સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

मेरा गाना

હીન્દીમાં શીર્ષક, વીષય ગાવાનો  અને તેય ગદ્યસુર ઉપર?

હા વાત એમ જ છે. છેલ્લે ખબર પડશે કે એમ કેમ?!

  • કોઈ કવીતા વાંચતા હોઈએ, લય પકડાય અને મન ગણગણવા લાગે. કેવી મઝા?
  • ભાવવીભોર બનીને કવીતાનો પાઠ કવી પોતે કરતા હોય, અને આપણે એમની ઉપર ઝુમી ઉઠીએ અને માશાલ્લાહ બોલી ઉઠીએ. કેવી મઝા?
  • વળી શોભિત દેસાઈ જેવા કોઈ કવી પોતાની કવીતા તરન્નુમમાં ગાતા હોય અને આપણા મુખમાંથી ‘દુબારા.. દુબારા..’ ની ફરમાઈશ સરી પડે. કેવી મઝા?
  • ગમતું ગીત રેડીયો, પ્લેયર કે ટીવી ઉપર ઉચ્ચ કક્ષાના સંગીત સાથે આપણા માનીતા કોઈ ગાયક કે ગાયીકા ગાતા હોય અને આપણા પગ અને હાથ તાલ દેવા માંડે અથવા આપણે નાચવા લાગીએ. કેવી મઝા?

      પણ એ બધાયથી મોટી મજા કઈ – ખબર છે? આવું કાંઈક થયું હોય અને બીજા દીવસે સવારે બાથરુમની  એકલતામાં આપણે એ ગીતનું ગુંજન કરવા લાગી જઈએ. કોણ એવો અભાગી હશે જે, બાથરુમ  સીંગનહીં હોય?

સાવ સાચી વાત લાગી ને? તો જુઓ આ એકવીસમી સદીમાં આ આનંદને ચરમસીમા પર લઈ જવાનાં સાધનો ઉપલબ્ધ છે.  પાંચેક વરસ પહેલાં મારા દીકરાને ત્યાં શીકાગો એકાદ મહીનો રહેવા ગયો હતો ત્યારે એક કરોકી પાર્ટીમાં ઘણાને સીડી પર વાગતા સંગીતની સાથે ગાતા સાંભળ્યા હતા. અને બહુ નવાઈ લાગી હતી. એક ગીત પર સાથે ગાવાનો નીષ્ફળ પ્રયત્ન પણ કર્યો હતો.

હમણાં ફોર્ટવર્થમાં રહેતા શ્રી. ગીરીશ અને ઉષા પટેલ અને તેમની દીકરી સ્નેહલના ઘેર નવા ખરીદેલા ઘરની ઉજવણીની પાર્ટીમાં એક નવો  જ લહાવો માણવા મળ્યો. (કેલીફોર્નીયાથી આવેલો એમનો દીકરો જીગર અને બીજી દીકરી  સોનલ અને જમાઈ મુકેશ પણ ત્યાં હાજર હતા.) બીજા એક સ્થાનીક મીત્ર શ્રી. કમલેશ કુરાનીએ એક નવું નજરાણું રજુ કર્યુ.

એ છે .

मेरा गाना ( એ વેબ સાઈટ જોવા અહીં ‘ક્લીક’ કરો.)

MeraGana

ઉપરના ચીત્રમાં બતાવ્યા પ્રમાણે જે ગીત તમારે ગાવું હોય તે ચાલુ કરીએ એટલે એ ગીતનું સંગીત તો વાગવા માંડે જ. પણ સાથે એના શબ્દો પણ મોનીટરના સ્ક્રીન પર લખાવા માંડે. ડાબી બાજુએ નીચેથી ધીરે ધીરે પરપોટા ઉપર તરફ ગતી કરવા માંડે અને લક્ષ્યસ્થાન પર પહોંચે એટલે એક ફુદડી શબ્દોના અક્ષર પર રમતી રમતી આપણને ગાવા માટે સુચન આપતી રહે. ક્યાં અટકવું, ક્યાં લંબાવવું, ક્યાં ખાલી સંગીત જ વાગવા દેવું, ક્યાં ગીતની આગળની લીટીઓ  આત્મસાત કરી લેવી. આ બધી સુચના આવતી રહે. અને તે પણ બહુ જ સરળતાથી સમજી શકાય તે રીતે. દ્વંદ્વગીત હોય તો પુરુષે ગાવું કે સ્ત્રીએ એ માટે જુદા રંગમાં શબ્દો પ્રગટ થાય.

ગીરીશભાઈના ઘરની પાર્ટીમાં બધાં ગાવાં લાગ્યાં. અરે! મારા જેવા ગર્દભસેને પણ ગાયું અને દાદ મેળવી! મારી બાજુમાં બેઠેલા  એક તોંતેર વરસના દાદા પણ ઝુમી ઉઠ્યા.

