સાઈટ કામથી ધમધમતી હતી. નવા પાવર સ્ટેશનનું બાંધકામ પુર જોશમાં ચાલુ હતું.
ક્યાંક ક્રેન વડે ભારે સામાન ઉંચે ચઢાવાતો હતો. બોઈલરના સ્ટીલના માળખા ઉપર બહુ ઉંચે ચાર માણસો ક્રેન વડે ટીંગોળાઈને રહેલા ભારે ગર્ડરને તેના યથા યોગ્ય સ્થાન પર ગોઠવવા પ્રયત્ન કરી રહ્યા હતા. આ કામ અત્યંત જોખમી હતું. ક્યાંક ગેસ વડે લોખંડના એન્ગલ કપાઈ રહ્યા હતા; તો ક્યાંક મોટા ગર્ડરના વેલ્ડીંગનું કામ ચાલી રહ્યું હતું; અને આંખો આંજી નાંખે તેવી ઝળહળતી જ્યોત દુરથી પોતાના નજારા તરફ ધ્યાન ખેંચી રહી હતી.
ક્યાંક ખટારામાં ભરાઈને આવેલો સામાન નીચે ઉતારવામાં આવી રહ્યો હતો. ક્યાંક લાકડાંના ખોખાં ખોલીને મશીનરીના ભાગ બહાર કઢાતા હતા. ક્યાંક વીજળીનાં દોરડાં નંખાઈ રહ્યાં હતાં. ક્યાંક ખટારામાંથી રેતી તો ક્યાંક પથ્થરની કપચી જમીન પર ઠલવાઈ રહ્યાં હતાં. ક્યાંક માપપટ્ટી વડે જમીન પર અથવા લોખંડના ગર્ડર પર માપ લઈ નીશાન કરવામાં આવી રહ્યાં હતાં,
ક્યાંક નાનકડી સાઈટ ઓફીસોમાં કામચલાઉ ટેબલ પર ડ્રોઈંગ પાથરી એન્જીનીયરો, ગંભીરતાથી નકશાઓનો ઉંડો અભ્યાસ કરી રહ્યા હતા. ક્યાંક ટેબલ ખુરશી પર બેસી, સુપરવાઈઝરો થયેલા કામનો હીસાબ ડાયરીઓ અને રજીસ્ટરોમાં નોંધી રહ્યા હતા. ક્યાંક માથે ટોપા પહેરી સાહેબ લોકો થઈ રહેલા કામનું નીરીક્ષણ કરી રહ્યા હતા.
ક્યાંક થાકેલા મજુરો ઘડીક પો’રો ખાવા ધોમ ધખતા તડકામાં ચાંદનીની શીતળતાનો અનુભવ કરતાં પાણી પી રહ્યા હતા. એક છેડે ઘોડીયાઘરમાં નાનાં બાળ કીલ્લોલ કરી રહ્યાં હતાં; અને એક ખુણામાં બે માતાઓ પોતાનાં નાનકડાં ભુલકાંઓને સ્તનપાન કરાવી રહી હતી.
સવારના દસ વાગ્યાના સુમારે આખી સાઈટ પર, ભારતના વીધ વીધ રાજ્યોમાંથી આવેલા, આશરે સાતસો માણસો કામ કરી રહ્યાં હતાં.
અહીં એક મોટા ફાઉન્ડેશનનું કોન્ક્રીટીન્ગ ચાલી રહ્યું છે. તૈયાર થશે પછી, એની ઉપર આઈ.ડી.ફેન ગોઠવાશે અને બોઈલરમાંથી બહાર નીકળતા ગરમાગરમ ધુમાડાને ઉંચી ચીમની તરફ ધકેલશે. પાવર સ્ટેશનની મશીનરીનાં ફાઉન્ડેશનમાં આ ત્રીજા નમ્બરનું મોટું ફાઉન્ડેશન છે. ત્રણ કોન્ક્રીટ મીક્સર મશીનો મોટા અવાજે અંદર નાંખેલા, કપચી રેતી, સીમેન્ટ અને પાણીના મીશ્રણને એકરસ કરી રહ્યાં છે. બાજુમાં આ બધા સામાનના મોટા ઢગલા પડેલા છે. થોડી થોડી વારે આ મશીનો પોતાના મહાકાય અને ગોળ ફરતા પેટને આડું કરીને સીમેન્ટના રસથી ખદબદેલા મુખમાંથી તૈયાર થયેલો કોન્ક્રીટ ઓકી કાઢે છે. તરત તગારાંઓમાં ભરાઈને, આ કોન્ક્રીટ લોખંડના પાંજરાઓથી ભરચક, ફેનના ફાઉન્ડેશનના લાકડાના માળખામાં ઠલવાઈ રહ્યો છે. ત્રીસેક માણસો આ અગત્યના કામમાં પરોવાયેલા છે. આખી સાઈટ ઉપર, આજની તારીખમાં સૌથી અગત્યનું આ કામ પુર જોશમાં ચાલી રહ્યું છે.અને તેના આખરી તબક્કામાં છે. .
અને ત્યાંજ એક ધડાકો થાય છે. બોઈલરના મહાકાય માળખાની ઉપર, 45 મીટર ઉંચે, ગર્ડર ગોઠવી રહેલો, એક મદ્રાસી ફીટર નીચે પડી ગયો છે. લોહીના ખાબોચીયામાં લથપથ તેની કાયા લગભગ નીશ્ચેતન બનીને પડી છે. થોડીક જ વારમાં આજુબાજુ એક ટોળું ભેગું થઈ જાય છે. શું થયું છે તે જાણવા ઉત્સુક કામદારોને દુર રાખવામાં, સાઈટ પરનો સીક્યોરીટી સ્ટાફ માંડ માંડ સફળ થાય છે. તાબડતોબ ઝબુકતી લાલ લાઈટ વાળી અને સાયરનનો તીવ્ર અવાજ કરતી એમ્બ્યુલન્સ વાન સ્થળ પર આવી પહોંચે છે. આ દુર્ભાગી ફીટરને હોસ્પીટલ લઈ જવા તરત તે નીકળી પડે છે.
સાઈટ પરનો આ ચોથો અકસ્માત છે. સૌને ખાતરી છે કે, આગલા ત્રણ અકસ્માતોની જેમ આ પણ પ્રાણઘાતક જ નીવડવાનો છે. આટલે ઉંચેથી પડેલ આ જણ બચી જાય; તેવી શક્યતા નહીંવત છે. તરત બધે કામ બંધ પડી જાય છે, રોષે ભરાયેલા કારીગરો અને મજુરોનાં ટોળે ટોળાં ઠેર ઠેર એકઠાં થઈ ગયાં છે. બધાં કામ ઠરીને ઠપ્પ થઈ ગયાં છે. આવા પ્રાણઘાતક અકસ્માતો વીશે બધે ગુસ્સો અને આક્રોશ વ્યક્ત થઈ રહ્યાં છે. લાલચોળ આંખોવાળો, અને પરસેવે રેબ ઝેબ એક કામદાર ઉભરાતા ગુસ્સામાં, હાથમાં પકડેલા લોખંડના સાધનને હથીયાર તરીકે વાપરવાની ચેષ્ટા કરી રહ્યો છે.
સાઈટનો પ્રોજેક્ટ મેનેજર સુધીર તાબડતોબ અકસ્માતના સ્થળ પર આવી પહોંચ્યો છે. પરીસ્થીતીનો તાગ કાઢીને એની આજુબાજુ એકઠા થયેલા વીવીધ કામોના ઈન ચાર્જ એંજીનીયરો અને મેનેજરોને આજના દીવસ પુરતું, કામ બંધ રાખવા સુચના આપે છે.સમો વરતીને ડાહ્યા ઈન ચાર્જ સાહેબોએ રજા જાહેર કરી દે છે.
પણ સીવીલ કામનો મેનેજર નયન કહે છે,” સાહેબ! આઈ.ડી. ફેન ફાઉન્ડેશનનું કોન્ક્રીટીન્ગ કામ બંધ કરી દઈએ તો, પોણું પુરું થયેલું કામ નકામું જાય. આખું ફાઉન્ડેશન તોડી નાંખી નવેસરથી બનાવવું પડે. લોખંડના સળીયાથી ખીચોખીચ એને તોડતાં જ એક અઠવાડીયું નીકળી જાય અને ફરીથી ભરવામાં બીજા પંદર દીવસ. જો આ કામ ચાલુ રાખી શકાય તો આ નુકશાન અને સમયનો બગાડ અટકાવી શકાય. “
બાહોશ સુધીરને નયનની આ વાત તરત સમજાઈ ગઈ છે. પણ ઉશ્કેરાયેલા કામદારોને ફરીથી કામે લગાડવા, એ બહુ જ મુશ્કેલ કામ છે. ક્યાંક કોઈક થોડીક ઉશ્કેરણી કરે; તો કામદારોનું આખું ટોળું હીંસક બની શકે તેમ છે.
સુધીર અને નયન ફેનના એ ફાઉન્ડેશનના કામ તરફ પ્રયાણ કરે છે. બધા કામદારો અને મજુરો વકાસેલાં મોંઢે ટોળે વળીને ઉભાં છે. એક પ્રચંડ આવેગ સાથે, સુધીર બાજુમાં પડેલા, લોખંડના એક પીપને ચતું કરાવી, તેની ઉપર ચઢી જાય છે. તેના મુખ પર શોકની કાલીમા છવાયેલી છે; પણ મનમાં એક મક્કમ નીર્ધાર સવાર થયેલો છે.
સુધીરના મોંમાંથી બુલંદ અવાજે વાણી સરવા માંડે છે.
“ ભાઈઓ અને બહેનો! આજે આપણે બોઈલરના સ્ટ્રક્ચર પરથી થયેલા અકસ્માતના કારણે બહુ જ દુખી છીએ. ભાઈ શંકર અન્ના આપણી સાઈટ પર ગભીર રીતે ઘવાયા છે. આપણને બધાંને આ માટે બહુ જ દુખ થયું છે. જાણે કે, આપણો સગો ભાઈ રામજીનો પ્યારો થઈ જવાનો હોય; તેવી લાગણી તમને અને મને થઈ આવી છે. આ બહુ જ સ્વાભાવીક છે. આજના દીવસ માટે આપણે સાઈટ પરનાં બધાં કામ બંધ રાખવાની જાહેરાત કરી જ છે.
પણ તમે લોકો જે કામ કરી રહ્યાં હતાં, એ એવું કામ છે , જેને બંધ રાખી શકાય તેમ નથી. એમ કરીએ તો મોટું નુકશાન થાય તે તો ઠીક; પણ લગભગ પતવામાં આવેલા આ ફાઉન્ડેશનને તોડીને નવેસરથી બનાવવું પડે. મારી તમને હાથ જોડીને વીનંતી છે કે, અડધો જ કલાક આ કામ ચાલુ રાખીએ, તો આ બધી જફા ટાળી શકાય. તમારા સૌનાં દુખમાં હું સહભાગી છું.
ભાઈ શંકર અન્ના બહુ જ ઈમાનદાર અને કર્તવ્યનીષ્ઠ કારીગર હતો. એને આવું થાય તે હરગીજ પસંદ ન પડ્યું હોત. એના સાચા કામદારી જુસ્સાને માન આપીને, આપણે આ કામ ચાલુ રાખીએ તેવી મારી આપ સૌને આગ્રહ ભરી વીનંતી છે. આપણે બધા એક મીનીટ મૌન પાળીને આ કામ ફરીથી શરુ કરીશું?”
અંતરમાંથી નીકળેલ આ વાણીની ધારી અસર થાય છે. એક મીનીટ મૌન પાળીને આઈ.ડી ફેનના ફાઉન્ડેશનનું એ કામ ફરીથી શરુ થાય છે અને અડધો જ કલાકમાં પુરું કરવામાં આવે છે.
……………..
સત્યકથા પર આધારીત
Like this:
Like Loading...
Related
excellent way of leadership.
We should value human values.
himanshu
સાચી વાત અને સારી વાત,
સિવિલ કે કોઇપણ એન્જીનીયરીંગમાં આવા પ્રસંગો છાશવારે બનતાજ હોય છે, પણ દરેક વખતે આટલી સમજથી કામ લેવાતું નથી…
સરસ
લાગે છે કોઇ અનુભવ છે….
નેગેટિવને પોઝીટિવમાં ફેરવવા માટે પ્રથમ તો લીડરની પોતાની પ્રમાણિકતા અને નિષ્ઠા દ્રઢ હોવી જોઈએ. સુંદર ઉદાહરણ !
દાદા,
આજે જ જાણ્યું કે તમે આટલી સરસ વાર્તા પણ લખી જાણો છો ! સરસ પ્રેરણા અને સંદેશ આપતી વાર્તા બદલ અભિનંદન !
હજુ પણ કારખાનાનો ઢાંચો આવો જ રહે!
મશીન ચેક કરવા શંકર જાય.
એક વાર રીપૉર્ટ આપ્યો-
‘હાલશે’
અને ફીટર ચમકી ગયા.કાઈ હાલતું ન લાગ્યું પણ સીધો વાંક
ફાઉંન્ડેશનવાળા પર!
તેણે ફૉન કર્યો પ્રોજેક્ટ હેડ પર અને
બધા ભેગા થઈ ગયા.
દોડાદોડીમા શકરને વાગી ગયું…
હેડે તપાસ કરતા કહ્યું…
ઈટસ ઓ કે અને
છેલ્લે બધાએ શકરને પૂછ્યું —
તે કહે,’હું પણ એમજ કહું છું’
હાલશે….
તે સૌરષ્ટ્રનો હતો.હાલશે એટલે ઓ કે
ત્યાર સુધીમાં શંકરને ઘણું લોહી વહી ગયું હતું…
શંકર્રની કુલીંગ ટાવરની કુ લ ટાવર જેવી વાત કોકવાર
આ સત્ય ઘટના છે
nice one…
Sudhir = Suresh?
It looks like it.
Forget about Sudhir’s speech- look at this way-Why did that accodent happen? In USA we use lots of safety gears-and safety procedures . In India I have noticed we dont value human life in every field(Plz dont argue with me-I m an engineer and I know the safety procedures)
It is an inspirational story.
હરનિશ ભાઈ
તમારી વાત એકદમ સાચી છે. પણ આ વાત આપણા દેશી ભાઈઓને કડવી વખ લાગે તેવી છે. સ્લમ ડોગ મીલીયોનેરની જેમ.
આશા રાખીએ કે વધતા જતા ઉચ્ચ શીક્ષણ સાથે; ‘મેરા ભારત મહાન’ ની ગુલબાંગો બંધ કરી , દંભી વલણ ત્યજીને, એકવીસમી સદીમાં વીશ્વની મહાસત્તા બનવા યુવાપેઢી કમર કસશે.
અને આ માટે સખત પરીશ્રમનો કોઈ વીકલ્પ નથી.
Sureshbhai may hide the fact , out of his modest nature, but I know that Naman Pathak has said the right thing.
I have been a witness to this incident.
It is a fact that Sudhir was none else. He was Suresh Jani and Nayan was Mr. Nagori – Sr. Civil Engineer
at project site of AEC’s 110 MW Sabaramati F station project.
good
aav
Dear Jani Saheb
Tamara Aa Lehkthi be vat samajva mali. 1 KRMAYOG 2 LAGNI UPAR KABU. sathe aa benu smtolan.
SARAS VARTA ANE E DWARA work is worship with true leadership………
Excellent on site decision. It is really appreciated work.
I agree with Harnish Jani, In India We dont Value human life. Its OK is Very common.Safety gears though provided ,Workers do not use them properly.
We In India has lot to do for Human Safety, Fire safety and Disaster Management.
Withe vision of shopfloor site engineers, big projects are completed with great difficulties.
સુધીર કે સુરેશ લખવાથી શુ ફરક પડે છે?
હકીકતમાં તો સુરેશભાઇનો મારો અંગત બનેલા બનાવનો દાખલો આપવા માંગુ છુ. આજ અમદાવાદ ઇલે.કુ.ની સાઇટ પર મારી બ્લુસ્ટાર લી. નુ એરકંડીશનીંગનુ કામ ચાલતુ હતુ.એક અકસ્માતમાં એ.ઇ.કં.નો માણસ ઘાયલ થાય છે અને મારી કંપનીના એપ્રેન્ટીસનુ મરણ થાય છે. ત્યા રમાતા ગંદા રાજકારણને લઇને બધા એક બીજાને હોળીનુ નાળીયેર બનાવવા માંગતા હતા. સુરેશભાઇના વડપણ હેઠળ કમીટી નીમાય છે, અને સુરેશભાઇ કોઇપણ રાજકારણ લાવ્યા વગર ન્યાય આપે છે કે આ ફક્ત એક અકસ્માત હતો. મને ખબર છે કે એક ટરબાઇન ચાલુ કરવા ત્યાનો કોઇ મેનેજર જવાબદારી લેવા માંગતો ન હતો, ત્યારે સુરેશભાઇએ પોતે કંઇ થાય એની જવાબદારી લઇને ચાલુ કરવા કહ્યુ હતુ. બધા જ્યારે અમેરીકાની સફાઇની મોટી મોટી વાતો કરે છે ત્યારે અહીનો મારો અનુભવ એમ કહે છે કે અત્યારના અમેરીકામાં કોઇ પણ કોઇ પણ જાતની જવાબદારી લેવા માંગતુ નથી. Everybody is trying to pass the buck. ભારતની જેમ અહી બાબુશાહી રાજ થવા માંડ્યુ છે. કોઇને અહી કામ કરવુ નથી,ખોટ કરતી કંપનીના સીઇઓને બોનસ જોઇએ છે..જ્યારે ભારતમાં અત્યારે જે યુવાનો સખત પરીશ્રમ કરે છે તે કાબીલે દાદ છે. અમેરીકા કે જાપાન તેમના વડવાઓના સખત પરીશ્રમને લઇને આગળ આવ્યા છે. આજે અહી કોઇને નથી કામ કરવુ અને બધી મોજ મજા કરવી છે. દરેક દેશની પ્રગતિનો કે શીષ્ટાચારનો આધાર તેની ભૌગોલીક પરીસ્થીતી,વસ્તી, ભુતકાળની ગુલાંમીની અવસ્થા અને નાણાકીય પરીસ્થીતી પર આધાર રાખે છે. ભારતમાં જે કંઇ ખરાબ છે તે છેજ, પરંતુ પહેલા કરતા તેમા ઘણો ફરક પડવા મંડ્યો છે. વસ્તી,ઓછા રીસોર્સીસ અને થોડી જમીનને લઇને ભારતમાં અમેરીકા જેવી પરીસ્થીતીનુ નીર્માણ અસંભવ છે. પરંતુ અહી અમેરીકામા આજે જે યુવાવર્ગની મનોદશા છે તે જોતા ભવિષ્ય ઘણુ ધુંધળુ લાગે છે. અમેરીકન સીટીઝન હોવા છતા ગોરા અને કાળા લોકો બીજા બધાને ફોરેનરજ સમજે છે. હકીકતમાં અહી બધાજ ફોરેનર છે છતા આ ભેદ કામ કરતી વખતે નજરે ચડે છે. અમેરીકનોમા એક ગુણ છે કે એ તમને સીધે સીધુ કસુ નહી કહેશે, પરંતુ મનમા બધુ યાદ રાખી બદલો લેશે. મનેતો હાલની પરીસ્થીતી જોતા અમેરીકામાં વર્ગવિગ્રહ ફાટી નીકળવાની શક્યતા લાગે છે. ૫૦ વર્ષમાં અમેરિકા એક કમ્યુનીષ્ટ દેશ બનેતો નવાઇ નહી!
વિપુલ દેસાઇ