સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

બીન ગુજરાતીને ગુજરાતી – એક સત્યકથા

    અમેરીકાની બ્રેટલબરો યુનીવર્સીટીના એ ક્લાસરુમમાં તંગદીલીભરી ચુપકીદી છવાયેલી હતી. એકત્રીસ વીદ્યાર્થીઓ આતુરતાથી નવા પ્રોફેસરની રાહ જોઈ રહ્યા હતા. દસ અમેરીકન, બે ઈટાલીયન, પાંચ ફ્રેન્ચ, બે રશીયન, ત્રણ જર્મન, ચાર મેક્સીકન, બે ચાઈનીઝ, બે જાપાનીઝ અને એક વીયેટનામી એમ કુલ એકત્રીસ જણ પાટલીઓ પર બેઠેલા હતા.

      અને ત્યાં પીટરે બારણામાંથી ઓરડામાં પ્રવેશ કર્યો. એની સાથે ખાદીનો જભ્ભો અને પાયજામો પહેરેલા કનુભાઈ પણ પ્રવેશ્યા. બધા વીદ્યાર્થીઓએ ઉભા થઈને બન્નેનું અભીવાદન કર્યું. પીટરે એ સ્વાગતનો સ્મીત ભરેલા ચહેરે  સ્વીકાર કર્યો; અને બધાંને બેસી જવા સુચના આપી.

   હવે પીટરે બોલવાનું શરુ કર્યું. “વ્હાલા વીદ્યાર્થીઓ! તમે બધા શીક્ષણશાસ્ત્રનો અભ્યાસ કરી રહ્યા છો. શીક્ષણના પાયાના સીધ્ધાન્તો તેમ જ આધુનીક વીચાર ધારાઓ અને સંશોધનો તમને સમજાવવા, એ તમારા અભ્યાસનું પ્રધાન લક્ષ્ય છે. આજથી બે મહીના માટે આ બાબત તમે બધા એક અભુતપુર્વ પ્રયોગમાં સહભાગી થવાના છો. આ પ્રયોગ માટે આપણી યુનીવર્સીટીનું આમંત્રણ સ્વીકારી અમદાવાદ, ભારતથી શ્રી. કનુભાઈ જાની ખાસ પધારેલા છે. મને બહુ જ આનંદ છે કે, તમે સૌએ સ્વેચ્છાએ આ પ્રયોગમાં સ્વયંસેવક થવા તૈયારી બતાવી છે. આપણી યુનીવર્સીટી આ માટે તઁમારા સૌની ઋણી છે. હવે હું તમારી અને કનુભાઈની વચ્ચેથી રજા લઉં છું. મને આશા છે કે, આ પ્રયોગ સફળ નીવડે. હું તમને અને કનુભાઈને આ માટે યુનીવર્સીટી વતી શુભેચ્છા પાઠવું છું. “

   આટલું કહી, પીટરે ક્લાસરુમમાંથી વીદાય લીધી.

 kanubhai_jani.jpg

     હવે કનુભાઈએ પોતાનું સંભાષણ શરુ કર્યું. “ મીત્રો, મારું કામ તમને મારી માતૃભાષા ગુજરાતીનું પ્રારંભીક જ્ઞાન આપવાનું છે. મને અને ત્તમને બરાબર ખબર છે કે, આ ભાષા જાણીને તમને કશો ફાયદો થવાનો નથી. એ તમે કદી વાપરવાના નથી; સીવાય કે, તમારામાંના કોઈ ગુજરાતને પોતાનું કાર્યક્ષેત્ર બનાવે. પણ મને જરુર વીશ્વાસ છે કે, ભાષા શીક્ષણનો એક બહુ જ મહત્વનો સીધ્ધાન્ત, કદી ન ભુલાય એ રીતે તમે જાણી લેશો. ભાષાશીક્ષણની તમારી ભવીષ્યની કારકીર્દી માટે આ સીધ્ધાન્ત તમને અવશ્ય કામ લાગશે, એની પણ મને શ્રધ્ધા છે. અંગ્રેજીમાં બોલાયેલું આ મારું છેલ્લું સંભાષણ છે. હવે પછી હું માત્ર ગુજરાતી ભાષા જ બોલીશ અને તમે પણ અંગ્રેજી કે બીજી કોઈ ભાષા નહીં બોલો. હું જે શબ્દ બોલું, તેનું તમે પુનરાવર્તન કરશો. આપણે દરરોજ એક કલાક માટે બે મહીના સુધી મળવાના છીએ. હું તમને ખાતરી સાથે જણાવું છું કે, એ સમય બાદ તમે સૌ વીશ્વાસ સાથે, સામાન્ય વ્યવહાર માટે જરુરી ગુજરાતી બોલતા થઈ જશો અને તમારામાંના મોટાભાગના ગુજરાતી લખાણ પણ વાંચી શકશે. કદાચ લખી પણ શકશે.  ”  

     એકત્રીસે એકત્રીસ જણ અંગ્રેજીમાં બોલાયેલ આ સંભાષણ હેરતપુર્વક સાંભળી રહ્યા.

     હવે કનુભાઈએ  પોતાના ડાબા હાથની આંગળી જમણા હાથ પર મુકી અને બોલ્યા. “ હાથ “

   એકત્રીસ જણાએ ‘હાથ’ નો પ્રતીઘોષ કર્યો. આમ જ કનુભાઈ શરીરના વીવીધ ભાગ પર આંગળી મુકતા ગયા અને તેમના ગુજરાતી નામ બોલતા ગયા.  આખી પ્રક્રીયાનું પાંચ વખત પુનરાવર્તન કરવામાં આવ્યું.

     અલબત્ત ઘણા વીદ્યાર્થીઓ આ હરકતથી કંટાળવા માંડ્યા હતા. એના પ્રતીબીંબ સ્વરુપે એક વીદ્યાર્થીનીએ બગાસું ખાધું!  કનુભાઈની ચકોર આંખોએ આ સ્વાભાવીકતા પારખી લીધી; અને તરત જ  બોલી ઉઠ્યા, “ બગાસું!” તેમણે પોતે પણ બગાસું ખાવાનો ડોળ કર્યો અને બોલ્યા, “ બગાસું.”

   આખા ક્લાસે પુનર્જીવીત થયેલા ઉત્સાહથી બગાસાં ખાવાનો આનંદ માણ્યો અને ‘ બગાસું’ શબ્દને આત્મસાત કર્યો. 

   આ શીક્ષણયાત્રા આમ જ ચાલતી રહી, એક પછી એક દીવસ બાદ, સતત અને સતત બગાસા જેવા મનોરંજનોની સાથે ! પહેલા અઠવાડીયા બાદ , રોજના વીસ –  પચીસ શબ્દોના દરે, 150 શબ્દો બધા શીખી ગયા હતા. ક્રીયાપદો, વીશેષણો વી. પણ પછી તો ઉમેરાતા ગયા અને લીપીનું જ્ઞાન પણ.

  બે મહીનાના અંતે બધા વીદ્યાર્થીઓ ગુજરાતી બોલતા થઈ ગયા હતા. અમુક તો ગુજરાતી લખી પણ શકતા હતા. કનુભાઈ જાનીએ યુનીવર્સીટીને એ સાબીત કરી આપ્યું હતું કે,

    ” કોઈ પણ ભાષા શીખવાનો સૌથી સારો અને સરળ રસ્તો છે –  એક નાનકડું બાળક પોતાની માતૃભાષા જે રીતે શીખે છે તે – બીજી કોઈ પણ ભાષાના માધ્યમ અને અંતરાય વગર. “

———————-

   આ સત્યકથા આ લેખના લેખકે શ્રી. કનુભાઈ જાની પાસેથી સ્વમુખે સાંભળેલી છે.

   એમની જીવનઝાંખી વાંચો

29 responses to “બીન ગુજરાતીને ગુજરાતી – એક સત્યકથા

  1. Gandabhai Vallabh મે 23, 2009 પર 12:02 એ એમ (am)

    ભાષા શીક્ષણની આ પ્રત્યક્ષ પદ્ધતીનો પ્રયોગ મેં પણ અહીં વેલીંગ્ટનમાં ૧૯૮૭માં કરેલો અને ઘણી સારી સફળતા પણ મળેલી. જો કે એમાં બીનગુજરાતી ઉપરાંત ગુજરાતીઓ પણ હતા.

  2. અક્ષયપાત્ર મે 23, 2009 પર 12:02 એ એમ (am)

    અન્યભાષા શિખવામાં પડતી મુશ્કેલી વિષે અભ્યાસ કરતી એક શિક્ષકા મારી દીકરીઓની શાળામાં ભણાવતી હતી. વીસ વર્ષ પહેલાં અમારા શરૂઆતના દિવસોમાં તે રોજ અમારે ત્યાં આવી મારી દીકરીઓને અંગ્રેજી શિખવાડે અને પોતે ગુજરાતી શીખે અને એમાં ઉભી થતી મુશ્કેલીઓ વિશે મહાનિંબંધ લખે. હવે તો સંપર્ક નથી પણ તે શિક્ષિકા મિસિસ વીકોવીચ યાદ આ વાંચીને તાજી થઈ.

  3. અખિલ સુતરીઆ મે 23, 2009 પર 12:16 એ એમ (am)

    ભાષાનું શિક્ષણ પહેલેથી જ મારો રસનો વિષય રહ્યો છે. વાંચીને લખાય, સાંભળીને બોલાય અને જોઇને વિચારાય તેમજ સૌને સરવાળે સમજાય.

  4. Tushar Bhatt મે 23, 2009 પર 12:24 એ એમ (am)

    Fantastic. Can I have Kanubhai’s address and phone number? I would like to meet him. I feel what he is doing is posssible. Years ago,I had met a yogi who had mastered a technique of yog, called Yog Nindra. He taught an illiterate boy correct recital of Ved Richas. He would chant the richas as the boy went to sleep and continue for sometime even after the boy had gone into deep slumber. He said the sub-conscious mind would do the recital.Remember how lullabies — halardan whsihered softly by a mother would induce the infant into a deep sleep?
    Tushar Bhatt,journalist

  5. સુરેશ જાની મે 23, 2009 પર 12:30 એ એમ (am)

    It may be of interest for readers to note that Dr. Kanubhai Jani is father in law of Ranjiitram Gold medal winner
    Shri Rajendra Shukla ;
    and was professor of Gujarati at Gujarat Vidyapith for many many years. He has taught Gujarati to many Gujarati teachers, professors and well known Gujarati literary celebrities.
    Even if he wakes up at midnight and writes a few pages in Gujarati, one can’t find a single spelling mistake in his writing. .

    He is also president of Gujarati Bhasha Parishad and believes with conviction that,

    UNJHA spelling system is absolutely scientific and a reform beneficial to all Gujaratis.

  6. સુરેશ જાની મે 23, 2009 પર 12:35 એ એમ (am)

    Dr. Kanubhai Jani lives at –

    Ghosha Society
    Nr. Drive in road.

  7. Pinki મે 23, 2009 પર 1:50 એ એમ (am)

    અદ્ ભૂત….. !!

    સારો શિક્ષક અઘરા વિષયને પણ સરળ અને સહજ બનાવી શકે …… જેની પાસે જ્ઞાન છે તે સારો શિક્ષક હોય તે જરુરી નથી, – શીખવાડવું પણ એક કળા છે

    આર્જેન્ટિનામાં ફૂટબોલ ખૂબ જ પ્રખ્યાત છે અને આથી ત્યાં શિક્ષણ માટે ફૂટબોલ થેરાપી અપનાવવામાં આવી છે…… !!!

    it means, Nayna aunty’s father …… !!

  8. pragnaju મે 23, 2009 પર 2:44 એ એમ (am)

    વાર્તા છે જેવી લાગતી સત્ય ઘટના
    અ દ ભૂ ત્

    આ લેખ ૧૪ વર્ષ પહેલા વાંચ્યો હોત તો ત્રીજી પેઢીને ગુજરાતી….

  9. chetu મે 23, 2009 પર 3:53 એ એમ (am)

    સાચી વાત છે .. અન્હી અમારે ત્યાં પણ સુદાનીઝ ભાઇઓ ઘરકામ કરે છે તેમાંથી ઘણા ખરા આપણું ગુજરાતી સમજે છે…! હું એરેબિક ભાષા શીખી અને મેં પણ એમને ગુજરાતી શબ્દો વાપરતા શિખવી દીધું …હવે થાય છે એવુ કે હું કશુ કામ અરેબિકમાં ચીંધવા જાવ એ પહેલા એ ગુજરાતીમાં જ મને જવાબ આપી દે છે …! 🙂

  10. Rajesh.h.hajuri મે 23, 2009 પર 4:51 એ એમ (am)

    sir,

    jyare jyare hu gujarati lekh vachu chu tyare mane khub anand ave chee, ane aje me kanubhai vishe no lekh vachee ne hu harsh ni lagni anubhvu chuu…

    Rajesh h.hajuri
    (vadodara)

  11. dhavalrajgeera મે 23, 2009 પર 5:10 એ એમ (am)

    It was funny as always to see him in action while eating dinner yesterday……
    Bhai Suresh happen to write about this story after talking to Jodie who picked up like a parrot and said with the same sound.
    Our brain Speech centers and Auditor centers are very interresting.
    These centers still adopt new ways to learn the languagees.

  12. Jay Gajjar મે 23, 2009 પર 8:28 એ એમ (am)

    I know Mr. Rajendra Shukla. His father’s efforts are excellent. Congratulations. To learn a foreign langguage is not hard. One needs interest and anxiousness to be expert in new language. Dedication of selfless teachers play important role. We Gujaratis have to inspire our children to learn Gujarati. Ten years back, I put an ad in Gujarati news papers to get free CD of ‘Learn Gujarati’ and distributed about 100 cds. Gujarati Lexicon of Chanderia is excellent. Type in English- phonetic font and write Gujarati letters and email to Dada or Dadi by converting into Unicode font. To day Gujarati blogs are highest in number. Let us hope Gujarati lives longer. Jay Gujarat, Jaya Gujarati.

  13. sapana મે 23, 2009 પર 9:13 એ એમ (am)

    Sureshbhai,
    very nice.mane lage che Kanubhai no prayog aapNe aapNa baaLko upar karI shakay.
    aabhaar.
    Sapana

  14. razia મે 23, 2009 પર 10:23 એ એમ (am)

    ” કોઈ પણ ભાષા શીખવાનો સૌથી સારો અને સરળ રસ્તો છે – એક નાનકડું બાળક પોતાની માતૃભાષા જે રીતે શીખે છે તે – બીજી કોઈ પણ ભાષાના માધ્યમ અને અંતરાય વગર. “
    શ્રી કનુભાઇ જાની ના આ વાક્ય સાથે સંપૂર્ણ સહમત છું.

    ખરેખર,અદભૂત.

  15. Chirag Patel મે 23, 2009 પર 1:04 પી એમ(pm)

    સાચો શીક્ષક સાચે જ આવો સફળ પ્રયોગશીલ હોય. અભીનન્દન એક નવીન શક્યતાના દ્વાર ખોલવા બદલ…

  16. Harnish Jani મે 23, 2009 પર 2:16 પી એમ(pm)

    I was a supervisor of 51 Spansh speaking staff (Not in Mexico but in NJ) -To be successful in my daily work-and to communicate effectively-I started learning Spanish-By Numbers-Days of the week-Months-Colors-Relatives-Popular phrases-idioms and finally grammer–Everything Verbaly-
    Oh, the first I learned BAD words-So I can catch them when they talk about me 🙂

  17. Dr.Ashok Mody મે 23, 2009 પર 3:48 પી એમ(pm)

    Thanks for giving address.
    Ghosha Society
    Nr. Drive in road—–
    It will be nice if you give the name of city,pin code etc

  18. chandravadan મે 23, 2009 પર 4:15 પી એમ(pm)

    Nice to know this !
    Sureshbhai…See you on Chandrapukar ….Read Dikarini Pukar & the Previous Post on the Married Life !

  19. Ullas Oza મે 24, 2009 પર 11:45 એ એમ (am)

    Good learning method. We can use it in future while teaching any language not known to participants.

  20. Maheshchandra Naik મે 24, 2009 પર 4:02 પી એમ(pm)

    It is the way of LIFE when YOU learn BHASHA and more particularly GUJARATI from Shri Kanubhai Jani, I have read about him long back and it is nice of you for recollecting my memory, thanks Shri Sureshbhai, Is he related to you????? GREAT PRAYOG , a lesson for all old generation to teach new generation our laungauage

  21. BHARAT B SHUKLA મે 25, 2009 પર 2:43 પી એમ(pm)

    When i read the article, I recollected when myGrand son was knowing mother tounge beause I started the same type with my 1.6 yr son giving him the knowledge of names of body thereafter even this BAGASU was also very important along with hasvanu, radvanu, which he tries to speak along with his action. When you are staying outside the country, it is very necessary to give the knowledge of mothertongue language, beause it gives more confidence to undertand other language also.
    I appreciate such a article helps foreign staying gujarati to give Gujarati knowledge to their children.

  22. Prabhakar Jani મે 26, 2009 પર 9:43 એ એમ (am)

    The article is very educative, stimulating and teaches us easy approach to teach our language to our next generastion kids.

  23. jjkishor નવેમ્બર 5, 2013 પર 8:28 પી એમ(pm)

    બહુ જ મજાની ક્રાંતીકારી વાત છે. ગુજરાતનું આ પણ ગૌરવ જ ગણીશું ને ?

  24. चिराग: Chirag ઓગસ્ટ 8, 2022 પર 7:05 પી એમ(pm)

    એકદમ વ્યાવહારિક પ્રયોગ! પ્રણામ કનુભાઈ! ૐ શાંતિ

  25. Pingback: કનુભાઇ જાની, Kanubhai Jani | ગુજરાતી પ્રતિભા પરિચય

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: