ન રડાય.
  મારી આંગળી પકડીને તેણી રોડની એક સાઈડમાં ચાલતી હતી.અચાનક રૉડ લિમિટના મારેલો પીળો પટ્ટો દેખાયો તો મારી આંગળી મુકી ને દોરડા પર ચાલતા કલાકાર જેમ સંભાળીને તેના પર ચાલવા લાગી અને મને કહ્યું દાદા જુઓ હું કેમ ચાલું છું.આમ જ ચાલતી એ સોસાયટીના મેઇનડોર સુધી આવી અને પાછી મારી આંગળી પકડીને મેઇનડોર પરના સીક્યુરીટી ગાર્ડને હાય કરીને બોલાવ્યો અને પછી દોડીને લિફ્ટનું બટન દબાવ્યું.અમે લિફ્ટમાં દાખલ થયા તો ફરી હાથ ઊંચા કર્યા મેં તેને ઉચકી તો અમારા ફ્લોરનું બટન દબાવ્યું(આંકડા ઓળખતા તેણીને આવડતા નથી)ફેન ચાલુ કર્યો એટલે મેં તણીને નીચે ઉતારી.અમારા ફ્લોર પર આવ્યા. બારણું ખુલતાં બહાર આવી ને અમારા મેઇન ડોર પરનું તાળું ખખડાવી જોરથી બુમ મારી મમ્મી દરવાજો ખોલ હું સ્કૂલથી
  આવી ગઇ.બાળકોની સ્મરણશક્તિ અને સમજણની દુનિયા અજ્બ હોય છે.
  અસ્તુ
  પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”

 4. pragnaju મે 10, 2009 પર 10:37 એ એમ (am)

  ‘જીવનના છેલ્લા તબક્કા બાદની ચીર નીદ્રા –’

  ચંદ્રકાંત બક્ષીનો મૃત્યુ વિષય પર લખેલો લેખ મૃત્યુ : જો સ્વપ્નહીન નીદ્રા જ મૃત્યુ હોય તો એ આશીર્વાદ મને પૂર્ણત: સ્વિકાર્ય છે

 5. bharat Pandya મે 10, 2009 પર 9:28 પી એમ(pm)

  અમેરિકાનુ એટલુ સારુ અને ભારતનુ એટલે દેશી એવુ માનવાવળાઓનો માનો હું નથી પણ મને તેમની અમુક વસ્તુઓ ખુબ ગમે છે તેમાની એક છે તેમની કયદા કાનુન પાળવાની વ્રુતિ.

  એમ્ કહી શકાય કે આપડે એમ માનીયે છિયે કે કાયદા પાળવા માતે નહી તોવા માટે હોય છે ! અમેરિકામા એક નીયમ છે સ્કુલ બસ ને કદી ઓવરટેક ન કરી શકાય્ તેની પાછળની ગાડી હમેશા દસ ફુટ આઘે હોવી જોયીયે, રસ્તામા ઉભેલી સ્કુલ બસ આગળ ન ચાલે ત્યાં સુધી પાછળનો ટ્રાફિક થંભી જાય્…અને ત્યાના લોકો આ નીયમ બહુજ શીસ્તપૂર્વક પાળે

 6. Prabhulal Tataria"dhufari" મે 10, 2009 પર 10:42 પી એમ(pm)

  શ્રી ભરતભાઇ
  ભારતમાં કાયદા જરૂર છે પણ એની લગામ રાજકારણીઓના હાથમાં હોય છે.એક નાનો
  અમસ્થો હવાલદાર પણ કાયદો પાડવા સ્વતંત્ર હોય તો ગુંડાગરદીને કાબુમાં રાખી શકાય.ભારતમાં એક
  કાળો કાયદો છે કે,સુપ્રિમકોર્ટની પરવાનગી વગર કોઇ પણ રાજકારણી પર કેસ ન ચલાવી શકાય
  આજ સુધી આટલા કૌભાંડ કર્યા બાદ ક્યા નેતાને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા છે?એક પણ નહિ કારણ કે,તેમના પાસે વકિલોની આખી જમાત કાયદાની આંટીઘુંટીથી તેમને બચાવવા તૈયાર હોય છે.સાથે સાથે સુપ્રિમકોર્ટનો જજ એ જાણતો હોય કે કોઇ પણ નેતા સામે કેસ ચલાવવા એ મંજુરી આપે તો યેનકેન પ્રકારેણ એની જિન્દગી ટૂકાઇ જવાની છે.આજ દુર્ભાગ્ય છે ભારતનું.

  • bharat Pandya મે 11, 2009 પર 1:14 એ એમ (am)

   Dhufaribhaai,
   શું માત્ર રાજકારણીયો જ દોશિત છે ? શું જનતા એવા માણસ ને ચુંટી કાઢશે જે તેમના ગેરર્કાયદાસરના કામ કરવાની ના પાડી દેશે.એવુ કહેવામા નહી આવે કે ” મોટા મુનિસિપાલટી ના મેંબર થયા છો, એક વધુ નળતો અપાવી દૈ શકતા નથી ?.” લિડર પણ એજ સમાજ માથી આવે છે જે સમાજમા આપણે જીવીયે છિયે. અને આપણને આપણા માટે યોગ્ય છે તેજ આગેવાન મળે છેં,સંભવામિ યુગે યુગે —
   એતો “દીલ બેહ્લલાને કે લીયે ખયાલ અછ્છા હે”

 7. dipak મે 11, 2009 પર 1:47 એ એમ (am)

  very true.last message is meaningful.

 8. Suresh Jani મે 11, 2009 પર 7:42 એ એમ (am)

  સૌ મીત્રોએ બંધ બેસતી પાઘડી કેમ પહેરી લીધી?!
  આ તો જીવનના એક રુપક તરીકે જ લખાણું હતું . એમાં અમેરીકાની શ્રેષ્ઠતાની વાત જ નથી.
  મ્યુની. સ્કુલનું આ સાવ સ્વ્કાભાવીક વર્ણન છે. સમૃધ્ધી ફોઅસ્કસમાં છે જ નહીં .
  થોડા ફેરફાર સાથે આ જ વર્ણન ગુજરાતની શાળાને પણ લાગુ પડે છે.

  આવું જ એક જીવન દર્શન સૌને વાંચવા ભલામણ

  https://gadyasoor.wordpress.com/2008/03/09/sudoku/

 9. pinke મે 12, 2009 પર 1:30 એ એમ (am)

  KUB SHRSH LAKH CHA DADA AM TO TAMRA LAKH MATHI HAMESHA HU KENE KEY MALVTI RHI CHU. A VAKHT PAN AVU JA ANE TAMTO A SCHOOL NA DIVASHO YAD APVI DHI.

 10. aataawaani નવેમ્બર 24, 2016 પર 11:18 એ એમ (am)

  પ્રિય સુરેશ ભાઈ તમારું સાલા છૂટવાનું અવલોકન નું સુંદર વર્ણન વાંચ્યું . ઘણું જાણવા મળ્યું .

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: