સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

હોટલ ગુલશન – એક સ્વાનુભવ

     એસ.એસ.સી. નું પરિણામ આવવાની થોડીક ઘડીઓ જ બાકી હોય તેમ, વાતાવરણ એકદમ તંગ છે.  જાણે કે, શહેરના રસ્તાઓ પર હુલ્લડ બાદ લાદવામાં આવેલો કરફ્યૂ ! ર.વ. દેસાઈ વાળો ‘ભારેલો અગ્નિ’ જ જોઈ લો!

      વાતાવરણ એકદમ તંગ છે. સુરેશ! તમે … વીસ્તારમાં આવેલી હોટલ ગુલશનના રીસેપ્શન કાઉન્ટરની સામે અસહાય બનીને ઉભા છો. તમારા બધા સાથીદારો, મદદનીશો, સશસ્ત્ર સહાયક સુરક્ષા કર્મચારીઓમાંનું કોઈ તમારી સાથે નથી. તમારી સામે હોટલનો માલીક અહમદ લાલઘુમ આંખો કરી ઝેર ઓકી રહ્યો છે. તેની એક બાજુમાં મજબુત બાંધાના, મવાલી જેવા લાગતા,  તેના ચાર મદદનીશો આંખના એક જ ઈશારે તમારી પર ત્રાટકી પડવા તૈયાર ઉભેલા છે. નીચે મખમલી ફર્શ ઉપર તેનો એક નોકર બે ચાર જગ્યાએ નજીવા ઘા થયેલી હાલતમાં,દેખીતી રીતે તરફડીયાં મારવાનો  ડોળ કરીને પડ્યો છે. બીજી બાજુએ લુચ્ચી આંખો વાળો, સ્પષ્ટ રીતે બેઈમાનદાર, પોલીસ ખાતાનો સબ ઈન્સ્પેક્ટર પરમાર તમને સમાજના દુશ્મન માનીને, તમારી તરફ કરડાકીથી જોઈ રહ્યો છે.

      અહમદ– “ સાહેબ! જુઓ આ મારા નોકરને જાની સાહેબના માણસોએ કશી ઉશ્કેરણી વગર કેટલો માર્યો છે?હું અને મારા આ મદદનીશો વચ્ચે ન પડ્યા હોત તો એ ખુદાનો પ્યારો થઈ ગયો હોત.“ પેલાએ બરાબર સમયસર દર્દનો ઉંહકારો ભરવાનો ડોળ કર્યો.

     પરમાર – “ મીસ્ટર જાની ! તમે વીજળી કમ્પનીમાં આવી ગુંડાગીરી કરો છો? અહમદ  જેવા પ્રતીષ્ઠીત સજજનને આમ હેરાન કરો છો? અહમદ ભાઈ, હું તમારી જગ્યાએ હોત તો અત્યારે આ નોકરની જગ્યાએ આ કમબખ્ત સુરેશ જાની નીચે પડેલા હોત.”

     સાચું કહો ને, તમારી જાતને હીન્દી ફીલ્મના કોઈ દૃષ્યના એક અસહાય પાત્ર તરીકે તમે નીહાળી રહ્યા ન હતા? કઈ કવેળાએ તમને આ હોટલ પર વીજ ચોરી માટે દરોડો પાડવાની કમત સુઝી હતી.

      વાત જાણે એમ છે કે, બીજા ઝોનલ મેનેજરો સાથે તમે કમ્પનીના અત્યાર સુધીના ઈતીહાસમાં ન થયા હોય તેવા, વીજ ચોરી પકડવાના અભીયાનમાં સવારથી આખો દીવસ વ્યસ્ત હતા. ચારેય ઝોનના આ કામ કરતા બધા કર્મચારીઓ અને કમ્પનીના સુરક્ષા અધીકારીની મોટી સશસ્ત્ર સેના સાથે, વીજ ઉપયોગના રેકર્ડની સઘન ચકાસણી અને અન્વેષણ કર્યા બાદ, સો જગ્યાઓએ વીજચોરી પકડવા મરણીયાની જેમ, યુધ્ધના ધોરણે આખો દીવસ કામગીરી ચાલી હતી. પણ ‘ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર’ એ ન્યાયે ખાસ કાંઈ ચોરી પકડાણી ન હતી. છ સાત સાવ નાના કીસ્સા પકડાયા હતા; જેની વીજચોરીની આકારણીની રકમ આ ઓપરેશનના ખર્ચ જેટલી પણ ન હતી. વાઈસ પ્રેસીડેન્ટ સાહેબને શું રીપોર્ટ આપીશું તેની ચીંતા ચારે મેનેજરોને કોરી ખાતી હતી.

      ત્યાં જ એક ઓફીસરે બાતમી આપી હતી કે, શહેરના …… વીસ્તારમાં આવેલી ગુલશન હોટલમાં ઘણા વખતથી ચોરી થાય છે. એનો માલીક કોઈને મીટર ચકાસવા દેતો નથી અને સામાન્ય રીતે આ કક્ષાની ત્રણ તારક હોટલને વીજળીનું જેટલું બીલ આવે, તેના દસમા ભાગનું બીલ પણ બનતું ન હતું. તે ઓફીસરે પોતાની અંગત ડાયરીમાંથી બધી માહીતી સૌ મેનેજરોને બતાવી હતી.

    આથી તમારી બાકીની સેનાને વીખેરી, માત્ર જરુરી સ્ટાફ સાથે ગુલશન હોટલમાં તમે ચારે મેનેજરો ગયા હતા. એક ઓફીસર ચકાસણી કરવાની વીનંતી સાથે હોટલની અંદર ગયો હતો. તમે બધા પરવાનગી મળે તેની રાહ જોઈને બહાર ઉભા હતા. થોડી જ વારમાં એ ઓફીસર ભયભીત ચહેરે દોડતા બહાર આવ્યો હતો. કોઈએ તેના ગાલ પર કચકચાવીને લાફો માર્યો હતો.

    લાલઘુમ ચહેરે અને લગભગ રડમસ અવાજમાં એ બોલી ઉઠ્યો હતો,” જલદી ભાગો . નહીં તો એ લોકો હથીયારો લઈને આક્રમણ કરવાની તૈયારી કરી રહ્યા છે.” હજુ એ બોલવાનું પુરું કરે એ પહેલાં જ મવાલી જેવા દેખાતા આઠ માણસો લાકડીઓ, પાઈપો અને સાઈકલની ચેનો લઈને તમારા સ્ટાફ તરફ ધસી ગયા હતા. લાકડીઓનો માર પડતાંની સાથે જ તમારો નીશસ્ત્ર સ્ટાફ ભાગમ દોડ કરવા માંડ્યો હતો. સુરક્ષા અધીકારી અધીકારી શ્રી. શેઠ અને તેમના સ્ટાફે વીરતાપુર્વક, મુકાબલો કરવા કોશીશ કરી હતી. પણ આ અચાનક થયેલા હુમલાના કારણે એ બરાબર સભાન ન હતા. આથી માર ખાઈ એ પાછા પડ્યા હતા. શ્રી શેઠ બહાદુરીથી લાકડી લઈ અને એક હાથમાં રીવોલ્વર રાખી, તેનો ઉપયોગ કરવાની ધમકી સાથે ઝઝુમ્યા હતા. પણ એકાએક એક મવાલીએ તેમના માથામાં સાઈકલની ચેન ફટકારી હતી. લોહી નીગળતા, તમ્મર ખાઈને તે રસ્તા પર પડી ગયા હતા. આ ભયંકર દૃષ્ય જોઈ બધો  સ્ટાફ દુર રાખેલી જીપોમાં બેસી પલાયમાન થઈ ગયો હતો.

     તમે અને તમારા એક સાથી મેનેજર થોડીક બાજુમાં અને ગભરાઈ ગયેલા રાહદારીઓની વચ્ચે ઉભેલા હોવાને કારણે, આ તોફાનીઓની નજરે ચઢ્યા ન હતા. હોટલનો સ્ટાફ પાછો ગયો કે તરત જ તમે લોકોએ શેઠને બેઠા કરી એક કારમાં બેસાડ્યા હતા. તમારા મેનેજર સાથી સાથે મસલત કરી એમ નક્કી કર્યું હતું કે, તેઓ શેઠને સીવીલ ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે લઈ જશે અને બીજી કારમાં તમે નજીક આવેલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવવા જશો.

    આમ … વીસ્તારના થાણામાંથી પોલીસ જીપમાં બેસી, સબ ઈન્સ્પેક્ટર પરમાર સાથે, ગુલશન હોટલમાં તમે એકલા પ્રવેશ્યા હતા. તમારી વીનંતીથી એ ભ્રષ્ટ પોલીસ ઈન્સ્પેક્ટરે ચકાસણી કરવા તમારા સ્ટાફને બોલાવવા તમને બહાર જવા દીધા હતા.પણ આવી ગંભીર પરીસ્થીતીનો આગોતરો કોઈ અનુભવ ન હોવાને કારણે, ભાગી જવાને બદલે વાઈસ પ્રેસીડેન્ટ સાહેબને આ કટોકટીની ખબર આપી, હોટલના રીસેપ્શન આગળ તમે પાછા ફર્યા હતા. ત્યાર બાદ હોટલમાં ભજવાયેલા, જુઠ્ઠા અને બેહુદા નાટકની ચરમસીમા જેવા ભાગમાં તમે સાવ અસહાય બનીને ઉપર વર્ણવ્યા પ્રમાણે, તમારી જીંદગીની, કદી ન ભુલાય તેવી, ઘટનામાં ગળાડુબ સંડોવાઈ ગયા હતા. પેલા નોકરને દેખીતી રીતે, હોટલના જ સ્ટાફે, પરમાર સાહેબની સહાનુભુતી મેળવવા, નજીવો માર મારી તરફડીયાં મારવાનો અભીનય કરતો રજુ કર્યો હતો.

     અહમદના એક સાથીએ તો હાથમાંની લાકડી પણ તમારી તરફ ધરી હતી, અને બીજાઓ આક્રમક સળવળાટ કરી રહ્યા હતા. અહમદ તમને મરણતોલ ઘાયલ કરી દેવાનો સ્પષ્ટ ઈરાદો સેવી રહ્યો હતો. એના બધાં જ ચીહ્નો તેના લાલઘુમ ચહેરા પર તરવરતા હતા. પરમાર સાહેબ તમને ફસાવ્યાના આનંદના અતીરેકમાં મુછમાં મલકાતા હતા. તેમના ચહેરા પર ફરકી રહેલુ, લુચ્ચું સ્મીત આ બદઈરાદાની ચાડી ખાતું હતું.

    કઈ ઘડીએ જમીન દોસ્ત થઈ, ખરેખર તરફડીયાં મારતા થઈ જશો તેવી ધાસ્તીથી, પસીને રેબઝેબ તમે અત્યંત મુશ્કેલીથી તમારો ભય છુપાવવા પ્રયત્ન કરી રહ્યા હતા.

     તમારા સદનસીબે, આ કટોકટીની ક્ષણે, ઈન્સ્પેક્ટર પરીખ હોટલમાં પ્રવેશ્યા. તેમને જોતાં જ પરમાર શીયાંવીયાં થઈ ગયો. પ્રભાવશાળી મુખવાળા અને દેખીતી રીતે પ્રામાણીક જણાતા, પરીખ સાહેબે જરુરી સવાલો પુછી, તમારું ઓળખપત્ર ચકાસી, તમને ધાસ્તી ન રાખવાની બાંહેધરી આપી દીધી. બની ગયેલ ઘટનાની આગળ પુછપરછ ચાલી રહી હતી ત્યાં જ; તમારા વાઈસ પ્રેસીડેન્ટ રામનાથન પણ ત્યાં આવી પહોંચ્યા.

     પછી તો તમારો જરુરી સ્ટાફ પણ પાછો આવી ગયો; મોડી સાંજ સુધી ચકાસણી ચાલી. પકડાયેલી ચોરીના સબબે હોટલનું વીજ જોડાણ કાપી નાંખવામાં આવ્યું. પણ અહમદે હોટલમાં રહેતા પ્રવાસીઓને અગવડ ન પડે તે માટે કાકલુદી ભરી વીનંતી કરી. હોટલનો સપ્લાય ચાલુ કરવાની અવેજી રુપે દસ હજાર રુપીયાનો રોકડ દંડ વસુલ કરવામાં આવ્યો. ગુનાની કબુલાત સાથે, બાકીની એક લાખ રુપીયાની રકમનો ચેક બીજા દીવસે ભરવાનું લેખીત વચન અહમદે આપી દીધું. પાવર સપ્લાય ફરી ચાલુ કરવામાં આવ્યો, અને તમે સૌ રવાના થયા.

    હોસ્પીટલમાં માથે પાટો બાંધેલા શેઠની હાલતની જાત તપાસ કરી, એમની વીરતા માટે એમને નવાજી, તબીયતની કાળજી લેવાની સુચના આપી તમે ઘરભેગા થયા .

    પણ જીવનની આ અવીસ્મરણીય ઘટના તમારા માનસમાં અવનવી સંવેદના અને સમાજની વાસ્તવીક તાસીરની એક છબી કંડારતી ગઈ. સાથે સાથે આવી પરીસ્થીતીનો મુકાબલો કરવાની એક અનોખી સુઝને પણ પ્રગટાવતી ગઈ.
……………………….

[ સુરેશ જાની સીવાય, બધા પાત્રોના નામ બદલી નાંખવામાં આવ્યા છે. ]

22 responses to “હોટલ ગુલશન – એક સ્વાનુભવ

 1. pinke મે 16, 2009 પર 5:37 એ એમ (am)

  ha , khare kher rash pard banav bayo tmari sath pan satha tamri frjnistha pan tam nachukya . ta ek kharkh birdava lyak bana va cha.

 2. dhufari મે 16, 2009 પર 9:36 એ એમ (am)

  ભાઇશ્રી જાની,
  આપે મોકલાવેલ હોટલ ગુલશન વાળી સત્યઘટના કોઇ રોમાંચિત ચિત્રપટની વાર્તાથી ઉતરતી નથી પણ હકિકત એ તો હકિકત છે.જ્યાં અહમદ જેવા લેભાગુ વેપારીઓ અને પરમાર જેવા ભ્રષ્ટ પોલીસ અધિકારીઓની સાંઠ ગાંઠ હોય ત્યાં કશું પણ અશક્ય નથી.ખરી વાત તો એ છે કે,આવી ઘટનાઓ જવલેજ બહાર આવતી હોય છે.આપની સત્યનિષ્ઠા અને હિમત ને સો સો સલામ.
  અસ્તુ,
  પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”

 3. dhavalrajgeera મે 16, 2009 પર 10:57 પી એમ(pm)

  Dear Bhai Suresh,

  We are looking forward to see you – Rajendra and you will reunit after 50 years.

  આપની સત્યનિષ્ઠા અને હિમત ને સલામ.
  keep shining.

  The Trivedi Parivar

  http://www.yogaeast.net
  http://www.bpaindia.org

 4. arvind adalja મે 17, 2009 પર 6:58 એ એમ (am)

  શ્રી સુરેશભાઈ
  લાંબા સમય બાદ આજે જ તમારો લેખ વાંચ્યો. આપની ફરજ નિષ્ઠા દાદ માંગે તેવી છે. આપે આલેખેલો પ્રસંગ ગુજરાતમાં જ બન્યો હશે તેમ ધારું છું. કમભાગ્યે સમગ્ર દેશમાં તમામ ફરજ નિષ્ઠ કર્મચારીઓની હાલત આપે આલેખેલી તેવી જ પ્રવૃતે છે અને ફરજનિષ્ઠ અને પ્રમાણિક કર્મચારીઓને જ સહન કરવાનું આવે છે. લાંચ-રુશ્વત એ હવે વ્યવહાય બની રહ્યો છે. લોકો તેને શિષ્ટાચાર ગણાવે છે. ઉપરાત કામચોરી અને લાંચ-રુશ્વત હંમેશા ઉપરથી જ નીચે આવે છે અને તે અટકાવવા કોઈ પણ સત્તાધારી રાજ કારણીની ઈચ્છા જ ના હોય સામાન્ય લોકો એ મૂંગા મૂગા આવો તમાશો જોવો પડ્તો હોય છે. અરે શાક્ષી તરીકે કોઈ આવવાની હિમત કરે તો તેનો ઘડો-લાડવો આ રાજકારણી નેતાઓ ઉપર રહીને કરાવી નાખે છે જે આપણાં દેશની વરવી વાસ્તવિકતા છે.
  આપને અભિનંદન્ બહારગામ ગયેલ હોઈ અને ત્યાં નેટની સુવિધા ઉપલબ્ધ નહિ હોવાથી સંપર્ક્માં રહી શક્યો નથી.
  ચાલો ત્યારે ફરી મળીશુ. આવજો.
  સ-સ્નેહ
  અરવિંદ

 5. pragnaju મે 17, 2009 પર 11:42 એ એમ (am)

  ખૂદા ખૈર કરે
  જરાક કમનસીબી
  અને
  ‘હિંમતે મુર્દા
  મદદે ખાંધિયા’

 6. Akbarali narsi મે 17, 2009 પર 12:25 પી એમ(pm)

  જાની

  ગુલશન હોટલનો ઘડી કાધેલો બનાવ ચોર પોલીશ ની ઘડી કાઢેલ

  ફીલ્મી સ્ટોરીની કારબન કોપી થી કંઈ વીષેશ નથી, જેમાં બદમાશ બધા જ

  મુસ્લીમ હોય, રૂસ્વત ખોર પોલીશ પમાર જેવા બધા વટલાયેલા હીંદુ હોય,

  પરેખ જવા બધાજ હીંદુ હોય વગેરે. નામ તો ગુલશન હોટલ આપ્યુ પરંતુ

  ગામ કે વિસ્તાર નુ નામ ક્યા કારણ સર ન આપ્યા ?

  એક સૌકા પછી પણ સારા એટલા હીંદુ અને ખરાબ બધાજ મુસ્લીમ એ મનોવ્રતી

  ન બદલાય એ દુખઃદાયક છે. મોદી અને તેનાં જેવા સેંકડો હીંદુ પણ છે જ.

  આવા મન ઘડત સાચા બનાવ બ્લોગ ઉપર મુકવા કરતાં કંઈ સારૂ લખવુ વધારે

  બહેતર હશે, કદાચ બનાવ સાચો હશે તો પણ મસાલો વધારે પડતો નખાય ગયો છે.

  મન ઘડત કહાણી બધા જ હૂંદુ ને બહૂજ ગમશે, પણ મુસ્લીમ ને સારૂ નહી લાગે.

  અકબરઅલી નરસી

 7. captnarendra મે 17, 2009 પર 4:30 પી એમ(pm)

  એક સીપાહીની નજરે કહું તો આ પ્રસંગમાં તમે બતાવેલ નીષ્ઠા અને હીંમત યુદ્ધમાં પલોટાયેલા એક કમીશન્ડ અૉફીસર કરતાં જરાય ઓછી નથી. સરળ અને અતીશયોક્તી વીરહીત લેખ સીધો હૃદયમાં ઉતરી ગયો. મારા અભીનંદન સ્વીકારશો.
  રહી વાત બદનીયત અને બેઇમાનીની. આ બન્ને ચીજો કોઇ એક કોમની જાગીર નથી. આ સત્ય હકીકતમાં મને કોઇનો ધર્મ ન દેખાયો. દેખાઇ હોય તો કેવળ વ્યક્તીઓ અને તેમની વૃત્તી. બાકીના અર્થઘટન માટે એટલું જ કહીશ: “beauty” lies in the eye of the beholder. જ્યાં જે સૌંદર્ય જોવું હોય તે દેખાયા વગર રહેતું નથી…

 8. Govind Maru મે 17, 2009 પર 10:46 પી એમ(pm)

  આપની સીવાયના પાત્રોના નામ સત્ય ઘટનાના પાત્રોથી વીપરીત કોમવાદ કે જાતીવાદ પ્રેરીત પુર્વગ્રહ વીનાની હોય એમ માનીએ.
  વીજળી કંપનીના ભ્રષ્ટઅધીકારીઓનો વીજચોર સાથે મેળાપીપણું વગર આટલી મોટી ચોરી શક્ય ન બને. આમ છતાં સુરક્ષા અધીકારી અધીકારી શ્રી શેઠ અને આપની કમ્પનીના આ બનાવ સાથે સંકળાયેલ તમામની ફરજ નિષ્ઠા અને હીંમત કાબીલે દાદ છે. સૌને સલામ……

 9. Kiran Trivedi મે 18, 2009 પર 3:48 એ એમ (am)

  I agree with Akbarbhai’s protest. and look no other commentator tried to pacify or understand him! Sureshbhai sent me the reply he gave to Akbarbhai, even that was a bit adamant. I agree that the muslim characters may be factual, what matters is the approach to narration and tone of writer. Which is offending to not only muslims, dalits but to progressive humanists like me as well.

  The writer doesn’t go behind the descriminative social circumstances that pushes minorities, dalits and poors in such criminal tendencies. (mind well he doesn’t have to narrate those circumstances here, but had he known that his tone might have been different.) As an officer he has to do his duty, but as a writer his role would be of a sympathiser and not of a ‘commander’.

  As a concerned writer and a humanist I would have narrated how the muslim and dalit areas are not given the basic civic necessities like electricity, paved streets, drainage; how the muslim owned hotels are haressed by all deptmts which make them offender of rules and rulers. These are social issues and shall be dealt with utmost understanding. Atleast, Sureshbhai shall be thankful to commentators like Akbarbhai and me, who provide an oportunity to understand complexities which is otherwise lacking. And what about bigger ‘chor’ like our own Ambanis? Ahmadbhai of ‘Gulshan’ uses theft and agression as a tool to survive, Dhirubhai of ‘Reliance’ chose theft and agression to become a millioner!
  – Kiran Trivedi

 10. સુરેશ જાની મે 18, 2009 પર 8:01 એ એમ (am)

  આ ઘટના અમદાવાદના અતી સમૃધ્ધ વીસ્તારમાં, વ્યાપારી ઝોનમાં અને આગળ પાછળ માલેતુજાર હીન્દુ પ્રભુત્વવાળા વીસ્તારમાં ઘટી હતી. હોટલનો માલીક અત્યંત પૈસાદાર હતો – ગરીબ નહીં .

  અહીં કોમેન્ટમાં અને પ્રતી-કોમેન્ટમાં જ્ઞાતીવાદ અને કોમવાદ ટપકી ગયો, એ આપણા સમાજના ઋગ્ણ માનસને છતું કરે છે. આપણને બધે એજ દેખાય છે. અહીં ભ્રષ્ટાચાર જ ફોકસમાં છે, બીજું કશું જ નહીં

  —-
  એ હકીકત છે કે, જનરલ મેનેજર તરીકે રીટાયર થનાર આ ગરીબનો અમદાવાદમાં એક નાનકડો ફ્લેટ જ છે. જ્યારે એની ઘણી નીચે કામ કરનાર એસ્ટીમેટરો, મીટ ર રીડરો, સુપરવાઈઝરોના વૈભવી બંગલા છે- બધા કરોડ પતીઓ છે !! અને એ બધા ધર્મોના અને બધી નાતના છે !!!
  મારા એક ખાસ મીત્ર અને સમકક્ષ અધીકારી પાક મુસ્લીમ હતા. એ પણ મારી જેમ જ વેદીયા (!) ગણાતા હતા અને એમનો ફ્લેટ તો મારાથી પણ નાનો હતો !

  —–
  હવે આવી બીજી સ્વાનુભવકથા મુકીશ – ફાઈવ સ્ટાર હોટલની, જેના માલીક મારવાડી જૈન હતા અને છેક મુખ્ય મંત્રી સુધી વગ ધરાવતા હતા. અને એમનો હાઈ ટેન્શન સપ્લાય હું કાપી શક્યો ન હતો !
  —-
  મીડલ ક્લાસ મોરાલીટી

 11. himanshu pathak મે 18, 2009 પર 8:58 એ એમ (am)

  Res Sir
  Still you are remembering old incidents and sharing with society to reduce malpractices by well to do family.
  we still remember you for your boldness and innovative thinking for the solutions of the problems,situtatios etc..
  wish you all the best and prey to almighty for your excellent health.
  himanshu
  Ahmedabad

 12. Capt. Narendra મે 18, 2009 પર 10:13 એ એમ (am)

  I am surprised at the way the discussion has been turned into. I read and re-read the article and could not find any slur on any one’s religion and faith. Parmar is a surname used by Rajputs, professional communities, Bahujan Samaj community and also Gujarati Christians. As I said in my Gujarati comment, the difference or discrimination is in the eye of the beholder. In mundane terms, it is the individual perception. Just as Mr. Narsi has preferred to see Sub Inspector Parmar as a “વટલાયેલો હિંદુ”!

  By calling the honest experience as ‘ઘડી કાઢેલો સાચો બનાવ’ and ‘મનઘડંત કહાણી’, what is Mr. Narsi trying to say?

  As for other critic of the article, all I can say is, blinkers are blinkers, call them by any name. If one prefers to see a different hue or tone in the article, which is not there but wants to see, it is his choice. But to accuse the writer of dishonesty, discrimination, stubbornness etc., which are just not there, it is the misuse of the platform the blogger of the integrity of Mr. Jani. To say the least, they are offensive and lack delicacy and decency one would expect from a “humanist”. A humanist does not make sweeping remarks such as these, and insult the hospitality Mr. Jani has offered to share and enjoy his blog. Humanism does not mean insulting a host just because his blinkers do not let him see the full canvas or the mural.

  As for Mr. Trivedi, I have one question: does he have the courage to write directly to Mr. Mukesh and Mr. Anil Ambani what his views of the late Mr. Dhirubhai Ambani declared in his comments to this blog are? I should very much like to see a copy of his letter to Ambani Brothers published in this blog – or elsewhere in public platform.

 13. યશવન્ત કે.શાહ મે 20, 2009 પર 2:18 એ એમ (am)

  મેં ૨૫ વર્ષ ઇન્ડીયન પબ્લિક સેક્ટર મા ચાલતૉ હાઈ લેવલ ભ્રસ્ટાચાર જોયેલ છે. ચોર કોતવાલ ને દન્ડૅ તેવા રોજ ના તમાશા નજદીક થી નીહાળેલ છે અને તેની સામે અવાજ ઊઠાવવા બદલ સજા પણ ભોગવેલ છે. મૉડસ ઓપરેન્ડી ;- ચેરમેન ની પસન્દગી ભ્રસ્ટ રાજદ્વારી માટૅ ” પાર્ટી ફન્ડ કલેક્શન” કરી આપવાની શરત આધારીત હૉય છે. પછી તે ડિક્ટૅટર માફક કારભાર ચલાવે છે. મહત્વની જગા ઉપર “બેવકૂફ્ – બેજવાબદાર – આળસુ” ની
  નિમણુક થાય છે. વચેટિયાઓ – કૉંન્ત્રાક્ટરૉ લૂટ ચલાવે તેની સામે બેજવાબદાર અફસર આન્ખ આડૅ કાન કરી ડબલ લાભ મેળવે. – કામ માથી મુક્તિ અને દર વરસે પ્રમોશન.

  નિવ્રત થયા પછી – મેં બેન્ગ્લોર હતો ત્યારે ટાઈંમ્સ ના રીપોરટર – જગ સૂર્યા ની ,ચેઇન્જ ઇન્ડિયા વાળા રાવ સાહેબ નો આ બાબત મા મારા જાત અનૂભવો રજુ કરવા મદદ માગી પણ કૉઇ ને “સત્ય હકિકતો” મા રસજ નથી.

  મારા ડઝનેક ઇ-મેઇલ્ પત્રો નો જવાબ દીલ્હિ ના વિજિલન્સ કમિશ્નર પ્રત્યુશ સીન્હા સાહેબ કે ટૃઆસ્પરન્સી ઈન્ટરનેશનલ ના સેક્રેટરી અનુપમા બેન પાસે નથી.

  યોગી બાપા ની સલાહ – ” ગુરુ, સુખી થવુ હોય તો કોઈ ના અવગુણ ના લેશો ” તે યાદ કરી વાંચક જનો એ આવા સમાજ મા ઠેર ઠેર પડૅલા ઉકરડાઑ થી દૂર
  રહેવામાંજ સુખ છે તેમ જાણવુ !

 14. યશવન્ત કે.શાહ મે 20, 2009 પર 2:45 એ એમ (am)

  મારા એક પત્ર મા મેં કંટાળી ને દીલ્હિ ના વિજિલન્સ કમિશ્નર પ્રત્યુશ સીન્હા સાહેબ ને લખેલ ;-

  “જેમ પાન્ડવો ની હાજરી મા દ્દ્રૉપદી ના ચીર ખેચાયા તેમ તમારા વિજિલન્સ ઓફીસર ની હાજરિ મા આ બધુ થઈ રહ્યુ છે. મને લાગે છે કે તમારી હાલત પણ ભીશ્મ પિતામહ જેવી જ છે !

  જો તેમજ હોય તો મારી સાથે ક્રિશ્ન ભગવાનની આરાધના મા જોડાવા વિનન્તિ છે.

 15. Falguni મે 20, 2009 પર 6:51 પી એમ(pm)

  Any kid can understand that the focus of this story is towards corruption. But thanks to readers for teaching us how to take it negatively and think seperative thoughts. And as for Gujarat, Mr. Modi does a great job and he is absolutely impartial for religion and his focus is jsut development of his state.

 16. Chirag Patel જૂન 1, 2009 પર 10:56 એ એમ (am)

  Sureshdada, really eye opener incident. Salute to you for overcoming fear.

 17. Nikita ઓક્ટોબર 30, 2009 પર 8:54 પી એમ(pm)

  Thank God, you were saved and alive.
  Baliya na be bhaag…is it? Sad reality.

 18. Nikita ઓક્ટોબર 30, 2009 પર 8:56 પી એમ(pm)

  Is “palaaymaan” the word or “palaayan”?

 19. captnarendra નવેમ્બર 30, 2009 પર 2:14 પી એમ(pm)

  @ Nikita:
  Both are different words. For instance, “Te palaaymaan thayo”; and, “TeNe palaayan karyu”.

 20. Laxmikant Thakkar મે 19, 2012 પર 6:48 એ એમ (am)

  હકીકતમાં , આ ભ્રષ્ટાચાર ,પૈસા ખવડાવીને પણ અટકે તેમ નથી! કળીયુગની અસરો બહુઆયામી છે,અને ચોર,સ્મગ્લ્લર,ડાકુ,લુટેરા,બલાત્કારી ઓની જ જય= વાહ-વાહ થાય તેવી કહાની ઓ પરથી વધુ ને વધુ ફિલ્મો બને છે પ્રચલિત થાય છે અને ચાલે છે. અવી ફીલ્મ-કથાઓ અને ટી.વી..કાર્યક્રમો નો વધુ ને વધુ ફેલાવો થતો હોય છે…પસંદ અપની અપની ….. તમારા જેવા બળાપા કરનારા ઓછાજ છે…. લગભગ મૌનીબાબા-નિષ્ક્રિય….
  હમણા ” આઈએ .પી.એલ. ” ક્રિકેટ-મેચમાં જે ત્રણ-ચાર ઘટનાઓ બની….! મૂળ મુદ્દો તમાશામાંનથી ક્ષણિક મઝો-
  લેવાનો…. જસ્ટ ફોર ફન!!! લોકોને પડી નથી જ…લગભગ… લા’ કાન્ત / ૧૯-૫-૧૨

 21. aataawaani સપ્ટેમ્બર 10, 2013 પર 7:55 એ એમ (am)

  તમારી સ્વાનુભવ વાળી વાત વાચી .કોઈને પક્ષપાત જેવું લાગતું હશે અને મન ઘદિત વાત લાગતી હશે અને મુસલમાની ચોર હોય એવી રજૂઆત લાગતી હોય પણ એવું નથી આવા ચોરીના ધંધા કરવા વાલા દંગો ફિસાદ કરવા વાલા કોઈ એક ધર્મ કે જાત્નાજ હોતા નથી। આ લોકો તિલાં ટપકા કરીને ફરતા હોય। મોટી દાઢી રાખીને નમાજી હોવાનો દેખાવ્કાર્નારા પણ અંદર ખાને અધર્મ કરતા હોય છે। મને પણ આવો ઘણો જાત અનુભવ છે અમદાવાદનો દાખલો લઈએ તો દારૂની ભઠ્ઠીઓ ચલાવનારા ગાંજો ચડસ વગેરે વેચનારા ગુંડા ગીરી કરનારા ક્યાં ધર્મના લોકો વધુ છે એ તમે જાત તપાસ કરી જોજો

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: