સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

રસ્તો અને ઝરો – એક અવલોકન

પાર્કના ટ્રેલની બાજુમાંથી એક નાનકડો ઝરો(ક્રીક) પસાર થાય છે. બન્ને વાંકાચુકા થતાં થતાં આગળ વધે છે. ક્યાંક ક્યાંક એકબીજાને  ઓળંગે પણ છે. પણ એમની ગતીવીધી અને અવઢવમાં ફરક છે.

ઝરો કદી ઉંચે ચઢી શકતો નથી. એ લઘુત્તમ અવરોધના માર્ગ પર જ મુસાફરી કરી શકે છે. એ સતત નીચે જ સરકતો જાય છે. એને બંધ બાંધીને થોડોએક રોકી જરુર શકાય છે. અને તો એ એક નાનકડા તળાવમાં રુપાંતરીત થઈ શકે છે.  આગળ જમીનનું ધોવાણ  કરતાં એને અટકાવી શકાય છે. એના પાણીનો સીંચાઈ માટે ઉપયોગ કરી શકાય છે. ઝરામાં પ્રવાહની સાથે રહી વહેતા રહેવું એ બહુ સરળ કામ છે. ખાસ કોઈ પ્રયત્નની તેમાં જરુર નથી. જો કે, પ્રવાહની વીરુધ્ધ દીશામાં તરવું બહુ કઠણ હોય છે. પણ એમ તરીએ તો પાછા ઉંચા સ્થાને પહોંચી શકાય  છે.

રસ્તો ઉપર નીચે જઈ શકે છે. એને ધાર્યા મુજબ બનાવી શકાય છે. એને વાળવો હોય તેમ વાળી શકાય છે. એ છેક પર્વતની ટોચ ઉપર પણ લઈ જઈ શકે છે. ઉંચે ચઢવું હોય તો રસ્તો પકડવો પડે છે. પણ ઉપર ચઢવા અથાક પ્રયત્ન કરવો પડે છે. જો કે સારી ડીઝાઈનનો મજબુત અને પહોળો રસ્તો બનાવ્યો હોય તો તેના પરથી વાહન ચલાવી કોઈ મુશ્કેલી વગર અને ઝડપથી મુસાફરી કરી શકાય છે.

સામ્પ્રત પ્રવાહની સાથે તરવું;
એનાથી વીરુધ્ધ દીશામાં તરીને ઉપર ચઢવું;
એના પ્રવાહને નાથીને સરસ મજાનું ઉપયોગી સરોવર બનાવવું;
પોતાનો રસ્તો  બનાવી  ઉર્ધ્વ પ્રયાણ કરવું;
કોઈના બનાવેલા હાઈવે પર ધમધમાવીને (!) ગાડી ચલાવવી;
રસ્તો હોય તો પણ ઉંચે ટોચ ઉપર નહીં પણ નીચે ને નીચે જ ઉતરતા જવું
અથવા
રસ્તો હોય કે ઝરો – ચાલવું કે તરવું જ નહીં અને જ્યાં હોઈએ ત્યાં જ સ્થગીત બનીને ઉભા રહેવું

– એ આપણે જાતે જ નક્કી કરવાનું હોય છે !

Advertisements

7 responses to “રસ્તો અને ઝરો – એક અવલોકન

 1. pragnaju જુલાઇ 17, 2009 પર 11:26 પી એમ(pm)

  ‘રસ્તો હોય કે ઝરો – ચાલવું કે તરવું જ નહીં અને જ્યાં હોઈએ ત્યાં જ સ્થગીત બનીને ઉભા રહેવું
  – એ આપણે જાતે જ નક્કી કરવાનું હોય છે ! ‘
  ફરીથી યાદ આવી-તમારી મનગમતી રચના
  સૂકાઈ ગયેલ વન તરફ ફંટાતા બે રસ્તાઓ જોઈને,
  અફસોસ થાય છે કે હું બંને પર સફર નથી કરી શક્તો,
  અને , એક પ્રવાસી તરીકે, ઘણી વાર ત્યાં ઉભો રહ્યો,
  અને જ્યાં સુધી નજર પહોંચી ત્યાં સુધી જોયું
  જ્યાંથી તે જંગલમાં વળી જતા હતાં
  મેં એક રસ્તા તરફ જોયું, જવા માટે
  કદાચ એ જ સાચી પસંદગી નો રસ્તો હતો
  કારણકે તે હરીયાળો હતો અને જાણે સ્પર્શ માંગતો હતો
  જો કે પ્રવાસીઓએ તેને ધસી દીધો હતો
  બંને રસ્તે સવાર સરખી વહેંચાયેલી હતી
  પાંદડાઓમાં ક્યાંય કોઈપણ પગલાં નો વર્તારો ન હતો
  અરે, મેં પહેલો રસ્તો બીજા દિવસ માટે રાખી દીધો હતો
  અને આશંકા, કે ક્યારેય પાછો તે રસ્તે ફરીશ?
  મારે આ એક ખામોશી સાથે કહેવુ જોઈએ
  ક્યાંક કેટલાય જન્મારાઓ વીતી જાય છે
  બે રસ્તાઓ એક નિર્જિવ વનમાં ફંટાય છે, અને હું
  હું એવા રસ્તે ચાલી નીકળ્યો છું જ્યાં ખૂબ ઓછા લોકો ગયા છે
  પરંતુ એ જ, અને એ જ સાચો ફરક છે.
  રોબર્ટ ફ્રોસ્ટ

 2. Rekha Sindhal જુલાઇ 18, 2009 પર 3:08 એ એમ (am)

  તમારા અવલોકનો સુવિચારોને દ્રઢ કરે તેવા હોય છે તેથી વાંચવા ગમે છે. આભાર !

 3. arvind adalja જુલાઇ 18, 2009 પર 3:51 એ એમ (am)

  શ્રી સુરેશભાઈ
  રસ્તા અને ઝ્રરણાની વાત કરી જીવનની ફિલોસોફી સમજાવી દીધી. અભિનંદન્
  .

  સ-સ્નેહ
  અરવિંદ

 4. atuljaniagantuk જુલાઇ 18, 2009 પર 6:55 એ એમ (am)

  રસ્તો અને ઝરો – સુંદર અવલોકન.

  આ બે વાંકાચૂંકા, લાંબા અને જીવન સાથે સદૈવ સંકળાયેલા પ્રવાહો ઉપર કેટકેટલું વિચારી શકાય તેમ છે. રસ્તો જ્યાં જીવન હોય ત્યાં જાય છે જ્યારે ઝરો જ્યાં જાય છે ત્યાં જીવન પાંગરે છે. રસ્તાને પોતાનું નિશ્ચિત ધ્યેય છે જ્યારે ઝરો તો બસ નિજાનંદમાં મસ્ત વહ્યાં જ કરે. ઝરાની ખામી છે કે તે ઉર્ધ્વગામી નથી થઈ શકતો – આપણા મનનું પણ એવું જ નથી? સામાન્ય રીતે તેના પ્રવાહો અધોગામી જ હોય છે. પણ ઝરાને બંધ બાંધીને રોકવામાં આવે અને પછી તેનું પાણી ઈચ્છા મુજબ યોગ્ય જગ્યાએ વાળવામાં આવે તો તેનાથી અનેક જીવન મ્હોરે છે. તેવી જ રીતે મનની વૃત્તિને અધોગામી બનાવતી અટકાવવા માટે તેના ઉપર વૈરાગ્યનો બંધ બાંધવામાં આવે અને પછી આ એકત્ર થયેલી શક્તિને રચનાત્મક કાર્યો માટે વાપરવામાં આવે તો કેટલું બધું કામ થાય. હ્રદય જાણે કે ઝરો અને બુદ્ધિ જાણેકે રસ્તો. બંનેની આવશ્યકતા છે અને બંનેનો યથાયોગ્ય ઉપયોગ અદભુત પરીણામો લાવવા સક્ષમ છે.

 5. Patel Popatbhai જુલાઇ 18, 2009 પર 10:53 પી એમ(pm)

  Dear Jani Saheb

  saras lekh, ethi saras lekh upar ATULJANIAGANTUK JI ni note.
  ane vichar vistar.

 6. અખિલ સુતરીઆ જુલાઇ 19, 2009 પર 6:52 એ એમ (am)

  જીવન અને ઝરા કે જીવન અને રસ્તા અંગે આટલું સરસ લખી શકવું … સમજી શકવું … અને આચરણમાં લાવવું … એ વિચારથી પણ વધુ શક્તિશાળી કદમ છે. આપણી વચ્ચે ચાલી રહેલા સંવાદમાં તમે બ્લોગને તમારા ‘બાળકો’ કહ્યા.

 7. Maheshchandra Naik જુલાઇ 19, 2009 પર 2:00 પી એમ(pm)

  Thanks, Shri Sureshbhai, LIFE wants to DECIDE, where to go and you have nicely said with your small experince, thanks for sharing the experince with us…

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: