ચાર દીવસની યાત્રા, રોજના વીસ કીલોમીટર. દરરોજ દસ મીનીટ પણ ન ચાલનાર આ મેનેજર સાહેબ માટે કોલમ્બસના એટલાન્ટીક ખેડાણ જેવી એ સફર હતી. બપોરે ઉતારે પહોંચીએ ત્યારે તો ટાંટીયા ટાઈટ થઈ ગયા હોય; ગોટલા ચઢી ગયા હોય અને પગની પાની પર ઠેર ઠેર આંટણ તો ખરા જ. બપોરે જમીને, નામકે વાસ્તે ચાદર પાથરી હોય કે ન હોય તો પણ; લીમડાના કોઈ ઝાડની નીચે; એવી મધ જેવી મેંઠી નીંદર આવી જાય કે, સો મણની તળાઈ પર અને એર કન્ડીશનમાં પણ નો’ આવે બાપુ, હોં!
આવા જ એક દીવસે દસેક વાગે અડધા ચઢેલા ગોટલે, અમે વાતો કરતા કરતા, મંદ ગતીએ આગળ ધપી રહ્યા હતા; ત્યાં અમારા સંઘની જ એક ટોળી અમને ઓવરટેક કરીને, ‘જય રણછોડ , માખણ ચોર’ના નારા જોરશોરથી લગાવતી, અમારાથી આગળ નીકળી ગઈ. પુરુષો, સ્ત્રીઓ, બાળકો બધું મળીને પંદરેક જણ હતાં. બધા ગુલાલથી પણ ખેલેલા હતા; અને બરાબર મસ્તીમાં અને ભક્તીરસમાં તરબોળ હતા. મારા જેવા એક બે જણ સીવાય, લગભગ બધા ઉછળતા અને કુદતા હતા. એમની વચ્ચે બે હાથથી એમના જુથની ધજા પકડી, આધેડ વયની એક સ્ત્રી મસ્તીમાં ઉછળી રહી હતી. એનો ઉત્સાહ અને કૃષ્ણભક્તી દાદ માંગી લે તેવાં હતાં. અમે તો વીસ્ફારીત નેણે એની છટાઓ નીહાળી રહ્યા. સફરનો થાક એના કોઈ પણ અંગમાં વર્તાતો ન હતો.
મારા કાકા સ્વભાવ પ્રમાણે, એ જુથમાં સૌથી પાછળ ચાલતા, મારી ઉમ્મરના એક દાદાને મારાથી પુછ્યા વીના ન રહેવાયું.
“ કાકા! આ બહેનનો ઉત્સાહ તો ગજબનો છે.”
“મારા દીકરાની વહુ છે.”
“ આ ઉમ્મરે એમની તાકાત અદભુત છે.” – મેં અભીપ્રાય આપ્યો.
“ તમે એની શું ઉમ્મર ધારો છો?”
“ સ્ત્રીઓની ઉમ્મરની વાત ન કરાય.” – મેં મારું ડહાપણ દર્શાવ્યું.
“ અરે! આપણા જેવા કાકાઓને તો બધી છુટ. બોલો કેવડી હશે?“
મેં બીજા કોઈ સાંભળી ન જાય તેમ, ડરતાં ડરતાં પીસ્તાળીસ કહ્યા.
“ અરે પચાસ વરહની છે. એને ત્રણ દીકરા અને એક દીકરી પણ છે. અને દીકરીય પરણેલી અને બચરવાળ છે.”
“ શું વાત કરો છો? ના હોય.” – હું આશ્ચર્યમાં બોલી ઉઠ્યો.
કાકાએ ઉમેર્યું ,” એટલું જ નહીં. એને તો તઈણ વાર હાર્ટ એટેક પણ આવી ગયેલા છે.”
મારી સાથેના બીજા ત્રણ મીત્રો પણ, આ વાત સાંભળી આશ્ચર્યચકીત થઈ ગયા.
એક ડોક્ટર ભાઈ તો બોલ્યા પણ ખરા. “ એમણે આટલું બધું જોખમ ન લેવું જોઈએ.” મેં પણ આ વાતમાં ટાપશી પુરાવી.
થોડી વારે એ બહેન પાસેથી ધજા એમના સંબંધી, બીજા કોઈ ભાઈએ ઉઠાવી લીધી, અને બહેન થોડાં ધીમાં પડ્યાં.
મેં તો અહોભાવથી તેમની સાથે ચાલવા માંડ્યું અને વાત માંડી. “ બહેન, મને ખબર પડી કે, તમને તો ત્રણ વખત હૃદયરોગનો હુમલો થયેલો છે. આટલી બધી તકલીફ ન વહોરતાં હો તો? “
અને એમણે ઉચ્ચારેલું એ વાક્ય સ્મરણ પટ પર આટલા વર્ષે પણ કોતરાયેલું રહ્યું છે, ”રણછોડરાયની મે’રબાની! એની મરજી થાય અને ઉઠાવી લે, સંઘમાં ટીકીટ ફાટી જાય તો કેટલું બધું પુન મળે?”
આ મસ્તી અને આ શ્રધ્ધા જોઇ ભગવાનને કે કોઈને પગે ન લાગનાર આ જણ એ બહેનને મનોમન વંદી રહ્યો.
,
https://gadyasoor.wordpress.com/2009/02/28/dakor_jorney/
Like this:
Like Loading...
Related
KEEP WALKING….
THOUGH YOU DO NOT KNOW OR BELIVE GOD.
She had a bad heart condition-and she was giving stress to the heart by jumping-I m sure by now “Ranchhodraye emane Uthavi lidha hashe.”
Maananiy Janisaheb,
Aapana saral shabdo nu varnan vaanchi maza aavi.Hu chalava ni himmata nathi kari shakto.JAY RANCHHOD.
MARKAND DAVE.
Yes I have done Vraj parikramma for ten days.
I used to walk March of Dimes in Houston for 24 miles. (More than 10 years)It is really wonderfuk experience in life.
ભગવાનને અાપણી મુર્ખાઇમાં ભાગીદાર બનાવવાની શી જરૂર છે? પચાસ વર્ષની માતા, ત્રણ હાર્ટ એટેક અાવ્યા પછી અાવી નાદાનિયત કરે તેમાં ધર્મની પ્રભાવના નથી થતી. પચાસ વર્ષની ઉંમરે દોડવામાં વાંધો નથી, પણ જવાબદારીની ખેવના કર્યા વગર, અને તંદુરસ્તીની પરવા કર્યા વગર ઝંપલાવવું, તે વખાણવા લાયક નહીં, વખોડવા યોગ્ય છે. તે દોડી શકે છે તે માટે નહીં, પણ તેની નાદાની ઉપરથી મને પણ પૂછવાનું મન થાય કે તેની ઉંમર કેટલી હશે. છોકરમત કેટલી વયે જતી હશે?
Janisaheb,
As a dr. I fully agree with Mr Bharat Shah-even she may not get proper tretment on highway!–dr Sedani
In this case, difference of opinion will always be there. Bcoz, Vision is always different from person to person. All are right on their own way, Including this lady. In world, opinions are based on two ways. Practically inspired OR immotionaly inspired. But I would like say “Jako rakhe Sai, Maar sake naa koe…”
Dada, what do you say???
લક્ષ્ય પર દષ્ટિ રાખી નિત્ય પોતના માર્ગ ઉપર ચાલતા રહો. ભગવાન જ જીવનના પરમ સાધ્ય છે. તેને ક્ષણભર પણ ભૂલ્યા વગર નિત્ય-નિરંતર પોતાની સાધનામાં લાગી રહો. બીજા શું કરે છે, શું કહે છે,–તે તરફ ધ્યાન ન આપો
આ તો ઊઘાડા પગે ચાલતા ત્યારનો જીવન મત્ર!
અમારી સાથે બાયપાસ વાળા અને બયપાસને પણ બાયપાસ કરનારા હોય! તેમના અનુભવ કહેતા…ચાલતા રહો : હાર્ટ એટેકનું સૌથી મોટું કારણ આપણી બદલાતી જીવનશૈલી છે. જેમાં ભૌતિક સુખ-સુવિધાઓની ઉપલબ્ધિને કારણે શારીરિક શ્રમ ઓછો થઈ ગયો છે. એટલા માટે નિયમિતપણે ૩૦-૪૦ મિનિટ ચાલવાનું રાખો, એનાથી હાર્ટ એટેકનું જોખમ ૨૫ ટકા ઘટી જશે. બાળકોની સાથે ફૂટબોલ કે કોઈ રમત રમો. આ ઉપરાંત તમે ઇચ્છો તો જોગિંગ, સ્વિમિંગ કે પછી કોઈ જિમમાં પ્રવેશ મેળવી શકો છો. જો આ બધા માટે પણ સમય ન મળતો હોય તો દાદર (સીડી) ચઢ-ઊતર કરી શકો છો. ડોક્ટર્સનું પણ માનવું છે કે, ડાન્સથી ઉત્તમ કોઈ કસરત નથી હોતી. જેનાથી કેલેરી પણ વધુ માત્રામાં ખર્ચાય છે.
સરસ વાત કહી, સુરેશભાઇ.
જે સમયની વાત તમે કહી, તે વખતે ભારતની સ્ત્રીઓની સરેરાશ life expectancy કેટલી હશે? મારા મતે ૫૦થી વધુ નહિ હોય. કોઇ પણ સમય હોય, પણ ત્રણ વખત બાયપાસ સર્જરી થયા પછીના પ્રત્યેક દિવસને ‘બોનસ’ ગણાય. હવે આ બોનસના દિવસો પથારીમાં પડીને કાઢવા કે પોતાની શ્રદ્ધા અને માન્યતાના ઉત્સાહમાં-આનંદમાં ગાળવા શ્રેષ્ઠ છે એ માણસના free-willની વાત છે. મને પેલાં બહેનની સૌથી વધુ વાત ગમી હોય તો તે તેમના આનંદના શબ્દોમાં છે: “રણછોડરાયની મે’રબાની! એની મરજી થાય અને ઉઠાવી લે, સંઘમાં ટીકીટ ફાટી જાય તો કેટલું બધું પુન મળે?”
આમાં તેમના જીવનનું તત્વજ્ઞાન સમાયું છે. વ્યક્તિગત ભાવનાને મૂર્ખતા કે નાદાનિયત કહેનારા આપણે કોણ? મને તો પેલી ચીનની એક નાનકડી બાલિકાની વાત યાદ આવે છે. આ છ-સાત વર્ષની બાળા પોતાના ત્રણ વર્ષના ભાઇને પીઠ પર ઉપાડીને ચાલતી હતી. એક ભાઇએ તેને કહ્યું, “અલી, કેટલો ભાર ઉપાડીને તું ચાલે છે?” બાળાએ જવાબ આપ્યો, “સાહેબ, આ ભાર નથી, આ તો મારો ભાઇ છે.”
આપણે પોતા વીશે શું માનીએ છીએ એ અગત્યનું છે. આપણી માન્યતા જ આપણુ બળ છે. દ્રઢ મન કેવા કેવા ચમત્કાર કરી શકે એ જાણીને તો નવાઈ જ લાગે!!! તે બહેનની શ્રધ્ધા જ તેમના મનોબળનું કારણ છે. અને કેળવાયેલ મન કોઈ પણ ચમત્કાર કરી શકે છે.
દરેક વસ્તુ જુદી જુદી રીતે સંજોગોને આધીન મુલવવી પડે છે
ડો સાહેબ શારીરિક પરિસ્થિતિ પ્રમાણે મુલવેછે.
ભગવાનમાં શ્રધ્ધા .તેનો હુકમ ફાયનલ પછી
શાની ફિકર.
ફેમીલીમાં બધા હાર્ટસ્પેસિયાલીસ્ટ હોય,અને ઘણા
ઈમર્જન્સી કેસ ઓપરેટ કર્યા હોઈ અને ખુદ
હાર્ટ એટેકમાં…બલયસી કેવલં ઈશ્વર ઈચ્છા.
રમેશ પટેલ(આકાશદીપ)
Dear Jani Saheb
kon ketlu jive te nathi jivnarne ke apane khabar, pan bahen anandthi jive chhe, koi pan anandthi jive emaj apno anand hovo joiae.aemna will power ne salam.
સૌ મીત્રોનો વાતમાં રસ લેવા માટે ખુબ ખુબ આભાર . આ વાત મારા તે વખતના મનોભાવના સંદર્ભમાં, જેમ બની હતી તેમ લખી છે.
હું એ બહેનની રીતનો હીમાયતી પણ નથી , કે વીરોધી પણ નથી .
પણ ..
લગભગ 15 વરસ વીત્યા પછી એટલું તો અવશ્ય સમજાયું છે કે, ક્ષુદ્ર જંતુની જેમ, માંદલા મનંથી, મરતાં મરતાં, જીવવું એના કરતાં જીંદાદીલીથી મોતને બાથ ભીડીને જીવવાની મજા અનેરી હોય છે.
આવી જોખમ સાથે જીવવાની રીત તો કેપ્ટન નરેન્દ્ર જેવા વીરલા જ માણી શકે.
જાની સાહેબ,
આ તમારું મનોબળ ખુબ જ મજબુત છે. બસ, આ રીતે અડીખમ રહો !
જેવા વિચારોમાં તમે અડીખમ છો તેવા શરીર થી પણ અદીખમ-મજ્બુત !!
મારી શુભેચ્છા સદા તમારી સાથે.
SHRADDHA bahu moti vaat che…….