બોલો મઝા પડીને?

મઝા કોઈ પણ પ્રકારની હોય. ગણગણવાની, મુશાયરાની, તરન્નુમની, સુમધુર ગીત અને સંગીતની, બાથરુમમાં ગાવાની કે કરોકીની .. જીવન અનેક વીષમતાઓથી ભરેલું છે. એમાંથી મન મહોરી ઉઠે એવું ગાવા માટે એક બે ક્ષણ ચોરી લઈએ તો?

13 responses to “मेरा गाना

  1. chetu જૂન 7, 2009 પર 7:36 એ એમ (am)

    ભત્રીજાના લગ્ન અમે હમણાં દુબઇ કર્યા, ત્યારે ત્યાં પૂલ પાર્ટીઁમાં અમે આવુ જ આયોજન કરેલ અને શાહ + મહેતા પરિવાર વચ્ચે હરીફાઇ રાખેલી .. બન્ને તરફ થી ગૃપ માં અમુક સભ્યો આવે અને સ્ક્રીન પર ચિત્રો અને શબ્દો આવે તે પ્રમાણે ગીત ગાવાનું.. જો કૈક ભૂલ થઇ તો સ્ક્રીન પર નોટીસ આવે કે તમારે હજુ પ્રેક્ટીસ ની જરૂર છે .. ખરેખર ખૂબ જ મજા પડી હતી .. માઇકમાં જ 5000 ગીતોના સમાવેષ કરેલ એક સોફ્ટ્વેર્‍ – માઇક્રોચિપ ફિટ કરેલી હોય … સાથે આપેલી બુક ની અનુક્રમણિકામાં થી તમને પસંદ પડે એ ગીત ગાઇ શકાય છે …!

  2. chetna જૂન 7, 2009 પર 8:13 એ એમ (am)

    hu try karu chu…hamna…bt pahela kyay awu joyu ke wanchyu nathi…thanx

    jani uncle.. !!!!11

  3. Dr Pravin Sedani જૂન 7, 2009 પર 8:25 એ એમ (am)

    Akhilbhai,
    I am member of meragana-& useing karaoke tracks & singalong since 5 yrs in USA-you can visit my site & serch for dr sedani to litsen how efectivelly this work-one another site-ofcorse which is free!!- is http://www.geetnet.com-some of the good free tracks are there at http://www.smashits.com- dr sedani

  4. Dilip Gajjar જૂન 7, 2009 પર 3:10 પી એમ(pm)

    Mey try karyu..tame kidhu to pachi you tube ma mukyu…jis galime dilip gajjar na voice ma sambhaljo..saras lekh maja padi…

  5. pinke જૂન 8, 2009 પર 1:52 એ એમ (am)

    KUB SHRSH BHATHROOM SINGE TO HU CHU PAN HAJI AA TRY NHI KARI HAVE KARI JOY SHA.

  6. નીતિન જાની જૂન 8, 2009 પર 2:09 એ એમ (am)

    ખુબ જ સરસ માહિતીસભર લેખ છે..
    મજા પડી..

  7. Vino0d Khimji Prajapati જૂન 8, 2009 પર 2:58 એ એમ (am)

    very good website please keep it up…
    Vinod Prajapati
    Editor Agnichakra. spacial executive officer Govt of Maharashtra, 3, vinod Khimji Road, Old kurla Mumbai-70

  8. pragnaju જૂન 8, 2009 પર 3:16 એ એમ (am)

    અમે તો “ના હું તો ગાઈશમા”માનનારા
    બાથરુમમા ખરજના સૂર કાઢવા હોય તો ઠ્ંડા પાણીનો શાવર ચલાવીએ…
    હવે આ નવી માહિતી મળી તો સારી પ્રેકટીશ થશે!!
    હવે સાથે ડાન્સ પણ થાય તેવી માહિતી ભેગી કરશો
    આ લેખની દાદ આપીએ છીએ

  9. Ramesh Patel જૂન 9, 2009 પર 12:24 એ એમ (am)

    આ લેખની દાદ આપીએ છીએ
    I also join hands with the comments of
    Pragnaju.
    Really informative and has welcoming
    future.
    Ramesh Patel(Aakashdeep)

  10. atuljaniagantuk જૂન 9, 2009 પર 3:11 એ એમ (am)

    આ લેખની દાદ આપીએ છીએ.

  11. ashalata જૂન 9, 2009 પર 4:22 એ એમ (am)

    saras lekh

    new thing for us
    thank U

  12. Chiman Patel "CHAMAN" જૂન 11, 2009 પર 6:48 એ એમ (am)

    Well, I am glad I opened this mail.
    Thanks.

  13. aataawaani ઓક્ટોબર 5, 2016 પર 4:18 પી એમ(pm)

    પ્રિય સુરેશ ભાઈ હું પણ બાથરૂમ સિંગર છું

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: