સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

વૃક્ષ અને વેલી – એક અવલોકન

વસંત ઋતુની શરુઆત હતી. હું પાર્કમાં ચાલવા ગયો હતો. ચોમેર શીયાળાની ભુખ્ખડતાનું સ્થાન લીલીછમ  હરીયાળીએ લઈ લીધું હતું. એક વૃક્ષ પર નજર ઠરી. એના થડને વીંટળાયેલી વેલીના લીલાં છમ પાન પણ દેખીતા રુક્ષ થડને લીલું છમ બનાવી રહ્યાં હતાં.

હું નજીક ગયો અને જોયું તો વેલ થડને બાથ ભરીને વીંટળાયેલી હતી. મેં આ આલીંગનને તોડવા પ્રયત્ન કર્યો. પણ એ બહુ ગાઢ આશ્લેષ હતો! સખત પ્રયત્ન કરીને હું આમ કરવા સફળ થયો. પણ આ શું? ઠેકઠકાણે વેલીએ ઝાડના થડને વીંધીને, છેક અંદર સુધી મુળ ઘાલ્યાં હતાં –  અને તે પણ અનેક ઠેકાણે. વેલને વૃક્ષના રસમાંથી પોષણ મળતું હતું. એ તો સાવ પરોપજીવી હતી. મહામહેનતે પેદા કરેલા ઝાડના જીવનરસનો એ મફતીયા ઉપભોગ કરતી હતી.

મેં એ વેલને કાપી નાંખી.

ગઈકાલે  એક અઠવાડીયા બાદ ફરીથી હું એ જ વૃક્ષ પાસેથી પસાર થયો. સવારના દસ વાગે ગરમી લાગી રહી હતી. બરાબર મારી અમદાવાદી સવાર જેવી એ સવાર હતી! મને વેલ તોડી નાંખ્યાની વાત યાદ આવી ગઈ. મને એમ કે, ‘મુળથી ઉચ્છેદન પામેલી એ વેલ મૃતપ્રાય જ થઈ ગઈ હશે ને?’

અને મારા આશ્ચર્ય વચ્ચે, એ વેલ તો મઝાથી વીલસી રહી હતી. ઉલટાની વૃક્ષ ઉપર એ વધારે ઉંચે સુધી પહોંચી  ગઈ હતી. મેં જ્યાંથી એને કાપી હતી, તેની નજીકથી બે એક ઈંચ જેટલો છેડો ફરીથી કાપ્યો. એ મુળ સાવ સુક્કાં લાગ્યાં. વૃક્ષની સંસ્થીતીએ (સીસ્ટમ) પોતાની બધી તાકાત લગાવી , મારી જેમ જ વેલને મફતનું પોષણ મેળવતાં અટકાવવા, નીષ્ફળ પ્રયત્ન કર્યો હતો.  પણ દેખીતી રીતે, વેલનું પરોપજીવીપણું  એના ફેલાવાને રોકવાના વૃક્ષના કે મારા પ્રયત્નોથી વધારે તાકાતવાન હતું.

અને મન વીચારે ચઢી ગયું ..

માનવસમાજને ભરડો નાંખી, એનાં રસકસ ચુસી લેતી આવી તો કેટકેટલી વેલીઓ હાજરા હજુર હોય છે? પુર્વગ્રહો, ધીક્કાર, ક્રુરતા, સ્વલક્ષીતા, દુર્જનતા, વર્ગ વીગ્રહ, જાતી અને જ્ઞાતી ભેદ, ધાર્મીક અને વૈચારીક મત મતાંતરો, શારીરીક/ વૈચારીક/ આર્થીક હીંસા, અત્યાચાર, આતંકવાદ… ગણી ન ગણાય એટલી સામાજીક વીષવેલો… એને ગમે તેટલી ઉખાડો એમનું આક્રમણ તો જેમનું તેમ જ. એમાં મીનમેખ ફરક ન પડે. ભલે ને મહાન વીચારકો અને સંતો મથી મથીને મરી જાય. અનેક ઈસુઓ વધસ્થંભ  પર ખીલે ઠોકાતા રહે. આ વીષવેલનો તો  કોઈ અંત જ નહીં. ગમે  એટલા અવતાર ઉપરવાળો  ધારણ ન કરે, ‘શેઠની શીખામણ .. ઝાંપા સુધી’ જ રહેવાની?

એટલીજ આશાયેશ કે, જ્યાં સુધી મહેનત કરીને  જમીનમાંથી  છેક ટોચ સુધી પોષણ આપતું વૃક્ષનું જીવન તત્વ બળવાન છે; અરે ! નાનકડા ઘાસનાં તણખલાનું તત્વ પણ પૃથ્વી પરના જીવનને પોષણ આપવાનો શ્રમ કરી રહ્યું છે; જ્યાં સુધી પાયાનો છેવાડાનો માણસ  જીજીવીષા અને જીવન સંઘર્ષની લગોલગ પાયાનું પ્રદાન કરતો રહેશે; જ્યાં સુધી સમાજના મોભી જેવા ધીંગા સજ્જનો અને સન્નારી રત્નો અથાક પ્રયત્નોથી સમાજના પોતને સુરેખ રાખવા પ્રયત્નશીલ છે……

ત્યાં સુધી જીવનની સતતતા અક્ષુણ્ણ રહેવાની છે.

સલામ એ મુળને!  સલામ એ ઘાસના તણખલાને! સલામ એ પાયાના છેવાડાના અદના આદમીને! સલામ એ સમાજના મોભીઓને! સલામ એ માતૃત્વને! સલામ એ જીવનના પાયાના તત્વને !

Advertisements

16 responses to “વૃક્ષ અને વેલી – એક અવલોકન

 1. Jagadish Christian જુલાઇ 10, 2009 પર 7:14 પી એમ(pm)

  લગભગ ત્રણેક મહિના પહેલા મારા ભાણિયાએ વર્ડપ્રેસ અને ગુજરાતી બ્લોગની ઓળખાણ કરાવેલી. ત્યારથી અવાર-નવાર તમારા બ્લોગની મુલાકાત લીધી છે પણ ક્યારેય કોઈ ટીપણ્ણી કરી નથી. કારણ એટલું જ કે બ્લોગીંગની અનોખી અને આગવી મઝા માણવા માટે મારે મારો બ્લોગ હોવો જોઈએ એવું મારું માનવું છે. પણ હવે બ્લોગનું માળખું તૈયાર થઈ ગયું છે અને આજે પહેલી પોસ્ટ પણ મૂકી દીધી. આવો અને માણો અને ટીપણ્ણી લેવા-આપવાનો વ્યવહાર શરુ કરીએ:

  દિશા-દર્શન, દશા-વર્ણન July 9, 2009

 2. Tushar Bhatt જુલાઇ 11, 2009 પર 11:30 એ એમ (am)

  Excellent. I have a gut feeling that you are getting into a phase of life–in fact,a phase unreached by most –when you become a witness to everything around and within you with a clinical detachment. Eeven a blade of grass opens secrets of the universe. Our people call it Sakshi Bhav, when you begin to watch your own thoughts too. We can envy you and wish you all the best.
  Tushar Bhatt

 3. dave.jyotsna જુલાઇ 11, 2009 પર 1:20 પી એમ(pm)

  surasn bhai good . you write &write we are enjoy.

 4. pragnaju જુલાઇ 11, 2009 પર 10:53 પી એમ(pm)

  ગીત પર આપેલો મારો પ્રતિભાવ ફરીથી
  તું મારા ટેકે છે કે મારો ટેકો તું, ઉકલે ના આ એક પહેલી,
  તું વૃક્ષ છે કે પછી વેલી?
  સહેલી મારી, વાત શું આ જાણવી છે સહેલી?

  આસમાની આંધીઓ વીતી ગઈ ને તોય
  . હોવાપણાંના ઝાડ હેમખેમ;
  રહી રહીને શંકા આ જાગે છે મનમાં,
  . પોત મારામાં આટલું હતું કે કેમ?
  મૂળસોતા ઝાડને ઉખડતા બચાવે એને કેમ કરી કહેવાની વેલી?
  સહેલી મારી, વાત શું આ જાણવી છે સહેલી?

  મને વીંટીને તું એવું જીવે કે લાગે
  . મારા વિના તું ના સંભવ;
  પગ સાથે પડછાયો ચાલે એમાં ક્યાંથી
  . પગલાં પડે કે ઊઠે પગરવ ?
  એકલું લાગે ને કદી પાછું જોઉં તો તું સાથે ને સાથે ઊભેલી.
  સહેલી મારી, વાત શું આ જાણવી છે સહેલી?

  -વિવેક મનહર ટેલર
  સરસ ગીત
  આ પંક્તીઓ વધુ ગમી
  મને વીંટીને તું એવું જીવે કે લાગે
  મારા વિના તું ના સંભવ;
  પગ સાથે પડછાયો ચાલે એમાં ક્યાંથી
  . પગલાં પડે કે ઊઠે પગરવ ?
  એકલું લાગે ને કદી પાછું જોઉં તો તું સાથે ને સાથે ઊભેલી.
  સહેલી મારી, વાત શું આ જાણવી છે સહેલી?
  અચાનક આરતી સૌમીલ ગુંજી ઊઠ્યા…
  આમ અચાનક જાવું નો’તું,
  જાવું’તું તો તરુવર ફરતું વેલી શું વીંટળાવું નો’તું!
  તેં મનભર મુજને એવું ચાહ્યું
  કે ઊખડી તું એનું દુખ થયું જે કોઈને ના જાય કહ્યું,
  યાદ આવી
  હું વેલી, તું વૃક્ષ હે પ્રિય! હું સુગંધ તું સોનું
  નેહભર્યા અનિમેષ નયન તું, હું કાજળ નયનોનું,
  પુરુષ વૃક્ષ છે અને સ્ત્રી વેલી છે. જો તે વૃક્ષને સમગ્ર રીતે આવરી લે તો જ તેનું સાર્થક્ય છે.તેમનું એકાકાર થવું તે તેમની નિયતિ છે. બંનેની સમન્વિતા એ જ આ વિશ્વની સૌથી મોટી અનિવાર્યતા છે.

 5. arpan bhatt જુલાઇ 12, 2009 પર 10:46 એ એમ (am)

  I don’t have word to express my feelings. But I am really touched.

  Arpan

 6. Patel Popatbhai જુલાઇ 12, 2009 પર 7:34 પી એમ(pm)

  Dear Jani Saheb

  Mane smjay ke nasamjay, hun vanchu chhu ane vanchto rhish.

 7. Digant Jani જુલાઇ 13, 2009 પર 1:01 એ એમ (am)

  Dada,

  aapani rachanaa ‘Vrukash ane Velly’ – babate aapani sathe charcha karvaa prerayo chhu.

  Sari ane kharab babato – a aa samaj ane jivan na Jama ane Udhaar Pasa chhe. Je aapade manushyo a nakki karela chhe. ‘Swa’ par aapadu jivan nu ghadatar nirbhar kare chhe.

  aa pasaa o jate nakki kari ne samaj nu ghadatar kariye chhe, athva samaj na ghadatar ane padatar ma aapado falo aapiye chhe.

  Sara Manaso, Sara tarike kyare olakhay chhe ke jyare Kharab Manaso ni hajari hoy chhe. Sukh ni kimat Dukh hoy to j khyal aave…

  aapada santo ane mahatma o aa dharti par aavi ne gaya..amne jivan ne najik thi janyu ane ano arth samjavyo….manas nu kevu aacharan hovu joe…a samjavi ne gaya…amni hajari na samay ma 10-25% samaj na loko a amna vicharo apanavya pan hase ane a pramane jivan jivi gaya hase.. pan samay na vahav sathe a mahanubhavo pan gaya ane amna kaheva pramane anusaranara loko pan. Badha pota na varsaa ne thodu ghanu aapi ne gaya…pan ano amal samayaantare aava bija mahanubhavo ni khot (athva jo mahanubhavo hoy to amana gyan ni gunvatta, bija ne samjaava ni shakti na abhav) naa karanae samaj na vartan vyavhar ma badalaav aava lagyo, je prakruti na niyamo anusaar vyaj bi hatu. Karan ke have a santo pan nathi je sacho aadarsh puro padi shake ane a khamir dharavta loko pan nathi je sacha sant ne olakhi ne anu-sari shake. ane jo avu kaek hase to bija ane am nahi karvaa de…karan ke samaj nu, sharuaat thi j aadarsh babato nu dhovaan thatu aavyu chhe.

  hal naa yug ma saatatya no sadantar abhav chhe..a pachhi koe sadhu-mahatma hoy ke samanya manas hoy…mara-tamaraa jevo. aa prashna pahela vyakti-gat chhe ane saamuhik jodayelo chhe.

  juj aadarsh gunvatta o kalyug naa sama ghasaraa ne pahochi valavaa ak ‘aadash’ bani ne ubhi chhe pan prakruti na niyam ne samjata pravah ataki shakashe nahi, haa ‘aadash’ nu jor ochhu thase – samayaantare!

  ————————

  aap na vicharo jaanva hu utsuk chhu. Mane email karsho…
  ————————

  Jay shree krushna…

 8. hemant doshi જુલાઇ 14, 2009 પર 11:54 એ એમ (am)

  it real good. please send regularly to member
  thank you.
  hemant doshi at mumbai.

 9. સુરેશ જાની જુલાઇ 16, 2009 પર 1:58 પી એમ(pm)

  શ્રી દિગંત જાનીનો પ્રતીભાવ ગુજરાતી લીપીમાં અને મારો ઈમેલ જવાબ —
  ————————-
  દાદા,
  આપની રચના ‘ વૃક્ષ અને વેલી ‘ બાબત આપની સાથે ચર્ચા કરવા પ્રેરાયો છું.
  સારી અને ખરાબ બાબતો – એ આ સમાજ અને જીવનનાં જમા અને ઉધાર પાસાં છે ; જે આપણે મનુષ્યોએ નક્કી કરેલાં છે. ‘સ્વ’ પર આપણા જીવનનું ઘડતર નીર્ભર કરે છે.
  આ પાસાંઓ જાતે નક્કી કરીને ( આપણે સામુહીક રીતે) સમાજનું ઘડતર કરીએ છીએ. અથવા સમાજના ઘડતર અને પડતરમાં આપણો ફાળો આપીએ છીએ.
  સારા માણસો સારા તરીકે ત્યારે ઓળખાય છે; જ્યારે ખરાબ માણસોની હાજરી હોય છે. સુખની કીમત દુખ હોય તો જ ખ્યાલ આવે.
  આપણા સંતો અને મહાત્માઓ આ ધરતી પર આવીને ગયા. એમણે જીવનને નજીકથી જાણ્યું અને એનો અર્થ સમજાવ્યો. માણસનું કેવું આચરણ હોવું જોઈએ – એ સમજાવીને ગયા. એમની હાજરીના સમયમાં સમાજના 10-25% લોકોએ એમના વીચારો અપનાવ્યા પણ હશે; અને એ પ્રમાણે જીવન જીવી ગયા હશે. પણ સમયના વહેવા સાથે એ મહાનુભાવો પણ ગયા; અને એમના કહેવા પ્રમાણે અનુસરનારા લોકો પણ. બધા પોતાના વારસોને થોડું ઘણું આપીને ગયા. પણ એનો અમલ સમયાંતરે આવા બીજા મહાનુભાવોની ખોટના (અથવા જે મહાનુભાવો હોય એમના જ્ઞાનની ગુણવત્તા બીજાને સમજાવવાની શક્તીના અભાવના) કારણે સમાજના વર્તન, વ્યવહારમાં બદલાવ આવવા લાગ્યો. આ પ્રકૃતીના નીયમો અનુસાર વ્યાજબી હતું. કારણકે, હવે એ સંતો પણ નથી : જે સાચો આદર્શ પુરો પાડી શકે; અને એ ખમીર ધરાવતા લોકો પણ નથી : જે સાચા સંતોને ઓળખીને અનુસરી શકે. અને જો આવું કોઈક હશે તો બીજા એમ નહીં કરવા દે કારણકે, સમાજની શરુઆતથી જ, આદર્શ બાબતોનું ધોવાણ થતું આવ્યું છે.
  હાલના યુગમાં સાતત્યનો સદંતર અભાવ છે. એ પછી કોઈ સાધુ મહાત્મા હોય કે, સામાન્ય માણસ હોય – મારા તમારા જેવા. આ પ્રશ્ન પહેલાં વ્યક્તીગત છે; અને (પછી) સામુહીક(રીતે) જોડાયેલો છે.
  જુજ આદર્શ ગુણવત્તાઓ કળીયુગના સામા ઘસારાને પહોંચી વળવા એક આદર્શ બનીને ઉભી છે. પણ પ્રકૃતીના નીયમને સમજતાં, પ્રવાહ અટકી શકશે નહીં. હા! આદર્શનું જોર ઓછું થશે – સમયાંતરે.
  આપના વીચારો જાણવા હું ઉત્સુક છું. મને ઈમેલ કરશો.
  ………………………………. મારો જવાબ
  પ્રીય દિગંતભાઈ,
  તમે જે લખ્યું છે, તે મારી માનસીક વ્યથાઓનો સુંદર જવાબ છે. પ્રવર્તમાન ગેર વ્યવસ્થાઓના સબબે થયેલી ઘણી માનસીક પીડાના કારણે આ લેખ લખાણો છે. તમારા વીચારો ‘ ડાઉન ટુ અર્થ ‘ – ( પાયાના?) છે અને તે ‘ શું છે?’ તે સરસ રીતે સમજાવે છે.
  કોઈ પણ મહાત્મા અથવા તેમના આદર્શ અનુયાયીઓ સમાજના માનસ પર લાંબા સમય માટે અસર પાડી ન શકે. પણ સમયાંતરે જે લોકો સારાસાર અંગે વીચારી શકે તેમ છે; તેમણે પોતાના જીવનમાં તસુભાર પણ આગળ વધવા, આંતરદર્શન કરતાં રહેવું જોઈએ.
  મારાં મોટા ભાગનાં લખાણો મારી અંતર્ગત વીચાર પ્રક્રીયાના કારણે ઉદભવેલાં છે. તમારા જેવા સુજ્ઞ વાચકો સાથે વીચાર વીમર્શ આ પ્રક્રીયાને ધારદાર રાખે છે; અને પુષ્ટી આપે છે. એ પ્રક્રીયામાં સહાયભુત થવા માટે તમારો અંતઃકરણ પુર્વક આભાર.
  …… સૌ વાચકોને વીનંતી કે ગુજરાતીમાં ટાઈપ કરતાં ન ફાવે તેમ હોય તો, અંગ્રેજીમાં પ્રતીભાવ લખવા. ભાષા અગત્યની નથી- ભાવ જ પ્રધાન છે.

 10. Pingback: વૃક્ષ અને વેલી : ભાગ -2 « ગદ્યસુર

 11. Pingback: વૃક્ષ અને વેલી – ભાગ : 3 « ગદ્યસુર

 12. Pingback: વૃક્ષ અને વેલી – ભાગ : 4 « ગદ્યસુર

 13. Pingback: વૃક્ષ અને વેલી : ભાગ -5 « ગદ્યસુર

 14. Pingback: થડ – એક અવલોકન | ગદ્યસુર

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: