સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

શ્રી. પ્રદ્યુમ્ન તન્ના સાથે એક સાંજ

30 મે, 2009, ટ્રેન્ટન, ન્યુ જર્સી
( ગાર્ડન સ્ટેટ તરીકે જાણીતા રાજ્યનું પાટનગર )

     સાંજના આશરે ચાર વાગ્યા છે. મારા માનીતા લેખક, મારા સર્જનગુરુ,  અને વ્હાલસોયા સ્વજન જેવા  શ્રી. હરનિશ જાનીને એમના ઘરમાં પ્રત્યક્ષ મળવાનો અભરખો સંતોષી, એ સંતોષના ઓડકારને પચાવતો હું બે ઘડી વીરામ કરવા માંડ આડો પડ્યો છું. મારો પરમ મીત્ર રાજેન્દ્ર, તેની પત્ની ગીતા,  હરનિશ ભાઈ અને હરનિશ ભાઈનાં પત્ની હંસાબેન પણ પોરો ખાવા આડા પડેલા છે.

   ત્યાં જ ઘરની ઘંટડી રણકી ઉઠે છે. એ લોકો આવી ગયા છે. હું ઝટપટ તૈયાર થઈ દીવાનખંડ તરફ પ્રયાણ આદરું છું. આંગણામાં એક વયોવૃધ્ધ વ્યક્તી બીજા ત્રણ જણ સાથે દૃષ્ટીગોચર થાય છે. એ છે – જેમની અમે આતુરતાપુર્વક રાહ જોઈ રહ્યા હતા; તે શ્રી. પ્રદ્યુમ્ન તન્ના. તેમની સાથે આકર્ષક વ્યક્તીત્વવાળાં અને દેખીતી રીતે વયમાં તેમનાથી ઘણાં નાનાં, તેમનાં ઈટાલીયન પત્ની રોઝાલ્બા, શ્રી. કિશોર રાવળ અને શ્રીમતી કોકીલા રાવળ પણ ઘરમાં પ્રવેશ કરે છે.

શ્રી. પ્રદ્યુમ્ન તન્ના અને રોઝાલ્બા

શ્રી. પ્રદ્યુમ્ન તન્ના અને રોઝાલ્બા

રાજેન્દ્ર ત્રીવેદી, કિશોર રાવળ, હરનિશ જાની

રાજેન્દ્ર ત્રીવેદી, કિશોર રાવળ, હરનિશ જાની

હંસા જાની, કોકીલા રાવળ, ગીતા ત્રીવેદી

હંસા જાની, કોકીલા રાવળ, ગીતા ત્રીવેદી

     શ્રી. કિશોર રાવળનો પરીચય થતાં જ મન અહોભાવથી છલકાઈ ઉઠે છે. કલાગુરુ સ્વ. રવિશંકર રાવળના ભત્રીજા, અને તેમના જીવન અને કવનને ઉપસાવતી, માહીતી અને ચીત્રસભર વેબ સાઈટના સર્જક, ફુલગુલાબી ચહેરા વાળા કિશોરભાઈ, ઈન્ટરનેટ ઉપર મેં જોયેલી સૌથી પહેલી વેબ સાઈટ કેસુડા ડોટ કોમ ના જનક છે. મારી આંગળીઓને પહેલીજ વાર નોન યુનીકોડ, ‘ગુજરાઈટી’ સોફ્ટવેર વડે  કોમ્પ્યુટરના મોનીટરના સ્ક્રીન પર ગુજરાતી અક્ષર ઉપસાવવા માટે સક્ષમ બનાવનાર પણ એ જ છે. મારા ગુજરાતી લેખનશોખના પાયામાં તેમનું પ્રદાન યાદ કરી મન મહોરી ઉઠે છે.

   ઔપચારીક વાતચીત અને ચાપાણી પતાવી, સૌ આતુરતાથી શ્રી. પ્રદ્યુમ્નભાઈને સાંભળવા ટાપીને બેઠા છે. કશીક વાતમાંથી દોર સાધીને, હું એ વાર્તાલાપ શરુ થવાની ક્ષણનો પ્રસવ કરાવવા સફળ બનું છું! પછી ધીમા પણ મક્કમ અવાજે એમનો વાણીપ્રવાહ શરુ થાય છે. તેઓ જોખી જોખીને, લગભગ ચીપી ચીપીને કહી શકાય એ રીતે, બોલતા જાય છે. એમની વાતનો સાર છે –

    પ્રદ્યુમ્નભાઈ મુળ સૌરાષ્ટ્રના, પણ પેઢીઓથી ગુજરાતના છેક દક્ષીણ ભાગમાં આવેલા દહાણુંમાં સ્થાયી થયેલા કુટુમ્બમાં જન્મ્યા હતા. તેમની કારકીર્દીનો આરમ્ભ મુંબાઈમાં કાપડની મીલોમાં કપડાંની ડીઝાઈન બનાવવાથી થયો હતો. તેમના મતે, આખા વીશ્વમાં કાપડની અવનવી ડીઝાઈનોના સર્જનમાં ભારતનું ટેક્ષટાઈલ ક્ષેત્ર બેમીસાલ છે. આ ક્ષેત્રમાં આગવું પ્રદાન કરીને ચીત્રકળાની સાધના માટે તેઓ ઈટાલી ગયા હતા.

       ત્યાં કેન્વાસ પર પેઈન્ટીન્ગ કરતાં કરતાં, રસ્તાના સમારકામની આજુબાજુ, નારંગી રંગની, જાળી વાળી આડશના બાકોરામાંથી ઉબડ ખાબડ સપાટીનો ફોટો પાડતાં, તેમને ફોટોગ્રાફી કળાની એક આગવી રીત જડી આવી. ઉપરછલ્લી રીતે સાવ અનાકર્ષક આ પાર્શ્વભુમાંથી એક નવી જ, અને આંખને ગમી જાય તેવી પેટર્ન ઉપસાવવામાં તેઓ સફળ બન્યા હતા. કલાસર્જનની એક નવી જ દીશા તેમણે શોધી કાઢી હતી. પછી તો આ યાત્રા આગળ વધતી જ રહી. ન કલ્પી હોય તેવી જ્ગ્યાઓમાંથી ફોટોગ્રાફીક સૌંદર્ય પ્રગટાવવાની તેમની આગવી સુઝ વીકસતી રહી. ઈટાલી અને અન્ય દેશોના સામાયીકોએ અને કલાસંસ્થાઓએ એમની આ સુઝને આવકારી. તેમને નવું કામ કરવાની અને વીદ્યાર્થીઓને કલાસુઝ કેળવવાની તાલીમ આપવાની તકો સતત મળતી રહી. વીશ્વમાં અનેક જગ્યાઓએ તેમની કલાકૃતીઓનાં પ્રદર્શનો પણ યોજાવા માંડ્યા.

    તેમના જીવનના આ પાસાંની  સાથે તેમનો કવીજીવ પણ પાંગરતો રહ્યો. કેન્વાસ અને ફોટોગ્રાફીક પ્લેટ પર સૌંદર્ય ફેલાવનાર આ જણ એવી જ સુંદર કવીતાઓ પણ લખતો થયો.

    અમારી વાતનો દોર હવે એમની કવીતા તરફ વળે છે. એમના જ અવાજમાં એમની એક કવીતા સાંભળી મન પ્રફુલ્લ બની જાય છે.

જળ આગળ, જળ પાછળ, હેઠળ, અરતે ફરતે જળ

   લો તમે પણ સાંભળો.

   અને ત્યાં જ હરનિશભાઈ સુચન કરે છે કે, ‘અંધારું થાય તે પહેલાં, નજીકમાં જ આવેલી પ્રીન્સટન યુનીવર્સીટીની મુલાકાત લઈએ તો કેમ?’ તરત અમે બધાં હરીયાળીથી ભરચક, આ બહુ જુની અને જાણીતી યુનીવર્સીટી તરફ પ્રયાણ કરીએ છીએ. હરનિશભાઈ અમને યુનીવર્સીટીના વીવીધ સ્થળો બતાવવાના ઉત્સાહથી તલપાપડ છે. પણ પ્રધ્યુમ્ન ભાઈનો અલગારી જીવ તો એમની આગવી શોધમાં જ ભટકે છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈન  જે ઘરમાં રહેતા હતા એની તસ્વીર ઝડપી, 81 વરસના એ યુવાન તો  કેમેરા હાથમાં પકડી. અમારાથી દુર છટકી જાય છે; અને અવનવાં સૌંદર્યને ક્લીક કરતા રહે છે!!  એમાં ઝાડ, પાન, ઘાસ, ફુલો, મકાનો,  બેસવાની પાટલીઓ, સ્ટ્રીટ લાઈટ, બાળક અથવા નવયૌવના પણ આવી શકે છે!

કેમેરાધારી, 78 વરસના યુવાન

કેમેરાધારી, 81  વરસના યુવાન

       હરનિશભાઈ  અને કિશોરભાઈ અમને વીવીધ સ્થાનો બતાવતાં પહેલાં કાર પાર્ક કરવા જાય છે. કેમ્પસમાં યોજાયેલા, 1959ની સાલમાં સ્નાતક થયેલા, જુના વીદ્યાર્થીઓના એક સમ્મેલનને કારણે, નજીકમાં પાર્કીન્ગની  જગ્યા મળતી નથી. તેને કારણે થયેલી અવઢવને કારણે, અમે સૌ દીશા અને સુકાની વગરની નૌકાની જેમ એક કલાક આમથી તેમ ભટકતા રહીએ છીએ.  હરનિશભાઈ તો સીફતપુર્વક આવીને અમારી પાસે પહોંચી જાય છે; પણ ત્યાંના રસ્તાઓથી અજાણ કિશોરભાઈનો ક્યાંય પત્તો નથી. અલગારી રખડપટ્ટી કરનાર અને પોતાના તાનમાં મસ્તાન, બુઝુર્ગ, તન્નાજીને એક શીલ્પ પાસે અમે પકડી પાડીએ છીએ; અને શીલ્પ પાસે ઢગલાબંધ ફોટા પાડી  મન મનાવીએ છીએ.  રહોડ આઈલેન્ડમાં રહેતા એક વૃધ્ધ અમેરીકન યુગલનો ફોટો પાડી આપતાં, તેમની સાથે વાતચીત શરુ થઈ જાય છે, અને ત્યાં પ્રદ્યુમ્નભાઈનો વીનોદપ્રીય અને સાવ સરળ સ્વભાવ છતો થઈ જાય છે. તેમના મુખમાંથી ઈટાલીની વાતો અને ઈટાલીયન જોક સરતાં રહે છે. યુનીવર્સીટીની દસ પંદર જગ્યાઓ ન જોઈ શકવાનો વીષાદ આ આહ્લાદક વાર્તાલાપમાં ક્યાંય  ઓગળી જાય છે.

     અને ઘણી તકલીફ બાદ, કિશોરભાઈ સાથે અમારું પુનર્મીલન શક્ય બને છે. પાછા વળતાં પણ પ્રદ્યુમ્ન ભાઈ ઝાડપાનને કેમેરાની આંખ વડે કેદ કરતા રહે છે. અંધારું વધતું જાય છે; અને અમે સૌ હરનિશભાઈના ઘર તરફ પ્રયાણ કરીએ છીએ. જમી કરીને ચારેય મહેમાનો વીદાય લે છે; ત્યારે  ગુજરાતની આ બે આગવી પ્રતીભાઓને મળવાના અને તેમની સાથે સંવાદની અમુલ્ય તક મેળવ્યાના પરીતોષથી મન અભીભુત બની રહે છે.

=======================

તેમનાં કાવ્યો વાંચો

ફોટો/ વીડીયો સૌજન્ય : ડો. રાજેન્દ્ર ત્રીવેદી

મુલાકાતની સમગ્ર વ્યવસ્થા માટે શ્રી. હરનિશ જાની અને શ્રીમતી હંસા જાનીનો હાર્દીક આભાર.                             

28 responses to “શ્રી. પ્રદ્યુમ્ન તન્ના સાથે એક સાંજ

 1. kantilal1929 જૂન 3, 2009 પર 6:03 એ એમ (am)

  આભાર, આપ સૌનો, શ્રી પ્રદ્યુમ્નભાઈને કવિ તરીકે નીહારી માણ્યા, સ્કાઈપ પર તો મળતા રહીએ છીએ, ગઈ કાલે ફરીને આવ્યા ત્યારે ખાસ દુધપાક બહુ યાદ કર્યો કે જીંદગીમાં આટલો દુધપાક ક્યારેય ખાધો નથી.
  આપ સૌને પણ ફિલ્મમાં થોડા નિહાળ્યા.
  શ્રી હરનિશભાઈ જાની તમને શ્રી અખિલભાઈ સાથે વાત કરતાં યાદ કરીએ છીએ. તમારી તબિયત માટે ખાસ કાળજી રાખશો, ક્ષેમકુશળતા માટે પ્રભુ પ્રાર્થના.
  શ્રી સુરેશભાઈ તમારા બ્લોગમાં આજની વાત સૌથી મોખરે મારા માટે.
  આભાર,
  કાંતિલાલ પરમાર
  હીચીન

 2. પંચમ શુક્લ જૂન 3, 2009 પર 7:18 એ એમ (am)

  કવિશ્રી પ્રદ્યુમ્ન તન્ના બહુ અચ્છા કવિ અને કલાકાર છે. એમની અનેક કવિતાઓ મને ખૂબ ગમે છે.

  શ્રી કિશોર રાવળ એટલે નેટ-જગતમાં ગુજરાતીની ગંગા ઉતારવાળા ભગીરથ (1999 માં નેટને કેસૂડે રંગનાર). ખાંખતથી KScript (phonetic keyboard ) , GujWritey અને Spell202 જેવાં ઓજારો ઘડી યુનિકોડિત બ્લૉગ-વિશ્વના આર્ષદૃસ્ટા. 2003/04માં મેં પહેલીવાર એમનું KScript અને GujWritey વાપરી નેટપર કવિતાઓ મૂકેલી જે આજેય ત્યજાયેલી લિન્કે વિદ્યમાન છે.
  હરનિશભાઈ એટલે હાસ્ય ઉત્સાહ અને ખુશીની ખાણ.

  આવી પ્રેરક ત્રિપુટીને મળવા અને મુલાકાતનો અહેવાલ અમારા સુધી પહોંચાડવા બદલ તમારો અને શ્રી રાજેન્દ્રભાઈનો દિલથી આભાર. જાણે એમેય એમને મળ્યાં હોઈએ એટલી મઝા પડી.

 3. Chirag Patel જૂન 3, 2009 પર 7:48 એ એમ (am)

  સુ.દાદા, સાચે જ પ્રદ્યુમ્નદાદાને મળવાનો લ્હાવો હું ચુકી ગયો!!! પણ, તમને, હરનિશભાઈને અને રાજેન્દ્ર અંકલને મળીને કાંઈક સંતોષ લઈ શકું છું.

 4. pragnaju જૂન 3, 2009 પર 8:44 એ એમ (am)

  ૧ અમે આ પ્રસંગ ચૂકી ગયા બદલ અફસોસ
  ૨ પડોશમાં રહેતા દેવયાનીબેન-રશ્મીકાંતભાઈને મળ્યાં કે નહીં?
  ૩ ટ્રેન્ટન સાથે અમારા જીવનની ઘણી વાતો જોડાઈ છે.જો કે ન્યુ-જર્સીમા હૉઈએ તો ફ્રેન્કલીન પાર્કમાં મારી બેનને ત્યાં હોઈએ અને તેને સાહિત્યમા રસ છે,,,કોમ્પ્યુટરમા નહીં…અથવા તો ટૉમ રીવર! પહેલા ઍડીસનમા ધામો રહેતો
  (જો કે અમે તો ટેસ્લાના પ્રસંશક તેથી એડીસનમા તેના કરતા ઊંચું સ્મારક ટેસ્લાનું બનાવવાના સ્વપ્ન સેવતા..
  ૪ આઈન્સટાઈનને લીધે પ્રીન્સટન યુની અમને તો તીર્થધામ લાગે છે…
  ૫ અને કોમ્યુનીટી કોલેજ—ગુજરાતની લાગે

 5. Dr. Dinesh O. Shah જૂન 3, 2009 પર 8:48 એ એમ (am)

  Dear Harnishbhai and Rajendrabhai and Families,

  What a wonderful article, write-up and photos! Thanks for sharing them with all of us. I am sending this email from Long Island and will leave for Gainesville, FL on June 7, 2009. With best wishes and warmest regards,

  Dinesh O. Shah, Manhasset, Long Island, NY

 6. Rajendra Trivedi જૂન 3, 2009 પર 8:49 એ એમ (am)

  Bhai Suresh and Rajendra, .
  Keep up the good work on your blog and bring Gujarati talents and scholars like Pradyumna bhai. Keep shining.
  – The Trivedi family

 7. Barindra Desai જૂન 3, 2009 પર 7:36 પી એમ(pm)

  Dear Sureshbhai and Harnishbhai:
  Thank you for a very nice article. It revived old memories. I had met Pradyumanbhai at Manibhai and Pramodaben Joshi’s home almost fifteen years ago . He looks as young as ever at the age of 81. He is certainly a credit to our Gujarati community. Best wishes.

 8. Dhiren Avashia જૂન 3, 2009 પર 10:01 પી એમ(pm)

  Well, I had heard about Shri Tanna but never met him….Your note on “MILAN BETHAK” very interesting….With warm greetings.

 9. Pinki જૂન 3, 2009 પર 11:36 પી એમ(pm)

  Ohh , dada… !!

  really gr8 experience

  love and regards to all from myself

  before a year 2-3 times i talked to pradumna uncle by e-mail.
  but now i couldn’t talk to him on that id.

  if u’ve his id pls send me …?!!

 10. Govind Maru જૂન 3, 2009 પર 11:57 પી એમ(pm)

  પરમ આદરણીય શ્રી પ્રદ્યુમ્નભાઈ, શ્રી હરનિશભાઈ અને શ્રી કિશોરભાઈની મુલાકાતનો અહેવાલ માટે ખુબ ખુબ આભાર.
  વેબ સાઈટ ‘કેસુડા ડોટ કોમ’ થી હું અપરીચીત હોય તેની લીંક આપવા વીનંતી છે.

 11. Devang Vibhakar જૂન 4, 2009 પર 12:08 એ એમ (am)

  Wow! seems like it was a very enjoyable time you all had. Very nicely shared, Sureshbhai. Maja padi gai.

  Thank you Harnishbhai for sharing this link with me.

 12. Naresh Dholakiya જૂન 4, 2009 પર 7:02 એ એમ (am)

  Mind Blowing article…Titanic figures assembled under one roof …..

  DIL GARDEN GARDEN HO GAYA…

 13. અખિલ સુતરીઆ જૂન 4, 2009 પર 7:45 એ એમ (am)

  ૬૫ વટાવી ગયેલા અને યુવાન મિજાજ ધરાવતા આ સૌ બાળકોએ સાથે ભેગા મળીને કરેલ કિલ્લોલનો સંગીતમય અને સૂરીલો ગુંજારવ સાંભળ્યો તેમજ લાગણી સભર તસવીરોમાં વિવિધરંગે રંગાયેલો શબ્દસ્કેપ જોયો.. વાંચ્યો. કાન્તિભાઇએ હિચીનથી તન્નાસાહેબનો સ્કાયપ પર પરિચય કરાવ્યો, સુરેશભાઇએ મને ગુજરાતી બ્લોગના પાઠ ભણાવ્યા, રાજેન્દ્રભાઇએ કદીક કદીક ઇંધણ પૂરુ પાડયું … અને હરનીશભાઇ સાથે સ્કાયપ પર વાંવાર સંવાદ છેડાયા. આ બધું જ વરચ્યુઅલ થયું.

  અને તમે એકબીજાનો સંગાથ, સાંનિધ્ય .. રીયલ માણ્યું. ઇર્ષા તો થાય જ ને?

  પણ હું પણ ઇશ્વરને પ્રાર્થી લઉં કે, આ સૌને ફરી એક વાર વતનની ભૂમિ પર ભેગાં કરજે કે જયાં અખિલ પણ ઉપસ્થિત રહી શકે.

  ભલેને બીજા ૬૫ નીકળી જાય…!!! તમારા સૌની મન દુરસ્તીને કયાં વાંધો આવે એમ છે ? ખરૂંને ???

 14. DR. CHANDRAVADAN MISTRY જૂન 4, 2009 પર 11:44 એ એમ (am)

  સુરેશ્ભાઈ, તમે ન્યુ જર્સી ગયા….અને, હરીશ્ભાઈને એમના ઘરે મળ્યા…ત્યાં હતા રાજેન્દ્રભાઈ…..ત્યાં તમોને મળવા આવ્યા પ્રદ્યુમનભાઈ તન્ના એમના પત્ની સાથે, અને કિશોરભાઈ એમના પત્ની સાથે. તમે પોસ્ટ દ્વારા પ્રદ્યુમનભાઈના જીવન બારે જાણ કરી, અને સાથે એમના જ સ્વરે એમનું કાવ્ય સાંભળવાનો લ્હાવો મળ્યો….તમે સૌને મળી આનંદ અનુભવ્યો તે દર્શાવ્યો…આ બધુ જ વાંચી મને પણ આનંદ થયો….અને, જ્યારે તમે હરનીશભાઈને ત્યાં હતા ત્યારે તમારી સાથે ફોન પર વાતો કર્યાનો આનંદ હંમેશા યાદ રહેશે, અને આપણી સૌની ( તમે, હરનીશ્ભઈ, રાજેન્દ્રભાઈ ) મિત્રતા એમાં હંમેશા તાજી હશે ! આ તમારા અનુભવની પોસ્ટ વાંચ્યાનો આનંદ !>>>>>>ચંદ્રવદન

 15. neetakotecha જૂન 4, 2009 પર 7:15 પી એમ(pm)

  કહેવાય છે ને કે જિંદગી માં પૈસો ઊછો હશે ચાલશે પણ આપણી જિંદગી માં સારા માણસો હોવા ખુબ જરુરી છે આ નેટ જગત નાં લીધે સાચ્ચે જ મારી દુનીયા મને ભરપુર લાગે છેં..એમ થાય છે નશીબ હોય તો સારા માણસો સાથે સંગત થાય..ાને જો આપની જેમ મળવાનુ થાય તો તો કહેવુ જ શું…પણ અહીયાં બધાને મળી ને ખુબ જ આનંદ થયોં..રાજેન્દ્રઅંકલ અને ગીતાઆંટી ને હુ મળી છું..ખુબ આનંદ થયો હતો ત્યારે પણ મને…દાદાજી અહીયાં આપ સર્વે સાથે મુલાકાત કરીને ખુબ જ આનંદ થયોં..પણ આપનો ફોટો કેમ નથી એક પણ…

 16. Mavjibhai Mumbaiwala જૂન 5, 2009 પર 2:27 એ એમ (am)

  Thank you so much for sharing with us details and photographs of your meeting with Shri Pradumn Tanna, Shri Kishorbhai Rawal and Shri Harnishbhai Jani, all great persons and true Gujarati to core.

  I am particularly fan of Shri Kishorbhai Rawal.

 17. Ullas Oza જૂન 6, 2009 પર 10:42 પી એમ(pm)

  It was a rare opportunity to listen to Shri Pradyumanji Tanna and the ‘bhandar ‘ of ‘Kavita’ writeen by him. Good photos and video provided glimpses of the ‘Mahajan’.

  Thanks & keep it up.

 18. chetu જૂન 7, 2009 પર 7:52 એ એમ (am)

  આટ્લુ સુંદર વર્ણન વાંચી ને ખુશી થઇ .. દાદા .. આપની આ ઘણા સમય પછીની મૈત્રી-મિલન ની યાત્રા યાદગાર બની રહીને ..? સરસ ..

 19. Pingback: ચીર વિદાય « કાવ્ય સૂર

 20. dhavalrajgeera એપ્રિલ 15, 2010 પર 8:24 એ એમ (am)

  શ્રી. પ્રદ્યુમ્ન તન્ના સાથે એક સાંજ
  ગયા વર્ષ ને વિચારતા પ્રદ્યુમ્નભાઇ ને તેમના ઈટાલીઅન પત્ની ની સ્મ્રુતિ તાજી થાયછે .
  30 મે, 2009, ટ્રેન્ટન, ન્યુ જર્સી
  ( ગાર્ડન સ્ટેટ તરીકે જાણીતા રાજ્યનું પાટનગર)
  સાથે બપોર ની ચા નાસ્તો હન્સાબેન-હરનીશભાઈ ના ઘરે અમે સૌ સાથે કરી ત્રણ ગાડીમા નિકળી ગયા ફરવા.
  પછી પ્રિન્સટન યુનિવર્સીટીને આઈનસ્ટાઈનના ઘરની મુલાકત લીધી.
  ઘરે પાછા ફ્રરતા તો ઘણા ફોટા આ કવી ને કલાકારના મને ઝડપવા્ની મઝા પડી!
  અને જમતા પહેલા મારી ફરમાઈશ ને માન આપી આ વડીલ યુવાને સ્વરચીત ગીતગાયુ!
  મે તેને પણ વિડીઓ કરી સદાને માટે અમર કર્યુ.
  સાથે જમી ને બન્ને રાવલ કુટુમ્બ સાથે યાદ ને આવતી સાલ બોસ્ટન આવીશુ કહેતા ગયા.
  હવે અમારે તો એ યાદમા જ એમને જોવાના.
  રાજેન્દ્ર ત્રિવેદી

  By: dhavalrajgeera on એપ્રિલ 15, 2010
  at 7:21 am

  http://www.bpaindia.org

 21. Pingback: મિત્રો મળ્યા – ‘રાત્રિ’ « ગદ્યસુર

 22. Pingback: પ્રદ્યુમ્ન તન્ના, Pradyumn Tanna | ગુજરાતી પ્રતિભા પરિચય

 23. Pingback: હવે તે નથી. | ગુજરાતી પ્રતિભા પરિચય

 24. aataawaani નવેમ્બર 28, 2014 પર 5:16 પી એમ(pm)

  પ્રફુલ્લ તન્ના ને બહુ મહાન વ્યક્તિ કહેવા પડે .એમના ચીર વિદાયની ગુજરાતને ખોટ પડી કહેવાય એમના આત્માને મોક્ષ આપે એવી પરમેશ્વર ને પ્રાર્થના

 25. Pingback: હવે એ જાનીમાં જાન નથી | ગુજરાતી પ્રતિભા પરિચય

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: