ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 637,511 લટાર મારી ગયા.
આજનો સુવિચાર( લેખકના નામ પર ‘ક્લિક’ કરી; આવા બીજા સુવિચાર મમળાવો.
- Rollo May"It is an ironic habit of human beings to run faster when we have lost our way."
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચયો
- દાઉદભાઈ ઘાંચી મે 19, 2022
- રમાબહેન મહેતા એપ્રિલ 16, 2022
- ગુજરાત છે અમરતધારા માર્ચ 22, 2022
પરમપૂજ્ય બા/બાપુજી

માનવ કઠપુતળી અંગે આ હકીકત વધુ વાસ્તવિક લાગે છે
રસમાં તરબોળ હું તો જોતી’તી ખેલ
પ્યારા એ પાત્રો છે દુખમાં ડુબેલ
સજ્જનને સારા ત્યાં સહેતાતા વેદના
લીન એના નાટકમાં દિલમાં સંવેદના
વાર્તા બદલાઈ અને બદલ્યો છે દાવ
સમજીને કરતા’તા દુખનો દેખાવ
મારા આ જીવનના પરદાના ખેલ
નીત નવા પાત્રો ને પત્તાનો મહેલ
આવી’તી મંચ પર ઈશ્વરની મ્હેર
સામાન્ય પાત્ર તોય વર્તુ મદભેર
જ્ઞાનીને યાદ રહે મોહનની લીલા
માનવ કઠપુતળી ને પાત્રો રંગીલા
—————————————————-
જે કાંઈ બોલું છું
તે અંગે વીચારીશ
અને આ સમજ કેળવવાથી વધુ સરળ રહેશે
માનવી સામાજીક પ્રાણી છે અને તેની સમગ્ર અસ્મીતા એ સામાજીક દેન છે. તે જે ભાષા બો લે છે, જે વી ચા રો ધરાવે છે – તેની જે રહેણીકહેણી છે – તે સામાજીક નીપજ છે. સમાજથી વીખુટો પડેલ અને વરુના ટોળામાં ઉછરેલ બાળ – વરુ જેવું જ વર્તન કરે છે, એવો એક કીસ્સો ઈતીહાસના ચોપડે નોંધાયેલ છે.
માનવી તેની આસપાસ સંબંધોના અનેક વર્તુળો સર્જે છે, પહેલું વર્તુળ સ્વજનોનું, બીજું મીત્રોનું, ત્રીજું તે જે ભાષા બોલે છે તે સમાનભાષીઓનું – એમ તેનું વર્તુળ ‘વસુધૈવ કુટુંબકમ્’ નું વૃક્ષ – એ સઘળા વૃક્ષોને યોગ્ય રીતે સીંચશે અને યોગ્ય રીતે ઉછેરશે. એટલે દરેક મહાન કવી, લેખક, તત્વચીંતકનું સ્વપ્નું આવા વૃક્ષનું આરોપણ થાય – તે છે. પણ માત્ર સ્વપ્નાઓ સેવવાથી અર્થ સરતો નથી.
વાસ્તવમાં આજે સઘળા નાના મોટા વૃક્ષો એક બીજાની સાથે અથડાય છે, ટકરાય છે, ઝઘડે છે. પરીણામે ‘વસુધૈવ કુટુંબકમ્’ નું વૃક્ષ આજે અલોપ થઈ ગયું છે. શા માટે આમ થાય છે ? એની ખોજ કરવી દરેક લેખકની ફરજ બની રહે છે.
સઘળા નાના મોટા વૃક્ષોના ઝઘડાનું મુળ કારણ આર્થીક અસમાનતા છે, અને આ કારણમાંથી સર્જાય છે અનેક ઉપરછલ્લા કારણો કે જે નાના મોટા વૃક્ષોના ઝઘડાનું તાત્કાલીક કારણ બને છે. તો દરેક લેખક, કવી, તત્વચીંતક, સમાજસેવક, રાજકીય નેતા – વગેરે ‘આર્થીક અસમાનતા’ કેવી રીતે દુર થાય તે દીશામાં સક્રીયપણે તેની શક્તી અનુસાર કાર્ય કરશે. તો જ ‘વસુધૈવ કુટુંબકમ્’ નું વૃક્ષનું આરોપણ થઈ શકશે.