થોડાક ફેરફારો સાથે ફરીથી પ્રકાશિત..
અરે ! આ પાનખરના રંગને કોઇ નામ ના આપો.
બધા રંગો ઊડી જાશે, તરુવર શુષ્ક થઇ જાશે.
પછી પર્ણો નહીં મળશે, પછી તરણું નહીં મળશે,
અરે! આ નભ તણી શોભાય સૌ બરબાદ થઇ જાશે.
જમીન પર પાંદડા ઊડશે, સૂકાયેલા, દુણાયેલા
સૂસવતો, વાયરો શિતળ, અરે જલ્લાદ થઇ જાશે.
ન કોઇ દર્દ કે પીડા, ન કોઇ લાગણી રહેશે.
નહીં દૃશ્યો, શબદ કે ગંધ, કે આ સ્પર્શ પણ રહેશે.
પછી આશા નહીં રહેશે, ન કોઇ આહ પણ રહેશે.
ન કોઇ ખ્યાલ પણ રહેશે, ન કોઇ સ્વપ્ન પણ રહેશે
જીવન કેરું જતન જે પ્યારથી, કુમાશથી કીધું,
મને ના પૂછશો , આ ખેલનો અંજામ શું રહેશે?
શીતલ કો બિંદુના મૃદુ સ્પર્શથી રે ! કૂંપળો ફૂટશે,
નવાં પર્ણો , નવાં ફૂલો, નવેલી જિંદગી ઉગશે.
– સુરેશ જાની
30 – ઓક્ટોબર – 2006
Like this:
Like Loading...
Related
Very nice sonet.Congrates Sureshbhai
This is an excellent representation of Enjoy while you can.
સરસ સૉનેટ છે, સુરેશભાઈ… છંદ પણ સરસ જાળવી જાણ્યો છે, અભિનંદન…. !
સુરેશભાઈ
અભિનંદન
Pingback: સોનેટ - કાવ્ય પ્રકાર « કાવ્ય સૂર
સુન્દર સૉનેટ. ગમ્યું. આજ રીતે છંદમાં ક્યારેક ક્યારેક લખતા રહો.
શીતલ કો બિંદુના મૃદુ સ્પર્શથી રે ! કૂંપળો ફૂટશે,
નવાં પર્ણો , નવાં ફૂલો, નવેલી જિંદગી ઉગશે.
સરસ મઝાનું ઉર્મીકાવ્ય બન્યું છે.
જમીન પર પાંદડા ઊડશે, સૂકાયેલા, દુણાયેલા
સૂસવતો, વાયરો શિતળ, અરે જલ્લાદ થઇ જાશે.
ન કોઇ દર્દ કે પીડા, ન કોઇ લાગણી રહેશે.
નહીં દૃશ્યો, શબદ કે ગંધ, કે આ સ્પર્શ પણ રહેશે.
vaah Sureshbhai ,મૃદુ સ્પર્શથી રે ! કૂંપળો ફૂટશે,
already grownup.
અભિનંદન
Ramesh Patel(Aakashdeep)
નવા પ્રયોગને ‘સ્વાગતમ્’ અને અભીનંદન.
એક વસ્તુ ખાસ. આ છંદ માત્રામેળ જણાયો છે. સૉનેટમાં મોટે ભાગે અક્ષરમેળ જ કવીઓ સ્વીકારે છે. તમે અહીં આ પણ એક સરસ કાર્ય કર્યું છે.
ન કોઇ દર્દ કે પીડા, ન કોઇ લાગણી રહેશે.
નહીં દૃશ્યો, શબદ કે ગંધ, કે આ સ્પર્શ પણ રહેશે.
Vah !! Vah!!
have Ankh Ughadi ne !!
http://www.bpaindia.org
http://www.Yogaeast.net