સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ફાર્મ હાઉસ, ભાગ -1 : એક સ્વાનુભવ

    એક બાજુ સાવ નાનકડી લેમ્પ્રી નદી છે. બીજી બાજુએ નકામા થઈ ગયેલા, જુના રેલરોડને હટાવી બનાવેલો કાચો રસ્તો છે. અને ત્રીજી બાજુએ રેમન્ડ ગામનો એક સ્થાનીક રસ્તો છે. આ ત્રણ સીમાઓની વચ્ચે રાજેન્દ્રનું અગીયાર એકરનું વીશાળ ફાર્મ હાઉસ આવેલું છે. અમે અહીં દીવસનો એક ટુકડો ગાળવા આવ્યા છીએ.

  

રાજેન્દ્ર ત્રીવેદીનું ફાર્મ હાઉસ, રેમન્ડ, ન્યુ હેમશાયર

રાજેન્દ્ર ત્રીવેદીનું ફાર્મ હાઉસ, રેમન્ડ, ન્યુ હેમશાયર

ગામના રસ્તામાંથી  અંદર પ્રવેશતાં બે માળનું,  બધી સગવડોથી સુસજ્જ, ફાર્મ હાઉસ છે. ફાર્મ હાઉસ તો નામનું જ. શહેરમાં હોય તેવી બધી સગવડો અહીં હાજર છે. જાણે કોઈ હમ્મેશ અહીં  રહેતું ન હોય? નીચલા માળે બે દીવાનખંડ, રસોડું અને એક વધારાનો ઓરડો છે. ઉપરના માળે બે બેડરુમ અને એક મોટો હોલ છે. રસોડાનું એક બારણું બહાર એક ખુલ્લી અગાશીમાં ખુલે છે, જેમાંથી બે નાનકડી સીડી વડે ઉતરી ગેરેજ તરફ જઈ શકાય છે.

 

     ગેરેજ આ ઘરથી થોડેક દુર છે. ગેરેજ તો કહેવાનું જ. જાતજાતની સામગ્રીઓ અને સાધનો એમાં ભરેલા છે. પણ ચાર કનો ( બે જણ બેસી શકે તેવી હોડી) પર તરત જ  કોઈનું પણ ધ્યાન ખેંચાય છે.  ગેરેજના પ્રવેશદ્વારની એક બાજુએ એક મોટું ટ્રેલર અને એક નાનું ટ્રેલર પડેલાં છે. ઘર અને ગેરેજની વચ્ચે બે ક્વાર્ટ પડેલાં છે – ચાર પૈડાં વાળી, મોટર સાઈકલ. રાજેન્દ્રના  દીકરા ધવલ અને તેની વાગ્દત્તા ‘જોડી’ એમની ટ્રકમાં ચઢાવી એ ક્વાર્ટ લાવીને, અમારી પહેલાં, ક્યારનાંય આવી ગયેલાં છે. નમણી અને નાજુક જોડી કોલસાની સગડીના આધુનીક અવતાર જેવી, ગોળમટોળ ગ્રીલમાં મકાઈ શેકવાની તજવીજમાં મશગુલ છે. ધવલ આઉટડોર જેકુઝીને કાર્યરત કરવાની લમણાંઝીક કરી રહ્યો છે.

    આ ઉપરાંત બીજા બે નાનકડા, એક ઓરડાના મકાનો કાટમાળથી ભરેલા છે. કદાચ એક જમાનામાં એ આઉટહાઉસ તરીકે અથવા ખેતરનો સામાન ભરવા વપરાતા હશે.          

    પણ ક્યાં કોઈ ખેતર કશેય દેખાય છે? અહીં કાંઈ ઉગાડવામાં આવતું હોય; તેવાં કોઈ ચીહ્ન દૃષ્ટીગોચર થતાં   નથી. બે પ્લોટમાંથી જંગલી ઝાડ કાપી નાંખી ખુલ્લાશ કરવામાં આવેલી છે. અને એ ખુલ્લાશ પણ કેવી? સાવ ઉબડખાબડ. એક પ્લોટમા ઢોળાવોવાળી હરીયાળી છવાયેલી છે; જ્યારે બીજામાં માટી વાપરી બનાવટી ઢોળાવ બનાવેલો છે – તરવરતા તોખારની જેમ હણહણતા રાજેન્દ્રના ત્રણ જવાંમર્દ,  સુપુત્રો અને તેમના મીત્રોને મોટરસાઈકલની દીલધડક સફર કરવા માટે. અલ્યા ભાઈ! એ તોખાર એટલે રાજેન્દ્ર સમજી ન લેતા. એ તો ભાષાના અધુરા જ્ઞાનને કારણે ખોટી રીતે મુકાયેલ વીશેષણનો પ્રતાપ છે!

     પણ એ કહેવાતા ફાર્મ હાઉસનો અત્યંત મોટો ભાગ તો ઉંચા, જંગલી વૃક્ષોથી ભરચક ભરેલો છે. મકાન અને ખુલ્લા પ્લોટોને સાંકળતો, એક ક્વાર્ટ જ હંકારી શકાય તેવો, વાંકો ચુકો, કાચો રસ્તો આ જંગલને ચીરી, લપાતો છુપાતો, રમતીયાળ બાળકની જેમ ઘુમરીઓ ખાતો ખાતો, આ એસ્ટેટના એક છેડેથી બીજે છેડે સફર કરે છે – કરાવે છે. એ રસ્તાને ઢબુરીને, મે મહીનાની હુંફાળી ગરમીથી શેકાયેલાં, તોતીંગ વૃક્ષો લીલીછમ્મ હરીયાળીથી છવાયેલાં છે.

   થોડોઘણો નાસ્તો કરી, ગપસપ કરતાં, અમે અગાશીમાં હુંફાળા અને ગુલાબી ઠંડીની મજા માણતા બેઠા છીએ. રાજેન્દ્રનો એક મીત્ર છેક હોનોલુલુ હવાઈથી આવેલો છે. એની હરેકૃષ્ણ ભક્તી છાની નથી રહેતી. એની સાથે વાત કરતાં એની નમ્રતા, ભારતીય પ્રણાલીઓ અને વીચાધારાનું જ્ઞાન કોઈ જાતના ભાર વીના ઉઘડતું જાય છે. બોસ્ટનની એક ગ્રીક રેસ્ટોરન્ટના માલીકની પોલીશ ( મુળ પોલેન્ડની)  પત્ની રાજેન્દ્રની પત્ની ગીતાને ઈડલી બનાવવામાં મદદ  કરી રહી છે. બીજું એક અમેરીકન કુટુમ્બ પણ તરત મારું ધ્યાન ખેંચે છે. એમનું દોઢેક વરસનું ભટુરીયું દીવાનખંડમાં નીદર માણી રહ્યું છે. એમનાં બીજાં બે બાળકો વીણી લાવેલાં ઝાડની છાલને પ્લેનની ઉપમા આપી કીલ્લોલ કરી રહ્યા છે. ત્યાં જ જોડી અને તેની બહેનપણી શેકેલા અને માખણ ચોપડેલા, ગરમાગરમ મકાઈ લઈને આવી પહોંચે છે. એની અદભુત મીઠાશ વાગોળવામાં બધા પરોવાય છે. અમે ત્રણ અમદાવાદીઓ લીંબુનો રસ, મીઠું, મરી અને મરચાંનો ભુકો લગાવી આ મીઠાશને ચટપટીલા સ્વાદનો લેપ લગાવીએ છીએ.    

 

ક્વાર્ટ પર ધવલ

ક્વાર્ટ પર ધવલ

    અને ત્યાં ધવલના બે મીત્રો આવી પહોંચે છે. એ પોતપોતાના ક્વાર્ટ લઈને આવેલા છે. આ સૌને નાસ્તા કે ગપસપમાં રસ નથી. ચાર ચાર ક્વાર્ટોનો ધમધમાટ શરુ થઈ જાય છે. બધા હડીઓ કાઢતા જંગલમાં ખોવાઈ જાય છે અને પુરઝડપે, ઓલ્યા માટીના ઢોળાવોને ધમરોળવા માંડે છે. કદીક ઘાસના હરીયાળા ઢોળાવો પર પુર ઝડપે આવીને ક્વાર્ટને છલાંગ મરાવી, સરકસમાં જોયેલા મોતના કુદકાની યાદ તાજી કરાવી જાય છે.

      આ જવાનીયાઓને જોઈ મારી ગધાપચીસીના સંસ્મરણોમાં હું ખોવાઈ જાઉં છું. એ દીવાસ્વપ્નમાંથી જાગૃત થતાં ચપટીક પોરો ખાવા આવેલા ધવલને મારી બડાશો સંભળાવું છું. સાડા ત્રણ હોર્સપાવરની ‘રોયલ એન્ફીલ્ડ બુલેટ’  મોટર સાયકલ પર અમદાવાદના માનવમેદનીથી છલકાતા રસ્તાઓ પરની એ સફરનાં વર્ણનો સંભળાવી, બેળે બેળે હું એના ક્વાર્ટ ઉપર હાથ અજમાવી જોવાની પરવાનગી આપવા, હું એને પટાવી લઉં છું.  એ મને બે જ મીનીટમાં ક્વાર્ટ ચાલન કળા શીખવી દે છે.

   અને મારી છાસઠ વરહની કાયાને હું એ નવતર અને કદરુપા વાહન પર માંડ માંડ ચઢાવું છું. બે ત્રણ પ્રયત્ને એની ધમધમાટી ચાલુ થઈ જાય છે. ક્લચ છોડતાં ધમાકા સાથે ક્વાર્ટ ઉછળે છે. થોડેક આગળ જઈ એક ઢોળાવ પર એ ચઢી જાય છે; પણ હું એને વાળી શકતો નથી (સ્ટીયર). બાપજન્મારે કદી ત્રણ પૈડાંની રીક્ષા ચલાવી હોય તો ને? ગભરાટમાં હું મશીન બંધ કરી દઉં છું; અને એક અકસ્માત થતો રોકાઈ જાય છે!

  પણ ખરી મુસીબત તો સીટ પરથી ઉતરવામાં થાય છે.  બુલેટ પરથી ટપાક લઈને ઉતરી શકવાની પચીસીની એ આવડત હવે ક્યાં? ક્યાંક ઢીંચણ ચીસ પાડે છે; તો ક્યાંક થાપા દુખમાં બરાડી ઉઠે છે. વળી ‘પેન્ટ વચ્ચેથી ચીરાઈ તો નહીં જાયને? ‘ એની ચીંતા મનને કોરી ખાય છે! જાતે વહોરેલી આ કેદમાંથી હું માંડ માંડ મુક્ત થાઉં છું; અને કદી ક્વાર્ટ ન ચલાવવાની ‘તીસરી કસમ’ જાહેર કરું છું. રાજેન્દ્ર મારી હરકત અને વ્યથા જોઈ મુછમાં મલકાય છે. 

     હવે જમવાનો સમય થઈ ગયો છે. ગ્રીક, અમેરીકન અને  ભારતીય વાનગીઓના શંભુમેળાને   પેટમાં પધરાવી, હું તો બધાંની નજર ચુકાવી, વામકુક્ષી માટે બીજા માળના બેડરુમ તરફ પ્રયાણ કરું છું.

…..  સફરનો દીલ ધડકાવી દે તેવો બીજો ભાગ આવતા અંકે  … 

9 responses to “ફાર્મ હાઉસ, ભાગ -1 : એક સ્વાનુભવ

 1. Chirag Patel મે 27, 2009 પર 10:58 એ એમ (am)

  બહુ જ દીલચસ્પ વર્ણન છે. દાદા, હવે ક્વાર્ટ ચલાવીને જ બતાવો…

 2. dhavalrajgeera મે 27, 2009 પર 12:44 પી એમ(pm)

  Welcome to “Aum Shri Adinath Dham.”

  Bhai Suresh,

  After waiting over fifty years ….
  You are with us,
  Your heart and mind is with Jyoti, Rucha, Dharmendra, Neel, Jay and Vihang – Umang.
  The surfers on the internet like The Trivedi Parivar is waiting to read part 2 of Dhavalrajgeera’s
  ” AUM SHRI ADINATH DHAM in SURESH thoughts and words.

 3. pragnaju મે 27, 2009 પર 5:00 પી એમ(pm)

  હું તો બધાંની નજર ચુકાવી, વામકુક્ષી માટે બીજા માળના બેડરુમ તરફ પ્રયાણ કરું છું’
  વાંચી નીરાશા થઈ
  ઊઠો અને આને માણી તો જુઓ!
  Yamaha’s four-wheel motorcycle – the Tesseract
  Until I saw images of the Yamaha Tesseract, the vehicle I’d been most looking forward to seeing at the Tokyo Motor Show was Toyota’s i-REAL but now Yamaha’s intriguing hybrid four-wheeled motorcycle really has wrested my attention amidst a plethora of other interesting exhibits. Not a great deal of information has been released about the machine, so we’ll have to speculate a little about just what it might be like to ride, and how nimble it might be. It’s really a four-wheel version of the Vespa, Piaggio and Vectrix three-wheelers except the tilting mechanisms (Yamaha has dubbed them “dual-scythe suspension”) are at both ends, so it’s a carving four-wheeler with both front wheels and both rear wheels very close together and although I’m enthralled by the concept in three-wheel form, there’s something about four wheels which makes me think that the transition will be slow when getting out of one corner and into another but that might just be an aging mind – what really does hold promise is two fat and sticky tyres at each end and the G-forces that might be generated with this machine under cornering. One also wonders just how far the tilting mechanism will allow it to tilt? Given that more than 50 degrees of lean is possible on two wheels with tyres these days, my brain cell is really struggling to picture what will happen when you run out of lean angle. It’s probably some variation along the four-wheel drift theme and although there looks to be lots of traction available, thinking about the possibilities of getting it rubber-side-up looks frightfully expensive. Look at all those suspension components to bend. Modern motorcycles can be so expensive to crash and this one might be doubly so or worse.
  There’s no power output mentioned for the liquid-cooled V-twin and its electric hybrid mate, but the Raptor-like visuals of the bike indicate a performance machine and a big V-twin with electric booster will mean more than enough torque to leave big black marks on the tarmac and a top speed that will be theoretical everywhere but a racetrack.
  There is also a dual arm-lock system that keeps the machine upright when at rest without a stand.
  Of course we’re being critical here because we’re still coming to grips with what is really a new class of four-wheel machine. On the surface it offers motorcycle performance, maneuverability and frugality with a machine width roughly equivalent to that of a two-wheeler but four wheels worth of traction and road-holding. Bonus – this is a new and potent form of recreational machine and

  we cannot wait!બીજો ભાગ આવતા અંકે!!

 4. Vihang Jani મે 28, 2009 પર 11:05 પી એમ(pm)

  Are Dada, you took tisari kasam.
  Not possible. Come-on you can do it !!!

 5. Rajesh.h.hajuri મે 30, 2009 પર 5:10 એ એમ (am)

  sia,
  ” tamaro anubhav mara chitt ma ramato kari dithyo.,,,”
  Rajesh

 6. Ullas Oza મે 30, 2009 પર 9:41 એ એમ (am)

  Very interesting ! I am looking forward to experiencing the challenge at Aum Shri Adinath Dham !!

 7. Pingback: મિત્રો મળ્યા – ‘રાત્રિ’ « ગદ્યસુર

 8. Anila Patel એપ્રિલ 28, 2012 પર 1:42 પી એમ(pm)

  Aatalu saras mitrataanu. ane farmhousenu vanan vachyaa pachhi aapanaa anubhavono veg ataki gayo te na gamyu. Aagalanu vachavaani apeksha jaldi poorn karsho. Mitro male pachhithito vali joiej shu? maza aavi vaachavaani.

 9. readsetu મે 1, 2012 પર 5:38 એ એમ (am)

  આ અત્યંત વિશાળ ફાર્મહાઉસ (તમારા શબ્દોમાં ‘કહેવાતા’)નું વર્ણન વાંચવાની બહુ મજા પડી. તમે વહેલું લખવાનું શરુ કર્યું હોત તો આજે ગુજરાતીના પ્રતિષ્ઠિત લેખકોમાંના એક હોત. મને ‘ઓલ્યા’ તળપદી પ્રયોગો વાંચવાનીયે બહુ મજા પડે છે જેમ કે ‘પોરો ખાવા’ ‘હડી કાઢતા’…. અને તમારી ‘ક્વાર્ટ’ સવારી કરવાની ઇચ્છા અહીં ખુરશીમાં બેઠાંયે જોશ જગાવી દે એવી છે. એમાં પડતી મુશ્કેલીઓનું વર્ણન…. હું આ લેખમાં તમારા એક યાદગાર અનુભવ ઉપરાંત તમારી લખવાની શૈલીથીયે અંજાઉં છું…(સહેજે અતિશયોક્તિ વગર કહું છું)..
  Lata

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: