સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ગુફાઓ : ભાગ -1

ગુફામાંથી મેદાનમાં વસતા થયેલા લોકોની કથા લખતાં ગુફાઓ વીશેની ચોપડી હાથમાં આવી ગઈ. વાંચતાં જ ગમી પણ ગઈ. આથી ગુફાઓ વીશેનો આ માહીતી લેખ લખવા પ્રેરાયો છું.  આશા રાખું કે, ગદ્યસુરના વાચકોને આ માહીતીપ્રધાન લેખ ગમશે.

————————-

વીશ્વમાં જાતજાતની ગુફાઓ  મળી આવે છે. આખી દુનીયામાં હજારોની સંખ્યામાં ગુફાઓ અસ્તીત્વ ધરાવે છે. કોઈક ગુફા એક નાનકડા ટેલીફોન બુથ જેવડી પણ હોઈ શકે છે, તો કોઈક એક મોટા ઘર કે હોટલ જેવી મોટી પણ હોઈ શકે છે. અમુક ગુફાઓ તો લાંબી લચક હોય છે. અમેરીકાના કેન્ટકી રાજ્યમાં આવેલી મમુથ ગુફા 300  માઈલ લાંબી છે ! અમુક ગુફાઓ બહુ ઉંડી હોય છે. ફ્રાન્સની જીન બર્નાર્ડ ગુફા 5256 ફુટ ઉંડી છે! ખાલી યુ.એસ.ની જ વાત કરીએ; તો તેમાં 17,000 ગુફાઓ આવેલી છે.

રઝળતા આદીમાનવો રક્ષણ માટે આવી ગુફાઓઅમાં વસતા હતા. એમની સંસ્કૃતીના વીકાસ સાથે ગુફાઓ એમના માટે રહેઠાણ ઉપરાંત ઈશ્વરની પુજાના સ્થાન તરીકે, કે અંતીમ ક્રીયા માટે કે ચીત્રકામ માટે પણ વપરાતી હતી. આવી પણ ઘણી ગુફાઓ આદીમ સંસ્કૃતીની સાક્ષી પુરે છે.

અલ્ટા મીરા ગુફા, સ્પેનમાં બાઈસનનું ચીત્ર

અલ્ટા મીરા ગુફા, સ્પેનમાં બાઈસનનું ચીત્ર - ઈ.સ. પુર્વે 16,000 વર્ષ

પ્રાથમીક રીતે ગુફાઓ ચાર પ્રકારની હોય છે.

લાવા ટ્યુબ ગુફા ,  દરીયાઈ ગુફા,  રેતાળ પથ્થરની ગુફા ( સેન્ડ સ્ટોન),  સોલ્યુશન ગુફા

લાવા ટ્યુબ ગુફાઓ

લાવા ટ્યુબ ગુફા

લાવા ટ્યુબ ગુફા

રેલ્વેના બોગદા જેવી આ ગુફાઓ જ્વાળામુખી ફાટતાં બહાર નીકળતી લાવાની નદીને કારણે બનતી હોય છે. લાવા બહાર વહી જતાં બાકી રહી ગયેલો ખડક ઠંડો પડી જતાં તે બનતી હોય છે. ઉંડી ગુફાઓ લાવાના ઉભા પ્રવાહને કારણે બનેલી હોય છે. પણ પર્વતના ઢોળાવ અથવા સપાટ મેદાનમાંથી વહેલા લાવાને કારણે મમુથ ગુફા જેવી ગુફા બનતી હોય છે. આવી ગુફાઓ ત્રીસેક ફુટ જેટલા વ્યાસની અને માઈલોના માઈલો લંબાઈની પણ હોઈ શકે છે.

દરીયાઈ ગુફાઓ

દરીયા કે મોટા સરોવરના કીનારે મળી આવતી આ ગુફાઓ લાખો વર્ષોથી પાણીના મોજાં વડે કીનારાના થતા ઘસારા અને ધોવાણના કારણે બનતી હોય છે. નબળા ખડકો આમ તુટી જતાં પોલાણો પેદા થાય છે. પાણીના મોજાંની સાથે આવતા પથ્થરના નાના ટુકડા અને રેતી ઘસારાની આ પ્રક્રીયાને વેગ આપે છે – જાણે કે અનેક નાનકડી હથોડીઓ ન હોય! યુ.એસ.ના ઓરેગોન  રાજ્યમાં આવેલી સી લાયન ગુફાઓ વીસ માળના મકાન જેટલી ઉચી અને ફુટબોલના મેદાન જેટલી લાંબી છે!

રેતાળ પથ્થરની ગુફાઓ

અનાસાઝી ક્લીફ પેલેસ ગુફા

અનાસાઝી ક્લીફ પેલેસ ગુફા

ટેકરીઓની તળેટીમાં પોચા ખડકો ઝરા અને નદીના પ્રવાહને કારણે ધોવાતાં આવી ગુફાઓ બને છે. હજારો વર્ષો આમ બનતું રહેવાના કારણે મોટી ગુફાઓ આકાર લે છે. આદીમાનવો સમાન્ય રીતે આવી ગુફાઓમાં રહેતા હતા કારણકે, જીવવા માટે જરુરી પાણીનો પુરવઠો ત્યાં હાથવગો રહેતો. કોલોરાડોની મેસા વર્દ ગુફા ક્લીફ પેલેસ તરીકે જાણીતી છે, જેમાં ઈ.સ. 1200 ની આસપાસ આનાસાઝી નેટીવ અમેરીકનોએ ભવ્ય રહેઠાણો બનાવ્યાં હતાં.

સોલ્યુશન ગુફાઓ

કાર્લ્સ બાડ ગુફા, ન્યુ મેક્સીકો, યુ.એસ.

કાર્લ્સ બાડ ગુફા, ન્યુ મેક્સીકો, યુ.એસ.

સૌથી વધારે સંખ્યામાં અને ભવ્યતા માટે જાણીતી ગુફાઓ આ પ્રકારની હોય છે. ચુનો, ડોલોમાઈટ, જીપ્સમ, આરસ જેવા પથ્થરોમાંથી આવી ગુફાઓ બનતી હોય છે. આ ગુફાઓ બનવાની પ્રક્રીયા બહુ જટીલ હોય છે અને તેના કારણે અદભુત પ્રાકૃતીક શીલ્પ આકાર લેતું હોય છે.

….  પણ એની વાત આવતા અંકે.

5 responses to “ગુફાઓ : ભાગ -1

  1. pragnaju જુલાઇ 4, 2009 પર 2:58 એ એમ (am)

    ગુફાઓનું રૉમાંચકારી વર્ણન
    મને યાદ આવી મનગમતી ગુફા અરવલ્લીની ગીરીમાળામાં આવેલા દાંતાના ડુંગરોમાં માણેકનાથ ડુંગરમાં જમીનથી દોઢથી બે કિલોમીટરની ઉંડાઈએ પવિત્ર ચમત્કારીક ગુફા ર૦૦ કિ.મી.દુર અમદાવાદ શહેરના માણેકચોકમાં નીકળે છે.માણેકનાથ વિશે આ વિસ્તારના પ્રભુભાઈ રબારી એ જણાવ્યું હતું કે,દાંતા તાલુકાના જ નહિ મુંબઈ,સુરત અને રાજસ્થાન,મહારાષ્ટ્ર અને વિદેશથી પણ લોકો તળેટીમાં આવેલા ગુરૃ મંદિર મઠ ના દર્શનાર્થે આવે છે.લોકવાયકા મુજબ ઈ.સ.૧૪૧૧ માં અમદાવાદના બાદશાહ અમદાવાદ ફરતે કિલ્લો ચણાવતા હતા.ત્યારે માણેકનાથ બાબા દિવસે ગોદડી સિવતા હતા અને રાત્રે તે ટાંકા તોડી નાખતા હતા.તેથી બાદશાહે ચણેલો કોટ તૂટી જતો હતો. બાદશાહે આ ચમત્કાર રૃબરૃ જોવાની ઈચ્છા વ્યકત કરી હતી.આથી માણેકનાથે પાણીની ઝારી મંગાવી હતી અને માણેકનાથે પોતાની સ્થૂળ દેહને સૂક્ષ્મદેહ બનાવી ઝારીમાં સમાવી દીધો હતો.તે પછી ઝારીના તમામ છિદ્રો બાદશાહે બંધ કરી દિધો હતો.ઝારીમાં પુરાયેલા માણેકનાથને બાદશાહે બંધ કરી દીધા હતા.ઝારીમાં પૂરાયેલા માણેકનાથને બાદશાહે પોતાની ઈચ્છા જણાવવાનું કહેતા તેઓએ સ્મારક બનાવવાની ઈચ્છા વ્યકત કરી હતી તે પછી માણેકનાથના નામ ઉપરથી અમદાવાદ ખાતે માણેકચોક નામ અપાયું હતું ત્યાં માણેક મંદિર પણ બનાવેલું છે.તે પછી ઝારીમાં પુરાયેલા માણેકનાથે ચમત્કાર સર્જી માણેકચોક થી ભૂગર્ભમાં ભોંયરાની રચના કરી હતી.આ ભોયરૃં દાંતા પાસેના માણેકનાથ ડુંગર સુધી બનાવાયું છે. કાળક્રમે આ ભોંયરૃ બંધ થઈ ગયું હતું.આટલી ઉંચાઈ ઉપર પણ ગુફા નજીક એક કૂવો અને ત્યાંથી ૩ કિ.મી. દુર લોટોલ ગામમાં માણેકનાથ ભગવાનનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે –

  2. pinke જુલાઇ 4, 2009 પર 4:21 એ એમ (am)

    KHAR KHAR GUFA VISH NO LAKH KUB SARSH CHA. HU MUL TO JUNAGADH NI CHU ANE MA TYA BHUMI MA ANE GUFA O JAY CHA NAMI BANAMI . PAN TANU VATAVAR JA KIE ALHADK HOY CHA.

  3. Chirag Patel જુલાઇ 6, 2009 પર 9:45 એ એમ (am)

    ગુફાઓનું શાસ્ત્ર જાણીને રોમાંચ થયો. મેં વર્જીનીયામાં લુરે કેવ્સની મુલાકાત લીધી હતી. ચુનાના પથ્થરોના ધોવાણ અને ચુવાણથી બનેલી ગુફાઓનું સૌન્દર્ય અપ્રતીમ હોય છે.

  4. Pingback: ગુફાઓ, ભાગ -2 : સોલ્યુશન ગુફાઓ : Solution caves « ગદ્યસુર

  5. nilam doshi જુલાઇ 23, 2009 પર 10:59 એ એમ (am)

    યસ..આ મન્મથ ગુફા ગયા વરસે આ જ દિવસોમાં મિત્ર રેખા સાથે જોયેલી. અને તેના વિશે લેખ પણ લખેલ. આજે અહીં વાંચીને આનન્દ આનદ….ખૂબ સરસ લેખ..હમેશની જેમ માહિતીપૂર્ણ..આભાર

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: