સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

બાર ગાઉએ બોલી બદલાય

કયા ગુજરાતીએ આ કહેવત નહીં સાંભળી હોય?

લ્યો તાણીં ઈની પ્રતીતી કરી લો !!

—————————————————-

પ્રશ્ન : ખરચું એટલે શું ?

રુપીયા ખરચું?

 • ના!

સમય ખરચું?

 • ના!

પ્રયત્ન ખરચું?

 • ના!

તમે કહેશો , ” ત્યારે બોલોને મારા બાપલીયા, શું ખરચું? ”

અલ્યા ભાઈ! સવાલ તો સમજો … પુછ્યું છે  – ‘ ખરચું એટલે શું? ‘

જવાબ જાણવા ડો. મૌલિક શાહના બ્લોગ પર જવા અહીં ‘ક્લીક’ કરો

આ હાસ્યલેખ વાંચ્યા પછી, આ અદકપાંસળી જીવને થ્યું કે. હાલ્ય! આ કાઠીયાવાડી શબદ જોડણીકોશમાં છે કે નહીં, તેની ચકાસણી કરું. રતીકાકાના લેક્સીકોનમાં તો ન મળ્યો પણ સાર્થ જોડણીકોશમાં એ મળી ગયો. અને અર્થ પણ ડો. મુકુલ પરીખે સમજીને સમજાવ્યો એ જ તો !!

( અહીં નહીં કહું , નહીં તો ડોકટરના કોપીરાઈટનો ભંગ થાય તો?! )

પણ તેની વ્યુત્પત્તી ડોક્ટર સાહ્યેબને હું સમજાવું !!

એનું મુળ છે ફારસી શબ્દ – આપણને   … સોરી! મારા જેવા અમદાવાદીને ન ગમે તેવો  ….  ખર્ચ…

અને ભારતમાં કુલ કેટલી ભાષાઓ બોલાય છે તે ખબર છે?

325 !!

( અને સ્થાનીક બોલીઓ તો અલગ!)

આ લીસ્ટ પણ જોઈ લો .

9 responses to “બાર ગાઉએ બોલી બદલાય

 1. pragnaju જૂન 26, 2009 પર 6:34 એ એમ (am)

  ડૉ.ને ખરચું શબ્દ ન સમજાય તે હાસ્યનો વિષય નથી! ઘાણા ખરા અર્થો સંદર્ભથી સહજ કળાય…તેનો શાસ્ત્રિય શબ્દ અઘવું છે પણ તેને અભદ્ર માન્યો.અરે,ઉર્દુ શબ્દ દસ્ત-જેનો અર્થ હાથ થાય તેને અપનાવી લીધો.અને જ્યારે કહીએ કે મૈંને અપને દસ્તસે ખાના બનાકે ખીલાયા તો હસવા લાગે!! એટલામાં દર્દીને ઓ આર એસ આપવું પડે..તે હવે ગુજરાતી શબ્દ બન્યો છે

 2. Sureesh Jani જૂન 26, 2009 પર 10:35 એ એમ (am)

  રતીકાકા માફ કરે . લેક્સીકોનમાં પણ આ શબ્દ છે જ. હું ખરચું શોધતો હતો !!

 3. Mehul જૂન 26, 2009 પર 3:02 પી એમ(pm)

  અરે વાહ!! “ખરચું” અંગે તો મારો પોતાનો નાનપણનો કીસ્સો યાદ આવી ગયો. એ પણ ઘણો રમુજી છે….

  ત્રીજા/ચોથા ધોરણમા ભણતો હોઈશ ત્યારની વાત છે. મારા દાદી સાથે ઘરની આસપાસ કશેક ફરવા ગયેલો અને કશેકથી કુહાડી હાથમા આવે ગઈ. દાદી પાસે જઈ, કુહાડી ખંભા પર રાખીને બોલ્યો, “બા, પરશુરામ…”. દાદી મારો હાથ પકડીને જલ્દી ઘરે લાવ્યા. મને કાંઈ ખબર ના પડી કે શુ ગંભીર ગુન્હો થઈ ગયો. ઘરે આવીને મને મારી મમ્મીને સોંપીને એ બોલ્યા, “લો આને ખરચુ જાવું છે” – ત્યારે ખબર પડી કે દાદીને કાને થોડુ ઓછુ સંભળાતુ, અને એમને “પરશુ” ને બદલે “ખરસુ” સંભળાયુ/સમજાયું હતું. 🙂

 4. manoj gajjar જૂન 27, 2009 પર 9:50 એ એમ (am)

  this is nice to learn for us new word but for gamathi gujarati old word.

  thanks

 5. pinke જૂન 29, 2009 પર 3:37 એ એમ (am)

  HU PAN TALPADI BHSHA JANU CHU PAN A SUBD VISHI KHABER NA HATI MAJA AVI GYE. HAVE TO KOE AA SUBD KHARCH MATA UCHAR TO PAN HU HASHI PADI SHA.

 6. Govind Maru જૂન 29, 2009 પર 6:57 એ એમ (am)

  ‘ખરચુ’ અંગે તો આજે જ જાણકારી પ્રાપ્ત થઈ ! સાથોસાથ હસ્યા વીના રહેવાયું પણ નહી !! હસ્વાની પણ મઝા પડી ગઈ હો ! ! !

 7. bharat Pandya જૂન 29, 2009 પર 12:53 પી એમ(pm)

  દસ્તસે દોસ્તો કો ખિલાયા
  ફિર પેશ આબ કર દિયા.

  પહેલા દોસ્તોને હાથથી ખવરાવ્યું અને પછી પાણી આપ્યું
  no comments ! ! !

 8. Pingback: બાર ગાઉએ બોલી બદલાય – This is a travelling Joke ! | હાસ્ય દરબાર

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: