ઝાંઝવાનાં જળ, મુષક દોડ, આપણી પાસે જે કાંઈ હોય, તેનાથી કાંઈક વીશેષ પ્રાપ્ત કરવાની આશા. તે વાંચીત ફળ પ્રાપ્ત થાય તો પણ, કદી ન ખુટે તેવી તરસ. સુખની સતત શોધ. અપેક્ષાથી હમ્મેશ ઉણી ઉતરતી ઉપલબ્ધી. ઢગલાબંધ લેખો, વાર્તાઓ, કવીતાઓ, નાટકો…
એમાં આ એક કથાનો વધારો કરી રહ્યો છું?
ના, છેક એમ તો નથી. આ એવી એક જીવનકથાની ટુંકી રજુઆત છે, જે આનાથી સાવ વીપરીત છે. જ્યારે તમારી પાસે કશું જ ન હોય; તમે સાવ ખાલીખમ કડકાબાલુસ હો; જ્યારે તમારી જીવનસંગીની તમારા મુફલીસ જીવનથી વાજ આવી જઈ, તમને છોડી ગઈ હોય; જ્યારે તમારા એકના એક વ્હાલસોયા પુત્રની સુખાકારી કાજે તમારે દોડતા રહ્યા સીવાય કોઈ આરો જ ન હોય; જ્યારે થાકવું પણ પાલવે તેમ ન હોય: ત્યારે જે અવસ્થા પેદા થાય એને આપણે શું કહીશું?
કરમની બલીહારી? જેવાં જેનાં નસીબ? પુર્વજન્મનાં પાપનું ફળ?
પણ આ કથા એક એવા જણની છે – જેણે પોતાના જીવનની આવી મુષક્દોડ પાર કરી હતી; અને વીજયી બન્યો હતો. આ કોઈ કપોલકલ્પીત કથા નથી – એ તો એક સત્ય અને પ્રેરક કથા છે.
લો ત્યારે, અત્યંત ટુંકાણમાં..
ક્રીસ ગાર્ડનર
ક્રીસ ગાર્ડનર આર્થીક રીતે સાવ નીચલા વર્ગનો, પણ ભાવનાશીલ અને ઉચ્ચ નૈતીક મુલ્યો ધરાવતો કાળો અમેરીકન છે. તેની પત્નીની આવકથી ઘર ચાલે છે. એનો ચાર વર્ષનો પુત્ર એને બહુ જ વ્હાલો છે. કુટુમ્બને વધારે સારી આર્થીક સ્થીતી પર લઈ જવાની તેની કોઈ કારગત બર આવતી નથી. બધેથી સરીયામ નીષ્ફળતા જ નીષ્ફળતા તેની પત્ની તેની આ કરમ કઠણાઈથી વાજ આવી, બન્નેને છોડી જતી રહે છે. એની રહી સહી બચત પણ દેવામાં ખતમ થઈ જાય છે. ભાડાના ઘરમાંથી મોટલના રુમમાં અને ત્યાંથી છેવટે રેન બસેરામાં તેને આશરો લેવો પડે છે. આ બધી વ્યથાઓની લગોલગ, છ મહીના, વીના પગારે, તાલીમાર્થી તરીકે તે એક ફાઈનાન્સ ક્મ્પનીમાં તનતોડ મહેનત કરતો રહે છે. આપણને એમ જ લાગે કે, તે છેવટે તુટી જ જવાનો છે.
પણ છેવટે નસીબ તેને યારી આપે છે અથવા તેના અથાક પરીશ્રઁમનું તેને ફળ મળે છે. તાલીમના અંતે લેવાયેલ પરીક્ષામાં તે પ્રથમ નમ્બરે ઉત્તીર્ણ થાય છે, તેની જીવનયાત્રા ઉજળી કોર તરફ ગતી કરતી થાય છે. અમુક વર્ષો બાદ તે કરોડપતી બને છે; અને પોતાની સફળ જીવનકથનીનો સંદેશ અનેકોને આપી પ્રેરતો રહે છે.
આ જીવનકથા વર્ણવતી ફીલ્મ – ‘ Pursuit of Happiness’ – જોયા બાદ જે મનોભાવો પ્રગટ્યા; તે અવર્ણનીય છે.
ગમે તે કહો, બધે જ, મોટા ભાગની પ્રજાની આ જ નીયતી હોય છે ને? એનાથી હારેલા, કચડાયેલા, દઝાયેલા, દુણાયેલા, ઉપેક્ષીત લોકોથી જ તો નીચલો સમાજ બને છે ને? એમાંથી જ તો સમાજનાં ઘણાં બધાં દુષણો ઉદભવે છે ને?
એને સુફીયાણી ભાષામાં ઝાંઝવાનાં જળ અથવા મુષકદોડ કહીને બાજુએ મુકી દઈશું? ચોપડીનું પાનું ફેરવતા હોઈએ તેમ આપણા ક્ષુલ્લક પ્રશ્નો, આનંદો, વંચનાઓ, નીર્બળતાઓ તરફ પારોઠનાં પગલાં ભરીશું?
na a mushk dod nathi. mansh potani jaruriya ane family uchu lava koe kadm uthave ane tane samne mukali o ne havra va tane kavi rita mushk dod khi shkaya?
એને સુફીયાણી ભાષામાં ઝાંઝવાનાં જળ અથવા મુષકદોડ કહીને બાજુએ મુકી દઈશું? ચોપડીનું પાનું ફેરવતા હોઈએ તેમ આપણા ક્ષુલ્લક પ્રશ્નો, આનંદો, વંચનાઓ, નીર્બળતાઓ તરફ પારોઠનાં પગલાં ભરીશું?
ખૂબ સાચી વાત…
સુખ એ કોઇ નિષ્ક્રિય વસ્તુ નથી. એના માટે માણસે પોતે સક્રિય બનવું પડે છે.‘અન્ના કેરેનીના’ માં ટૉલ્સ્ટૉયે લેવીનના સુખનું વર્ણન બહુ સુંદર રીતે કર્યું છે. કિટી સાથેના એના લગ્નની વાત નક્કી થઇ છે અને લેવીન સુખી સુખી થઇ ગયો છે. જ્યાં એ નજર કરે છે ત્યાં સુખ એને ઉભરાતું દેખાય છે. આકાશ વધુ આસમાની બની ગયું છે. પક્ષીઓ વધારે મીઠાશથી ગાય છે. ઘરડો દરવાન એની સામે વધારે પ્રેમથી નજર કરે છે. બધું જ જાણે બદલાઇ ગયું છે. આખી કુદરત ઉપર બધી જગ્યાએ સુખ જાણે છાઇ ગયું છે.
I am crying when i was watched this movie !!
Its really inspiration movie.
my story is worse than this yet I am very happy and only U S A made me happy due to hard work.
na a mushk dod nathi. mansh potani jaruriya ane family uchu lava koe kadm uthave ane tane samne mukali o ne havra va tane kavi rita mushk dod khi shkaya?
sir,
aa.. varta manas na jevan ni kathin paristhiti ni yad apave chhe…”
Very nice & inspirational true story.I have read his past life through wikipedia.Thanx for this .
Dear Sureshkaka,
I agree with you as this is a great movie. I have also made sure that Pakshil and gayatri watch it too. Thanks for sharing with us.
Regards
Rajiv
Very nice Very very nice
Its a great lesson to learn.
Thanks.
Jalpa
એને સુફીયાણી ભાષામાં ઝાંઝવાનાં જળ અથવા મુષકદોડ કહીને બાજુએ મુકી દઈશું? ચોપડીનું પાનું ફેરવતા હોઈએ તેમ આપણા ક્ષુલ્લક પ્રશ્નો, આનંદો, વંચનાઓ, નીર્બળતાઓ તરફ પારોઠનાં પગલાં ભરીશું?
ખૂબ સાચી વાત…
સુખ એ કોઇ નિષ્ક્રિય વસ્તુ નથી. એના માટે માણસે પોતે સક્રિય બનવું પડે છે.‘અન્ના કેરેનીના’ માં ટૉલ્સ્ટૉયે લેવીનના સુખનું વર્ણન બહુ સુંદર રીતે કર્યું છે. કિટી સાથેના એના લગ્નની વાત નક્કી થઇ છે અને લેવીન સુખી સુખી થઇ ગયો છે. જ્યાં એ નજર કરે છે ત્યાં સુખ એને ઉભરાતું દેખાય છે. આકાશ વધુ આસમાની બની ગયું છે. પક્ષીઓ વધારે મીઠાશથી ગાય છે. ઘરડો દરવાન એની સામે વધારે પ્રેમથી નજર કરે છે. બધું જ જાણે બદલાઇ ગયું છે. આખી કુદરત ઉપર બધી જગ્યાએ સુખ જાણે છાઇ ગયું છે.
it very good. keep it up.
thank you.
hemant doshi at mumbai