કહેવાય છે, તક એકજ વાર દરવાજો ખટખટાવે છે. તમે ચુક્યા તો મોકો હાથમાથી સરી જાય છે. ફરી પાછો તે મોકો તો આવતો જ નથી.
એક્વાર ઓફીસના કામે આણંદથી અમદાવાદ જઇ રહ્યો હતો. ખેડાનો માથુ ફાડી નાખે તેવો તડકો, આભમાથી આગ વરસી રહી હતી હું તો જે ઘરાક્નુ કામ હતું, તેની એરકંડીશન મોટરમા બેઠો હતો . રસ્તામા ડ્રાઇવરને કાંઈક જોઈતુ હતુ તે ગાડી ઉભી રાખી. હું પણ સીગરેટ પીવા નીચે ઉતર્યો.
એક મોટા ઝાડ નીચે કેબીન હતી. પાસે એક બુટ ચંપલ રીપેર કરવાવાળો બેઠો હતો. એની પાસે ચાર પાંચ જોડી, ટાયરના સોલવાળા, સસ્તા ચંપલ હતા. હું ઉભો ઉભો સીગરેટ પીતો હતો. ત્યાં એક મજુર જેવો માણસ આવી ચંપલ જોવા માંડયો. તેણે આ ધોમ ધખતા તડકામા પણ ચંપલ પહેર્યા ન હતા, ઉઘાડે પગે હતો.
બહુ જ બીતાં બીતાં એણે પુછ્યું ” કેમ આપ્યા ભાઇ ?”
વેચવાવાળાએ કહ્યું, ” આઠ રુપીયા.”
પેલાએ કહ્યું ” મારી પાંહે ચાર રુપીયા છે. “
“તો એક ચંપલ લઇ જા”
મજુર આ ઉપાલંભ સમજે તેમ ન હતું.
” એક પગે થોડુ હલાય છે ભાઇ ?” એ બોલ્યો.
ચંપલવાળો કહે, ” ઓછામા ઓછા પાંચ રુપીયા લઇશ. “
પેલાને એ કાંઇ પોસાતુ ન્હોતુ. એ તો ચાલવા માંડ્યો. ડ્રાઇવરનુ કામ અને મારી સીગરેટ પતી ગયાં હતાં. હું ગાડીમા ગોઠવાણો અને ગાડી આગળ ચાલી. કામ પતાવી હું ઘેર પાછો આવ્યો.
રાત્રે જમતાં જમતાં ઘરની વાતો ચાલી.
પત્ની કહે “મોંઘવારીએ તો માઝા મુકી છે, બોલો! બેબીના સેન્ડલના અઢીસો રુપીયા. “.
રેડીયો પર કોઇ સંત પ્રવચન આપી રહ્યા હતા -“ક્યાં અને ક્યારે પ્રભુ તમને સેવાનો મોકો આપે છે તે ખબર નથી પડતી.” વી.વી.
તે રાત્રે મને ઉંઘ ન આવી , સવાલ માત્ર પાંચ રુપીયાનો હતો અને આમ જુવો તો માત્ર એક રુપીયાનો જ. ચારતો તે મજુર પાસે હતા .
મને સમજાણુ કે, મેં મોકો ગુમાવ્યો હતો. અને હવે આ મોકો કદી નહી આવે. ક્યાં હું ને ક્યાં એ મજુર! એની જરુરીયાત કેટલી નાનકડી હતી? ત્યારબાદ દરેક વરસે લગભગ પાંચ્-દસ હજારનુ દાન કરું છું; પણ પેલા મજુરનો ઉતરી ગયેલો ચહેરો નજર સમક્ષ તરે છે; અને થાય છે : –
“બુંન્દસે ગઇ વો હોજસે નહી આતી. “
– ભરત પંડ્યા – ભાવનગર
( સ્વાનુભવની વાત – સત્ય કથા)
——————–
ભરતભાઈને તો આટલો પણ વસવસો રહી ગયો; તે તેમની માનવતા. ઘણાને તો આવો વીચાર પણ નહીં આવતો હોય !
Like this:
Like Loading...
Related
ભાગ્યેજ કોઈ એવું હશે જેના જીવનમા આવા પ્રસંગ ન બન્યા હોય!
પણ હૉજસે નહીં આતી કરિ અફસોસ કરવાની જરુર નથી…હવે આવી તક ઝડપી લેવાનો વધુ ખ્યાલ રહેશે
pragnaju Bhai
ગમે તેટલી તક ઝડપું પંણ એક તો ઓછીજ થવાની ને ?
ભરત પંડ્યા.
भरत भाई
नष्टम मृतम अतिक्रान्तम नानु शोचंति पण्डिताः ।
હોજનો સ્ત્રોત ખાલી ના થાય ત્યાં સુધી એમાં ઉમેરો થયા જ કરવાનો!!!
ભુલ સ્વીકારવી એ પણ એક સારું જ કૃત્ય છે.ભરતભાઇ નું પ્રાયશ્ચિત એ જ એમની મહાનતા દર્શાવે છે.